Home Blog Page 668

બંગાળમાં ભાજપના નેતા ઉપર છ રાઉન્ડ ગોળીબાર, કાર પર બોમ્બ ફેંકાયો

0

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કઈ હદે કથળી છે તેનું તાદૃશ્ય ઉદાહરણ આજે જોવા મળ્યું. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે થયેલા જંગાલિયતભર્યા અત્યાચારના વિરોધમાં છેલ્લા 15 દિવસથી બંગાળમાં નાગરિકોનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે કેટલાક લોકોએ ભાજપના નેતા ઉપર ગોળીબાર કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં ભાજપ નેતાનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેયની કાર ઉપર ગુંડાઓએ છ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. ગોળીબાર થયો તે સમયે ભાજપ નેતા પાંડેય કારમાં હતા. મળતા અહેવાલ મુજબ આ ગોળીબારમાં પાંડેયના ડ્રાઈવરને પણ માથામાં ગોળી વાગી છે અને તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી પ્રવર્તી રહી હતી. ભાજપના કાર્યકરોએ હુગલી સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી હતી. પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં ભાજપના કાર્યકરોએ રસ્તા પર દેખાવો કર્યા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. માલદામાં રોડ બ્લોક કરવાને લઈને તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું.

આ પણ વાંચો :-

૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિક દ્રષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

‌મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી.તેમજ કોન્ટ્રાકટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ

શારિરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

‌સિંહઃ

રાજકીક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ, સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. કફ રહે. જળાશયો થી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ

ક‌વિત, સા‌હિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો ‌વિકસે. સ્ત્રી વર્ગથી લાભ મળે. માતા ‌પિતાની ત‌બિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી

તુલાઃ

વારેવારે ખોટુ લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આ‌‌ર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પ‌રિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધા‌ર્મિક આયોજન શક્ય બને. માતા-‌પિતાની ત‌બિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃ‌શ્ચિકઃ

જાણીતી વ્ય‌ક્તિ દ્વારા ‌વિશ્વાસધાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પ‌રિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા ઉત્સાહી, ‌વિષયી, આનંદ, હાજર જવાબી હો‌શિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધન સ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવુ જરૂરી

મકરઃ

‌દિવસ દરમ્યાન તામ‌સિક તથા આદ્યા‌ત્મિકનું ‌મિશ્ર ફળ અનુભવાશે પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પ‌રિવારમાં આનંદ આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પ‌રિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પ‌રિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક ‌વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ

‌મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ ‌મિલકતના રોકાણો થી લાભ. દેવુ કરવાથી દૂર રહેવું.

BCCI ના સચિવ જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ, 1 ડિસેમ્બરથી સંભાળશે ચાર્જ

0

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ બન્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. આઈસીસીના અધ્યક્ષ પદ માટે જય શાહ એક માત્ર અરજદાર હતા. આવી સ્થિતિમાં ચૂંટણી ન થઈ અને જય શાહ બિનહરીફ ચૂંટાયા. ઉલ્લેખનીય છે કે અરજી કરવાની છેલ્લી તારીખ મંગળવાર (27 ઓગસ્ટ) હતી.

ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે સતત બીજી વખત આ પદ સંભાળ્યું છે. પરંતુ તેણે તાજેતરમાં ત્રીજી ટર્મની રેસમાંથી પોતાને દૂર કરી લીધા છે. આવી સ્થિતિમાં, રમતની વૈશ્વિક સંચાલક મંડળ ICCમાં જય શાહનો ભાવિ દાવો ખૂબ જ મજબૂત માનવામાં આવતો હતો.

ICC ચેરમેન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પાત્ર છે અને ન્યુઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કર્યા છે. બાર્કલેને નવેમ્બર 2020 માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2022 માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.

ICCના નિયમો અનુસાર, અધ્યક્ષની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતોની સાદી બહુમતી (51%) જરૂરી છે. અગાઉ, અધ્યક્ષ બનવા માટે, વર્તમાનમાં બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી હતી. ICCએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘હાલના ડિરેક્ટરોએ હવે આગામી ચેરમેન માટે 27 ઓગસ્ટ 2024 સુધીમાં નોમિનેશન સબમિટ કરવાનું રહેશે અને જો એકથી વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી યોજાશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.

ભારે વરસાદને પગલે રાજકોટનો લોકમેળો કરાયો બંધ, ડિપોઝીટ રિફંડ કરાશે

0

છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદની સ્થિતિને કારણે શહેરમા જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમજ બે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજકોટમાં યોજાતો લોકમેળો આખરે રદ કરવામાં આવ્યો છે.

વરસાદ બન્યો વિલન: ભારે વરસાદ થતા મેળામાં ઘુંટણસમાં પાણી ભરાયા, સ્ટોલ માલીકોની દયનિય સ્થિતિ -lok mela Rajkot organized at racecourse ground closed due to heavy rain in Rajkot ...

રાજકોટમાં હાલ કલેકટરે મેળો કેન્સલ કરીને દરેક સ્ટોલ ધારકને અને રાઇડ્સના સંચાલકોને રકમ પરત કરવાની બાંયેધરી આપી છે. ધારા સભ્ય ઉદય કાનગડના દ્વારા બધા વતી રજુઆત કરતા કલેકટર એ મેળો બંધ કરી બધા સ્ટોલ ધારક અને ચકડોળ વાળા ને ભરેલી સંપૂર્ણ રકમ પરત કરી દેશે. આ નિર્ણયથી રાઇડ્સના સંચાલકો અને સ્ટોલ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજકોટમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તા જળમગ્ન થતાં કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. રાજકોટમાં રેલનગર અંડર બ્રિજોમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. અનેક સોસાયટીના આસપાસ પાણી ભરાતા સોસાયટીના રસ્તા પણ જળમગ્ન બન્યા છે. રેલનગર ,પોપટપરા રઘુનંદન સોસાયટી, કૃષ્ણનગર સહિતના વિસ્તારની સોસાયટીઓામાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં અનરાધાર વરસાદથી માધાપર ચોકડી પર કેડ સમા પાણી ભરાયા છે. અહીં રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ ઘુંટણસમા પાણી ભરાયા છે. અતિભારે વરસાદને પગલે મનપાએ ત્રણ બ્રિજ બંધ કર્યાં છે.

રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ન્યારી-2 ડેમની જળસપાટી વધતાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ન્યારીના દરવાજા ખોલાતા નદીના પટના વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. પડધરીના નીચાણવાળા ગામમાં ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપલેટાના મોજીરા નજીકનો મોજ ડેમ ઓવરફ્લો થતાં મોજ ડેમના 24 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યાં છે. ડેમના દરવાતા ખોલવા ઉપલેટા સહિતના મોજીરા, ગઢાળા ગામને કરાયા એલર્ટ કરવાાં આવ્યાં છે. ખાખી જાળીયા, સેવંત્રા, નવાપરા,કેરાળા ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. મોજ નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસનને સૂચના આપી છે.

આ પણ વાંચો :-

ડૉ.વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં PI ખાચરની અટકાયત, હાઇકોર્ટે રદ્દ કર્યા

0

ક્રાઈમ બ્રાંચ સંકુલમાં મહિલા ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન મારી આત્મહત્યાના કેસમાં બે મહિના પહેલા આરોપી પીઆઈ બી.કે. ખાચર પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસે આરોપી ખાચરની 8 કલાક સુધી પૂછપરછ કરી નિવેદન લીધા હતા. તેમજ મોબાઈલ, લેપટોપ સહિતના ડોક્યુમેન્ટ કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા હતાં. ગાયકવાડ હવેલી પોલીસે 8 દિવસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. હવે આ કેસમાં હાઈકોર્ટે જામીન ફગાવતાં તેમણે અરજી પરત ખેંચી હતી અને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.

મોટા સમાચાર : ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસમાં PI ખાચરની અટકાયત, હાઇકોર્ટે રદ્દ કર્યા આગોતરા જામીન

ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસના આરોપી ફરાર પીઆઈ બી.કે.ખાચર 15 જૂનના રોજ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PI બી.કે.ખાચર સામે 32 વર્ષીય યુવતી ડો.વૈશાલી જોશીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બી.કે.ખાચરે તેમની સામે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે સેશન્સ કોર્ટે અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી બીકે ખાચર સામે 14 માર્ચ, 2024 ના રોજ ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે 32 વર્ષીય ડોક્ટરને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગુન્હો IPC 306 અંતર્ગત નોંધાયો હતો. ત્યારબાદથી આ પોલીસ અધિકારી ફરાર હતા. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી દીધા બાદ. PI બી.કે.ખાચર આગોતરા જામીન અરજી લઈને હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે PI ને તપાસ અધિકારી સામે હાજર થવાનો હુકમ કરતાં તેઓ તપાસ અધિકારી સામે હાજર થયા હતા. કોર્ટે PI ને વચગાળાની રાહત આપતા ધરપકડ થઈ નહોતી. હવે આ કેસની આગળની સુનાવણીમાં પી,આઈ ખાચરે પોતાની અરજી પાછી ખેંચી છે. હાઈકોર્ટે તેમના આગોતરા જામીન ફગાવી દેતા પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. હાલમાં તેમના વધુમા નિવેદન લેવાનું શરૂ કરાયું છે.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ત્રીજી યાદી જાહેર કરી

0

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે વધુ બે યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 10 ઉમેદવારોના નામ છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 19 ઉમેદવારો મેદાનમાં છે.

Will BJP do a Gujarat in MP ahead of 2023 polls?

જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) તરફથી આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે. આ પહેલા એક ઈન્ટરવ્યુ આપતા અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે.

  • કંગન (ST): મિયાં મેહર અલી
  • ગાંદરબલ: ઓમર અબ્દુલ્લા
  • હઝરતબલ : સલમાન અલી સાગર
  • ખાનયાર: અલી મોહમ્મદ સાગર
  • હબ્બા કદલ: શમીમા ફિરદૌસ
  • લાલ ચોક: અહેસાન પરદેસી
  • ચનાપોરા: મુશ્તાક ગુરુ
  • જદીબલ: તનવીર સાદિક
  • ઈદગાહ: મુબારક ગુલ
  • ખાન સાહબ: સૈફ- ઉદ-દિન ભટ
  • ચાર-એ-શરીફ: અબ્દુલ રહીમ રાથેર
  • ચદૂરા: અલી મોહમ્મદ ડાર
  • ગુલાબ ઘર (ST): Er. ખુર્શીદ
  • કાલાકોટ/સુંદરબની: યશુ વર્ધન સિંહ
  • નૌશેરા: સુરિન્દર ચૌધરી
  • બુધલ (ST): જાવિદ ચૌધરી
  • પૂંચ હવેલી: એજાઝ અહેમદ જાન્યુ.
  • મેંઢર (ST): જાવિદ રાણા
  • કર્ણ: જાવિદ મિર્ચલ
  • ત્રેહગામ: મીર સૈફુલ્લાહ
  • કુપવાડા: નાસીર અસલમ વાની (સોગામી)
  • લોલાબ: કૈસર જમશીદ લોન
  • હંદવાડા: ચૌધરી મોહમ્મદ રમઝાન
  • સોપોર: ઇર્શાદ રસૂલ કાર
  • રફિયાબાદ: જાવિદ અહેમદ ડાર
  • ઉરી: શફી ડો. ઉરી
  • બારામુલા: જાવિદ હુસૈન બેગ
  • તંગમાર્ગ: ફારૂક અહેમદ શાહ
  • પટ્ટન: જાવિદ રિયાઝ બેદર
  • સોનાવરી: હિલાલ અકબર લોન
  • ગુરેઝ (ST): નઝીર અહેમદ ગુરેજી
  • જમ્મુ ઉત્તર: અજય કુમાર સધોત્રા

સોમવારે સવારે 10 વાગ્યે ભાજપે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પરંતુ બાદમાં આ યાદી પાછી ખેંચી લેવામાં આવી હતી. પછી તેને નવેસરથી બહાર પાડવામાં આવી. પરંતુ પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે એમ ત્રણ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાઈ હતી.

આ પણ વાંચો :-

અમેરિકા બાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ઘુમાવ્યો ફોન, યુદ્ધ અટકાવવા કટિબદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. આ સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર પણ વાતચીત થઈ હતી.

PM મોદી ત્રણ મહિના પછી ફરી રશિયાની મુલાકાત લેશે, ખુદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આપ્યું છે ખાસ આમંત્રણ - PM Modi will visit Russia again after three months, Russian ...

પીએમ મોદીએ યુક્રેન પ્રવાસેથી આવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ અંગે પોસ્ટ કરીને જણાવ્યું કે, તેમણે આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અને મારી હાલની યુક્રેનની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ. રશિયા યુક્રેન યુદ્ધના કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

આ પહેલા સોમવારે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે પણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી અને જો બાઈડેને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુદ્દે કંઈ કહેવામાં આવ્યું નથી. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં માત્ર રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

23 ઓગસ્ટના રોજ પીએમ મોદીની મુલાકાત રાજદ્વારી સંતુલન કાર્ય તરીકે જોવામાં આવી હતી કારણ કે ગયા મહિને રશિયામાં જઈને રાષ્ટ્રપતિ પુતિનને મળવાના તેમના પગલાની વૈશ્વિક સ્તરે ટીકા થઈ હતી અને પશ્ચિમી દેશોને તે પસંદ ન હતું. આ દરમિયાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ સાથે બેસીને આ યુદ્ધનો અંત લાવવો જોઈએ અને ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો :-

હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, પથ્થરમારો બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો

0

કોલકાતાની હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ‘નબન્ના અભિયાન’ વિરોધ હિંસક બન્યો હતો. વહીવટીતંત્ર પહેલાથી જ આંદોલનમાં હિંસાનો અંદાજ લગાવી રહ્યું હતું, તેથી 6000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આ પાછળ રાજકીય ષડયંત્ર હોવાના આક્ષેપો પણ કર્યા હતા.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓએ નબન્ના વિરોધ દરમિયાન બેરિકેડ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે.

Nabanna Protest: Violent demonstration by students on Howrah Bridge

જ્યારે પ્રદર્શનકારીઓ સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પોલીસ તેમને વોટર કેનનનો ઉપયોગ કરીને પાછળ ધકેલી રહી છે. આ સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. જેના પગલે વિદ્યાર્થીઓ આગળ જતાં રોકવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના આ પ્રદર્શનને રોકવા માટે કોલકાતા પોલીસે ઘણા રસ્તાઓ બંધ કરી દીધા છે. તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

મમતા બેનર્જી તેમના કાર્યાલયમાં હાજર હતા જ્યારે વિરોધીઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. હાવડા પોલીસે કહ્યું કે પહેલાથી જ અથડામણની શક્યતા હતી તેથી તોફાન વિરોધી વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ હાવડા બ્રિજ પર સૌથી પહેલા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી જ્યારે સંતરાગાછી પાસે પ્રદર્શનકારીઓ નિયંત્રણ બહાર જવા લાગ્યા તો ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. પોલીસનું કહેવું છે કે પશ્ચિમ બંગા વિદ્યાર્થી સમાજ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે.

મમતા સરકારે આ માર્ચને ગેરકાયદે ગણાવી હતી અને કહ્યું હતું કે ભાજપ સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે. નબન્ના પ્રચાર કૂચ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે 19 જગ્યાએ બેરિકેડ લગાવ્યા હતા. વિરોધીઓએ સચિવાલયની સામેના બેરિકેડ તોડી નાખ્યા હતા. આ પછી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ પણ કર્યો.

નબન્ના ભવનની આસપાસ 160 થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી નબન્ના ભવનમાં રહેશે. સીપી વિનીત ગોયલ પોલીસ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમમાંથી નિયંત્રણ કરશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન પહોંચી શકે છે.

આ પણ વાંચો :-

કંગના રનૌતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જાણો કોણે આપી ધમકી

ફિલ્મ ઇમર્જન્સી’ની રિલીઝ પહેલા કંગના રનૌતને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કંગનાને ધમકી આપતો સંભળાય છે. આવી સ્થિતિમાં કંગનાએ આ વિડીયોને તેની ઓફિશિયલ વેબસાઈટ પર ફરીથી શેર કર્યો છે અને હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબની પોલીસને ટેગ કર્યો છે.

Emergency:'ઇન્ડિયા ઇઝ ઇન્દિરા'નું ગૂઝબમ્પ્સ ટ્રેલર, કંગના રનૌતની 'ઇમર્જન્સી' રિલીઝ - SATYA DAY

જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ કંગનાને ચપ્પલ વડે મારવાની વાત કરી રહ્યો છે. તે કહે છે, ‘જો તમે આ ફિલ્મ (ઇમરજન્સી) રિલીઝ કરશો તો સરદારો તમને થપ્પડ મારશે. તમે લાફા ખાધા. મને મારા દેશમાં ખૂબ જ વિશ્વાસ છે, હું એક ગર્વ ભારતીય છું, અને જો હું તમને આપણા દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ક્યાંય પણ જોઉં, તો અમે અમારા હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ ભાઈઓ સાથે ચપ્પલથી તમારું સ્વાગત કરીશું.

વિડિયોના અંતમાં અન્ય વ્યક્તિ ચેતવણી આપે છે, “ઇતિહાસને બદલી શકાતો નથી. જો ફિલ્મમાં શીખોને આતંકવાદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે, તો યાદ રાખો કે તમે કોનું ચિત્રણ કરી રહ્યાં છો, તેમની સાથે શું થયું હતું તે ભૂલશો નહીં.” સિંઘ હતા, અમે જાણીએ છીએ કે કેવી રીતે અમારી તરફ આંગળી ચીંધવામાં આવે છે… જો આપણે આપણા માથાનું બલિદાન આપી શકીએ છીએ, તો આપણે એક માથું પણ લઈ શકીએ છીએ.” કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ અહીં જુઓ.

આ પણ વાંચો :-

ભારતે મહિલા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

0

ભારતે મહિલા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. 3 ખેલાડીઓને રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. હરમનપ્રીત સિવાય સ્મૃતિ મંધાના ટીમની બીજી અનુભવી ખેલાડી છે.

શ્રેયંકા પાટીલ અને વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જેઓ હજુ પોતાની ઈજામાંથી બહાર આવ્યા નથી. જો આ બંને ખેલાડીઓ ટૂર્નામેન્ટ શરૂ થાય ત્યાં સુધીમાં ફિટ થઈ જશે તો તેઓ ટીમમાં રહેશે. પસંદગી સમિતિએ 3 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખ્યા છે.

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાને ઓપનિંગ કરવાની જવાબદારી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માના હાથમાં રહેશે. આ સિવાય જેમિમાહ રોડ્રિગ્ઝ, કેપ્ટન હરમનપ્રીત કૌર અને અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મિડલ ઓર્ડરમાં ટીમની કમાન સંભાળતા જોવા મળશે. આ સિવાય યસ્તિકા ભાટિયા અને ડી. હેમલતામાંથી એકને મિડલ ઓર્ડરમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે.

વિકેટકીપર તરીકે રિચા ઘોષ ટીમની પહેલી પસંદગી છે, જે મેચ પૂરી કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. રિચા લાંબા શોટ મારવામાં માહેર છે. જ્યારે ટીમના પેસ આક્રમણની કમાન રેણુકા ઠાકુર અને પૂજા વસ્ત્રાકર સંભાળશે, જ્યારે શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રાધા યાદવ સ્પિન વિભાગ સંભાળતા જોવા મળશે.

મહિલા T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરના રોજ UAEમાં યોજાવાનો છે, જેમાં ભારતીય ટીમ 4 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે 6 ઓક્ટોબરે હાઈ-વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ 9 ઓક્ટોબરે શ્રીલંકા અને 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ 17 અને 18 ઓક્ટોબરે રમાશે. જ્યારે ફાઈનલ 20 ઓક્ટોબરે યોજાશે.

આ પણ વાંચો :-