Home Blog Page 778

સસ્પેન્સ ખૂલ્યું રાયબરેલીથી રાહુલ ગાંધી, અમેઠીથી કિશોરી લાલ શર્મા ચૂંટણી લડશે

0

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે બેઠકો માટે નામાંકનનો આજે છેલ્લો દિવસ છે. ચોથા તબક્કામાં ૨૦ મેના રોજ યુપીની ૧૪ લોકસભા બેઠકો પર મતદાન થશે, જેમાં અમેઠી, રાયબરેલી અને કૈસરગંજની લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. આજે નામાંકનના છેલ્લા દિવસે જ કોંગ્રેસે પોતાની મહત્વની ગણાતી અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક પર કિશોરી લાલ શર્માના નામની જાહેરાત કરી છે.

રાયબરેલીથી રાહુલ ગાંધી, અમેઠીથી કિશોરી લાલ શર્મા લડશે ચૂંટણી જંગ૨૦૧૪ અને ૨૦૧૯માં અમેઠી સીટ પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. રાહુલે ૨૦૧૪માં જીત મેળવી હતી. જ્યારે ૨૦૧૯માં સ્મૃતિ ઇરાનીએ મોટો અપસેટ સર્જ્યો હતો અને પ્રથમ વખત જીત મેળવી હતી. આ વખતે કોંગ્રેસે અમેઠીમાં નવી યુક્તિ રમી છે અને તેના નજીકના સહયોગી કિશોરી લાલ શર્મા મેદાનમાં ઉતારીને ચોંકાવી દીધા છે. રાહુલ ગાંધી ૨૦૦૪માં પહેલીવાર અમેઠી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તે પછી, તેઓ ત્યાંથી ૨૦૧૯ સુધી સતત ત્રણ વખત સંસદના સભ્ય રહ્યા. રાહુલ હાલમાં કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ છે અને આ વખતે તેઓ વાયનાડથી પણ ચૂંટણી લડયા છે. ત્યાં બીજા તબક્કામાં મતદાન થઇ ચુક્યું છે.

કિશોરી લાલ શર્મા ગાંધી પરિવારના નજીકના વિશ્વાસુ છે. તેઓ રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે. કિશોરી લાલ શર્મા રાયબરેલી અને અમેઠીમાં ગાંધી પરિવાર સાથે સંબંધિત બાબતોની વાત કરે છે. તમને જણાવી દઈએ કે પાર્ટીની જાહેરાત બાદ હવે કિશોરી લાલ શર્મા ભાજપની સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ

0

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સુષ્મા અંધારેને સભામાં લઈ જતું હેલિકોપ્ટર રાયગઢ જિલ્લાના મહાડમાં ક્રેશ થયું હતું. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં ચઢી શકે તે પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. સુષ્માને કોંકણથી બારામતી જવાનું હતું . આ ઘટના આજે સવારે ૯:૩૦ વાગ્યાની આસપાસ્સ બની હતી.

સુષ્માએ જણાવ્યું કે ચૂંટણી સભાને સંબોધવા માટે તેમને બારામતી જવાનું હતું હું કરમાં હેલિપેડ પર પાહોચી. મેં જોયું કે હેલિકોપ્ટર આકાશમાં ૨-૩ રાઉન્ડ લીધા. આ પછી તે લેંડિંગ વખતે ક્રેસ થયું હતું. તેમણે જણાવ્યુ કે હેલિકોપ્ટરનો પાયલટ ઘાયલ થયો છે.

મળતી માહિતી મુજબ બંને પાયલટ સુરક્ષિત છે. હેલિકોપ્ટર દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો છે. સુષ્મા અંધારેએ પોતે ક્રેશનો વીડિયો પોસ્ટ કર્યો છે. ગઈકાલે તેમણે મહાડમાં સભા કરી હતી. રાત પડી હોવાથી તે ત્યાં જ રોકાઈ. આજે એક હેલિકોપ્ટર તેમને અન્ય સભા સ્થળે લઈ જવા માટે આવ્યું હતું.

આ પણ વાંચો :-

૦૩ મે, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષ

સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ-જંતુ કરડવાની શક્યતા છે.

વૃષભ

આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા, નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુન

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્ક

મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહ

સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.

કન્યા

સરળ, નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલા

આળસ સાથે કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.

વૃ‌‌શ્ચિક

સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધન

માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકર

આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસરફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભ

જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીન

ઉદારદીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

ચંદ્ર પર બરફના જથ્થામાં આઠ ગણું પાણી, ઈસરોના વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ

ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર સફળ લેંડિંગ કરાવી ઈતિહાસમાં પોતાનું નામ નોધાવ્યું હતું, હવે ફરી એકવાર ચંદ્ર પર સંશોધન માટે ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. ભારતના ચંદ્રયાન ૩ મિશનની સફળતા પછી, ચંદ્ર પર સંશોધન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં ભારતને વધુ એક સફળતા મળી છે. ઈસરોના વૈજ્ઞાનિકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદ્રના ધ્રુવીય ક્રેટર્સમાં મોટા પ્રમાણમાં પાણીનો બરફ હોવાની સંભાવના છે.

ચંદ્રના ઉત્તરી ધ્રુવ પર દક્ષિણી ધ્રુવ કરતાં બમણો બરફ છે. ચંદ્રના ધ્રુવો પર આ બરફ ક્યાંથી આવ્યો આ પ્રશ્નના જવાબમાં ઇસરોનું કહેવું છે કે, આ ઈમ્બ્રિયન કાળની વાત છે. ત્યારે ચંદ્રની રચના થઈ રહી હતી. વૉલ્કેનિઝ્મ એટલે જ્વાળામુખીમાંથી નીકળતો ગેસ લાખો વર્ષોથી સપાટીની નીચે બરફના રૂપમાં ધીમે-ધીમે એકઠો થતો ગયો.

ISROની ભવિષ્યમાં લેન્ડિંગ અને સેમ્પલિંગ સાઇટ્સ પસંદ કરવામાં મદદ કરે છે આ અભ્યાસના તારણો ISROના અગાઉના અભ્યાસ પર આધારિત છે, જેમાં ચંદ્રયાન-૨ એ ધ્રુવીય ક્રેટર્સમાં પાણીના બરફની હાજરીની શક્યતા તરફ ધ્યાન દોર્યું હતું. વિજ્ઞાનીઓએ અમેરિકન લુનર રિકૉનિસન્સ ઑર્બિટર અને ચંદ્રયાન-૨ ઑર્બિટરમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરતાં આ અંગે ખુલાસો થયો છે. આ ડેટા LROના રડાર, લેસર, ઑપ્ટિકલ, ન્યુટ્રોન સ્પેક્ટ્રોમીટર, અલ્ટ્રા-વાયોલેટ સ્પેક્ટ્રોમીટર અને થર્મલ રેડિયોમીટરમાંથી લેવામાં આવ્યો છે.

ચંદ્રનો આ અભ્યાસ એ પૂર્વધારણાની પુષ્ટિ કરે છે કે ચંદ્રના ધ્રુવો પર પાણીનો બરફનો પ્રાથમિક સ્ત્રોત ૩.૮ થી ૩.૨ અબજ વર્ષો પહેલા ઈમ્બ્રિયન સમયગાળા દરમિયાન જ્વાળામુખી દરમિયાન ઉદ્ભવ્યો હતો. કેન્યોન્સ અને મારિયા તીવ્ર જ્વાળામુખીની પ્રવૃત્તિ દ્વારા રચાયા હતા. પરિણામો એ પણ તારણ આપે છે કે પાણીનો બરફ જ્વાળામુખીની અસરને કારણે થયો હોઈ શકે છે.

આ પણ વાંચો :-

ચીનમાં હાઇવેનો એક ભાગ ધરાશાયી જતાં ૩૬ લોકોના મોત

ચીનના દક્ષિણના ગુઆંગ પ્રાંતમાં હાઈવે ભાંગી પડતાં ઓછામાં ઓછા ૧૯ના મોત થયા હતા. અનેક ઇજાગ્રસ્ત થયા હતા. સરકારી નિવેદન અનુસાર આ અકસ્માતમાં ૩૦ લોકો ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડયા હતા. ભારે વરસાદના કારણે બપોરે ૨ વાગ્યાની હાઈવેનો ૧૭.૯ મીટરનો લાંબો ભાગ એકદમ ધરાશાયી થયો હતો. જેના કારણે રસ્તા દોડતા ૨૩ વાહનો ખાડામાં જઈને પડ્યા હતા. જેમાં ૫૪ લોકો સવાર હતા. આ ઘટના બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ૫૦૦ રાહતકર્મીઓએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

ચીન સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત બાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ હાઇવે ગુઆંગડોંગને ફુજિયન પ્રાંત સાથે જોડે છે. ચીનમાં લેબર ડે પર ચાર દિવસની રજા હોય છે અને દેશના મોટાભાગના હાઈવે ટોલ ફ્રી છે. જેના કારણે વધુ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા.

હાઇવેની નીચેની જમીન અને તેની ઉપરના રોડનો ભાગ ધરાશાયી થયો હતો.આ ઘટનાને નજરો સમક્ષ જોનારાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તેણે મોટો ધડાકાભેર અવાજ સાંભળ્યો અને રસ્તાનો એક ભાદ ઢસડી પડતા તરત જ મોટો ખાડો પડી ગયો હતો. હાલમાં આ ઘટનાના વીડિયો અને ફોટો વાયરલ થયા છે જ્યાં ઘટનાસ્થળ પર આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, ખાડામાં સંખ્યાબંધ વાહનનો ઢગલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

સાબરકાંઠામાં ઓનલાઇન મંગાવેલા પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ, ૨ લોકોનાં મોત

0

સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ૨ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં પરિવારમાંથી પિતાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ દીકરીઓ ઇજાગ્રસ્ત છે.

સાબરકાંઠાના વડાલીના વેડા ગામનો બનાવ છે. જ્યાં ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. પાર્સલની ડિલિવરી થયા બાદ પાર્સલ ખોલવામાં આવ્યું હતું. પાર્સલ ખોલવાની સાથે જ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ત્યાં હાજર લોકોમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઇ હતી અને આસપાસના લોકો દોડીને આવી પહોંચ્યા હતા. સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગૂગલ માંથી ૨૦૦થી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી

0

ગૂગલમાં કર્મચારીઓને છટણી કરવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઇ રહી. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલમાં ફરીથી છટણીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં, સુંદર પિચાઈની આગેવાની હેઠળ આલ્ફાબેટની આખી પાયથોન ટીમને કાઢી મૂકવામાં આવી છે. જેમાં ગૂગલે ૨૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દીધા છે.

Kasus Google Meluas ke Asia, Masa Depan Internet Berubahગૂગલએ ગઈ ૨૫ એપ્રિલે પોતાના પહેલા ક્વાર્ટરમાં ધમાકેદાર ઈનકમ રિપોર્ટ કરવાના પહેલા પોતાની કોર ટીમમાં મોટી છટણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર તેના હેઠળ કંપનીએ ઓછામા ઓછા ૨૦૦ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તેના ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ગુગલે પોતાના અમુક નિયુક્તાને ભારત અને મેક્સિકોમાં ટ્રાન્સફર કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. ગુગલે આ નવી છટણી થોડા દિવસો પહેલા ફ્લટર, ડાર્ટ અને પાયથન ટીમોમાંથી કર્મચારીઓને નિકાળ્યા બાદ કરી.

અહેવાલ મુજબ, Layoffની જાહેરાત ગૂગલ ડેવલોપર ઈકોસિસ્ટમના વાઈસ પ્રેસિડેન્ટ અસીમ હુસેને કરી અને ગયા અઠવાડિયે કોર ટીમમાં કામ કરનાર પોતાના કર્મચારીઓને આ સંબંધમાં એક ઈમેલ મોતલીને જાણકારી આપી હતી. પાયથન ટીમ એન્જિનિયર્સનું એક ગ્રુપ છે, જે વિવિધ ઉત્પાદનોમાં વપરાયેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજની ડિમાન્ડ સંભાળવાનું અને તેને સ્થિર રાખવાનું કામ કરે છે.

આ પણ વાંચો :-

મોટી સંખ્યામાં સુરતીઓ સામૂહિક યોગાભ્યાસ થકી વિશ્વ રેકોર્ડ સર્જાયો

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ યોજાયો હતો. દર વર્ષે તા.૨૧ જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીના ૫૦ દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર ‘યોગ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિધિવત જાહેરાત વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થઈ હતી. અને વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જુનના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩માં વિશ્વના ૧૭૦ દેશોના ૨૩.૫ કરોડથી વધુ લોકોએ એક સાથે કરેલા યોગાભ્યાસ થકી વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો.

વધુમાં તેમણે સ્વચ્છતામાં અગ્રીમ સ્થાને પહોંચેલા સુરતીઓને યોગાભ્યાસમાં પણ અવ્વલ સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો. યોગ શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીને સુધારવાનું એક વ્યાપક માધ્યમ છે એમ તેમને ભારપૂર્વક ઉમેર્યું હતું.

‘યોગ એ મનના સંતુલનની સ્થિતિ છે’, એમ જણાવતા તેમણે કહ્યું કે, યોગ સ્વાસ્થ્ય સાથે શાંતિનો સમન્વય સાધે છે. તે આવશ્યકપણે જાગૃતિનું વિજ્ઞાન છે, જે વ્યક્તિને તેના શરીર, મન અને પર્યાવરણ પ્રત્યે ઊંડી સમજ વિકસાવવા માટે સક્ષમ બનાવે છે. પરિવર્તન માટે યોગને એક શક્તિશાળી સાધન ગણાવી લોકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય સુખાકારી માટે સૌ કૉઇએ યોગ માટે પ્રોત્સાહન આપ્યું હતું.

આ પણ વાંચો :-

સુનીતા કેજરીવાલ આજે ગુજરાતમાં પ્રચાર કરશે, આ બે શહેરોમાં સંબોધશે જનસભા

0

લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ આજે ગુજરાતમાં પ્રચાર કરશે. તેઓ ત્યાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે. તે રોડ શોમાં પણ ભાગ લેશે. આ પહેલા તેણે ઈન્ડિયા એલાયન્સની બે રેલીઓ માટે પણ પ્રચાર કર્યો હતો અને સભાને સંબોધિત કરી હતી. તેણે પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં અને પછી ઝારખંડના રાંચીમાં સ્ટેજ શેર કર્યું.

સુનીતા કેજરીવાલ પહેલીવાર દિલ્હીની બહાર રેલીમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી સુનીતા કેજરીવાલ લોકોને મળી રહી છે અને કેન્દ્રમાં ભાજપનું શાસન વિરુદ્ધ પ્રચાર કરી રહી છે. શનિવારે (૨૭ એપ્રિલ) તેણે પૂર્વ દિલ્હીમાં એક મેગા રોડ કર્યો, ત્યાર બાદ આજે સુનીતા કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.

તમને જણાવી દઈએ કે, EDએ ૨૧ માર્ચે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે. તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી આને મુદ્દો બનાવી રહી છે. પાર્ટીએ ‘વોટ દ્વારા જેલનો જવાબ’ અભિયાન પણ શરૂ કર્યું છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સુનીતા કેજરીવાલ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો :-

કોવિડ વેક્સિનના સર્ટિફિકેટ પરથી પીએમ મોદીનો તસવીર હટાવાયો, સ્વાસ્થ્ય મંત્રાલયે

0

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-૧૯ વેક્સિન સર્ટિફિકેટમાં મોટા બદલાવો કર્યા છે. સરકારે કોવિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો છે. ભારતમાં વિપક્ષોએ મોદી સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. આ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટર પરના ઘણા વપરાશકર્તાઓએ એવું પણ અનુમાન કર્યું હતું કે રસીના પ્રમાણપત્રમાં ફેરફાર Covishield ની આડઅસરોને કારણે થયો હતો

PM Modi's photo removed from COVID vaccine certificate, Health Ministry explains the reason કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવાયો, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ કારણહવે સર્ટિફિકેટમાં પણ પીએમ મોદીને ફોટો હટાવી દેવાયો છે અને હવે ત્યાં QR કોડ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ વિશે વિવિધ બાબતોની ચર્ચા કરી રહ્યા છે આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે જારી કરાયેલી આદર્શ આચારસંહિતાના અમલને કારણે વેક્સિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન મોદીનો ફોટો હટાવી દીધો છે.

AstraZeneca કંપની જેણે કોવિડશિલ્ડ વેક્સિન બનાવી છે, તેણે યુકે કોર્ટમાં એક કેસની સુનાવણી સમયે સ્વીકાર્યું હતું કે કોરોનાની વેક્સિનની આડઅસર તરીકે (ટીટીએસ) એટલે કે શરીરમાં લોહીના ગંઠા જામી જવાની સંભાવના છે. આ અહેવાલો આવ્યા બાદ ભારતના લોકોમાં પણ ભય ફેલાયો હતો. જોકે તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રકારે કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી.

આ પહેલા વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના આદેશ પર આ પગલું લેવામાં આવ્યું છે. ૨૦૨૧માં વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો છાપવાને લઈને વિવાદ થયો હતો. આ મામલો કેરળ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તેના વિરોધમાં કહેવામાં આવ્યું હતું કે પીએમનો ફોટો અન્ય દેશોમાં છપાયો નથી. તેના જવાબમાં જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને કહ્યું હતું કે, “તેઓ આપણા વડાપ્રધાન પર ગર્વ ન કરી શકે, આપણે આપણા વડાપ્રધાન પર ગર્વ કરી શકીએ.

આ પણ વાંચો :-