દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર લાગેલી ભીષણ આગને કારણે આસપાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
પૂર્વ દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર રવિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સાંજે ૫:૨૨ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર એન્જિન તાત્કાલિક સ્થળ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અગાઉ પણ અહીં આગની ઘટનાઓ બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કચરાનો મોટો હિસ્સો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર ફેંકવામાં આવે છે.
જો કે અત્યાર સુધીમાં જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી અને ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે આગ લાગતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. MCD અધિકારીઓનું માનવું છે કે, સ્થળ પર ગેસની રચનાને કારણે અચાનક આગ લાગી હશે. ભાલ્સવા અને ઓખલા એ દિલ્હીમાં ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઇટ્સ છે. આ કચરાના ઢગલામાં આગ લાગવી એ નવી વાત નથી. દર વર્ષે ઉનાળાની ઋતુમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાની સાથે જ લેન્ડફિલ સાઇટ પર આગ લાગી જાય છે જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો :-

સુરત બેઠકના ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ ખરેખર નસીબના બળિયા છે. તેઓ જાહેરજીવનમાં આવ્યા તે દિવસથી આજપર્યન્ત પાછીપાની કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નથી.
સી.આર. પાટીલનાં ‘રાજયોગ’ અને રાજકીય નેતૃત્વ અંગે તેમણે ભવિષ્યવાણી કરી હતી તે આજે અક્ષરશઃ સાચી પડી રહી છે. સી.આર. પાટીલ સાથે સંકળાયેલા તેમના મિત્રોએ પણ કલ્પના કરી નહીં હોય કે સી.આર. પાટીલ રાજકીય જીવનમાં સર્વોચ્ચ સ્થાને બેઠા હશે. જ્યારે
મેષઃ
મેષઃ

માનપમાં વિરોધ પક્ષના નેતા
સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠકમાં ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને મુખ્ય ડરિફ પક્ષ
સંગરુર હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, બે કેદીઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. બે કેદીઓની ગંભીર હાલતને જોતા તેમને રાજીન્દ્રા મેડિકલ કોલેજ, પટિયાલા રિફર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા કેદીઓમાં હર્ષ અને ધર્મેન્દ્ર છે જ્યારે ગગનદીપ સિંહ અને મોહમ્મદ હરીશની હાલત નાજુક છે.
ઓડિશાના ODRF અને ફાયર ઇમરજન્સીના સ્કુબા ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન અત્યાર સુધીમાં 