શિમલાના સંજૌલી વિસ્તારની મસ્જિદમાં ગેરકાયદે બાંધકામના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 14 વર્ષ જૂનો આ વિવાદ તાજેતરમાં વધુ તીવ્ર બન્યો છે. બુધવારે હિન્દુ સમુદાયના હજારો લોકોએ પ્રદર્શન કર્યું, જે દરમિયાન તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. પથ્થરમારો, લાઠીચાર્જ અને પાણીની તોપોના કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો.
મસ્જિદના કથિત ગેરકાયદેસર નિર્માણને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા હિંદુ સંગઠન હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા છે અને મસ્જિદની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બુધવારે હિન્દુ સમુદાયના હજારો લોકો બેરિકેડ તોડીને મસ્જિદ પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન લાઠીચાર્જ, પથ્થરમારો અને વોટર કેનનનો ઉપયોગથી તમામ વિસ્તાર યુદ્વના મેદાનમાં પરિવર્તિતિ થઇ ગયો હતો.
સંજૌલીની આ વિવાદિત મસ્જિદનો કેસ 2010થી મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. ખાસ વાત એ છે કે ત્યારપછી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સરકારો હતી, પરંતુ કોઈપણ સરકારના કાર્યકાળમાં આ અંગે ગંભીરતા દેખાઈ નથી. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓની પણ બેદરકારી માનવામાં આવી રહી છે. વાસ્તવમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ચારથી પાંચ માળ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન પર એવો પણ આરોપ છે કે ગેરકાયદેસર બાંધકામને કારણે વીજળી અને પાણીનું કનેક્શન કેમ કાપવામાં આવ્યું નથી.
મસ્જિદ સમિતિના ભૂતપૂર્વ વડાએ કોર્ટને જણાવ્યું કે, વર્ષ 2012 સુધી મસ્જિદ બે માળની હતી. આ પછી અહીં ગેરકાયદે બાંધકામ થયું. નવાઈની વાત એ પણ છે કે મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો ત્યારે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે થયું. મસ્જિદના સ્થાનને લઈને પણ વિવાદ છે. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. જો કે વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે મસ્જિદ તેમની જમીન પર બનાવવામાં આવી હતી. જોકે, આ કેસની સુનાવણી 5 ઓક્ટોબરે કોર્ટમાં થશે.
આ પણ વાંચો :-