રોકાણકારોને તેમના ફસાયેલા પૈસા મળશે, સેબી રોઝ વેલી ગ્રુપની 22 પ્રોપર્ટીની હરાજી

Share this story

રોઝ વેલી સ્કેમ: સિક્યોરટીઝ એન્ડ એક્સચેન્  બોર્ડ ઓફ ઈન્ડિયા (Securities and Exchange Board of India) રોઝ વેલી ગ્રૂપ (Rose Valley Group) દ્વારા ગેરકાયદેસર યોજનાઓ દ્વારા લોકો પાસેથી એકત્ર કરાયેલા નાણાંની વસૂલાત માટે જૂથ કંપનીઓની 22 મિલકતોની હરાજી કરશે. 20 મેના રોજ યોજાનારી આ હરાજી (Auction) માટે રિઝર્વ પ્રાઇસ 8.6 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. સેબીએ સોમવારે એક નોટિસમાં જણાવ્યું હતું કે જે પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે તેમાં પશ્ચિમ બંગાળમાં સ્થિત ફ્લેટ અને ઓફિસ સ્થાનોનો સમાવેશ થાય છે. ઈ-ઓક્શન 20 મેના રોજ સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન યોજાશે.

આ મિલકતોની કુલ અનામત કિંમત રૂ. 8.6 કરોડ રાખવામાં આવી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે પ્રોપર્ટીના વેચાણમાં મદદ કરવા માટે ક્વિકર રિયલ્ટી સાથે જોડાણ કર્યું છે. સમિતિ સંપત્તિના વેચાણની દેખરેખ રાખશે અને નાણાંનો ઉપયોગ રોકાણકારોને ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. મે, 2015માં કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી. નોટિસ મુજબ, બિડર્સે તેમની બિડ સબમિટ કરતા પહેલા હરાજી માટે મૂકવામાં આવેલી મિલકતોના બોજો, કાનૂની વિવાદો, જોડાણો અને જવાબદારીઓ સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ.

નિયમનકારે રોઝ વેલી હોટેલ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડને જૂન 2022 સુધીમાં રોકાણકારો પાસેથી રૂ. 5,000 કરોડથી વધુની કુલ લેણી રકમ વસૂલવાનો નિર્દેશ આપ્યો છે. અને તેના તત્કાલીન ડિરેક્ટરોના બેંક ખાતાઓ તેમજ શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને જોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રોકાણકારોને ભંડોળ પરત કરવા માટે સેબીના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જતાં આ પગલું લેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે નવેમ્બર 2017માં રેગ્યુલેટરે રોઝ વેલી અને તેના તત્કાલિન નિર્દેશકોને એવા રોકાણકારોને હજારો કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો જેમણે જૂથની ગેરકાયદેસર યોજનાઓમાં નાણાં રોક્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ માર્ચ 2023 માં ખુલાસો કર્યો હતો કે રોઝ વેલી ગ્રૂપ સામે તેની તપાસના ભાગ રૂપે એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લગભગ 150 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ED અનુસાર, આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઓડિશા, ઝારખંડ અને અન્ય ઘણા રાજ્યોમાં એજન્ટો દ્વારા ‘નકલી’ સ્કીમ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.