કોલકાતામાં ગુંડારાજ, જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જીની કાર પર હુમલો

Share this story

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઇન્ટર્ન ડૉક્ટર સાથે થયેલી બર્બરતા પર આખો દેશ આ દિવસોમાં ગુસ્સે છે. આ દરમિયાન કોલકાતાથી વધુ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે અને આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ ઘટના કોઈ સામાન્ય યુવતી સાથે નહીં પરંતુ બંગાળી મનોરંજન ક્ષેત્રની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે બની છે. કોલકાતામાં એક બાઇક સવારે પાયલ મુખર્જીની કાર પર હુમલો કર્યો અને કારનો કાચ મુક્કો મારીને તોડી નાખ્યો તે પછી અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ ઘટના શુક્રવારે સાંજે દક્ષિણ કોલકાતાના સધર્ન એવેન્યુ વિસ્તારમાં બની હતી, જેની માહિતી ખુદ પાયલ મુખર્જીએ વીડિયો શેરને આપી હતી. જેમાં તેણી બતાવતી જોવા મળી રહી છે કે કેવી રીતે બદમાશોએ તેની કારનો કાચ તોડ્યો. વીડિયોમાં બંગાળી એક્ટ્રેસ ખૂબ જ ડરી ગઈ છે અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં છે.

જ્યારે અભિનેત્રી પાયલ મુખર્જી લેક એવન્યુમાંથી તેની કારમાં જઇ રહી હતી, ત્યારે આરોપી બાઇક સવારે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેણે દાવો કર્યો હતો કે કારે તેને પહેલા ટક્કર મારી હતી. પાયલ મુખર્જી કથિત રીતે રોકાઈ ન હતી, તેથી આરોપીઓએ જોધપુર પાર્ક વિસ્તાર પાસે બળજબરીથી કાર રોકી હતી. ગુસ્સામાં બૂમો પાડીને તે બાઇક પરથી નીચે ઉતર્યો હતો અને મુઠ્ઠી વડે કારનો કાચ તોડી નાખ્યો હતો. આરોપી કોલકાતાની કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશન્ડ ઓફિસર હોવાનું કહેવાય છે.

આ ઘટના બાદ અભિનેત્રીએ ટોલીગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે આરોપી સવાર એમ.આઈ. કોલકાતાની કમાન્ડ હોસ્પિટલના જુનિયર કમિશન્ડ ઓફિસર અરસન (39)એ તેને ધમકાવી, તેની કારનો કાચ તોડી નાખ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. તેની ફરિયાદના આધારે, પોલીસે કલમ 126(1)/74/79/324(2)/351(1) BNS હેઠળ FIR નોંધી છે અને કેસની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-