ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે જોકે, હવે ફરીથી મેઘરાજા પોતાના અસલી સ્વરૂપમા દેખાશે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, લ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં અઢી ઈંચ નોંધાયો છે. છોટા ઉદેપુર અને નસવાડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાત તરફ વળ્યા છે. સવારથી જ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં ધબધબાટી બોલાવી રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી અને ડાંગ જિલ્લામાં નોંધાયો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
વરસાદ અંગે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યંત ભારે અતિ ભારે મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી છે. આજે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તાપી, નવસારી, ડાંગ, ભાવનગરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 2 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસે ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના જિલ્લામાં નોંધાયો હતો. વઘઈમાં પોણા છ ઈંચ, આહવામાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
અત્યારે ગુજરાતમાં વરસાદ થોડો ધીમો પડ્યો છે ત્યારે હવામાન વિભાગે આજના દિવસની આગાહી કરી છે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં ભારે વરસાદ પડશે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-