અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ઈકો કારનાં ટાયર અને અન્ય સામાનની આડમાં લાવવામાં આવતો 1 કરોડથી વધુની કિંમતનો 1 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે બે આરોપીની અટકાયત પણ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ડ્રગ્સનો જથ્થો જયપુર અને રતલામ રૂટથી લાવવામાં આવતો હતો. આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે રાજ્ય સરકારે પોલીસ વિભાગને ઝડપી અને આકરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આ ઝુંબેશ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરોડોની કિંમતનો ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ મુજબ, એક ઇકો કારમાં ટાયર અને અન્ય સામાનની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.
ગુજરાતમાં કંઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લેતી હોય છે. આવી જ એક ઘટના આજે બની છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા,આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે, કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે, તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવરો તે જોવું રહ્યું
આ પણ વાંચો :-