Sunday, Mar 23, 2025

વિજાપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, ચાર કલાકમાં વરસ્યો 8 ઈંચ વરસાદ

2 Min Read

ઉત્તર ગુજરાતમાં દસેક દિવસથી વરસાદ ખેંચાતા પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તા. 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થાળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં આનંદ છવાયો છે. ત્યારે ફરી એકવાર વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું,ચાર કલાકમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અરવલ્લી જીલ્લાનાં જળાશયોમાં પાણીની આવક થવા પામી હતી. લાંક ડેમમાં 611 ક્યુસેક, વાત્રક ડેમમાં 440 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. જ્યારે મેશ્વોમાં 340 ક્યુસેક અને માઝુમમાં 220 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. નવસારી જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. ગણદેવી, ચીખલી, ખેરગામ, જલાલપોર, વાંસદા સહિતનાં તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. નવસારીનાં ગ્રામ્ય વિસ્તારમાં એક ઈચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 153 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાનાં વડગામ તાલુકામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડાનાં નડીયાદ તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીનાં મેઘરજ તાલુકામાં 4 ઈચ વરસાદ પડ્યો છે. રાજ્યનાં 63 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના નવસારી ગણદેવી ચીખલી ખેરગામ જલાલપોર, વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સવારે 6 થી 8 દરમ્યાન એક ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ શ્રાવણ માસમાં વરસેલો વરસાદ ડાંગર પાક માટે લાભદાયી છે. વરસાદને પગલે ગરમી અને ઉકળાટથી છુટકારો મળ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article