ક્રાઈમ બ્રાંચ સંકુલમાં મહિલા ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન મારી આત્મહત્યાના કેસમાં બે મહિના પહેલા આરોપી પીઆઈ બી.કે. ખાચર પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસે આરોપી ખાચરની 8 કલાક સુધી પૂછપરછ કરી નિવેદન લીધા હતા. તેમજ મોબાઈલ, લેપટોપ સહિતના ડોક્યુમેન્ટ કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા હતાં. ગાયકવાડ હવેલી પોલીસે 8 દિવસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. હવે આ કેસમાં હાઈકોર્ટે જામીન ફગાવતાં તેમણે અરજી પરત ખેંચી હતી અને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.
ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસના આરોપી ફરાર પીઆઈ બી.કે.ખાચર 15 જૂનના રોજ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PI બી.કે.ખાચર સામે 32 વર્ષીય યુવતી ડો.વૈશાલી જોશીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બી.કે.ખાચરે તેમની સામે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે સેશન્સ કોર્ટે અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી બીકે ખાચર સામે 14 માર્ચ, 2024 ના રોજ ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે 32 વર્ષીય ડોક્ટરને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગુન્હો IPC 306 અંતર્ગત નોંધાયો હતો. ત્યારબાદથી આ પોલીસ અધિકારી ફરાર હતા. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી દીધા બાદ. PI બી.કે.ખાચર આગોતરા જામીન અરજી લઈને હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે PI ને તપાસ અધિકારી સામે હાજર થવાનો હુકમ કરતાં તેઓ તપાસ અધિકારી સામે હાજર થયા હતા. કોર્ટે PI ને વચગાળાની રાહત આપતા ધરપકડ થઈ નહોતી. હવે આ કેસની આગળની સુનાવણીમાં પી,આઈ ખાચરે પોતાની અરજી પાછી ખેંચી છે. હાઈકોર્ટે તેમના આગોતરા જામીન ફગાવી દેતા પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. હાલમાં તેમના વધુમા નિવેદન લેવાનું શરૂ કરાયું છે.
આ પણ વાંચો :-