Home Blog Page 665

દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટની 7 મોટી ભેટ, અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘આવક વધશે’

0

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં સાત મોટા નિર્ણયો લેવાયા છે. કેબિનેટે ખેડૂતો માટેની સાત યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેબિનેટે ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે સોમવારે સાત મોટા નિર્ણય લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર માટે સાત મોટા નિર્ણય લેવાયા છે, જે માટે લગભગ 14000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટની સાત મોટી ભેટ, અશ્વિની વૈષ્ણવે કહ્યું, 'આવક  વધશે' | Union Cabinet Farmer Benefit Decision Gujarat Scheme Digital  Agriculture Science Center - Gujarat Samachar

મોદી સરકારે ખેડૂતોને આ ભેટ આપી

  • તેમણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
  • કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે.
  • તેમણે કહ્યું કે, કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથે એક કાર્યક્રમને મંજૂરી આપી છે.
  • સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી.
  • કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે રૂ. 860 કરોડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણીને મંજૂરી આપી.

આ પણ વાંચો :-

મહિલા સાહિત્યકાર સંમેલન યોજાઇ

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત મહિલા સાહિત્યકાર સંમેલનનું આયોજન કરાશ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા વડતાલ અને અનુસ્નાતક સંસ્કૃતિ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમના સંયુક્ત ઉપક્રમે આજથી એટલે કે તા. 31 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર, 2024 એમ કુલ બે દિવસ મહિલા સાહિત્યકાર સંમેલન વડતાલ ખાતે યોજાયું છે. જેમાં કુલ ચાર સત્રમાં મહિલા સંબંધી વિભિન્ન મુદ્દાઓ પર વિષય નિષ્ણાતો પોતાના મંતવ્યો રજુ કરશે.

આ સંમેલનમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રાંતના મહામંત્રી ડો. ભરત ઠાકોર, સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ડો. મહેન્દ્ર નાઈ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદના અધ્યક્ષ એસ.કે ઉપાધ્યાય નિમંત્રક છે. જ્યારે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદના મહામંત્રી ડો. રાકેશ રાવત અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રિયાંક રાવલ સંમેલનના સંયોજક છે. સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ મહામંડલેશ્વર લક્ષ્મીકાંત ત્રિપાઠી છે.

આ ઉપરાંત પદ્મશ્રી ડો.વિદ્યાબિંદુ સિંઘ, પ્રો.નીલમ રાઠી, પ્રો. કુમુદ શર્મા, શ્રીધર પરાડકર, પ્રો. નિરંજન પટેલ, સ્વામીનારાયણ મંદિરના સંત પ્રતિનિધિ, ડો. કુસુમ કેડિયા, ડો. અનુ મહેતા અને ડો.રુપા ડાંગર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. ત્યારબાદ પ્રથમ સત્રમાં ડો. પવન કુમાર બાદલ અખિલ ભારતીય સાહિત્ય પરિષદની કામગીરી વિશે વિચારો વ્યક્ત કરનાર છે. બીજું સમાનાંતર સત્ર વક્તવ્ય અને પ્રશ્નોત્તરી વિષય પર કેન્દ્રિત છે. ત્રીજા સત્રમાં શોધપત્ર રજૂ થશે. ચોથું સત્ર સામુહિક સત્ર છે. જેમાં સ્ત્રીઓના વિભિન્ન રૂપોની સાહિત્ય સંદર્ભે ચર્ચા થશે. પાંચમું સત્ર સ્ત્રીઓ વિશેની ભારતીય અવધારણા અને સ્ત્રીના વિભિન્ન રુપો પર કેન્દ્રિત છે. જ્યારે અંતમાં સમાપન સત્ર યોજાશે.

આ પણ વાંચો :-

છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ

0

ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે જોકે, હવે ફરીથી મેઘરાજા પોતાના અસલી સ્વરૂપમા દેખાશે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, લ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં અઢી ઈંચ નોંધાયો છે. છોટા ઉદેપુર અને નસવાડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

Ambalal Patel Agahi: ગુજરાતમાં ચોમાસું પહોંચવાની તારીખ બદલાઈ, જાણો અંબાલાલની આગાહી - Gujarat Info Hub

આજે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાત તરફ વળ્યા છે. સવારથી જ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં ધબધબાટી બોલાવી રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી અને ડાંગ જિલ્લામાં નોંધાયો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

વરસાદ અંગે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યંત ભારે અતિ ભારે મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી છે. આજે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તાપી, નવસારી, ડાંગ, ભાવનગરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 2 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસે ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના જિલ્લામાં નોંધાયો હતો. વઘઈમાં પોણા છ ઈંચ, આહવામાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

અત્યારે ગુજરાતમાં વરસાદ થોડો ધીમો પડ્યો છે ત્યારે હવામાન વિભાગે આજના દિવસની આગાહી કરી છે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં ભારે વરસાદ પડશે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

RSS જાતિ ગણતરી માટે રાજી

0

RSSએ જાતિની વસ્તી ગણતરી અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. સંસ્થાએ સમાજની એકતા અને અખંડિતતા જાળવવા જાતિ ગણતરી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા માટે નવા પગલાં લેવાની વાત કરી છે. આરએસએસની તાજેતરની બેઠકમાં આ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

RSS પણ જાતિ આધારિત વસતી ગણતરી માટે તૈયાર, પરંતુ રાજકીય પક્ષોને આપી મહત્ત્વની સલાહ 1 - image

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિગત ગણતરીને એક સંવેદનશીલ મુદ્દો ગણાવતા કહ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરી સમાજની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. તમામ રાજકીય પક્ષોને સલાહ આપી કે જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ રાજકીય સત્તા પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં પરંતુ કલ્યાણકારી હેતુઓ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સંખ્યા ગણી શકાય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું, ‘જાતિની વસ્તી ગણતરી એક સંવેદનશીલ વિષય છે. તેનાથી સમાજની એકતા અને અખંડિતતા જોખમાય છે. આ અંગે પંચ પરિવર્તનમાં ચર્ચા કરવામાં આવી છે. અમે સામૂહિક સ્તરે સંવાદિતા પર કામ કરીશું. જાતિ આધારિત પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને રાષ્ટ્રીય એકીકરણ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ જાતિની વસ્તી ગણતરીનો ઉપયોગ પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં. પરંતુ કલ્યાણ હેતુ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સરકાર તેમની સંખ્યા ગણી શકે છે.

વધુમાં, RSSએ અહેવાલ આપ્યો કે ગયા વર્ષે તેઓએ દરેક રાજ્ય અને જિલ્લામાં 472 મહિલા પરિષદોનું આયોજન કર્યું હતું, જેમાં મહિલાઓના મુદ્દાઓ, પશ્ચિમી નારીવાદ અને ભારતીય વિચારની ચર્ચા કરવામાં આવી હતી. આરએસએસની બેઠકમાં બંગાળ, વાયનાડ અને તમિલનાડુમાં બનેલી ઘટનાઓ પર પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓના મુદ્દાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકારને આ અંગે પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી. અંતે, આરએસએસએ અહલ્યાબાઈની 300મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને સંગઠનના 100 વર્ષ પૂરા થવાને ચિહ્નિત કરવા પંચ પરિવર્તન હેઠળ સામાજિક પરિવર્તન માટે કામ કરવાનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો :-

અયોધ્યામાં 3 હાજર વિદેશી સહિત અઢી કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન

0

રામલલાના અભિષેક બાદથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ બમણી થઈ ગઈ છે. અયોધ્યામાં રામલલાના દરબારમાં દરરોજ ૭૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. એટલું જ નહીં છેલ્લા આઠ મહિનામાં ૨.૫ કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા છે. જેમાં VIP અને VVIP શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખથી વધુ છે.

૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ પછી પ્રાણ પ્રતિષ્ઠાના ચાર મહિનામાં ૧.૫ કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે. જો કે, પહેલાની સરખામણીમાં હવે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ ૧.૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દરબારમાં આવે છે. પરંતુ એપ્રિલથી આ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે હવે રામલલાના દરબારમાં દરરોજ ૭૦થી ૯૦ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘હાલમાં દરરોજ 70 હજારથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે.

રામ મંદિર સમાચાર ગુજરાતીમાં: Ayodhya Ram Mandir News, Ayodhya Ram Mandir Photos, અયોધ્યા રામમંદિરનું ઉદઘાટન, Ayodhya Ram Mandir Opening - News18 Gujarati

તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા આઠ મહિનામાં શ્રદ્ધાળુઓ માટે ઘણી સુવિધાઓ વધારવામાં આવી છે. આ સાથે સરળ દર્શન માટે ત્રણ પ્રકારના પાસ આપવામાં આવે છે. સુગમ દર્શન પાસ, સ્પેશિયલ પાસ સાથે આરતીમાં હાજરી આપવા માટે પાસ પણ બનાવવામાં આવે છે.’ જિલ્લા પ્રવાસન અધિકારી આરપી યાદવનું કહેવું છે કે, ‘આ વર્ષે અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓના ચોક્કસ આંકડા જાન્યુઆરીમાં પ્રાપ્ત થશે, પરંતુ છેલ્લા આઠ મહિનામાં 2.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા છે.’

શ્રી રામ મંદિરમાં રામલલાના અભિષેક બાદ લગભગ ત્રણ હજાર વિદેશી શ્રદ્ધાળુઓ દર્શન માટે અયોધ્યા પહોંચ્યા હતા. જેમાં અમેરિકા, બ્રિટન, નેપાળ, શ્રીલંકા અને અન્ય ઘણા દેશોના લોકો પણ આવે છે. આ સિવાય રાષ્ટ્રપતિ, વડાપ્રધાનના VVIP અને VIPના દર્શનનો આંકડો પાંચ લાખથી ઉપર છે. ઉલ્લેખનીય છે કે, આટલા ઓછા સમયમાં એક સ્થળે VIP દર્શન કર્યા હોવાનો આ રેકોર્ડ છે.

આ પણ વાંચો :-

સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ રજાનું આખુંય લિસ્ટ

0

ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે અને ત્રણ દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2024માં પણ ઘણા મોટા ફેરફારો જોવા મળશે. આ સાથે જ બેંકોમાં પણ બમ્પર રજાઓ રહેશે. જો તમારે આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ચાલો જાણીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બેંક હોલીડે લિસ્ટમાં ક્યા-ક્યા દિવસે બેંકોમાં રજા રહેશે.

What is Consumer Banking? Know Consumer Banking Skills, Career Path, Eligibility & Courses | Shiksha Online

પબ્લિક સેક્ટરની અને પ્રાઇવેટ સેક્ટરની બેંકો બંધ રહેશે. જેની સાથે આ મહિને દેશની બધી જ પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં બધા જ રવિવાર, બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. જોકે, હવે 4 સપ્ટેમ્બરને બુધવારની રજા પણ આ યાદીમાં સામેલ થઇ ગઈ છે. ત્યારે અહીં જાણીશું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેમ બુધવારની રજા આપી છે.

સપ્ટેમ્બરમાં ક્યારે-ક્યારે બંધ રહેશે બેંકો?
1 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
4 સપ્ટેમ્બર – તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા નિમિત્તે ગુવાહાટીમાં બેંક બંધ રહેશે
7 સપ્ટેમ્બર – ગણેશ ચુતર્થી તહેવાર નિમિત્તે મુંબઈ, નાગપુર, અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, હૈદારબાદ, પણજીમાં બેંકોમાં રજા રહેશે
8 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
14 સપ્ટેમ્બર – સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે દેશભરમાં બેંક બંધ રહેશે
15 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
16 સપ્ટેમ્બર – સોમવારે મિલાદ ઉન નબી / ઇદ એ મિલાદ / બારાવફાત છે. આ તારીખે અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, એઝવાલ, ચેન્નઇ, દેહરાદુન, હૈદારબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કોચી, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શ્રીનગર, તિરુવંતનપુરમ્માં બેંક હોલિડે છે.
17 સપ્ટેમ્બર – મંગળવારે ઈદ એ મિલાદ નિમિત્તે ગંગટોક અને રાયપુરમાં બેંક બંધ રહેશે
18 સપ્ટેમ્બર – બુધવારે પંગ લહબસોલ નિમિત્તે ગંગટોકમાં બેંકમાં રજા રહેશે.
20 સપ્ટેમ્બર – શુક્રવારે ઇદ એ મિલાદ ઉલ નબી નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
21 સપ્ટેમ્બર – શનિવારે નારાયણ ગુરુ સમાધી દિવસ નિમિત્તે કોચી અને તિરુવનંતરપુરમમાં બેંકમાં રજા રહેશે
22 સપ્ટેમ્બર – રવિવારે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
23 સપ્ટેમ્બર – સોમવારે મહારાજા હરિસિંહજી જન્મજયંતિ નિમિત્તે જમ્મુ કાશ્મીરમાં બેંક બંધ રહેશે
28 સપ્ટેમ્બર – સપ્ટેમ્બર મહિનાના ચોથા શનિવાર નિમિત્તે બેંકમાં રજા રહેશે
29 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે

બેંકોમાં જાહેર કરાયેલ રજાઓની યાદી RBIની વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે. સપ્ટેમ્બર મહિનાની આ 15 બેંકિંગ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોઈ શકે છે, કારણ કે આ રજાઓની સૂચિ વિવિધ રાજ્યોમાં થતી ઘટનાઓ અથવા તહેવારોના આધારે તૈયાર કરવામાં આવે છે.

બેંકિંગ રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય ઘટનાઓ પર પણ નિર્ભર કરે છે. તેનો અર્થ એ કે તેઓ રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોય છે. જોકે, બેંકની બ્રાન્ચ બંધ હોવા છતાં તમે તમારા ઘરેથી બેંકિંગ સંબંધિત કામ ઓનલાઈન કરી શકો છો. આ સુવિધા હંમેશા 24×7 કાર્યરત રહે છે. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જેવા કામો સરળતાથી પૂર્ણ કરી શકો છો.

આ પણ વાંચો :-

હવે લખનૌની યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાંથી એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો

0

દેશમાં આજે એક સાથે ત્રણ જગ્યાએથી મહિલાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. એક તરફ કોલકાતામાં એક સગીર કિશોરી સાથે દુષ્કર્મનો કિસ્સો બન્યા બાદ ત્યાં ભારે તંગદિલી છવાયેલી છે તો બીજી તરફ કોલકાતાની જ અન્ય એક હોસ્પિટલમાં દર્દીઓ પોતે નર્સ સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો કિસ્સો નોંધાયો છે. તો સાંજ પડતાં પડતાં લખનૌની ડૉ. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળ્યા છે. આ વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવતીના પિતા IPS ઓફિસર છે. તેણીની ઓળખ અનિકા રસ્તોગી તરીકે થઈ છે.

anika-rastogi-died-in-lucknow-hostel

મળતી માહિતી મુજબ યુવતી તેના હોસ્ટેલના રૂમમાં બંધ હતી. તે લાંબા સમય સુધી દરવાજો ખોલતો ન હતો. આવી સ્થિતિમાં રૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થિની રૂમની અંદર બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

વિદ્યાર્થિનીના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ જ કારણ જાણી શકાશે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોલેજ પ્રશાસન કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અહેવાલ મુજબ IPS સંતોષ રસ્તોગીની પુત્રી અનિકા રસ્તોગીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અનિકા લોહિયા નેશનલ લૉ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષની વિદ્યાર્થી હતી.

આ પણ વાંચો :-

કન્નૌજના ચર્ચિત રેપ કેસમાં નવાબ સિંહ યાદવના DNA સેમ્પલ મેચ થયા

0

કન્નૌજમાં સપા નેતા અને પૂર્વ બ્લોક ચીફ નવાબ સિંહ યાદવના DNAએ સેમ્પલ સગીર રેપ પીડિતા સાથે મેચ થયા છે. આ સાથે પીડિતા પર બળાત્કારની પુષ્ટિ થઈ છે. ફોરેન્સિક ટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, સપા નેતાની 11 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, 11મી ઓગસ્ટની રાત્રે પૂર્વ બ્લોક ચીફ નવાબ સિંહ યાદવે કન્નૌજમાં એક સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પીડિતાએ 112 નંબર ડાયલ કરીને પોલીસને ફોન કરીને મામલાની જાણકારી આપી હતી, ત્યારબાદ 112 અને કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પીડિતાની કાકી પણ ત્યાં હાજર હતી, જેથી પોલીસે કાકીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી.

પીડિતાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો હતો અને પીડિતાને તેના પરિવારના સભ્યોની સંમતિથી તબીબી સારવાર આપવામાં આવી હતી. તબીબી તપાસ બાદ બળાત્કારની પુષ્ટિ થઈ હતી. આ પછી પોલીસે કલમો ઉમેરી આરોપીઓની ધરપકડ કરી હતી. આ બળાત્કાર કેસનો બીજા આરોપી પીડિતાની કાકી છે, જે લખનૌથી નવાબ સિંહ યાદવને તેની કોલેજમાં સગીરા સાથે પહોંચી હતી. ઘટના સમયે તે રૂમની બહાર હાજર હતી. પીડિતાએ તેને ફોન પણ કર્યો હતો, પરંતુ તેણે કોઈ મદદ કરી ન હતી. પોલીસે નવાબ સિંહ અને પીડિતાની કાકી બંનેની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન બળાત્કાર પીડિતાની કાકીએ પોલીસને જણાવ્યું હતું કે તે નવાબ સિંહને લગભગ 5-6 વર્ષથી ઓળખતી હતી. તે પણ બહાર આવ્યું છે કે તેણીએ નવાબ સિંહ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, તેણે પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાની કાકીએ કહ્યું હતું કે નવાબ સિંહને ફસાવવામાં આવી રહ્યો છે અને તેની પાછળ સપાના કેટલાક નેતાઓનો હાથ છે.

આ પણ વાંચો :-

બિહારમાં કેન્દ્રિય મંત્રીની કાર પર ટ્રાન્સપોર્ટ વિભાગે દંડ ફટકાર્યો

0

બિહારમાં બનેલી એક ઘટનાએ દેશભરમાં ચર્ચા ઉભી કરી છે. મળેલી માહિતી મુજબ બિહારના એલજેપીઆરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની કારનું ઓટોમેટિક ચલણ જારી કરવામાં આવ્યું છે. રાજધાની પટનાથી લઈને દિલ્હી સુધી ચિરાગ પાસવાનના ઈ-ફાઈનની ચર્ચા થઈ રહી છે. ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં ચિરાગ પાસવાનની કારના અધૂરા દસ્તાવેજો કેદ થઈ ગયા અને પછી આપોઆપ ચલણ જારી થઈ ગયું હતું.

Chirag Paswan News: बिहार में चिराग पासवान पर परिवहन विभाग ने लगाया जुर्माना, जानें कितना भरना होगा चालान…

બિહારમાં પરિવહન વિભાગે ટ્રાફિક નિયમો અને દંડ લાગુ કરવા માટે 8 ઓગસ્ટથી ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે, જેમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓનું ઓટોમેટિક ચલણ કાપવામાં આવશે. આ નવી સિસ્ટમમાં, બિહારના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લેટેસ્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, આ કેમેરા દ્વારા ગાડીની નંબર પ્લેટની તસવીરો લે છે અને તેના પરથી ગાડીના ઇન્સ્યોરન્સ, પીયુસી, ઓવર સ્પીડીંગ કરી રહી હતી કે નહિ તેવી માહિતી આપતું ચલન વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવે છે.

જો કે, બિહારના નેશનલ હાઈવે પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના વાહનનું ઓટોમેટિક ચલણ શા માટે બહાર પાડવામાં આવ્યું તેનું કારણ બહાર આવ્યું નથી. જો કે, હવે બિહારમાં ચાલતા વાહનો માટે પરમીટ પેપર્સ, ઇન્સ્યોરન્સ અને પ્રદૂષણના દસ્તાવેજો રાખવા અથવા અપડેટ કરવા જરૂરી બની ગયા છે. અન્યથા બિહારના તમામ ટોલ પ્લાઝા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો પકડાઈ જશે, તો ઓટોમેટિક ચલણ કાપીને તમારા મોબાઈલ પર મોકલવામાં આવશે અને રજિસ્ટર્ડ નંબર પર મેસેજ પણ પહોંચી જશે.

બિહારમાં આ નવી વ્યવસ્થા શરૂ થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ હાજીપુરથી ચંપારણ જતી વખતે ફસાઈ ગયા હતા અને નેશનલ હાઈવે પર ઓવર સ્પીડીંગ કરતા પકડાઈ ગયા હતા અને ડિપાર્ટમેન્ટે ચિરાગ પાસવાનને તેના મોબાઈલ પર ઓવરસ્પીડનું ચલણ મોકલી આપ્યું હતું. જેથી તેમને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો :-

AAP MLA અમાનતુલ્લા ખાનના ઘરે EDના દરોડા, ભારે પોલીસ ફોર્સ તૈનાત

0

દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટક્યાં બાદ આખરે તેમની ધરપકડ કરી લીધી છે. દિલ્હી વક્ફ બોર્ડમાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ તેમના ઘરે પહોંચી હતી. જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નહોતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.

Politics: ED's major action in waqf scam, arrest of AAP MLA Amanatullah Khan

અમાનતુલ્લા ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, ‘EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે પહોંચ્યા છે. તાનાશાહના આદેશ પર વહેલી સવારે તેની કઠપૂતળી ED મારા ઘરે પહોંચી ગઈ છે. સરમુખત્યાર મને અને AAPના નેતાઓને હેરાન કરવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે? આખરે આ તાનાશાહી ક્યાં સુધી ચાલશે?”

AAP નેતા મનીષ સિસોદિયાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે અને ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ED માટે આ જ કામ બાકી છે. ભાજપ વિરૂદ્ધ ઉઠેલા દરેક અવાજને દબાવી દો. તેને તોડી નાખો. જેઓ ભાંગી પડયા નથી અને દબાયેલા નથી, તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દો.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, ‘EDની ક્રૂરતા તો જુઓ. અમાનતુલ્લા ખાન પહેલા EDની તપાસમાં જોડાયા, તેમણે વધુ સમય માંગ્યો, કારણ કે તેમની સાસુને કેન્સર છે, તેમણે ઓપરેશન કરાવ્યું, અને હવે દરોડો પાડવા માટે વહેલી સવારે ઘરે પહોંચ્યા. અમાનતુલ્લા વિરુદ્ધ કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની તાનાશાહી અને EDની ગુંડાગીરી બંને યથાવત છે.

આ પણ વાંચો :-