Home Blog Page 652

મહારાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ, વિપક્ષે ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા

0

મહારાષ્ટ્રમાં હવે થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોની તૈયારીઓ અને બેઠકો પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન હવે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોસ્ટર વોર શરૂ થઈ છે. મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપને ભારતીય જનતાના ખિસ્સાકાતરુ એટલે કે જનતાને લૂંટનારી પાર્ટી તરીકે વર્ણવવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 100 થી વધુ પ્રચાર સભાઓ અને રોડ શો કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ આ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વિનંતી કરી હતી, જેને ગડકરીએ સ્વીકારી લીધી છે. ગડકરીએ કહ્યું છે કે ભાજપને ચૂંટણીમાં સફળતા મળશે.

ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને ભાજપ, શિવસેના અને એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અમિત શાહ પાસેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની માંગણી કરી હતી. જો કે હવે અજિત પવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અજિત પવારે એ વાતને પણ નકારી કાઢી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની 25 વિધાનસભા બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશમાં આર્મી ઓફિસરોની મારપીટ, મહિલા મિત્ર પર સામૂહિક બળાત્કાર

0

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે પિકનિક મનાવવા ગયેલા બે યુવાન આર્મી જવાનો અને તેમની બે મહિલા મિત્રો પર બદમાશો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી એક મહિલા સાથે ગેંગરેપ કર્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આર્મીના જવાનો સાથે થયેલી આ ઘટનાથી દરેક લોકો હેરાન રહી ગયા છે. પોલીસે આ સમગ્ર મામલે કેસ નોંધી લીધો છે અને બદમાશોની તલાશ શરૂ કરી દીધી છે.

Night trip gone wrong two Army officers assaulted and their female friend gangraped in Madhya Pradesh

ગ્રામીણ એસપી હિતિક વસલેએ જણાવ્યું કે, યુપીથી બે સૈન્ય અધિકારીઓ મહુની ઈન્ફન્ટ્રી સ્કૂલમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા. બંને પોતાની ગર્લફ્રેન્ડ સાથે નાઈટ વોક માટે નીકળ્યા હતા. બદમાશોએ તેમને ઈન્દોરથી લગભગ 50 કિલોમીટર દૂર ઐતિહાસિક જામ ગેટ પાસે બંધક બનાવી લીધા હતા. પીડિતાનો દાવો છે કે બદમાશો એ બંદૂકની અણી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. સેનાના અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે.

પોલીસે જણાવ્યું કે, મંગળવારે મોડા રાત્રે લગભગ 2:00 વાગ્યે કેટલાક અજાણ્યા લોક મહૂ-મંડલેશ્વર માર્ગ પર સ્થિત પિકનિક સ્પોટ પર પહોંચ્યા. તેમણે કારમાં બેસેલા એક જવાન અને મહિલાઓને માર મારવાનું શરૂ કરી દીધું. બીજો જવાન કારથી થોડે દૂર હતો તેમણે કોઈક રીતે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની જાણ કરી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસને જોઈને બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા.

આ દરમિયાન બંધક બનાવાયેલી મહિલા પર પણ સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપી જંગલ તરફ નાસી ગયો હતો. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને જંગલમાંથી બે આરોપીઓને ઝડપી લીધા હતા. અન્ય આરોપીઓની પણ શોધ ચાલી રહી છે. સવારે, પીડિતાનું મેડિકલ ચેકઅપ સિવિલ હોસ્પિટલ, મહુમાં કરવામાં આવ્યું હતું. બડગોંડા પોલીસ સ્ટેશનમાં કલમ 70 (સામુહિક બળાત્કાર), 310-2 (લૂંટ), 308-2 (ખંડણીની માંગણી) અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ઠેર-ઠેર તોડફોડ બાદ આગચંપી

0

સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કર્ણાટકના મંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારા બાદ શહેરની શાંતી ભંગ થઇ છે. બે જૂથો વચ્ચે લડાઇ બાદ શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, જો કે, વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ બનેલી છે.

Karnataka Violence

જાણકારી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. ઘટના એવી છે કે, બદરીકોપ્પલુ ગામના યુવકો ગણેશ વિસર્જન માટે સરઘસ નીકાળી રહ્યા હતા. આ સરઘસ જ્યારે એક મસ્જિદ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મસ્જિદ પાસેથી અચાનક કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારો થયા બાદ પરિસ્થિતિ ધીમે-ધીમે વણસવા લાગી હતી અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જે પછી તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી હતી. જો કે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના દળોને બોલાવવામાં આવ્યા છે.

ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારાની ઘટના બાદ લોકોના એક જૂથે પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. દરમિયાન જિલ્લામાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે. જો કે, હજુ પણ વિસ્તારમાં તણાવની સ્થિતિ બનેલી છે.

આ પણ વાંચો :-

“રાહુલ ગાંધીના હાલ તેમની દાદી જેવા જ થશે”, શીખ નેતાએ આપી ધમકી

0

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા શીખોને લઈને કરવામાં આવેલા નિવેદનોને લઈને હોબાળો વધી રહ્યો છે. રાહુલ ગાંધીએ ભારતમાં શીખોને ધાર્મિક સ્વતંત્રતા ન હોવાનો આરોપ લગાવ્યા બાદ ભાજપના શીખ નેતાઓએ દિલ્હીમાં વિરોધ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રાહુલ ગાંધીના પૂર્વ PM ઈન્દિરા ગાંધી જેવા હાલ થશે તેવી ધમકી આપી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ પોતાના ‘X’ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પગલાં લેવા જણાવ્યું છે. કોંગ્રેસે લખ્યું, “દિલ્હી બીજેપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય, તરવિંદર સિંહ મારવાહએ આજે ​​વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું, રાહુલ ગાંધી સુધરી જા નહીં તો ભવિષ્યમાં તારી સ્થિતિ પણ તારા દાદી જેવી જ થશે. આ બીજેપી નેતા ખુલ્લેઆમ દેશના પ્રતિપક્ષ નેતાને હત્યાની ધમકી આપી રહ્યોં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, પોતાની પાર્ટીમાં આ નેતાની ધમકી પર તમે ચૂપ ન રહી શકો. આ ખૂબ જ ગંભીર મામલો છે. તમારી પાર્ટીની નફરતની ફેક્ટરીનું આ પ્રોડક્ટ છે. તેના પર કાર્યવાહી કરવી જ જોઈએ.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં? શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે? આ એક છે. માત્ર શીખોની જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકોની ચિંતા.” તમને જણાવી દઈએ કે તરવિંદર સિંહ મારવાહ બે વર્ષ પહેલા સુધી કોંગ્રેસમાં હતા. જુલાઈ 2022 માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો :-

શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું! યુપીમાં મોટો અકસ્માત

0

કોલકાતાથી અમૃતસર જઈ રહેલી દુર્ગિયાના એક્સપ્રેસ (12357) યુપીના હરદોઈમાં OHE વાયર સાથે અથડાયા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બુધવારે બની હતી. સવારે પાંચ વાગ્યે ઉમરાલી સ્ટેશનથી આગળ પસાર થતી વખતે તે ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી, જ્યારે ધડાકા સાથે લાઈનમાં ખામી સર્જાઈ હતી, ત્યારે પાયલટે ટ્રેનને રોકી હતી. અને ઉમરાતલી અને દેલનગર સ્ટેશનને જાણ કરી.. માહિતી મળતાની સાથે જ લખનૌથી આવતી તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી.. લગભગ છ કલાક પછી દુર્ગિયાના એક્સપ્રેસને ડીઝલ એન્જિન સાથે રવાના કરવામાં આવી હતી.

શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરાવવાનું કાવતરું, UPના હરદોઈમાં મોટો અકસ્માત - News Capital

આ સમગ્ર ઘટના બુધવારે બની હતી. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી. પાયલોટે ટ્રેન રોકીને ઉમરાલી અને દેલનગર સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ લખનૌથી આવતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. લગભગ છ કલાક બાદ ડીઝલ એન્જિનથી દુર્ગિયાના એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજધાની અને વંદે ભારતને અલગ-અલગ રૂટ પર મોકલવામાં આવ્યા હતા. આ સાથે લગભગ બે ડઝન ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા.

હવે આ સમગ્ર મામલામાં રેલવે તરફથી કોઈ ઊંડું કાવતરું હોવાના સંકેત મળી રહ્યા છે. રેલવેને શંકા છે કે યુપીના હરદોઈમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી તે ઈલેક્ટ્રિક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. રેલવે આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર બુધવારે કોલકાતાથી અમૃતસર જતી દુર્ગાનિયા એક્સપ્રેસ ટ્રેન જે રીતે ઇલેક્ટ્રિક પોલના કેબલ સાથે અથડાઈ તે સામાન્ય રીતે બનતું નથી. તે ટેક્નિકલ ખામી કરતાં કોઈની છેડછાડ જેવી લાગે છે. કારણ કે થોડા સમય પહેલા અન્ય ટ્રેનો પણ ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે સ્થિતિ સામાન્ય હતી. હાલમાં રેલવે આ મામલાની તમામ એંગલથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું 1 કિલો M.D. ડ્રગ્સ, કિંમત ચોંકાવનારી!

0

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ઈકો કારનાં ટાયર અને અન્ય સામાનની આડમાં લાવવામાં આવતો 1 કરોડથી વધુની કિંમતનો 1 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે બે આરોપીની અટકાયત પણ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ડ્રગ્સનો જથ્થો જયપુર અને રતલામ રૂટથી લાવવામાં આવતો હતો. આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

No chitthi, only merit

રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે રાજ્ય સરકારે પોલીસ વિભાગને ઝડપી અને આકરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આ ઝુંબેશ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરોડોની કિંમતનો ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ મુજબ, એક ઇકો કારમાં ટાયર અને અન્ય સામાનની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.

ગુજરાતમાં કંઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લેતી હોય છે. આવી જ એક ઘટના આજે બની છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા,આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે, કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે, તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવરો તે જોવું રહ્યું

આ પણ વાંચો :-

PM મોદીએ CJI ચંદ્રચુડના નિવાસસ્થાને ગણપતિ પૂજામાં ભાગ લીધો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં PM મોદીએ ડી.વાય.ચંદ્રચુડ અને તેમના પરિવાર સાથે ઘરે આયોજિત ગણેશ પૂજામાં ભાગ લીધો હતો અને આરતી પણ કરી હતી અને દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

PM Modi Visit CJI's House

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં જ CJIના આવાસ પર પહોંચી ગણેશ પૂજામાં ભાગ લીધો હતો. આ સિવાય ઘણા વકીલોએ પણ આ મુલાકાત પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે, ભાજપે તેને માત્ર પૂજામાં હાજરી સુધી જ સીમિત ગણાવી છે.
વડાપ્રધાન મોદીએ આ સાથે જોડાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે, ‘CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા. ભગવાન શ્રી ગણેશ આપણા બધાને સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય આપે.

PM મોદીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને પૂજામાં હાજરી આપવાની પણ માહિતી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, CJI ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા હતા. ભગવાન ગણેશ આપણને બધાને સુખ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય આપે.

આ પણ વાંચો :-

શેરબજાર રેડ ઝોનમાં બંધ, Sensex 600 પોઈન્ટ ઘટ્યો

0

આજે બુધવારે શરૂઆતી કારોબારમાં ઉછાળા બાદ શેરબજાર બંધ થવા સુધી તૂટ્યું હતું. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 611 પોઈન્ટ ઘટીને 81,523 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 50 ઇન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 163 પોઇન્ટ ઘટીને 24,950.75ના સ્તરે બંધ થયો હતો. બંધ થતાં નિફ્ટી બેન્ક 156 પોઈન્ટ અને મિડકેપ નિફ્ટી 67 પોઈન્ટ તૂટ્યા હતા. ટાટા ગ્રૂપના અગ્રણી શેર ટાટા મોટર્સના શેરમાં 5.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને શેર દીઠ રૂ. 976.30 પર બંધ થયો.

ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 70,106ની સપાટીએ જ્યારે નિફ્ટી 21,021ની સપાટી પર ખુલ્યો

BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 9 શેરો વધ્યા હતા, બાકીના 21 શેરોમાં સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સ, NTPC, SBI, અદાણી પોર્ટ અને અન્ય શેરોમાં લગભગ 2 ટકા હતો. એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ 2.18 ટકા વધીને રૂ. 3366 પ્રતિ શેર બંધ રહ્યો હતો. આ પછી બજાજ ફાઇનાન્સ અને સન ફાર્માના શેરમાં તેજી જોવા મળી હતી.

ટાટા મોટર્સ સિવાય સૌથી વધુ ઘટતો સ્ટોક ઓઈલ ઈન્ડિયાનો હતો, જે 4.47 ટકા ઘટીને રૂ. 581.70 પર બંધ રહ્યો હતો. આ પછી ONGCના શેર 3.48 ટકા, IOCL 3.31 ટકા, L&T ફાઇનાન્સ 3.17 ટકા, HFCL 4.68 ટકા, વેલસ્પન લિવિંગ 4.37 ટકા, આરતી ઇન્ડસ્ટ્રીઝ 4.22 ટકા, ટાટા કેમિકલ 37 ટકા ઘટીને બંધ થયા છે.

બુધવારે સવારે, સેન્સેક્સ 81,928.12 પર ખુલ્યો હતો, જ્યારે તેનું દિવસનું ઉચ્ચ સ્તર 82,134.95 પોઈન્ટ અને નીચું સ્તર 81,423.14 પોઈન્ટ હતું. જોકે, ટ્રેડિંગ બંધ થતાં સેન્સેક્સ 398 પોઈન્ટ ઘટીને 81,523.16 પર બંધ થયો હતો. નિફ્ટી વિશે વાત કરીએ તો, આજે તે 25,034 પર ખૂલ્યો હતો અને 25,113.70ની દિવસની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો, જ્યારે દિવસની નીચી સપાટી 24,885.15 હતી, પરંતુ ટ્રેડિંગ બંધ થતાં, નિફ્ટી 90 પોઇન્ટ ઘટીને 24,950 પર બંધ થયો હતો.

આ પણ વાંચો :-

શિમલામાં લાઠીચાર્જ, વોટર કેનનનો ઉપયોગ… અચાનક હિંદુઓમાં ઉગ્ર ગુસ્સાનું કારણ શું?

0

શિમલાના સંજૌલી વિસ્તારની મસ્જિદમાં ગેરકાયદે બાંધકામના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 14 વર્ષ જૂનો આ વિવાદ તાજેતરમાં વધુ તીવ્ર બન્યો છે. બુધવારે હિન્દુ સમુદાયના હજારો લોકોએ પ્રદર્શન કર્યું, જે દરમિયાન તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. પથ્થરમારો, લાઠીચાર્જ અને પાણીની તોપોના કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો.

14 વર્ષથી વિવાદ,અચાનક કેમ ભડક્યાં હિન્દુ સમાજના લોકો? જાણો શિમલામાં હોબાળાનું કારણ 1 - image

મસ્જિદના કથિત ગેરકાયદેસર નિર્માણને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા હિંદુ સંગઠન હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા છે અને મસ્જિદની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બુધવારે હિન્દુ સમુદાયના હજારો લોકો બેરિકેડ તોડીને મસ્જિદ પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન લાઠીચાર્જ, પથ્થરમારો અને વોટર કેનનનો ઉપયોગથી તમામ વિસ્તાર યુદ્વના મેદાનમાં પરિવર્તિતિ થઇ ગયો હતો.

સંજૌલીની આ વિવાદિત મસ્જિદનો કેસ 2010થી મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. ખાસ વાત એ છે કે ત્યારપછી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સરકારો હતી, પરંતુ કોઈપણ સરકારના કાર્યકાળમાં આ અંગે ગંભીરતા દેખાઈ નથી. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓની પણ બેદરકારી માનવામાં આવી રહી છે. વાસ્તવમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ચારથી પાંચ માળ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન પર એવો પણ આરોપ છે કે ગેરકાયદેસર બાંધકામને કારણે વીજળી અને પાણીનું કનેક્શન કેમ કાપવામાં આવ્યું નથી.

મસ્જિદ સમિતિના ભૂતપૂર્વ વડાએ કોર્ટને જણાવ્યું કે, વર્ષ 2012 સુધી મસ્જિદ બે માળની હતી. આ પછી અહીં ગેરકાયદે બાંધકામ થયું. નવાઈની વાત એ પણ છે કે મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો ત્યારે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે થયું. મસ્જિદના સ્થાનને લઈને પણ વિવાદ છે. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. જો કે વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે મસ્જિદ તેમની જમીન પર બનાવવામાં આવી હતી. જોકે, આ કેસની સુનાવણી 5 ઓક્ટોબરે કોર્ટમાં થશે.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ગઈ કાલે બે કલાકમાં સાંબેલાધાર 6 ઇંચ સાથે કુલ દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજા મન મૂકીને વરસતાં સ્થાનિક રહીશોની હાલત કફોડી થઈ ગઈ હતી અને જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં 88 તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૧૪ તાલુકામાં એક ઇંચથી દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને પગલે ઉમરપાડા તાલુકો લથબથ થયો હતો. તાલુકામાંથી વહેતી મોહન નદી, મહુવન અને વીરા નદીમાં પાણી આવતાં અનેક લો-લેવલ બ્રિજ પરથી ધસમસતાં પાણી વહેતાં થયાં હતાં. બ્રિજ પરથી તેમ જ અનેક માર્ગો પર નદીનાં પાણી ફરી વળતાં સલામતી માટે રસ્તાઓ બંધ કરાયા હતા અને કેટલાક લો-લેવલ બ્રિજ પાસે જવાનો તહેનાત કરાયા હતા.

MP Me Barish: छाने लगे बादल, प्रदेश के कई जिलों में बारिश के आसार

ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉમરગોટથી સેલમ્બાના લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તા બ્લોક થતાં જનજીવન પર માઠી અસર થઇ છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-