Home Blog Page 676

જર્મનીના સોલિંગનમાં ફેસ્ટિવલમાં થયેલા હુમલામાં 3 ના મોત, 4 ઘાયલ

જર્મનીના સોલિંગનમાં એક ઇવેન્ટ દરમિયાન અજાણ્યા હુમલાખોરે લોકો પર ચાકુથી હુમલો કરી દીધો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, સોલિંગનની 650 વર્ષ પૂરા થવાના પ્રસંગની ઉજવણીમાં આયોજિત પાર્ટી દરમિયાન શુક્રવારે રાત્રે આ હુમલો થયો હતો. ઘટના બાદ હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તથા આરોગ્યકર્મીઓની તસવીર

હુમલાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સાથે જ લોકોને વિસ્તાર ખાલી કરવા કહ્યું. આ સાથે પોલીસે અજાણ્યા હુમલાખોરની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત, પોલીસે આતંકવાદને પણ નકારી કાઢ્યો નથી. જણાવી દઈએ કે સોલિંગનની સ્થાપનાની 650મી વર્ષગાંઠ નિમિત્તે શહેરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોલિંગનની વસ્તી 1 લાખ 60 હજાર છે અને તે કોલોન અને ડસેલડોર્ફના મોટા શહેરોની નજીક સ્થિત છે.

આ ઘટના શહેરના મધ્યમાં આવેલા ફ્રાનહોફ નામના માર્કેટમાં બની હતી, જ્યાં લાઇવ મ્યુઝિક કોન્સર્ટ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાર્ટીના સહ-આયોજકોમાંના એક ફિલિપ મુલરે કહ્યું કે હુમલામાં 9 લોકો ઘાયલ થયા છે, જેઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. કાર્યક્રમ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. પોલીસે કોમ્બિંગ વધારતાં સમગ્ર શહેરની નાકાબંધી કરી દીધી છે અને એલર્ટ જારી કરી દીધું છે.

આ પણ વાંચો :-

સુરતમાં ઉકાઈ ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાતા નદી બે કાંઠે

સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદીની જળ સપાટી વધતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ચોમાસામાં બીજી વખત હરિપુરા કોઝવે જળમગ્ન થયો છે. હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો કોઝવે ડૂબતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 થી વધુ ગામ થયા સંપર્ક વિહોણા થયા છે. ગોદાવાડી, ખંજરોલી, પીપર્યા, કોસાડી ગામનો સંપર્ક કપાયો છે. હરિપુરા આવવા માટે લોકો 20 કિ.મી.નો ચકરાવો ખાવા મજબૂર છે.

Surat Tapi River: latest photos of overflow of tapi river, in between ukai dam water speed in surat | Tapi River: ઉકાઇમાંથી ધડાધડ પાણી છોડાતા તાપીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, જુઓ બે

સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે. ઉકાઈ ડેમના 8 દરવાજા 4ફૂટ ખોલી 75508 ક્યુસેક પાણી ઉકાઈ ડેમ માંથી છોડાઇ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડતા માંડવી તાલુકા માં આવેલ કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફલૉ થયો છે. સુરત તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ, જ્યારે હાલ ડેમ 5 ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.

આ પણ વાંચો :-

નકલી પોલીસે સુરતના ડોક્ટર પાસેથી આ રીતે પડાવ્યા 4.25 લાખ

સુરતમાં નકલી પોલીસના નામે ઠગાઇના કિસ્સા વધ્યા છે. ક્રાઇમબ્રાંચના નામે 4 લોકોએ ડોક્ટરને ધમકી આપી 4.25 લાખ પડાવ્યા છે. ડોક્ટર પાસે જઈ તમે નકલી છો એમ કહી સર્ટિફિકેટ ફાડી માર માર્યો. સિંગણપીરમાં CID અધિકારીના નામે મહિલાને હેરાન કરી હતી. પાંડેસરા પોલીસે 4 નકલી પોલીસની ધરપકડ કરી છે.

સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી. ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું. બે બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા. જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુંર અટકાયત કરી હતી.

ડો. જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઇ એચ.એમ. ગઢવી અને ટીમે 37 વર્ષી હિતેશ પ્રવીણ પટેલ (હજીરા), 24 વર્ષીય હર્ષિત અતુલ દિહોરા (અડાજણ), 34 વર્ષીય રાજેન્દ્ર વાજા (અડાજણ) અને 27 વર્ષીય ધૃવાંગ સવનૂર (ઓલપાડ)ની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડો. જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી. અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે.

આ પણ વાંચો :-

દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

0

ભારતમાં હાલ મેઘરાજા હાલમાં મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે અને વધુમાં ગુજરાત માટે RED ALERT જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે અનરાધાર | Moneycontrol Gujarati

આવનારા દિવસોમાં મેઘરાજા આ વિસ્તારોમાં આગમન કરવાના છે. 25 ઓગસ્ટે ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે હવામાન વિભાગે RED ALERT જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદની તીવ્ર સંભાવના છે. આ સાથે, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યો અને કેરળ માટે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, અને બિહારમાં પણ ભારે વરસાદની સંભાવના છે. વધુમાં 27 તારીખના રોજ પણ મોસમના હાલ આ રીતે રહેશે. 27 ઓગસ્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો :-

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 13 ક્વિન્ટલ ચાંદી અને 20 કિલો સોનું મળ્યું

0

રામ મંદિરના ભૂમિપૂજન બાદ રામ લલ્લાને 13 ક્વિન્ટલ ચાંદી અને 20 કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું છે. આ સિવાય 204 કરોડ રૂપિયા પણ વ્યાજ તરીકે ખાતામાં આવ્યા છે. ગુરુવારે મણિરામ છાવણી ખાતે યોજાયેલી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી.

Ayodhya Ram Mandir Aarti Online Booking Process, Fess, Timing, Know the Process- अयोध्या राम मंदिर में आरती के लिए यहां से करें बुकिंग, जानें Step by Step Process - | Times Now Navbharat

બેઠકમાં નાણાકીય વર્ષ 2023 અને ૨૦૨૪ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે મંદિરના બાકીના બાંધકામ માટે 850 કરોડ રૂપિયાની વધારાની રકમ ખર્ચવામાં આવશે, જ્યારે મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં ૫૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય સુવિધાઓ અને વ્યવસ્થાઓ પાછળ 776 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મંદિરની નાણાકીય વિગતો ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા ૪ વર્ષમાં મળેલા સોના-ચાંદીના દાનની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.

ચંપત રાયે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં લોકો ટ્રસ્ટ કાઉન્ટર પર ગયા અને પ૩ કરોડ રૂપિયાનો ચેક અથવા રોકડ રકમ આપી. મંદિરના દાન પત્રમાં ૨૪ કરોડ ૫૦ લાખ રૂપિયા આવ્યા છે. લોકોએ ઓનલાઇન મોડ દ્વારા ટ્રસ્ટના ખાતામાં 71 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેમણે કહ્યું કે વિદેશી હૂંડિયામણ મેળવવા માટે મંદિર ટ્રસ્ટે નિયમો અનુસાર ગયા વર્ષે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં માર્ચ ૨૦૨૪ સુધી 10 કરોડ 43 લાખ રૂપિયા મળ્યા છે. ટેમ્પલ ટ્રસ્ટના ખાતામાં જમા થયેલી રકમ પર લગભગ 204 કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું છે.

મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં અયોધ્યા પહોંચેલા સમિતિના અધ્યક્ષ નળપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે હાલમાં મંદિરમાં કામદારોની સંખ્યા અને ઉત્પાદકતા ઓછી છે. જે અમારા માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં મંદિરના બીજા માળ અને શિખરનું નિર્ધારિત સમયમર્યાદામાં બાંધકામ પડકારજનક છે. કારણ કે અમારો ટાર્ગેટ ડિસેમ્બર 2024 સુધીમાં મંદિર પૂર્ણ કરવાનો છે, જેમાં માત્ર 4 મહિના બાકી છે. તેમણે કહ્યું કે આ સમયની અંદર આપણે મંદિરનું નિર્માણ કરવાનું છે. અમે પહેલા માળે લગભગ 90 કામ પૂર્ણ કરી લીધું છે, પરંતુ અમે બીજા માળે અને શિખર પર બંને મહત્વપૂર્ણ કામો કરવાના બાકી છે.

આ પણ વાંચો :-

કોલકાતામાં ગુંડારાજ, જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જીની કાર પર હુમલો

0

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઇન્ટર્ન ડૉક્ટર સાથે થયેલી બર્બરતા પર આખો દેશ આ દિવસોમાં ગુસ્સે છે. આ દરમિયાન કોલકાતાથી વધુ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે અને આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ ઘટના કોઈ સામાન્ય યુવતી સાથે નહીં પરંતુ બંગાળી મનોરંજન ક્ષેત્રની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે બની છે. કોલકાતામાં એક બાઇક સવારે પાયલ મુખર્જીની કાર પર હુમલો કર્યો અને કારનો કાચ મુક્કો મારીને તોડી નાખ્યો તે પછી અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ ઘટના શુક્રવારે સાંજે દક્ષિણ કોલકાતાના સધર્ન એવેન્યુ વિસ્તારમાં બની હતી, જેની માહિતી ખુદ પાયલ મુખર્જીએ વીડિયો શેરને આપી હતી. જેમાં તેણી બતાવતી જોવા મળી રહી છે કે કેવી રીતે બદમાશોએ તેની કારનો કાચ તોડ્યો. વીડિયોમાં બંગાળી એક્ટ્રેસ ખૂબ જ ડરી ગઈ છે અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં છે.

જ્યારે અભિનેત્રી પાયલ મુખર્જી લેક એવન્યુમાંથી તેની કારમાં જઇ રહી હતી, ત્યારે આરોપી બાઇક સવારે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેણે દાવો કર્યો હતો કે કારે તેને પહેલા ટક્કર મારી હતી. પાયલ મુખર્જી કથિત રીતે રોકાઈ ન હતી, તેથી આરોપીઓએ જોધપુર પાર્ક વિસ્તાર પાસે બળજબરીથી કાર રોકી હતી. ગુસ્સામાં બૂમો પાડીને તે બાઇક પરથી નીચે ઉતર્યો હતો અને મુઠ્ઠી વડે કારનો કાચ તોડી નાખ્યો હતો. આરોપી કોલકાતાની કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશન્ડ ઓફિસર હોવાનું કહેવાય છે.

આ ઘટના બાદ અભિનેત્રીએ ટોલીગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે આરોપી સવાર એમ.આઈ. કોલકાતાની કમાન્ડ હોસ્પિટલના જુનિયર કમિશન્ડ ઓફિસર અરસન (39)એ તેને ધમકાવી, તેની કારનો કાચ તોડી નાખ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. તેની ફરિયાદના આધારે, પોલીસે કલમ 126(1)/74/79/324(2)/351(1) BNS હેઠળ FIR નોંધી છે અને કેસની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

નીટ પીજીનું રિઝલ્ટ જાહેર, જાણો આ વખતે કેટલો છે કટઓફ

0

NEET PGનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBEMS) એ NEET PG 2024 પરિણામ કટ ઓફ માર્ક્સ જાહેર કર્યા છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG) પરીક્ષા 2024માં ઉપસ્થિત ઉમેદવારો NBEMS ની અધિકૃત વેબસાઈટ natboard.edu.in પરથી રેન્ક લિસ્ટ તપાસી અને ડાઉનલોડ કરી શકે છે. NEET PG ઉમેદવારોના સ્કોરકાર્ડ પછીથી બહાર પાડવામાં આવશે.

NEET PG 2024: NEET PGનું પરિણામ ક્યારે આવશે, કટઓફ શું હોઈ શકે? - SATYA DAY

પરીક્ષાના પરિણામની જાહેરાત કરતી વખતે, NBEMSએ જણાવ્યું હતું કે તમામ પ્રશ્નોના જવાબો વિષય નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવ્યા છે અને આ સમય દરમિયાન કોઈપણ પ્રશ્ન તકનીકી રીતે ખોટો જણાયો નથી. જો કોઈ ઉમેદવારને પરિણામ અંગે કોઈ સમસ્યા હોય તો તેઓ 011-45593000 પર સંપર્ક કરી તેમની સમસ્યા જણાવી શકે છે.

NEET PG 2024નું પરિણામ ચેક કરવા માટે, સૌ પ્રથમ તમારે NBEMSની સત્તાવાર વેબસાઈટ nbe.edu.inની મુલાકાત લેવી પડશે. આ પછી તમારે NEET-PG નો વિકલ્પ પસંદ કરવો પડશે. આ કર્યા પછી, તમારે NEET-PG પરિણામ pdf ફાઇલ પર ક્લિક કરવું પડશે, ત્યારબાદ તમારી સામે એક pdf ફાઈલ ખુલશે. તેમાં તમે પર્સેન્ટાઈલ અને રેન્ક જોઈ શકો છો.

NEET PG 2024નું પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ, નેટબોર્ડની સત્તાવાર વેબસાઇટ, natboard.edu.in પર જાઓ.
  • પછી NEET PG પરિણામ સૂચના અને સૂચનામાં પરિણામ PDF લિંક પર ક્લિક કરો.
  • તે પછી એક નવી ફાઈલ ખુલશે.
  • તેમાં તમારો રોલ નંબર શોધો અને રેન્કની સાથે લાયકાતની ટકાવારી તપાસો.
  • ભવિષ્યના સંદર્ભ માટે PDF ફાઇલ સાચવો.

NEET-PG 2024 2024-25 પ્રવેશ સત્ર માટે MD/MS/DNB/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દેશના 185 શહેરોમાં 11 ઓગસ્ટ 2024 ના રોજ બે શિફ્ટમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામો હવે જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે, NEET PG 2024 નું સ્કોરકાર્ડ 30 ઓગસ્ટ, 2024 ના રોજ અથવા તે પછી પ્રકાશિત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

શિખર ધવને ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર, ક્રિકેટને કહ્યું અલવિદા

0

ભારતીય ટીમના સ્ટાર ઓપનર ખિલાડી શિખર ધવનએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. શિખર ધવનએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતાના આ નિર્ણય વિશે જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયામાં “ગબ્બર” તરીકે પ્રખ્યાત, 37 વર્ષના આ ખેલાડીએ 2010માં ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં ડેબ્યૂ કર્યું હતું. 13 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન, તેણે 34 ટેસ્ટ, 167 વનડે, અને 68 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રોહિત શર્મા સાથેની તેમનો ઓપનઇંગ જોડી ખૂબ જ પ્રખ્યાત હતી.

શિખર ધવન સન્યાસ લીધો, Shikhar Dhawan retirement video

નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, ધવને કહ્યું, ‘નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, ધવને કહ્યું, હેલો મિત્રો! આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને ઘણી યાદો દેખાય છે અને જ્યારે હું આગળ જોઉં છું ત્યારે મને આખી દુનિયા દેખાય છે. ભારત માટે રમવા માટે મારી પાસે હંમેશા એક જ ગંતવ્ય હતું અને તે થયું. આ માટે હું ઘણા લોકોનો, મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારિક સિન્હા, મદન શર્માનો આભાર માનું છું, જેમની નીચે હું ક્રિકેટ શીખ્યો છું. પછી મારી ટીમ જેની સાથે હું વર્ષો સુધી રમ્યો. નવો પરિવાર મળ્યો. નામ મળ્યું. સાથે મળી. ઘણો પ્રેમ મળ્યો. કહેવાય છે કે વાર્તામાં આગળ વધવા માટે પાના ફેરવવા પડે છે. બસ, હું પણ તે કરવા જઈ રહ્યો છું. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. હવે જ્યારે હું આ ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું ત્યારે મારા હૃદયમાં એક શાંતિ છે કે હું દેશ માટે લાંબો સમય રમ્યો છું. હું બીસીસીઆઈ અને ડીડીસીએનો પણ મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માનું છું. હું મારા ચાહકોનો પણ આભાર માનું છું, જેમણે મને ઘણો પ્રેમ આપ્યો. હું મારી જાતને માત્ર એટલું જ કહું છું કે તું હવે દેશ માટે નહીં રમીશ એનું દુઃખી ન થવું, પણ ખુશ રહે કે તું દેશ માટે ઘણું રમ્યો.

ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને વર્ષ 2010માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો જ્યારે તેમને ઑક્ટોબર મહિનામાં ઑસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં રમવાની તક મળી. આ પછી શિખર ધવને પાછું વળીને જોયું નથી અને તેમને ટીમ ઈન્ડિયા માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 T-20 મેચ રમવાની તક મળી છે. જ્યારે શિખર ધવને ટેસ્ટ ક્રિકેટમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે, તો તેમણે 7 સદી અને 5 અડધી સદી પણ રમી છે. આ સિવાય વનડેમાં ધવને 44.11ની એવરેજથી 6793 રન બનાવ્યા જેમાં 17 સદી અને 39 અડધી સદી સામેલ છે. ધવને T20 ઈન્ટરનેશનલમાં 27.92ની એવરેજથી 11 અડધી સદી સાથે 1759 રન બનાવ્યા છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધવન હવે IPLમાં રમતા જોવા મળશે નહીં. તેની ગણતરી IPLના મહાન ખેલાડીઓમાં થાય છે, જેમાં ધવને 222 મેચોમાં 35.07ની સરેરાશથી 6768 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 2 સદી અને 51 અડધી સદી છે.

આ પણ વાંચો :-

૨૪ ઓગસ્ટ, ૨૦૨૪ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ

ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ

માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ

આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ

જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં ‌વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ

આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ

થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ

માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ

પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતુ જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ

દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી

0

દેશના લોકોની પસંદ જાણવા માટે મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધરાયો હતો. જેમાં સત્તા અને સરકારથી લઈને દેશના મુખ્ય મુદ્દાઓ પર જનતાનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેમના લોકપ્રિય વડાપ્રધાન કોણ છે ત્યારે પીએમ મોદીનું નામ નંબર વન પર આવ્યું. જ્યારે લોકપ્રિય મુખ્યમંત્રી વિષે સર્વે કરવામાં આવ્યો ત્યારે લોકોએ યોગી આદિત્યનાથની પસંદગી કરી હતી.

CM Yogi Birthday: बार सांसद तो 2 बार से UP की कमान संभालने वाले योगी आदित्यनाथ का सियासी सफर काफी है दिलचस्प, जानिए | Kewords- Yogi Adityanath, Yogi Adityanath's political ...

મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ટોચ પર છે. સર્વેના આંકડા મુજબ ઓગસ્ટ 2024માં 33.2% લોકોએ, આ વર્ષે ફેબ્રુઆરી 2024માં 46.3% લોકો, તેમજ ઓગસ્ટ 2023માં થયેલા સર્વેમાં 43% લોકોએ યોગીને સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી ગણાવ્યા હતા.

આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા સ્થાન પર છે. પરંતુ તેમની લોકપ્રિયતા પહેલા કરતા ઓછી થઈ છે. ઓગસ્ટ 2024માં, 13.8% લોકો તેમને શ્રેષ્ઠ મુખ્યમંત્રી માને છે, જ્યારે ફેબ્રુઆરી 2024માં, 19.6% અને ઓગસ્ટ 2023માં, 19.1% લોકોએ તેમની પસંદગી કરી હતી.

આ પણ વાંચો :-