બિહારમાં બનેલી એક ઘટનાએ દેશભરમાં ચર્ચા ઉભી કરી છે. મળેલી માહિતી મુજબ બિહારના એલજેપીઆરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની કારનું ઓટોમેટિક ચલણ જારી કરવામાં આવ્યું છે. રાજધાની પટનાથી લઈને દિલ્હી સુધી ચિરાગ પાસવાનના ઈ-ફાઈનની ચર્ચા થઈ રહી છે. ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં ચિરાગ પાસવાનની કારના અધૂરા દસ્તાવેજો કેદ થઈ ગયા અને પછી આપોઆપ ચલણ જારી થઈ ગયું હતું.
બિહારમાં પરિવહન વિભાગે ટ્રાફિક નિયમો અને દંડ લાગુ કરવા માટે 8 ઓગસ્ટથી ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે, જેમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓનું ઓટોમેટિક ચલણ કાપવામાં આવશે. આ નવી સિસ્ટમમાં, બિહારના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લેટેસ્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, આ કેમેરા દ્વારા ગાડીની નંબર પ્લેટની તસવીરો લે છે અને તેના પરથી ગાડીના ઇન્સ્યોરન્સ, પીયુસી, ઓવર સ્પીડીંગ કરી રહી હતી કે નહિ તેવી માહિતી આપતું ચલન વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવે છે.
જો કે, બિહારના નેશનલ હાઈવે પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના વાહનનું ઓટોમેટિક ચલણ શા માટે બહાર પાડવામાં આવ્યું તેનું કારણ બહાર આવ્યું નથી. જો કે, હવે બિહારમાં ચાલતા વાહનો માટે પરમીટ પેપર્સ, ઇન્સ્યોરન્સ અને પ્રદૂષણના દસ્તાવેજો રાખવા અથવા અપડેટ કરવા જરૂરી બની ગયા છે. અન્યથા બિહારના તમામ ટોલ પ્લાઝા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો પકડાઈ જશે, તો ઓટોમેટિક ચલણ કાપીને તમારા મોબાઈલ પર મોકલવામાં આવશે અને રજિસ્ટર્ડ નંબર પર મેસેજ પણ પહોંચી જશે.
બિહારમાં આ નવી વ્યવસ્થા શરૂ થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ હાજીપુરથી ચંપારણ જતી વખતે ફસાઈ ગયા હતા અને નેશનલ હાઈવે પર ઓવર સ્પીડીંગ કરતા પકડાઈ ગયા હતા અને ડિપાર્ટમેન્ટે ચિરાગ પાસવાનને તેના મોબાઈલ પર ઓવરસ્પીડનું ચલણ મોકલી આપ્યું હતું. જેથી તેમને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ પણ વાંચો :-