મહિલા સાહિત્યકાર સંમેલન યોજાઇ

Share this story

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત મહિલા સાહિત્યકાર સંમેલનનું આયોજન કરાશ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા વડતાલ અને અનુસ્નાતક સંસ્કૃતિ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમના સંયુક્ત ઉપક્રમે આજથી એટલે કે તા. 31 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર, 2024 એમ કુલ બે દિવસ મહિલા સાહિત્યકાર સંમેલન વડતાલ ખાતે યોજાયું છે. જેમાં કુલ ચાર સત્રમાં મહિલા સંબંધી વિભિન્ન મુદ્દાઓ પર વિષય નિષ્ણાતો પોતાના મંતવ્યો રજુ કરશે.

આ સંમેલનમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રાંતના મહામંત્રી ડો. ભરત ઠાકોર, સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ડો. મહેન્દ્ર નાઈ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદના અધ્યક્ષ એસ.કે ઉપાધ્યાય નિમંત્રક છે. જ્યારે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદના મહામંત્રી ડો. રાકેશ રાવત અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રિયાંક રાવલ સંમેલનના સંયોજક છે. સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ મહામંડલેશ્વર લક્ષ્મીકાંત ત્રિપાઠી છે.

આ ઉપરાંત પદ્મશ્રી ડો.વિદ્યાબિંદુ સિંઘ, પ્રો.નીલમ રાઠી, પ્રો. કુમુદ શર્મા, શ્રીધર પરાડકર, પ્રો. નિરંજન પટેલ, સ્વામીનારાયણ મંદિરના સંત પ્રતિનિધિ, ડો. કુસુમ કેડિયા, ડો. અનુ મહેતા અને ડો.રુપા ડાંગર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. ત્યારબાદ પ્રથમ સત્રમાં ડો. પવન કુમાર બાદલ અખિલ ભારતીય સાહિત્ય પરિષદની કામગીરી વિશે વિચારો વ્યક્ત કરનાર છે. બીજું સમાનાંતર સત્ર વક્તવ્ય અને પ્રશ્નોત્તરી વિષય પર કેન્દ્રિત છે. ત્રીજા સત્રમાં શોધપત્ર રજૂ થશે. ચોથું સત્ર સામુહિક સત્ર છે. જેમાં સ્ત્રીઓના વિભિન્ન રૂપોની સાહિત્ય સંદર્ભે ચર્ચા થશે. પાંચમું સત્ર સ્ત્રીઓ વિશેની ભારતીય અવધારણા અને સ્ત્રીના વિભિન્ન રુપો પર કેન્દ્રિત છે. જ્યારે અંતમાં સમાપન સત્ર યોજાશે.

આ પણ વાંચો :-