ભારતમાં હાલ મેઘરાજા હાલમાં મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે અને વધુમાં ગુજરાત માટે RED ALERT જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આવનારા દિવસોમાં મેઘરાજા આ વિસ્તારોમાં આગમન કરવાના છે. 25 ઓગસ્ટે ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે હવામાન વિભાગે RED ALERT જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદની તીવ્ર સંભાવના છે. આ સાથે, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યો અને કેરળ માટે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.
ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, અને બિહારમાં પણ ભારે વરસાદની સંભાવના છે. વધુમાં 27 તારીખના રોજ પણ મોસમના હાલ આ રીતે રહેશે. 27 ઓગસ્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો :-