ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસે ફરાર 5 આરોપીની કરી ધરપકડ

Share this story

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દર્દીના મોતનો મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આ ઘટનાના આરોપીઓમાંથી 5 આરોપીને પોલીસ ઝડપી પાડ્યા હતા. જેમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ ખેડાના ફાર્મ હાઉસમાંથી ઝડપાયા હતા. જ્યારે રાહુલ જૈનને રાજસ્થાનના ફાર્મ હાઉસમાંથી ઝડપવામાં આવ્યો હતો.

જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ‘ખ્યાતિકાંડ’ ના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે.

પોલીસથી બચવા આરોપીએ દ્રશ્યમ ફિલ્મ જેવી ટેક્નિક વાપરી હતી. જેમાં આરોપીઓએ મોબાઈલ બીજા લોકેશનમાં મોકલી આપ્યા હતા. જેથી પોલીસ લોકેશન મેળવી શકે નહીં. ત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જોકે ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, રાજેશ્રી કોઠારી અને ડૉ સંજય પટોલીયા હજુ ફરાર છે.

આ પણ વાંચો :-