Home Blog Page 788

પટનામાં ગમખ્વાર અકસ્માત, JCBએ રિક્ષાને ટક્કર મારતા ૭ લોકોના મોત

0

બિહારની રાજધાની પટનામાં જેસીબી અને ઓટો વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે. ઓટોમાં કુલ આઠ લોકો સવાર હતા. એક ઘાયલની હાલત ગંભીર છે, જેને સારવાર માટે પટનાની PMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત મંગળવારે સવારે ૪ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ કારચાલક ક્રેન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા બાયપાસ પર રામલખન પથ વળાંક પાસે એક ક્રેન એક ઓટો સાથે અથડાઈ હતી. ઘટના બની તે સમયે ઓટોમાં આઠ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્તની હાલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે ૭ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે. પટનામાં માર્ગ અકસ્માત બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

આ અકસ્માત મંગળવારે સવારે ૪ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ ડ્રાયવર ક્રેન લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેમજ મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

બાબા રામદેવને લાગ્યો મોટો ઝટકો, કહ્યું કે અમારાથી ભૂલ થઈ અમે જનતાની માફી માંગીશું

0

બાબા રામદેવને આજે મંગળવારે પણ ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિ આયુર્વેદ સામેની અવમાનના બદલ સુપ્રીમ કોર્ટમાંથી માફી મળી નથી. તેમણે ૨૩ એપ્રિલે ફરી કોર્ટમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વધુ એક અઠવાડિયાનો સમય આપ્યો છે. યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ મામલો ભ્રામક જાહેરાતો અને કોરોનાની સારવારના દવાઓના સંબંધમાં પતંજલિ આયુર્વેદ સામે તિરસ્કાર સાથે સંબંધિત છે. જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, શું તેમણે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ. જેના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, અમારાથી ભૂલ થઈ છે જેથી અમે જનતાની માફી માંગીશું. હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીશું.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે બિનશરતી માફી માગીએ છીએ.’ આના પર જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, ‘શું તમે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ.’ જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, ‘હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ.’

કોર્ટે કહ્યું કે, “તમને શું લાગ્યું કે કોર્ટના આદેશ છતાં તમે જાહેરાતો આપી અને ભાષણ આપ્યું કે આયુર્વેદએ મહર્ષિ ચરકના સમયથી ચાલી રહ્યું છે. તમે તમારી પોતાની પદ્ધતિ માટે બીજાની પદ્ધતિને રદ્દ કરવાની વાત કેમ કરી?” જેના પર બાબા રામદેવે કહ્યું કે, “અમારો એવો કોઈ ઈરાદો નથી. અમે ૫૦૦૦થી વધુ સંશોધનો કર્યા. આયુર્વેદમાં અમે મેડિસિનના સ્તર સુધી સંશોધન કર્યું.” જેના પર જજે કહ્યું કે, “અમે તમારા વલણ વિશે વાત કરી રહ્યા છીએ. તમે અમારા આદેશનો અનાદર કર્યો હોવાથી તમને બોલાવવામાં આવ્યા છે અને તમે બીજી દવાને ખરાબ કહી છે. લાઇલાજ(કોઈ નિદાન ન હોય) રોગો માટેની દવાઓની જાહેરાત પર પ્રતિબંધ છે. જેના પર બાબા રામદેવે કહ્યું કે, અમારે આવું ન કરવું જોઈતું હતું, અમે હવેથી ધ્યાનમાં રાખીશું. કોર્ટે કહ્યું કે, તમે બેજવાબદારીથી કામ કર્યું છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બાબા રામદેવ અને પતંજલિ પર ભ્રામક જાહેરાતો બતાવવા અને જારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે ૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ પતંજલિને કોઈપણ ઉત્પાદનની ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશો છતાં જાહેરાતો બતાવવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે ૨૭ ફેબ્રુઆરી ૧૦૧૪ના રોજ પતંજલિને ફટકાર લગાવી.

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

0

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે સોમવારે મોડી રાતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર સમાજની એક જ માગ છે. ક્ષત્રિય સમાજના આગેવાને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠક બાદ કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમે અમારી માગ પર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં.

રૂપાલાએ રામ રામ સાથે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૦ વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ ૧૦૦ દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને ૧૦૦ ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે.

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમણે યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા.રૂપાલા સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર બંને આરોપી ભુજમાંથી ઝડપાયા

0

ફિલ્મ કલાકાર સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર ફાયરિંગ કરીને ભાગી જનારા લોકોને પોલીસે કચ્છમાંથી પકડ્યા છે. વિક્કી અને સાગર નામના યુવાનો કચ્છમાં માતાના મઢના મંદિરે પહોંચ્યા હતા. પરંતુ પોલીસને તેમના વિશે માહિતી મળી જવાના કારણે તેમને દબોચી લેવામાં આવ્યા છે. હવે તેમની આગળ પૂછપરછ કરવામાં આવશે.

મુંબઇ પોલીસની તપાસમાં આ વાત સામે આવી કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગનું ષડયંત્ર પહેલાથી રચવામાં આવ્યું હતું. સુત્રો અનુસાર બન્ને હુમલાખોર એક મહિનાથી પનવેલમાં રહેતા હતા. રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ હરિગ્રામ વિસ્તારમાં આવેલા એક ફ્લેટને આરોપીઓએ ભાડે લીધો હતો. ષડયંત્રને અંજામ આપવા માટે હુમલાખોરોએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની ચાર વખત રેકી કરી હતી. આરોપીઓએ ફાયરિંગ પહેલા પુરી રીતે ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી.

તે બાદ બન્ને આરોપી વિક્કી અને સાગર બાઇક પર સવાર થઇને રવિવાર સવારે બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ સામે પહોંચ્યા હતા અને ત્યા થોડી વાર રોકાયા બાદ ફાયરિંગ કરી હતી અને ત્યાથી ફરાર થઇ ગયા હતા. સૂત્રો અનુસાર ફાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલી બાઇક રાયગઢમાંથી સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવી હતી.

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા હુમલાખોર પુરા વિસ્તારથી કેટલી સારી રીતે જાણીતા હતા તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે તેમણે ફરાર થવા માટે કેટલાક રસ્તાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અનુસાર, ફાયરિંગ કરનારા બન્ને આરોપી બાઇક પર બાંદ્રા સ્થિત માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા અને ત્યા પોતાની બાઇક મુકી દીધી હતી અને પછી ચાલતા નીકળી ગયા હતા.

તે બાદ આરોપીઓએ બાંદ્રા રેલ્વે સ્ટેશન માટે એક રિક્ષા લીધી હતી અને તે બાદ બન્ને આરોપી બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચઢી ગયા હતા અને સાંતાક્રૂઝ રેલ્વે સ્ટેશન પર ઉતરીને બહાર જતા રહ્યાં હતા. પોલીસને આ જાણકારી સીસીટીવી ફૂટેજમાં મળી હતી. પોલીસે જ્યારે આ તમામ જગ્યાઓના સીસીટીવી તપાસવામાં આવ્યા તો આ જગ્યાના ફૂટેજમાં આરોપી જોવા મળ્યા હતા. તે બાદ પોલીસ વધુ સીસીટીવી ફૂટેજની તપાસમાં લાગી હતી.

પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. આ તસવીર ગુરુગ્રામના ગેન્ગસ્ટર વિશાલ ઉર્ફ કાલુની હતી જે ગેન્ગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે, જેને તાજેતરમાં રોહતકમાં એક બુકીની હત્યા કરી હતી. લોકેશન ટ્રેક કરવા પર બન્ને આરોપી સાન્તાક્રૂઝથી ગુજરાત જતી ટ્રેનમાં બેસ્યા હતા અને બચતા બચતા મુંબઇથી ૮૫૦ કિલોમીટર દૂર ભુજ પહોંચીને અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. જેવી જ પશ્ચિમી કચ્છ ક્રાઇમ બ્રાન્ચને તેની જાણ થઇ તો તુરંત તેમણે તપાસ હાથ ધરી હતી અને બન્ને આરોપી વિક્કી તથા સાગરની ધરપકડ કરી હતી.

આ હુમલાની જવાબદારીને લઇને એક ફેસબુક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો ભાઇ અનમોલ બિશ્નોઇએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવી છે. પોલીસને ખબર પડી કે ગોળીબારીની જવાબદારી લેવાનો દાવો કરનાર ફેસબુક પોસ્ટનો IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) પોર્ટુગલનો છે. પોલીસને શંકા છે કે જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ દ્વારા કથિત રીતે ફેસબુક પોસ્ટ અપલોડ કરવા માટે વીપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

૧૬ એપ્રીલ, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

આત્મ વિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુન

આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્ક

બપોર બાદ આવકનું પ્રમાણ વધે. આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ

નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યા

આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલા

કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિક

જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધન

માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકર

જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભ

બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો, યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીન

શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટા‍ળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

ફાયરિંગ બાદ સલમાન ખાન પહેલીવાર ઘરની બહાર આવ્યો

મુંબઈ :- બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood superstar) સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર થયેલા ફાયરિંગથી અભિનેતાના પરિવારની સાથે-સાથે તેના ચાહકો પણ પરેશાન અને બેચેન છે. આ મામલે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. અરબાઝ ખાને સોમવારે પરિવાર વતી સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું છે. આ ઘટના બાદ સલમાન ખાનનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની બિલ્ડિંગમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તે વાયરલ થવા લાગ્યો અને લોકો અભિનેતાની હિંમત અને કામની પ્રતિબદ્ધતાના વખાણ કરી રહ્યા છે. સામે આવેલા આ વીડિયોમાં સુરક્ષાદળોના ઘણાં જવાનો જોઈ શકાય છે.

તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોમવાર સાંજનો છે. આ વીડિયોમાં સલમાન ખાન તેની બિલ્ડિંગમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. તે તેની કારમાં સવાર છે. ઉચ્ચ સુરક્ષા વચ્ચે તેમનું વાહન બહાર નીકળતું જોવા મળે છે. તેમની કારની આગળ અને પાછળ પોલીસ વાહનોનો કાફલો જોઇ શકાય છે. એટલું જ નહીં, ઘણા પોલીસકર્મીઓ સલમાન ખાનના ઘરની બહાર પેટ્રોલિંગ કરતા પણ જોવા મળે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સલમાન ખાનની સુરક્ષામાં કોઈ કાળજી લેવામાં આવી રહી નથી. તે ભવિષ્યમાં પણ કડક સુરક્ષા વચ્ચે કામ પર જતા જોવા મળી શકે છે. હાલમાં ચાહકો તેને બહાર આવતા જોઈને ખુશ છે અને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. બાય ધ વે, આ વીડિયોમાં સલમાન ખાનની કોઈ ઝલક જોઈ શકાતી નથી. તેની કાર ઝડપથી પસાર થાય છે અને કાચ ઉપર હોવાને કારણે તે દેખાતો નથી.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના બની હતી. આ પછી સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો થયો. આ સિવાય મુંબઈ પોલીસે બાંદ્રામાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ માટે વપરાયેલી મોટરસાઇકલના વેચાણકર્તાઓને પણ શોધી કાઢ્યા છે અને તેમની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ જોરશોરથી તપાસ કરી રહી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં આરોપી શૂટરની શોધ કરવામાં આવી રહી છે. હાલમાં જ સીસીટીવી ફૂટેજમાં આરોપીઓના ચહેરા દેખાયા હતા, જેનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે.

રોકાણકારોને તેમના ફસાયેલા પૈસા મળશે, સેબી રોઝ વેલી ગ્રુપની 22 પ્રોપર્ટીની હરાજી

0

રોઝ વેલી સ્કેમ: સિક્યોરટીઝ એન્ડ એક્સચેન્  બોર્ડ ઓફ ઈન્ડિયા (Securities and Exchange Board of India) રોઝ વેલી ગ્રૂપ (Rose Valley Group) દ્વારા ગેરકાયદેસર યોજનાઓ દ્વારા લોકો પાસેથી એકત્ર કરાયેલા નાણાંની વસૂલાત માટે જૂથ કંપનીઓની 22 મિલકતોની હરાજી કરશે. 20 મેના રોજ યોજાનારી આ હરાજી (Auction) માટે રિઝર્વ પ્રાઇસ 8.6 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. સેબીએ સોમવારે એક નોટિસમાં જણાવ્યું હતું કે જે પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે તેમાં પશ્ચિમ બંગાળમાં સ્થિત ફ્લેટ અને ઓફિસ સ્થાનોનો સમાવેશ થાય છે. ઈ-ઓક્શન 20 મેના રોજ સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન યોજાશે.

આ મિલકતોની કુલ અનામત કિંમત રૂ. 8.6 કરોડ રાખવામાં આવી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે પ્રોપર્ટીના વેચાણમાં મદદ કરવા માટે ક્વિકર રિયલ્ટી સાથે જોડાણ કર્યું છે. સમિતિ સંપત્તિના વેચાણની દેખરેખ રાખશે અને નાણાંનો ઉપયોગ રોકાણકારોને ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. મે, 2015માં કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી. નોટિસ મુજબ, બિડર્સે તેમની બિડ સબમિટ કરતા પહેલા હરાજી માટે મૂકવામાં આવેલી મિલકતોના બોજો, કાનૂની વિવાદો, જોડાણો અને જવાબદારીઓ સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ.

નિયમનકારે રોઝ વેલી હોટેલ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડને જૂન 2022 સુધીમાં રોકાણકારો પાસેથી રૂ. 5,000 કરોડથી વધુની કુલ લેણી રકમ વસૂલવાનો નિર્દેશ આપ્યો છે. અને તેના તત્કાલીન ડિરેક્ટરોના બેંક ખાતાઓ તેમજ શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને જોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રોકાણકારોને ભંડોળ પરત કરવા માટે સેબીના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જતાં આ પગલું લેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે નવેમ્બર 2017માં રેગ્યુલેટરે રોઝ વેલી અને તેના તત્કાલિન નિર્દેશકોને એવા રોકાણકારોને હજારો કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો જેમણે જૂથની ગેરકાયદેસર યોજનાઓમાં નાણાં રોક્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ માર્ચ 2023 માં ખુલાસો કર્યો હતો કે રોઝ વેલી ગ્રૂપ સામે તેની તપાસના ભાગ રૂપે એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લગભગ 150 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ED અનુસાર, આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઓડિશા, ઝારખંડ અને અન્ય ઘણા રાજ્યોમાં એજન્ટો દ્વારા ‘નકલી’ સ્કીમ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને કોઈ રાહત નહીં, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી

0
  1. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નહોતી. સોમવારે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે EDને ૨૪ એપ્રિલ પહેલા જવાબ આપવા કહ્યું છે. વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પ્રચાર માટે મુક્તિની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ૨૯ એપ્રિલ સુધી મુલતવી રાખી અને EDને નોટિસ જાહેર કરીને જવાબ આપવા કહ્યું.

સુપ્રીમકોર્ટમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને ED વતી સોલિસિટર જનરલે દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ કોર્ટને કહ્યું કે હું તમારી સમક્ષ કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરવા માંગુ છું. તેના પર કોર્ટે કહ્યું કે અમને નોટિસ જારી કરવા દો. સિંઘવીએ કહ્યું કે સુનાવણીની તારીખ આ શુક્રવાર માટે રાખવામાં આવે. તેના પર કોર્ટે કહ્યું કે અમે તમને નજીકની તારીખ આપી શકીએ છીએ, પરંતુ તમારા દ્વારા સૂચવવામાં આવેલી તારીખ નહીં. સિંઘવીએ કહ્યું કે કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માટે જ ધરપકડ કરવામાં આવી છે. આ પછી કોર્ટે કહ્યું કે અમે આ મહિનાના અંતિમ સપ્તાહમાં સુનાવણી કરીશું.

નોંધનિય છે કે, આ મામલો ૨૦૨૧-૨૨ માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. આ પોલિસી બાદમાં રદ કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા જામીન મેળવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સંજય સિંહ જામીન પર જેલમાંથી બહાર આવીને લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.

૧૫ એપ્રીલ, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને સોમવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્યક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.
વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.
મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.
કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ, ભાગ્ય બળવાન.
સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.
કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.
તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.
વૃ‌શ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ-બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.
ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજી‍ંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.
મકરઃ
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.
કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ‌-વિવાદ ટા‍ળવો. શેરબજારમાં લાભ. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.
મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણી ને લગતા ધંધામાં લાભ.

ગુજરાતમાં ૩૫ IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતી, સુરતને મળ્યા નવા પો.કમિશનર

ગુજરાતમાં ૩૫ IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતીના ઓર્ડર કરાયા છે. ગુજરાતના ૧૦ IPS અધિકારીઓની સીધી બઢતી કરાઈ છે. આ સાથે જ ૭૪ દિવસના લાંબા ગાળા બાદ સુરતને નવા પોલીસ કમિશનર મળ્યા છે. સુરત શહેરમાં લાંબા સમયથી પોલીસ કમિશનરની ખુરશી ખાલી પડી હતી, ત્યારે આખરે અનુપમસિંહ ગેહલોતને સુરતના નવા CP બનાવાયા છે. જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૫ની પ્રક્રિયા વચ્ચે IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારીઓની પેનલનું લિસ્ટ ચૂંટણી પંચને આપવામાં આવ્યુ હતું. ચૂંટણી પંચ દ્વારા ગણતરીના સમયમાં આ બદલીના આદેશ કરવામાં આવ્યો છે. લાંબા સમય બાદ સુરત શહેરને મળશે નવા પોલીસ કમિશનર મળ્યા છે. આવી અનેક ખાલી જગ્યાઓ ઉપર આઇપીએસ અધિકારીઓને નિમણૂંકનો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે.

મનોજ અગ્રવાલને DGP હોમગાર્ડ બનાવાયા
કે એલ એન રાવને DGP પ્રિઝન એંડ કરેક્શનલ એડમિન બનાવાયા
જી એસ મલિકને બઢતી આપી DG તરીકે બઢતી અપાઈ
હસમુખ પટેલને બઢતી આપી ડીજીપી બનાવાયા
એન એન કોમરને વડોદરા પોલીસ કમિશ્નર બનાવાયા
અનુપમસિંહ ગેહલોતને સુરત શહેરના પોલીસ કમિશ્નર બનાવાયા
બ્રજેશ કુમાર ઝાને ADGP બનાવાયા
વબાંગ જામીરને ADGP તરીકે બઢતી અપાઈ
અજય ચૌધરીને ADGP તરીકે બઢતી અપાઈ
અભય ચુડાસમાને ADGP તરીકે બઢતી અપાઈ
SG ત્રિવેદીને ADGP તરીકે બઢતી અપાઈ
જે આર મોથાલિયાને અમદાવાદ રેંજ આઈજી બનાવાયા
પ્રેમવીસિંહને સુરત રેંજ આઈજી બનાવાયા
નિલેશ જાઝડીયાને આઈજી તરીકે બઢતી અપાઈ
બિપીન આહીરેને આઈજી તરીકે બઢતી અપાઈ
શરદ સિંગલને IG તરીકે બઢતી પણ પોસ્ટિંગ બાકી
ચિરાગ કોરડિયાને આઈજી તરીકે બઢતી કરાઈ પણ પોસ્ટિંગ બાકી
પી એલ મલને આજી તરીકે બઢતી અપાઈ
એમ એલ નિનામાને IG તરીકે બઢતી અપાઈ
એન એન ચૌધરીને આઈજીનુ પ્રમોશન
એજી ચૌહાણને આઈજી તરીકે પ્રમોશન
આર વી અસારીને આજી તરીકે પ્રમોશન

રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીને મોડી રાત્રે પેનલ ચૂંટણી પંચને યાદી મોકલાઈ હતી. જેના બાદથી ૪૮ કલાક માં આઈપીએસ અધિકારીઓની બદલીઓ આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. ત્યારે લાંબા સમયથી અટકેલી આઈપીએસની બદલીઓ આખરે કરવામાં આવી છે.