Home Blog Page 586

નવી સરકાર બને એ પહેલાં મહાયુતિ સામે પડકાર, મરાઠા આંદોલનકારીની મોટી જાહેરાત

0

મહારાષ્ટ્રમાં હાલ સરકારની રચના મુદ્દે રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ નથી. બીજી તરફ મરાઠા અનામત મામલે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યું છે. જેથી નવી સરકાર સત્તામાં આવ્યા બાદ આ પડકારનો સામનો કરવો પડી શકે છે.

ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. પરંતુ સત્તાધારી પક્ષની પ્રચંડ જીત બાદ ફરીથી આંદોલન છેડાઈ શકે તેવા અહેવાલો મળ્યા છે. મરાઠા અનામતની માગ કરતાં મનોજ જારાંગે પાટિલે નવેસરથી આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે નિવેદન આપ્યું હતું કે, તે હવે સામૂહિક ધોરણે ભૂખ હડતાળ કરશે.

જાલના પોતાના ગામ અતંરવાલીમાં મનોજ જારાંગે પાટિલે જાહેરાત કરી છે કે, બીડ જિલ્લામાં આ ભૂખ હડતાળનું આયોજન થશે. મનોજ પાટિલે સમર્થકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, હવે ચૂંટણી પૂર્ણ થઈ છે. આપણે વિચારવું જોઈએ કે, આપણા સમાજ અને બાળકોનું ભવિષ્ય શું છે? આથી આપણે હવે ફરી અનામતની માગ કરવી જોઈએ. તમામ મરાઠાઓએ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારવું જોઈએ. તમામે એકજૂટ થઈ આમરણ ઉપવાસની તૈયારી કરો. નવી સરકારની રચના બાદ સામૂહિક ભૂખ હડતાળની જાહેરાત કરીશ અને તેની તારીખ પણ જણાવીશ.

ચૂંટણી પરિણામો અંગે મનોડ જરાંગે પાટિલે કહ્યું કે, મેં પહેલાં પણ કહ્યું હતું કે, તમે જેને મત આપવા માગતા હોવ તેને આપો. પરંતુ મારો સમાજ મારી સાથે છે. મેં મારી ભૂમિકામાં કોઈ ફેરફાર કર્યો નથી. આપણે ધ્યાન રાખવુ પડશે કે, મરાઠાઓને ખોટા વચનો આપવામાં ન આવે. સત્તામાં ભલે તેઓ પરત ફર્યા છે, પરંતુ અમે ફરી ભૂખ હડતાળ કરીશું. સરકાર પાસે જેટલી તાકાત છે, તે તેનો ઉપયોગ કરી મરાઠા સમાજ માટે કામ કરે.

આ પણ વાંચો :-

લોથલમાં હડપ્પા સંશોધન દરમિયાન 1 મહિલા અધિકારીનું મોત

0

ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારીઓ સેમ્પલ મેળવી રહ્યાં હતાં ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં. જેમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

આ દુર્ઘટનામાં 23 વર્ષીય સુરભી વર્માનું મોત નીપજ્યું છે. જ્યારે 45 વર્ષીય યામા દીક્ષિત જે જીઓલોજિસ્ટ છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી ત્યારે આ દર્દનાક ઘટના બની છે.

લોથલમાં 2 મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરી હતી. મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગઇ હતી તે ખાડો 15 ફૂટ ઉંડો હતો. અચાનક જ ખાડાની માટીની ભેખડ ધસી જતાં બંને મહિલા અધિકારી દટાયા હતા. ઘટનામાં 1 મહિલા અધિકારીનું મોત થયું છે જ્યારે અન્ય અધિકારીને બચાવવાની કામગિરી શરુ કરાઇ હતી. જીવિત મહિલા માટી અંદર દબાયા હોવાથી એમ્બ્યુલન્સ, ફાયર ટીમ અને પોલીસ ટીમ સહિતની ટીમો મહિલાની બચાવ કામગીરી કરવા કામે લાગી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા અને મૃતક મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.

આ પણ વાંચો :-

ભાજપની ઓફર પર એકનાથ શિંદેની નવી ડિમાન્ડ, જાણો શું કહ્યું ?

0

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ હવે મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને મતભેદો સામે આવ્યા છે. ચૂંટણી પરિણામોના 4 દિવસ બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને મોટો પ્રશ્ન છે. સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદેએ ભાજપની ઓફર પર નવો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં શિવસેનાએ 2 નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાની માગ કરી છે. એવામાં હવે સવાલ એ છે કે ભાજપે 2 ઓફર આપ્યા બાદ મુખ્યમંત્રીએ પલટવાર કરતા 2 નવી શરતો મૂકી દીધી. હવે બોલ ફરી એકવાર ભાજપના પક્ષમાં છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચેની ખેંચતાણ હવે કોઈથી છુપાયેલી નથી. રાજ્યની સાથે કેન્દ્રમાં મોદી સરકારના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના નફા-નુકસાનની ગણતરી કરી રહી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી પદ જાળવી રાખવા બદલ ભાજપે શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલય આપવા અને કેન્દ્રમાં મંત્રી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

ભાજપના મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસ ગત સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યાં હતા. હવે એવી શક્યતા છે કે નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીની માંગ ફગાવી દીધી છે. શિંદે ડેપ્યુટી CM માટે નવું નામ આપશે.શુક્રવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જેપી નડ્ડા નીરિક્ષક તરીકે મુંબઇ જશે.

સૂત્રો અનુસાર, શિવસેના પોતાના ધારાસભ્યોને સાધવા માટે એકનાથ શિંદેને રાજ્યના નેતૃત્ત્વમાં બનાવી રાખવા માંગે છે. શિંદેને કેન્દ્રમાં મોકલવાથી શિવસેનાને નુકસાન થઇ શકે છે માટે સંભાવના છે કે શિંદે રાજ્ય સરકારમાં પણ સામેલ રહે. આ સિવાય એક ફોર્મૂલા એવી પણ ચર્ચામાં છે કે શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને રાજ્યમાં તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. હવે જોવું રસપ્રદ રહેશે કે ભાજપ અને મહાયુતિ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરે છે અને કોણ મુખ્યમંત્રી બને છે તેના પર તમામની નજર છે.

આ પણ વાંચો :-

સુરતમાં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત

0

સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર ગટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગટરની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યાં હતાં. જેથી એક ગંભીર ઘટના સર્જાઈ હતી. જેમાં રમતાં બાળકો પર ગટરના ઢાંકણું પડતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.

સુરતના ડિંડોલીના ચેતન નગર વિસ્તારમાં ચોમાસું પુરૂ થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામગીરી દરમિયાન ગટર ઢાંકણા ખુલ્લાઓ રાખવામાં આવ્યા હતા અને પાલિકાની આ લાલયાવાડીએ બાળકીનો ભોગ લીધો છે. બે બહેનો રમી રહી હતી ત્યારે રમતાં રમતાં બે બહેનો પર ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની બાળકી બચી ગઇ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રીને માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નિપજ્યું હતું.

નજીકમાંથી એક વ્યક્તિ પણ આ બાળકીઓની મદદ માટે દોડી આવતા તેના પગમાં પણ ઈજા થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો બાળકીને તાત્કાલિક પરિવારને જાણકારી આપી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ઘટના સંદર્ભે ડીંડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા

આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્યો હતો.

અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોંકુ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી.

લકઝરી બસ હાઇવેની બાજુમાં પાણીના નિકાલની કોતરમાં ધસી ગઇ હતી અને આ અકસ્માતમાં બસના કેબિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર તમામ મુસાફરો બસમાં દબાઇ ગયા હતા જેને પગલે ક્રેનની મદદથી મુસાફરોનું રેસ્ક્યુ કરાયુ હતું. અને ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. જેમાં 15થી 20 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશના કન્નૌજ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માત, 5 ડોક્ટરના મોત

0

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર એક ગંભીર દુર્ઘટના ઘટી હતી, જેમાં સૈફઈ મેડિકલ કોલેજના 5 ડોક્ટરના મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ ડોક્ટરોની કાર અચાનક ડિવાઈડર તોડી સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવિંગ દરમિયાન નિદ્રાની સ્થિતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ડોક્ટરોની ઓળખ અનિરુદ્ધ વર્મા, સંતોષ મૌર્ય, અરુણ લાલ, નરદેવ ગંગવાર અને અન્ય એક વ્યક્તિ તરીકે થઈ છે. તેઓ મેડિકલ પ્રોફેશનલ્સ હતા અને આગ્રા, બરેલી, કન્નૌજ, અને ભદોહી વિસ્તારોના રહેવાસી હતા. આ સાથે ગંભીર રીતે ઘાયલ થયેલા જયવીર સિંહને તાત્કાલિક સારવાર માટે સૈફઈ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર આ અકસ્માત આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. બધા ડૉક્ટરો પોતાની કારમાં લખનઉથી આગરા તરફથી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર પૂરપાટ ઝડપે. ડિવાઈડર સાથે ભટકાઈને રોંગ સાઈડમાં જતી રહી હતી. જેના કારણે સામેથી આવતા ટ્રક સાથે ભયંકર ટક્કર થઇ ગઇ હતી. આ દુર્ઘટના બુધવારે વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યાના સુમારે થઇ હતી. મૃતકોમાં સામેલ લોકો સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના ડૉક્ટર છે જે તમામ પીજી સ્ટુડન્ટ્સ હતા. આ ઉપરાંત એક અન્ય ઘાયલ છે.

આ પણ વાંચો :-

પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી, શું જુનું પાન કાર્ડ અમાન્ય થઇ જશે? જાણો તમામ ડિટેલ્સ

0

પાન કાર્ડ વિશે કેન્દ્ર સરકારે મોટી નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ PAN કાર્ડને વ્યવસાયો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર સ્ત્રોત તરીકે બનાવવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ હવે ક્યુઆર કોડ વાળા પાન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરશે.

PAN 2.0 એ પરમિનન્ટ એકાઉન્ટ નંબર સિસ્ટમનું વ્યાપક અપગ્રેડેશન છે. જે કરદાતાઓને સીમલેસ, ડિજિટલ અનુભવ પ્રદાન કરતાં કામગીરીને સરળ બનાવે છે. આ સિસ્ટમ પાન સંબંધિત તમામ સેવાઓ અને સરકારી કામકાજ માટે સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ તૈયાર કરશે. જેમાં યુઝરનો ડેટા સુરક્ષિત રાખવા માટે સાયબર સિક્યુરિટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

PAN 2.0 યોજના હેઠળ તમામ સરકારી ડિજિટલ એજન્સીઓ માટે પાન કાર્ડને કોમન બિઝનેસ આઈડેન્ટિફાયર બનશે. પાન કાર્ડમાં ક્યુઆર કોડ આપવામાં આશે. જેથી કરદાતાઓની વિગતોનું ઝડપી અને સુરક્ષિત વેરિફિકેશન થઈ શકશે. કરદાતાઓના ડેટાને સુરક્ષા પ્રદાન કરતાં સાયબર સિક્યુરિટીને મજબૂત બનાવવામાં આવી છે. સંપૂર્ણપણે પેપરલેસ સિસ્ટમ હોવાથી પર્યાવરણ અને ખર્ચમાં બચત કરશે.

આ પણ વાંચો :-

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં લાગી આગ, અનેક દસ્તાવેજો સહિત કોમ્પ્યુટર બળીને ખાખ

0

ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નઉમ્બર 1માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બ્લોક નઉમ્બર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે.

આજે સવારના જૂના સચિવાલયમાં બ્લોક નંબર 1 બિલ્ડીંગમાંથી ધુમાડા બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.બ્લોક નંબર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આવેલી છે. આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ અંગે મહાનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર ગૌતમભાઈએ જણાવ્યું કે, આજે સવારે દસ વાગ્યાના અરસામાં બચુભાઈ ઠાકોર નામના વ્યક્તિએ જીવરાજ મહેતા ભવન જુના સચિવાલયનાં બ્લોક નંબર – 1 ના ત્રીજા માળે આગ લાગી હોવાની જાણ કરી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.

આ પણ વાંચો :-

પદયાત્રા દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર ફેંકાયો મોબાઈલ, જાણો શું બોલ્યા બાબા?

0

પદયાત્રા દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર અને કથાકાર આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર કોઈએ મોબાઈલ ફોન ફેંક્યો હતો. આ દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુ એકતા યાત્રા કાઢી રહ્યા છે અને આ દરમિયાન જ્યારે તેમની યાત્રા ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચી તો કોઈએ બાબાના ચહેરા પર મોબાઈલ ફોન ફેંક્યો, જે તેમના ગાલ પર વાગી ગયો. બાબાની સાથે આવેલા લોકોએ મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે કોઈએ તેમને મોબાઈલ ફોન ફેંકીને માર્યો હતો. ફૂલોની સાથે મોબાઈલ ફોન બાબા તરફ ફેંકી દીધો હતો.

આ ઘટનાને લઈને બાબાએ જણાવ્યું કે, “કોઈએ ફૂલો સાથેનો મોબાઈલ ફોન અમારી દિશામાં ફેંક્યો હતો, અને અમને તે મળી ગયો છે.” ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે, જ્યાં બાગેશ્વર ધામથી ઓરછા સુધી આ પદયાત્રાને લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે અને માર્ગમાં તેમના સ્વાગત માટે ફૂલહાર કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા દરમિયાન એકતા અને સનાતન ધર્મની મજબૂતીના સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે.

આ યાત્રા 21 નવેમ્બરે શરૂ થઈ હતી, જેમાં બોલિવુડ અભિનેતા સંજય દત્ત અને ધ ગ્રેટ ખલી પણ જોડાયા છે. આ સાથે બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, બીજેપી ધારાસભ્ય રાજેશ્વર શર્મા અને કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહ સહિત અનેક રાજકીય નેતાઓએ પણ યાત્રાને સમર્થન આપ્યું છે. યાત્રા શરૂ કરતા સમયે ધીન્દ્રે શાસ્ત્રીએ કહ્યું હતું કે, “જાતિવાદની જાળમાંથી બહાર આવવું પડશે.” તેમણે હિન્દુ એકતા માટે સૂત્ર આપ્યું – “જાત-પાતની કરો વિદાઇ, આપણે સૌ હિન્દુ ભાઈ-ભાઈ.” યાત્રાના મુખ્ય હેતુમાં સનાતન ધર્મ મજબૂત કરવો અને લોકોમાં ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો :-

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસે ફરાર 5 આરોપીની કરી ધરપકડ

0

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દર્દીના મોતનો મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આ ઘટનાના આરોપીઓમાંથી 5 આરોપીને પોલીસ ઝડપી પાડ્યા હતા. જેમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ ખેડાના ફાર્મ હાઉસમાંથી ઝડપાયા હતા. જ્યારે રાહુલ જૈનને રાજસ્થાનના ફાર્મ હાઉસમાંથી ઝડપવામાં આવ્યો હતો.

જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ‘ખ્યાતિકાંડ’ ના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે.

પોલીસથી બચવા આરોપીએ દ્રશ્યમ ફિલ્મ જેવી ટેક્નિક વાપરી હતી. જેમાં આરોપીઓએ મોબાઈલ બીજા લોકેશનમાં મોકલી આપ્યા હતા. જેથી પોલીસ લોકેશન મેળવી શકે નહીં. ત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જોકે ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, રાજેશ્રી કોઠારી અને ડૉ સંજય પટોલીયા હજુ ફરાર છે.

આ પણ વાંચો :-