સુરતમાં નકલી પોલીસના નામે ઠગાઇના કિસ્સા વધ્યા છે. ક્રાઇમબ્રાંચના નામે 4 લોકોએ ડોક્ટરને ધમકી આપી 4.25 લાખ પડાવ્યા છે. ડોક્ટર પાસે જઈ તમે નકલી છો એમ કહી સર્ટિફિકેટ ફાડી માર માર્યો. સિંગણપીરમાં CID અધિકારીના નામે મહિલાને હેરાન કરી હતી. પાંડેસરા પોલીસે 4 નકલી પોલીસની ધરપકડ કરી છે.
સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી. ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું. બે બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા. જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુંર અટકાયત કરી હતી.
ડો. જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઇ એચ.એમ. ગઢવી અને ટીમે 37 વર્ષી હિતેશ પ્રવીણ પટેલ (હજીરા), 24 વર્ષીય હર્ષિત અતુલ દિહોરા (અડાજણ), 34 વર્ષીય રાજેન્દ્ર વાજા (અડાજણ) અને 27 વર્ષીય ધૃવાંગ સવનૂર (ઓલપાડ)ની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડો. જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી. અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે.
આ પણ વાંચો :-