Home Blog Page 777

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિરુદ્ધ છેડતીના આરોપ, SITની કરી દીધી રચના

0

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનના જ એક કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જી સરકારે પણ આ મામલે તાત્કાલિક પગલાં લઈને તપાસ ટીમની રચના કરી છે. જણાવી દઈએ કે રાજ્યપાલે આરોપોને નકારી કાઢતા તેમણે એન્જિનિયર્ડ નેરેટિવ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે કોઈ તેમને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે.

Allegation of molestation against West Bengal Governor Police formed a team to investigateકોલકાતા પોલીસના સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે, “એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં કેટલાક સાક્ષીઓ સાથે વાત કરીશું. ઉપલબ્ધ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવશે. કોલકાતામાં આવેલા રાજભવનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક મહિલાએ પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજ્યપાલના રાજભવનમાં કામ કરતી એક મહિલાએ કોલકાતાની પોલીસને લેખીતમાં ફરિયાદ આપી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે મારું શારીરિક શોષણ કર્યું છે, પહેલુ શોષણ ૨૪મી માર્ચ અને બીજુ શોષણ ૨ મેના રોજ થયું હતું. મને રાજ્યપાલે કાયમી સરકારી નોકરીનું કહીને તેમની ચેમ્બરમાં બોલાવી હતી. આ આરોપોને કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. બીજી તરફ આ આરોપો સામે આવ્યા બાદ રાજ્યપાલ બંગાળ છોડીને પોતાના વતન કેરળ જતા રહ્યા હતા. સાથે જ તેમણે એક નિવેદન પણ જાહેર કર્યું હતું.

બિનભાજપ શાસિત પશ્ચિમ બંગાળમાં અગાઉ રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદના અનેક મામલા સામે આવ્યા હતા. જોકે પહેલી વખત રાજ્યપાલ સામે એક મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજ્યપાલે આ તમામ આરોપોને જુઠા અને રાજકીય કાવતરુ ગણાવ્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે હજુ મારે આવા ઘણા આરોપોનો સામનો કરવાનો છે.

આ પણ વાંચો :-

સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પંજાબ સરકારે સુપ્રિમ કોર્ટમાં કર્યો ખુલાસો

0

સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકારે સ્વીકાર્યું છે કે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સુરક્ષામાં ઘટાડો કરવાને લીધે થઈ હતી. પંજાબ સરકારના વકીલ એડવોકેટ જનરલ ગુરમિન્દર સિંહ ગેરીએ સુપ્રીમકોર્ટમાં દાખલ સોગંદનામામાં આ વાત સ્વીકારી હતી. ટોચની કોર્ટમાં કબૂલાતનામા બાદ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. શિરોમણી અકાલી દળે પણ સિંગરની હત્યા મામલે સરકારને ઘેરી હતી. અહેવાલ અનુસાર મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે સરકારે તેના કબૂલાતનામા બાદ એ લોકો સામે એફઆઈઆર કરવી જોઇએ જેમના કારણે સુરક્ષામાં ઘટાડો કરાયો હતો.

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા, 'આપ' સરકારે શનિવારે જ હટાવી હતી સુરક્ષા - punjabi singer moosewala shot dead in mansa village of punjab - Iam Gujaratશિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમસિંહ મજિઠિયાએએ કહ્યું કે મૂસેવાલાની હત્યા મામલે સરકાર વિરુદ્ધ કેસ નોંધવો જોઇએ. સુરક્ષા કવર પાછો ખેંચ્યાના બે દિવસમાં જ સિંગરની હત્યા કરી દેવામાં આવી હતી. મૂસેવાલાના પરિજનો પણ આ જ વાત કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે સરકારે ન ફક્ત સિંગરની સુરક્ષા ઘટાડી પણ બિશ્નોઈને જેલમાંથી ઈન્ટરવ્યૂ આપવાની છૂટ પણ આપી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત દયનીય થઈ ચૂકી છે.

મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું છે કે તેમના કબૂલાત બાદ સરકારે તે લોકો વિરુદ્ધ FIR દાખલ કરવી જોઈએ જેમના કારણે સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરતાં તેમણે કહ્યું કે સત્ય સામે આવે છે. આ હત્યામાં આરોપીઓની ભૂમિકા કરતાં પંજાબ સરકારની ભૂમિકા વધુ છે. લોરેન્સ બિશ્નોઈએ દોઢ વર્ષ પહેલા જેલમાંથી ઈન્ટરવ્યુ આપ્યો હતો, પરંતુ સરકાર હજુ સુધી કંઈ શોધી શકી નથી.

પંજાબ સરકારે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા માટે ૪ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા હતા, જે ઘટાડીને બે કરવામાં આવ્યા હતા. આનો ફાયદો ઉઠાવીને ગોલ્ડી બ્રારે ગાયકની હત્યા કરવા માટે તેના શૂટર્સ મોકલ્યા હતા. પોલીસે ચાર્જશીટમાં પણ આ વાત સ્વીકારી છે. પોલીસે ૨૬ મેના રોજ સુરક્ષામાં ઘટાડો કર્યો હતો અને ત્યારબાદ ૨૯ મે, ૨૦૨૨ના રોજ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તે સમયે પંજાબ સરકારે મૂસેવાલા સહિત ૪૨૪ VIPની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો.

આ પણ વાંચો :-

સુરત-ઇન્દોર બાદ પુરીમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, જાણો આ છે કારણ ?

0

સુરતઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી. પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. તમને જણાવી દઈએ કે સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.

Imageઓડિશા ટીવીના અહેવાલ મુજબ, કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ ફંડ ન મળવાની પોતાની સમસ્યા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું ચૂંટણી અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ભંડોળ આપવાનો ઇનકાર કર્યો છે. AICC ઓડિશાના પ્રભારી ડૉ. અજોય કુમારે સ્પષ્ટપણે કહ્યું છે કે હું પ્રચારની તમામની જવાબદારી ઉઠાવીશ

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં આપણું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમારને કહ્યું તો તેમણે કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.

કોંગ્રેસના ઉમેદવાર સુચારિતાએ કહ્યું કે હું પોતાના દમ પર પૈસા ભેગા કરી શકી નહતી, માટે મે તમામ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખખડાવ્યા અને પુરી સંસદીય બેઠક પર ચૂંટણી કેમ્પેઇન માટે જરૂરી ફંડ આપવાનો આગ્રહ કર્યો હતો પણ મને કોઇ સહયોગ મળ્યો નહતો. સુચારિતાએ કહ્યું કે આ સ્પષ્ટ છે કે માત્ર ફંડની કમી અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે.

આ પણ વાંચો :-

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, EDએ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો

0

યુટ્યુબર એલ્વિશ યાદવને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોબ્રા કેસ બાદ હવે તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, EDની લખનૌ ઝોનલ ઓફિસ ટૂંક સમયમાં એલ્વિશ યાદવની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. નોઈડામાં ૨ નવેમ્બરે નોંધાયેલા કેસના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

Elvish Yadav News: Boss OTT 2 વિનર એલ્વિશ યાદવની ધરપકડ,જાણો ક્યા મામલે કરવામાં આવી કાર્યવાહીઆ મામલે એલ્વિસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ એલ્વિસ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

૧૭ માર્ચે યુટ્યુબરની નોઇડા પોલીસે કોબ્રા કાંડ કેસમાં ધરપકડ કરી હતી ત્યારબાદ તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તે જામીન પર બહાર છે. પરંતુ હવે EDએ તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ મામલે યુટ્યુબર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જેલમાંથી બહાર આવ્યા બાદ એલવિશે પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો. યુટ્યુબર કહે છે કે, કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

૮ નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલામાં FIR નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલના નામે ૨૦ml ઝેર મળી આવ્યું હતું.

આ પણ વાંચો :-

૦૪ મે, ૨૦૨૪ / આ રાશિ જાતકો માટે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા વધશે, આજે નોકરીમાં પ્રમોશન મળશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌ‌ટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂ કાર્યક્ષેત્રે પત્નિનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ

ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શકશો. સંતાનો ની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ

સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાત થી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ

મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જણાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રોથી લાભ.

સિંહઃ

આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. પારિવારિક સભ્યો સબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માનમાં વૃધ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોથી ચિંતા રહે.

કન્યાઃ

કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વકતા, કાર્ય કુશળ બનશે. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઇ રહેશે.

તુલાઃ

દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરશો કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ

નાણાંકીય બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃધ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ

ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાંકીય બાબતોમાં અનુકુળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ

પરોપકારની ભાવના પેદા થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ

ભુલથી ચીજ વસ્તુ ખોવાઇ જાય, ફુડ પોઇઝનીંગ કે દવાના રીએકશનથી સાચવવું. ઝેરી જંતુ, કુતરૂ કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ

સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

અમેઠી લોકસભા સીટ પરથી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્મા ચૂંટણી લડશે

0

લોકસભા ચૂંટણીને લઈ ને કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશની બહુચર્ચિત અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે અમેઠી બેઠક પરથી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે.

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર ૨૦મી મેના રોજ મતદાન છે અને નામાંકન માટેની છેલ્લી તારીખ આજે છે. મધરાતથી કોંગ્રેસ પક્ષમાંથી એક નામ સામે આવ્યું એ હતું. કે.એલ શર્મા. તેમનું પૂરું નામ કિશોરી લાલ શર્મા છે. મધરાતથી શરૂ થયેલ ચર્ચાઓ વચ્ચે આજે વહેલી સવારે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કેએલ શર્મા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિશ્વાસુ છે. જ્યારે સોનિયા રાયબરેલીના સાંસદ હતા ત્યારે તેઓ તેમના સાંસદ પ્રતિનિધિ તરીકે રહેતા હતા.

કિશોરી લાલ શર્મા મૂળ પંજાબના લુધિયાણાના છે. વર્ષ ૧૯૮૩માં પૂર્વ પીએમ રાજીવ ગાંધી શર્માને અમેઠી અને રાયબરેલી લઈ આવ્યા હતા. રાજીવ ગાંધીના અવસાન પછી શર્મા ગાંધી પરિવારની વધુ નજીક આવી ગયા. આ વિસ્તારમાં કોંગ્રેસની કામગીરી પર તેઓ સતત નજર રાખતા હતા. કિશોરી લાલ શર્મા બિહાર કોંગ્રેસના પ્રભારીનું પદ પણ સંભાળી ચુક્યા છે. આ સિવાય તેઓ પંજાબ કોંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

૧૯૯૧માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી શર્માએ ક્યારેક શીલા કૌલનું કામ સંભાળ્યું તો ક્યારેક સતીશ શર્માની મદદ કરી. આવી સ્થિતિમાં શર્મા અવારનવાર રાયબરેલી અને અમેઠીની મુલાકાત લેતા રહ્યા. જો કે, જ્યારે સોનિયા ગાંધીએ પહેલીવાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને અમેઠીથી ચૂંટણી લડી ત્યારે કે.એલ. શર્મા તેમની સાથે અમેઠી આવ્યા હતા. જ્યારે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે અમેઠી સીટ છોડી અને પોતે રાયબરેલી આવ્યા ત્યારે કેએલ શર્માએ રાયબરેલી અને અમેઠી બંને બેઠકોની જવાબદારી લીધી.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ કુલ ૭ તબક્કામાં યોજાશે. યુપીની ૮૦ અલગ-અલગ સીટો પર સાત તબક્કામાં એક પછી એક ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે કહ્યું છે કે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલથી થશે. તે જ સમયે, સાતમા તબક્કાનું મતદાન ૧ જૂને થશે. અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર ૨૦ મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ૪ જૂને આવશે.

આ પણ વાંચો :-

પાકિસ્તાનના કારાકોરમ હાઈવે પર બસ નાળામાં ખાબકતા ૨૦ લોકોના મોત

0

પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર બની હતી. આ બસ રાવલપિંડીથી હુંજા જતી હતી. જે દરમિયાન બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના નિધન થયા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતની ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં કારાકોરમ હાઇવે પર બની હતી. બસ રાવલપિંડીથી હુંઝા જઈ રહી હતી. આ દરમિયાન બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાંથી જતી આ બસ નાળામાં પડી જતાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. બસમાં કેટલા મુસાફરો હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ૧૫ લોકોને ચિલાસની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરાયું છે અને શબ અને ઘાયલોને નજીકની હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક સૂત્રએ કહ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના સીએમ હાજી ગુલબાર ખાને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :-

શેરબજારમાં સેન્સેક્સ ૧૪૩૪ પોઈન્ટ કડાકો, નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો

0

શેરબજારમાં આજે શુક્રવારે શાનદાર ઉછાળા બાદ મોટો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે તેના હાઈ લેવલથી ૨ ટકા એટલે કે ૧૪૩૪ પોઈન્ટ સુધી ગગડી ગયો હતો. જ્યાર નિફ્ટી દિવસની શરૂઆતમાં ૨૨,૭૯૪ના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા બાદ તેમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. સમાચાર લખવા સુધીમાં તે લગભગ ૧.૬૦ ટકા એટલે કે ૪૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.

શેરબજાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સસ્તી કિંમતે શેર ખરીદવાની તક મળી, કરો એક નજર યાદી પર - Gujarati News | After the stock market reached its highest level, there was an opportunityબપોરે ૧ વાગ્યે નિફ્ટી ૨૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૪૦૦ પર ટ્રેડ થઇ રહી હતી જ્યારે સેન્સેક્સ ૯૧૬ પોઈન્ટ ઘટીને ૭૩,૬૯૫ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ૪૭૫ પોઈન્ટથી વધુના કડાકા સાથે ૪૮,૭૬૫ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. BSEના ટોચના ૩૦ શેરોમાંથી ૨૫ શેરોમાં વેચવાલી આવી હતી. બજાજ ફાઇનાન્સનો શેર પણ ૨ ટકા સુધી ગગડી ગયો હતો. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં ૨.૪૨ ટકાનો આવ્યો હતો. NSE પરના ૨,૫૫૩ શેરોમાંથી ૭૬૩ શેરો વધી રહ્યા છે, જ્યારે ૧,૬૮૯ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ૧૦૧ શેરો યથાવત છે. ૧૩૩ શેર ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ અને ૭ નીચા સ્તરે પહોંચ્યા છે. ૮૭ શેરોમાં અપર સર્કિટ છે અને ૩૭માં લોઅર સર્કિટ છે.

કોર્પોરેટ હલચલમા, આજે મુખ્ય કંપનીઓમાં બ્રિટાનિયા, ટાઇટનના ત્રિમાસિક પરિણામ જાહેર થશે. આરબીઆઇ તરફથી રાહત મળવાના સમાચારે લેવાલી નીકળતા બજાજ ટ્વિન્સમાં સાત ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. માર્કેટ એક્સપર્ટ અનુસાર ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદર અંગેના આશ્વાસનભર્યા વલણને કારણે નિફ્ટી તાજેતરની મંદીને પગલે પુનરુત્થાનના સંકેતો દર્શાવે છે. સકારાત્મક સૂચકાંકોમાં FII અને DII બંને તરફથી વધેલી ખરીદીની પ્રવૃત્તિની અસરનો સમાવેશ થાય છે. ઉપરાંત ડબલ્યુટીઆઈ ઓઇલના બેરલ દીઠ $૮૧ની નીચેનો ઘટાડો થયો છે.

 

આ પણ વાંચો :-

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે આ વિષય ઉપર પાકિસ્તાનને ફટકાર લગાવી !

0

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દરેક બાબતમાં ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ’શાંતિની સંસ્કૃતિ’ વિષય પર જનરલ એસેમ્બલીની બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ભારત વિરૂદ્ધ ભાષણબાજી કરી હતી અને કાશ્મીર, સીએએ અને અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. આનો જવાબ આપતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા નિવેદનને અયોગ્ય ગણાવતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાકહ્યું હતું કે દરેક પાસાંમાં પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી વધુ શંકાસ્પદ રહ્યો છે. UNમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ‘શાંતિની સંસ્કૃતિ’ વિષય પર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર, CAA અને રામ મંદિર જેવા મુદ્દાઓ વિશે લાંબુલચક ભાષણ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિત્વ કરનારા રૂચિરા કંબોજે આ વિશે આકરી પ્રતિક્રિયા આપી હતી.

ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે ’આતંકવાદ શાંતિની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને તે કરુણા, સહઅસ્તિત્વ જેવા ધર્મના ઉપદેશોની પણ વિરુદ્ધ છે. આપણો દેશ માને છે કે આખું વિશ્વ એક પરિવાર છે અને સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બલીના તમામ સભ્ય દેશોએ પણ આ માનવું જોઈએ જેથી કરીને શાંતિની સંસ્કૃતિને આગળ વધારી શકાય. કંબોજે કહ્યું કે વૈશ્વિક પડકારો વધી રહ્યા છે. વધતી અસહિષ્ણુતા, ભેદભાવ અને ધર્મ આધારિત હિંસાના પડકારો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. અમે ચર્ચ, બૌદ્ધ સ્થળો, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો અને યહૂદી ધર્મસ્થાનો જેવા પવિત્ર સ્થળો પર હુમલાની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં દરરોજ હિંદુ મંદિરો અને ગુરુદ્વારા પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.

કંબોજે કહ્યું કે અમે હંમેશા ખાસ કરીને ચર્ચ, મઠો, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો સહિતના પવિત્ર સ્થળો પર વધતા હુમલાઓથી ચિંતિત છીએ. આ પ્રકારના હુમલાઓની સામે વિશ્વે એકજુટ થઈને સક્રિયપણે પગલાં ભરવા જોઈએ. ભારત માત્ર હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જન્મસ્થળ નથી, પરંતુ ઇસ્લામ, યહુદી, ખ્રિસ્તી અને પારસી ધર્મનું પણ પારણું છે.” તે ઐતિહાસિક રીતે ધર્મના આધારે જુલમ ઇચ્છતા લોકો માટે આશ્રયસ્થાન રહ્યું છે.

આ પણ વાંચો :-

સાબરકાંઠા વડાલી પાર્સલ બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો

0

સાબરકાંઠાના વડાલીમાં ૨મેના રોજ થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ૨ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં પરિવારમાંથી પિતાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ દીકરીઓ ઇજાગ્રસ્ત છે.

આરોપીની પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો કે મરનાર ને આરોપીની પત્ની એક બીજા પરિચયમાં હતા અને એક જ ગામના હતા અને એ આરોપીને પસંદ ન હતુ . જેથી મારવા માટે જીલેટિન સ્ટીક અને ડીટોનેટરનો ઉપયોગ કરી ટેપ જેવુ ઈલેક્ટ્રોનિક ડીવાઈઝ બનાવ્યુ અને એક વાયર બહાર નિકાળ્યુ હતુ. જે વાયર પ્લગ માં નાખતા પ્રચંડ ઘડાકો થયો હતો જેમાં એકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અન્ય ચાર ઘાયલ થયા હતા જેમાં સારવાર દરમિયાન બાળકીનુ પણ મોત નિપજ્યુ હતુ તો અન્ય ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે..

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી જયંતી વણઝારાએ પાર્સલમાં બ્લાસ્ટનો પ્લાન બનાવ્યા પછી પાર્સલ એક રિક્ષાચાલક પાસે ડિલિવર કરાવ્યું હતું. ત્યાર બાદ રિક્ષાચાલક ત્યાંથી નીકળી ગયો હતો અને મૃતક જીતુ વણઝારાએ પાર્સલ ખોલ્યા પછી તેનો પ્લગ ઈલેક્ટ્રિક બોર્ડમાં લગાવતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં જીતુભાઈ વણઝારા અને તેમની દીકરી ભૂમિકા વણઝારા મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો :-