સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદીની જળ સપાટી વધતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ચોમાસામાં બીજી વખત હરિપુરા કોઝવે જળમગ્ન થયો છે. હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો કોઝવે ડૂબતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 થી વધુ ગામ થયા સંપર્ક વિહોણા થયા છે. ગોદાવાડી, ખંજરોલી, પીપર્યા, કોસાડી ગામનો સંપર્ક કપાયો છે. હરિપુરા આવવા માટે લોકો 20 કિ.મી.નો ચકરાવો ખાવા મજબૂર છે.
સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે. ઉકાઈ ડેમના 8 દરવાજા 4ફૂટ ખોલી 75508 ક્યુસેક પાણી ઉકાઈ ડેમ માંથી છોડાઇ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડતા માંડવી તાલુકા માં આવેલ કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફલૉ થયો છે. સુરત તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ, જ્યારે હાલ ડેમ 5 ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
આ પણ વાંચો :-