કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં સાત મોટા નિર્ણયો લેવાયા છે. કેબિનેટે ખેડૂતો માટેની સાત યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેબિનેટે ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે સોમવારે સાત મોટા નિર્ણય લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર માટે સાત મોટા નિર્ણય લેવાયા છે, જે માટે લગભગ 14000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
મોદી સરકારે ખેડૂતોને આ ભેટ આપી
- તેમણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે.
- તેમણે કહ્યું કે, કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથે એક કાર્યક્રમને મંજૂરી આપી છે.
- સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી.
- કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે રૂ. 860 કરોડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણીને મંજૂરી આપી.
આ પણ વાંચો :-