પંજાબની સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે ઝઘડો થતાં ૨ લોકોના મોત

Share this story

પંજાબના સંગરૂર જિલ્લામાં એક હેરાન કરતી ઘટનાના સમાચાર સામે આાવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે સંગરૂર જિલ્લાની જેમાં શુક્રવારે મોડી સાંજે કેદીઓ વચ્ચે મોટો અને ભયંકર ઝઘડો થયો હતો. નોંધનીય છે કે, આ ઝઘડો હત્યામાં ફરેવાઈ ગયો હતો. કેદીઓએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ચાર કેદીઓને સંગરુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી ૨ કેદીઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

સંગરુર હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, બે કેદીઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. બે કેદીઓની ગંભીર હાલતને જોતા તેમને રાજીન્દ્રા મેડિકલ કોલેજ, પટિયાલા રિફર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા કેદીઓમાં હર્ષ અને ધર્મેન્દ્ર છે જ્યારે ગગનદીપ સિંહ અને મોહમ્મદ હરીશની હાલત નાજુક છે. સિમરનજીત સિંહ ઉર્ફે જુઝારે તેના ૮ સાથીઓ સાથે મળીને મોહમ્મદ શાહબાઝ અને તેના સાગરિતો પર કટર વડે હુમલો કર્યો હતો. સિમરનજીત સિંહ જુઝાર ગેંગનો લીડર છે. તે અમૃતસરના રસૂલપુર કાલેરનો રહેવાસી છે. તેની સામે ૩૦૨, ૩૦૭ અને ખંડણીના ૧૮ જેટલા જુદા જુદા કેસ નોંધાયેલા છે.

કાલીયાણ ગામના રહેવાસી મોહમ્મદ હરીશ હર્ષ, મોહમ્મદ શાહબાઝ, ધર્મિંદર સિંહ અને ગગનદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે હરીશ અને ધર્મિંદરને મૃત જાહેર કર્યા હતા. શાહબાઝ અને ગગનદીપને ગંભીર હાલતમાં પટિયાલા રિફર કરવામાં આવ્યા હતા. તમામના શરીર પર હુમલાના ઘણા નિશાન હતા. જોકે સારવાર હેઠળ રહેલા લોકોને બાદમાં પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-