Wednesday, Mar 19, 2025

દુષ્કર્મ કરનારાને સ્મશાનયાત્રામાં નહીં જઈએ, વિધિમાં પણ કોઈ નહીં, ગ્રામજનોનો નિર્ણય

2 Min Read

આસામના નાગાંવમાં સગીરા ગેંગરેપનો મુ્દ્દો ઉપડ્યો છે. સગીરા પર બળાત્કારનો મુખ્ય આરોપી તફાજુલ ઈસ્લામ શનિવારે સવારે પોલીસ કસ્ટડીમાંથી કથિત રીતે ભાગી ગયો હતો અને નાગાંવ જિલ્લાના ધિંગ ખાતે તળાવમાં કૂદી ગયો હતો, ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આરોપીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને ‘ક્રાઈમ સીન’ની તપાસ માટે તેને સવારે 3.30 વાગ્યે અપરાધના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આરોપી તફજુલ ઇસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને તળાવમાં કૂદી ગયો હતો.” તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટના બાદ ગામલોકો પણ ભારે આઘાત પામ્યાં છે અને ગામમાં આરોપીની દફનવિધિનો ઈન્કાર કરી દીધો છે. સ્થાનિકોએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે આ ગુનેગારના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થઈએ.. અમે તેના પરિવારને પણ સમાજથી અલગ કરી દીધો છે. અમે ગુનેગારો સાથે ન રહી શકીએ. આરોપીના કામે અમને શરમમાં મૂકી દીધા છે. જ્યારે અમને ખબર પડી કે ગુનેગાર મૃત્યુ પામ્યો છે, ત્યારે અમે તેના મૃતદેહને અમારા કબ્રસ્તાનમાં સ્થાન ન આપવાનું નક્કી કર્યું. તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નહીં આપે.

ધીંગમાં ગુરુવારે સાંજે 14 વર્ષની બાળકી પર ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે પીડિતા ટ્યૂશનેથી ઘેર આવતી હતી. આરોપી પીડિતાને ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તાની બાજુના તળાવ પાસે છોડીને ભાગી ગયો હતો. બાદમાં સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે, “આરોપી તફજુલ ઈસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી પડ્યો હતો. જેથી પોલીસે તાત્કાલિકને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.” આ દરમિયાન આરોપીના પૈતૃક ઘર એવા બોરભેટીના ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે તેમજ તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો :-

Share This Article