Home Blog Page 675

ગુજરાતનાં તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

0

ગુજરાત પર પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. રવિવારે રાતથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે વરસાદનું નવું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યના 33માંથી 28 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Red alert in parts of Gujarat until August 27; IMD forecasts very heavy rainfall | DeshGujarat

નેશનલ ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ દ્વારા લોકોને મોબાઈલમાં SMS મોકલીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. નાગરિકોના ફોનમાં મેસેજ કરીને ચેતવણી અપાઈ છે કે, આગામી 24 કલાકમાં આપના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ

રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને કારણે શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે. રાજ્યના 33માંથી 28 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતીમાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 28મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30મી ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

અંબાલાલ પટેલે આગળ કહ્યું- સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. તો 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે.

આ પણ વાંચો :-

મીનાક્ષી અમ્માન મંદિર: અભિનેત્રીએ મંદિરમાં હિન્દુ હોવાનો પુરાવો માંગ્યો

0

હવે પ્રખ્યાત અભિનેત્રી અને રાજકારણી નમિતા વાંકાવાલાએ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણીને તાજેતરમાં જ કંઈક અનુભવાયું હતું જેના પછી તે ગુસ્સે થઈ ગઈ હતી. અભિનેત્રી સાથે મંદિરમાં ગેરવર્તણૂક કરવામાં આવી હતી, જેના પછી તે આ બાબત વિશે વાત કરવાથી પોતાને રોકી શકી ન હતી અને તેણે પોતાની અગ્નિપરીક્ષાને વર્ણવતો એક વીડિયો જાહેર કર્યો હતો. ચાલો જાણીએ નમિતા વાંકાવાલા સાથે શું થયું?

નમિતાએ હવે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે તેને અને તેના પતિને મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મંદિરના અધિકારીઓએ અભિનેત્રી અને તેના પતિને બહાર રોક્યા. એટલું જ નહીં, બંને પાસેથી હિન્દુ હોવાનો પુરાવો પણ માંગવામાં આવ્યો હતો. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે મંદિરમાં ભગવાનના દર્શન કરતા પહેલા તેને સિંદૂર લગાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. હવે તેણે આ મામલે પોતાના એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો છે.

અભિનેત્રી એટલી ગુસ્સે છે કે તેણે હવે તેની સાથે ગેરવર્તન કરનારા મંદિરના અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિનેત્રીએ હિંદુ ધાર્મિક કલ્યાણ મંત્રી શેખર બાબુ પાસે કાર્યવાહીની માંગ કરી છે. નમિતાએ પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે આજે સવારે તેને અને તેના પતિને મંદિરની અંદર જવાની પરવાનગી મળી નથી. હિન્દુ ધાર્મિક અને સખાવતી એન્ડોમેન્ટ્સ વિભાગના અધિકારીઓએ તેમની પાસેથી જાતિ અને ધર્મના પ્રમાણપત્રો પણ માંગ્યા હતા. મંદિરમાં તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

અભિનેત્રીનો દાવો છે કે મંદિરમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. હવે અભિનેત્રીએ કહ્યું છે કે તેના લગ્ન તિરુપતિમાં થયા હતા અને તેના બાળકનું નામ પણ કૃષ્ણ રાખવામાં આવ્યું છે. હજુ પણ મંદિરોમાં આવી ઘટનાઓ બની રહી છે. તેણીએ કહ્યું, ‘મુદ્દો એ નથી કે મને તેના વિશે પૂછવામાં આવ્યું હતું, પરંતુ મુદ્દો એ છે કે મને તેના વિશે કેવી રીતે પૂછવામાં આવ્યું? અધિકારીઓ અને સહાયકો ખૂબ જ અસંસ્કારી અને ઘમંડી હતા. નમિતાએ IS પોલીસ ટીમનો પણ આભાર માન્યો છે જેણે તેને અને તેના પતિને સુરક્ષિત રીતે દર્શન કરાવવા અને ઘરે પરત ફરવામાં મદદ કરી.

આ પણ વાંચો :-

રાજ્યમાં ભારે વરસાદના કારણે GPSC દ્વારા કાલે લેવાનાર DYSOની પરીક્ષા મોકૂફ

0

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. જેની પ્રથમિક કસોટી GPSC દ્વારા 15/10/2023 ના રોજ લેવામાં આવી હતી. એવામાં GPSC દ્વારા DySO ની મુખ્ય પરીક્ષાનો (DySO Mains Exam) કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથવાત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. 28 ઓગસ્ટથી આ પરીક્ષા શરૂ થવાની હતી જેનો આગામી કાર્યક્રમ થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે.

GPSC Exam: Eligibility, Fees, Syllabus, Pattern - CareerGuide

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3 ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : 42/2023-24 માટે તા.15/10/2023 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 28મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30મી ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે વધુ બે દરવાજો ખોલવામાં આવ્યો છે. ગઇ કાલે 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સંત સરોવરના 5 દરવાજા ખોલતા ઉપરવાસના ગામડાઓને એલર્ટ કરાયા છે. ઇન્દ્રોડા, ઘોડાકુવા, નભાઈ, રાયસણ, રાંધેસણ, કોબા ગામના લોકોને એલર્ટ કરાયા છે. કોઈ વ્યક્તિએ માછલી પકડવા કે પાણી જોવા સંત સરોવર ઉપર ન જવા તંત્રએ આદેશ કર્યો છે.

આ પણ વાંચો :-

વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે 30 ટ્રેનો રદ

0

પોરબંદર પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વરસાદની ખતરનાક સિસ્ટમને ધ્યાને રાખી સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને બંદર તરફ આવવા સૂચન કરતું 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ભારે વરસાદના કારણે વાહન વ્યવહારની સાથે સાથે રેલ વ્યવહારને પણ ભારે અસર થઈ છે. જેના કારણે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન પર ભારે વરસાદના કારણે બાજના સ્ટેશન પર પાણી ભરાઈ જતા ઘણી ટ્રેનોને અસર થઈ હતી. આ કારણે રેલવે વિભાગ દ્વારા 30 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. 13 જટેલી ટ્રેનોના રૂટને ટૂંકાવાયા છે જ્યારે 36 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

Ahmedabad Train Time Table: અમદાવાદને બદલે 6 ટ્રેન સાબરમતીથી અને 3 ગાંધીનગર સ્ટેશનથી ઉપડશે, જુઓ નવું ટાઇમટેબલ

  • 26.08.24ની ટ્રેન નંબર 09400 – અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન રદ
  • 26.08.24 ની ટ્રેન નંબર 09315 – વડોદરા – અમદાવાદ મેમુ ટ્રેન રદ
  • 26.08.24 ની ટ્રેન નંબર 09274 – અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન રદ
  •  26.08.24 ની ટ્રેન નંબર 09327 – વડોદરા – અમદાવાદ મેમુ ટ્રેન રદ
  • 26.08.24 ની ટ્રેન નંબર 09316 – અમદાવાદ – વડોદરા મેમુ ટ્રેન રદ
  • 26.08.24 ની ટ્રેન નંબર 09312 – અમદાવાદ – વડોદરા મેમુ ટ્રેન રદ
  • 26.08.24ની ટ્રેન નંબર 19034 – અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ રદ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 82901/82902 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
  • 27મી ઓગસ્ટ 2024 ટ્રેન નંબર 12901/12902 દાદર-અમદાવાદ-દાદર ગુજરાત મેલ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા એક્સપ્રેસ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર એક્સપ્રેસ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ એક્સપ્રેસ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09373 વડોદરા-અમદાવાદ મેમુ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12934/12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12931/12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ
  • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20959 વલસાડ-વડનગર એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ.
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ.

ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં સતત બીજા દિવસે વધારો થયો છે. નર્મદા નદી છેલ્લા બે દિવસથી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટી 25.32 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટીથી 1.5 ફૂટ ઉપર નર્મદા વહી રહી છે. નદી કાંઠે રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લા 48 ગામોમાં એલર્ટ અપાયું છે. નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે.

આ પણ વાંચો :-

૨૭ ઓગસ્ટ, ૨૦૨૪/ મંગળવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇરછા પ્રબ‍ળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્રે સંબંધિત કાયોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શકયતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી ધંધામાં રાહત.

‌મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આધાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી ધંધામાં પ્રગતિ થવાની આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણો નું સારૂફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્ક‌ઃ

આનંદ-ઉત્સાહ ભયો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાયોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શકયતા. સ્વાસ્થય સારૂં રહેશે.

‌સિંહઃ ‌

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનો ની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બયતી ના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંધર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે- અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

‌વૃ‌શ્ચિકઃ

નાના ભાઇ બહેન તરફથી ચિંતા રહે. અેમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલકતો થી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી- કફ ની શકયતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શકય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ધણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંઘો વધે. આવક વધે, ઝવેરાત- સોનું- ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

૨૫ ઓગસ્ટ, ૨૦૨૪: રવિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

દિવસ દરમ્યાન આનંદ રહે. પણ સ્વભાવમાં ઉગ્રતા તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશકેલી પેદા થાય. વાહન સાચવવીને ચલાવવું.

વૃષભઃ

આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવાર ના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુનઃ

સ્વભાવમાં જડતાપણું આવે. આવક જણાય. નાના ભાઇ બહેનો ને સ્વાસ્થય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોહગ્ય જળવાય. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ

દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યકિતનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળ‍ે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદો, માન વઘતા જણાય.

સિંહઃ

રાજકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાનો કારણે અ‌િપ્રય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ માતા-પિતા સાથે મતભેદ ની શકયતા છે. સંતાન સંબંધી પ્રશ્નો નો સામનો કરવો પડે.

કન્યાઃ

વિમા, વકીલાત, બેંક, ચાર્ટડે અેકાઉન્ટન્ટ નો વ્યવસાય ધરાવતી વ્યકિત માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જ‍ળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી, ધંધામાં સાનુકુળતા રહે.

તુલાઃ

ધારેલા શોખ પૂરા કરવામાં મુશકેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય, પરંતું જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ

દિવસની સરૂઆત આનંદથી થાય, પણ પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો-બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધનઃ

નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેેલા કાયો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતું સંતાનની તબિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

મકરઃ

આજે આપ સુખ-શાંતિ સમૃધ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બાગાડ થાય. માતાની તબિયત સાતવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિ ની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભઃ

પોતાનો કકકો ખરો કરવાની વૃ‌તિ વધે. આ‌‌થિક મોરચે સફળતા. પ‌રિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ‌રિવારના સ્ત્રી સભ્યોના આરોગ્ય કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીનઃ

સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્ર‌તિષ્ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું ભાગ્યમાં વૃ‌ધ્ધિ થતી જણાય. ‌દિવસ આનંદમાં વ્ય‌તિ‌ત થતો જણાય.

મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલું હેલિકોપ્ટર પૂણેમાં ક્રેશ, પાયલટની હાલત ગંભીર

0

મહારાષ્ટ્રના પુણેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું હતું અને મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટર પુણેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે ક્રેશ થઈને જમીન પર પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ 4 લોકો સવાર હતા.

મહારાષ્ટ્રના પુણેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું હતું. મુંબઈથી હૈદરાબાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થઈને જમીન પર પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ 4 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ હેલિકોપ્ટર દુર્ઘટનાની પુણે ગ્રામીણ એસ.પી પંકજ દેશમુખે પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની વાત સામે આવી રહી છે. વરસાદને કારણે પુણેમાં હવામાન પણ સારું નથી. આ કારણે પણ હેલિકોપ્ટર પણ ક્રેશ થવાની આશંકા લગાવાઈ રહી છે. હાલ રાહત અને બચાવ કાર્ય માટે એક ટીમ ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચો :-

વિજાપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, ચાર કલાકમાં વરસ્યો 8 ઈંચ વરસાદ

0

ઉત્તર ગુજરાતમાં દસેક દિવસથી વરસાદ ખેંચાતા પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તા. 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થાળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં આનંદ છવાયો છે. ત્યારે ફરી એકવાર વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું,ચાર કલાકમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અરવલ્લી જીલ્લાનાં જળાશયોમાં પાણીની આવક થવા પામી હતી. લાંક ડેમમાં 611 ક્યુસેક, વાત્રક ડેમમાં 440 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. જ્યારે મેશ્વોમાં 340 ક્યુસેક અને માઝુમમાં 220 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. નવસારી જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. ગણદેવી, ચીખલી, ખેરગામ, જલાલપોર, વાંસદા સહિતનાં તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. નવસારીનાં ગ્રામ્ય વિસ્તારમાં એક ઈચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 153 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાનાં વડગામ તાલુકામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડાનાં નડીયાદ તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીનાં મેઘરજ તાલુકામાં 4 ઈચ વરસાદ પડ્યો છે. રાજ્યનાં 63 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના નવસારી ગણદેવી ચીખલી ખેરગામ જલાલપોર, વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સવારે 6 થી 8 દરમ્યાન એક ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ શ્રાવણ માસમાં વરસેલો વરસાદ ડાંગર પાક માટે લાભદાયી છે. વરસાદને પગલે ગરમી અને ઉકળાટથી છુટકારો મળ્યો છે.

આ પણ વાંચો :-

વીર નર્મદ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના શુભ દિને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી, મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૨ પી.એચ.ડી. તથા ૪ ને એમ.ફિલ.ની પદવીઓ એનાયત થઈ હતી. પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ કરીને, પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ એક વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ નર્મદ યુનિ.માં એમ.એ. (પોલિટિકલ સાયન્સ)નો બે વર્ષ એક્ષ્ટર્નલ અભ્યાસ કરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.
શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોના તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેના સમારોહનો ભવ્ય શુભારંભ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

દીક્ષાંત પ્રવચન કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ‘વિનમ્ર બનાવે તે જ્ઞાન’ વિધાન થકી નવયુવાનોને ભારતીય પરંપરાથી અવગત થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી સમાજ અને દેશના હિતમાં સેવાકાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. મંત્રીશ્રીએ ‘વિદ્યા વિનયથી શોભે’ કહેવતનું દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વિનમ્ર અને વિવેકી બનવાની શીખ આપી હતી. ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः‘ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા એનો ઉલ્લેખ કરી તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, માત્ર ભૌતિક ડિગ્રીના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન થઈ શકે. મન, વચન અને કર્મથી સંસ્કારિત, શિક્ષિત બની આપણે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ લોકોની સેવા અને સુખાકારી માટે કરવો જોઈએ.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ‘શ્રીમદ્દ ભગવદ્ ગીતા‘ને સામેલ કરીને જીવનમૂલ્યોના પાઠ ભણાવી બાળકોને દ્રઢ નિશ્ચયી, સંસ્કારી અને કર્મશીલ બનાવવાના ધ્યેયની મંત્રીશ્રીએ છણાવટ કરી હતી.
તેમણે માનવીયતાના અભિગમ સાથે મેળવેલું શિક્ષણ જ દેશની ઉન્નતિ-પ્રગતિનો પાયો છે એમ જણાવી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે અને તે સૌનું ભલું કરવાની ભાવના ધરાવે છે. પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ જ્ઞાન છે, ત્યારે એકજૂથ થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.

નર્મદ યુનિ.ના પૂર્વ કુલપતિ અને હાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ રિસર્ચ (યુનિવર્સિટી ફોર ઇનોવેશન-ગાંધીનગર)ના લોકાયુક્ત તરીકે કાર્યરત પ્રો.રમેશચંદ્ર કોઠારીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક છે. કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યુ હતું.

તેમણે ઉમેર્યું કે, વિજ્ઞાન વિદ્યાશાખામાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઝુકાવ વધે તે જરૂરી છે. સમાજ-રાજય અને રાષ્ટ્રને નવલોહિયા યુવાઓ પાસે ખુબ મોટી અપેક્ષાઓ છે. યુવાશક્તિને સતત અભ્યાસથી કારકિર્દીને નિરંતર ઉજ્જવળ બનાવવાનો પુરૂષાર્થ જ સફળતાના શિખર સુધી લઈ જશે. વિદ્યાર્થીઓએ જ્ઞાનને હંમેશા તાજું રાખવા, મનમસ્તિષ્કને સતત રિફ્રેશ રાખવું જોઈએ. અભ્યાસ સિવાયનું વાંચન, લેખન જીવનમાં કારકિર્દી ઘડતર માટે ખૂબ મહત્વનું છે એમ જણાવી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.

વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવતા કુલપતિશ્રી ડો.કે.એન. ચાવડાએ ઉપસ્થિત યુવાધનને નવા પડકારો માટે સુસજ્જ રહેવા સમાજ અને દેશના હિતમાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને આપણા ભવ્ય વૈદિક વારસાને અનુસરવા અને પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રનાં નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાની હિમાયત કરી હતી. તેમણે ભારત સરકારના NAD-નેશનલ એકેડેમિક ડિપોઝીટરી તેમજ ડિજીલોકરમાં આ તમામ ડિગ્રીઓ અપલોડ કરવામાં આવી હોવાની વિગતો આપી યુનિવસિર્ટીએ પારદર્શી શિક્ષણ પ્રક્રિયા અને મેનેજમેન્ટથી શિક્ષણ જગતમાં આગવી ઓળખ ઉભી કરી હોવાનું ઉમેર્યું હતું.

આ પણ વાંચો :-

દુષ્કર્મ કરનારાને સ્મશાનયાત્રામાં નહીં જઈએ, વિધિમાં પણ કોઈ નહીં, ગ્રામજનોનો નિર્ણય

0

આસામના નાગાંવમાં સગીરા ગેંગરેપનો મુ્દ્દો ઉપડ્યો છે. સગીરા પર બળાત્કારનો મુખ્ય આરોપી તફાજુલ ઈસ્લામ શનિવારે સવારે પોલીસ કસ્ટડીમાંથી કથિત રીતે ભાગી ગયો હતો અને નાગાંવ જિલ્લાના ધિંગ ખાતે તળાવમાં કૂદી ગયો હતો, ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આરોપીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને ‘ક્રાઈમ સીન’ની તપાસ માટે તેને સવારે 3.30 વાગ્યે અપરાધના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આરોપી તફજુલ ઇસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને તળાવમાં કૂદી ગયો હતો.” તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટના બાદ ગામલોકો પણ ભારે આઘાત પામ્યાં છે અને ગામમાં આરોપીની દફનવિધિનો ઈન્કાર કરી દીધો છે. સ્થાનિકોએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે આ ગુનેગારના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થઈએ.. અમે તેના પરિવારને પણ સમાજથી અલગ કરી દીધો છે. અમે ગુનેગારો સાથે ન રહી શકીએ. આરોપીના કામે અમને શરમમાં મૂકી દીધા છે. જ્યારે અમને ખબર પડી કે ગુનેગાર મૃત્યુ પામ્યો છે, ત્યારે અમે તેના મૃતદેહને અમારા કબ્રસ્તાનમાં સ્થાન ન આપવાનું નક્કી કર્યું. તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નહીં આપે.

ધીંગમાં ગુરુવારે સાંજે 14 વર્ષની બાળકી પર ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે પીડિતા ટ્યૂશનેથી ઘેર આવતી હતી. આરોપી પીડિતાને ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તાની બાજુના તળાવ પાસે છોડીને ભાગી ગયો હતો. બાદમાં સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે, “આરોપી તફજુલ ઈસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી પડ્યો હતો. જેથી પોલીસે તાત્કાલિકને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.” આ દરમિયાન આરોપીના પૈતૃક ઘર એવા બોરભેટીના ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે તેમજ તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો :-