મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SITએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરકપડ કરી છે. તેની છત્તીસગઢથી ધરકપડ કરવામાં આવી છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા ધરપકડ પહેલા આગોતરા જામીન માટેની તેની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા છત્તીસગઢમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
આ સટ્ટાબાજીના કેસમાં ઘણા વરિષ્ઠ રાજનેતાઓ અને અમલદારો પણ સામેલ છે. મહાદેવ ઑનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે EDએ ‘કેશ કુરિયર’નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે રૂ.૫૦૮ કરોડ મેળવ્યા હતા. જો કે, તેમણે આ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ૫ નવેમ્બરે ૨૦૨૩એ મહાદેવ બેટિંગ એપની ૨૨ એપ્લિકેશન અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે કહ્યું કે ખાન અને અન્ય ૩૧ વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, જેના હેઠળ તેમના બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ટેક્નિકલ ડિવાઇસની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. ‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સાહિલ ખાન ફિટનેસ એક્સપર્ટ છે.
સાહિલ ખાન બોલિવૂડ એક્ટર છે પરંતુ તેણે પોતાના કરિયરમાં બહુ ઓછી ફિલ્મો કરી છે. તેની બોલિવૂડ કરિયર પણ ટૂંકી હતી. ૧૫ વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી ગયો અને તેની કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૧માં ફિલ્મ સ્ટાઇલથી કરી હતી. આ પછી અભિનેતાએ એક્સક્યુઝ મી, રામા, અલાદ્દીન અને ડબલ ક્રોસ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ આ ફિલ્મો ચાલી નહીં. તે પોતાની ફિટનેસ માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર તેના શરીરને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. તેણે વર્ષ ૨૦૦૩માં નેગર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન માત્ર ૨ વર્ષ જ ચાલ્યા હતા. આ પછી તેણે વર્ષ ૨૦૨૪માં મેલેના નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા. જો રિપોર્ટ્સનું માનીએ તો તેનું નામ જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે પણ જોડવામાં આવ્યું છે. આ સિવાય તેનું નામ વર્ષ ૨૦૧૪માં એક જીમમાં થયેલી ફાઈટના સંદર્ભમાં પણ સામે આવ્યું હતું.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ
ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પર ઊતરનારા તમામ મુસાફરોને સી ૧૪ કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી. ટ્રેનના
અક્ષય કાંતિ બમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. એટલે કે હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. એક રીતે જોવામાં આવે તો હવે ભાજપના શંકર લાલવાણીને ઈન્દોરમાં કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવો પડશે નહીં.
વેપારી, ઉદ્યોગપતિઓ અને મહાજનોની સંસ્થા સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિવર્ષ સમજૂતીથી હોદ્દાઓની વહેંચણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એકાદ-બે કિસ્સામાં બાદ કરતા આજ પર્યન્ત સુરત ચેમ્બર્સમાં ચૂંટણી યોજવાની ફરજ પડી નથી, લોકશાહી
ખેર, સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સને અત્યાર સુધી નિષ્પક્ષ અને વેપાર, ઉદ્યોગના હિતમાં નિર્ણયો કરનારા હોદ્દેદારો મળ્યા છે. કદાચ
કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા.
મેષઃ
આ વખતની લોકસભાની ચૂંટણીઓ ધારવા જેટલી સહેલી નથી. ગુજરાત ભાજપનો ગઢ અને પોતીકું રાજ્ય ગણવામાં આવે છે. ચૂંટણી લડતો આંખ બંધ કરીને ઊંઘી જાય તો પણ જીતી જાય એવી ગુજરાતની સ્થિતિ પાછલાં વર્ષો દરમિયાન સતત રહેવા પામી છે આ વખતે પણ ચિંતા કરવા જેવું નથી, પરંતુ પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદને કારણે ગુજરાત ભાજપનો આંતરિક અસંતોષ સપાટી ઉપર આવી રહ્યો છે આ બધાની વચ્ચે એક આશ્ચર્યજનક બાબત એ રહેવા પામી છે કે ભાજપના વરિષ્ઠ નેતૃત્વમાંથી એક પણ નેતા પુરૂષોત્તમ રૂપાલાની પડખે આવ્યો નથી. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔપચારિકતા ખાતર રૂપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને વારંવાર કહી રહ્યા છે કે ક્ષત્રિયોએ હવે રૂપાલાને માફ કરી દેવા જોઇએ. આનાથી વિશેષ કોઇ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનુ દેખાતું નથી બલ્કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે ક્ષત્રિયોને રૂપાલા સામે વાંધો છે, મોદી કે ભાજપ સામે વાંધો નથી. આવાં નિવેદનો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભાજપનું નેતૃત્વ આ વિવાદથી દૂર રહેવા માંગે છે અથવા તો રાજકોટ બેઠક ઉપરથી રૂપાલા હારે કે જીતે, લાંબો ફરક પડતો નથી, બલ્કે ભાજપ અને પાટીદાર મતદારોની તાકાત ઉપર રૂપાલા જીતી જશે તો ક્ષત્રિયોને પણ તેમની તાકાત કેટલી છે તેનો અનુભવ થઇ જશે.
મેષઃ
અયોધ્યા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સર્વેશ અવસ્થીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ ૯ વાગ્યે યુપી બાળ આયોગના સભ્ય સુચિત્રા ચતુર્વેદીએ ફોન કર્યો અને કહ્યું કે બિહારથી સગીર બાળકોને ગેરકાયદેસર રીતે 