જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે વધુ બે યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 10 ઉમેદવારોના નામ છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 19 ઉમેદવારો મેદાનમાં છે.
જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) તરફથી આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે. આ પહેલા એક ઈન્ટરવ્યુ આપતા અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે.
- કંગન (ST): મિયાં મેહર અલી
- ગાંદરબલ: ઓમર અબ્દુલ્લા
- હઝરતબલ : સલમાન અલી સાગર
- ખાનયાર: અલી મોહમ્મદ સાગર
- હબ્બા કદલ: શમીમા ફિરદૌસ
- લાલ ચોક: અહેસાન પરદેસી
- ચનાપોરા: મુશ્તાક ગુરુ
- જદીબલ: તનવીર સાદિક
- ઈદગાહ: મુબારક ગુલ
- ખાન સાહબ: સૈફ- ઉદ-દિન ભટ
- ચાર-એ-શરીફ: અબ્દુલ રહીમ રાથેર
- ચદૂરા: અલી મોહમ્મદ ડાર
- ગુલાબ ઘર (ST): Er. ખુર્શીદ
- કાલાકોટ/સુંદરબની: યશુ વર્ધન સિંહ
- નૌશેરા: સુરિન્દર ચૌધરી
- બુધલ (ST): જાવિદ ચૌધરી
- પૂંચ હવેલી: એજાઝ અહેમદ જાન્યુ.
- મેંઢર (ST): જાવિદ રાણા
- કર્ણ: જાવિદ મિર્ચલ
- ત્રેહગામ: મીર સૈફુલ્લાહ
- કુપવાડા: નાસીર અસલમ વાની (સોગામી)
- લોલાબ: કૈસર જમશીદ લોન
- હંદવાડા: ચૌધરી મોહમ્મદ રમઝાન
- સોપોર: ઇર્શાદ રસૂલ કાર
- રફિયાબાદ: જાવિદ અહેમદ ડાર
- ઉરી: શફી ડો. ઉરી
- બારામુલા: જાવિદ હુસૈન બેગ
- તંગમાર્ગ: ફારૂક અહેમદ શાહ
- પટ્ટન: જાવિદ રિયાઝ બેદર
- સોનાવરી: હિલાલ અકબર લોન
- ગુરેઝ (ST): નઝીર અહેમદ ગુરેજી
- જમ્મુ ઉત્તર: અજય કુમાર સધોત્રા
સોમવારે સવારે 10 વાગ્યે ભાજપે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પરંતુ બાદમાં આ યાદી પાછી ખેંચી લેવામાં આવી હતી. પછી તેને નવેસરથી બહાર પાડવામાં આવી. પરંતુ પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે એમ ત્રણ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાઈ હતી.
આ પણ વાંચો :-