મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે પિકનિક મનાવવા ગયેલા બે યુવાન આર્મી જવાનો અને તેમની બે મહિલા મિત્રો પર બદમાશો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી એક મહિલા સાથે ગેંગરેપ કર્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આર્મીના જવાનો સાથે થયેલી આ ઘટનાથી દરેક લોકો હેરાન રહી ગયા છે. પોલીસે આ સમગ્ર મામલે કેસ નોંધી લીધો છે અને બદમાશોની તલાશ શરૂ કરી દીધી છે.
ગ્રામીણ એસપી હિતિક વસલેએ જણાવ્યું કે, યુપીથી બે સૈન્ય અધિકારીઓ મહુની ઈન્ફન્ટ્રી સ્કૂલમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા. બંને પોતાની ગર્લફ્રેન્ડ સાથે નાઈટ વોક માટે નીકળ્યા હતા. બદમાશોએ તેમને ઈન્દોરથી લગભગ 50 કિલોમીટર દૂર ઐતિહાસિક જામ ગેટ પાસે બંધક બનાવી લીધા હતા. પીડિતાનો દાવો છે કે બદમાશો એ બંદૂકની અણી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. સેનાના અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે.
પોલીસે જણાવ્યું કે, મંગળવારે મોડા રાત્રે લગભગ 2:00 વાગ્યે કેટલાક અજાણ્યા લોક મહૂ-મંડલેશ્વર માર્ગ પર સ્થિત પિકનિક સ્પોટ પર પહોંચ્યા. તેમણે કારમાં બેસેલા એક જવાન અને મહિલાઓને માર મારવાનું શરૂ કરી દીધું. બીજો જવાન કારથી થોડે દૂર હતો તેમણે કોઈક રીતે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની જાણ કરી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસને જોઈને બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા.
આ દરમિયાન બંધક બનાવાયેલી મહિલા પર પણ સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપી જંગલ તરફ નાસી ગયો હતો. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને જંગલમાંથી બે આરોપીઓને ઝડપી લીધા હતા. અન્ય આરોપીઓની પણ શોધ ચાલી રહી છે. સવારે, પીડિતાનું મેડિકલ ચેકઅપ સિવિલ હોસ્પિટલ, મહુમાં કરવામાં આવ્યું હતું. બડગોંડા પોલીસ સ્ટેશનમાં કલમ 70 (સામુહિક બળાત્કાર), 310-2 (લૂંટ), 308-2 (ખંડણીની માંગણી) અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-