Home Blog Page 579

પશ્ચિમ બંગાળમાં દેશી બોમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ થયો, ત્રણ લોકોના મોત

0

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયાના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે બોમ્બ વિસ્ફોટ થયો અને 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જેમાં મળતી માહિતી અનુસાર જિલેના ખેરતલામાં રહેતા મામુન મુલ્લાના ઘરે રવિવારે મોડી રાત્રે ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકોના નામ મામુન મુલ્લા, સાકીરુલ સરકાર અને મુસ્તાકિન શેખ છે. આ પૈકી મુસ્તાકિન શીખનું ઘર મહતાબ કોલોની વિસ્તારમાં છે. ખયરતલા વિસ્તારમાં મામુન મુલ્લા અને સબીરુલ સરકારનું ઘર છે. તેઓ રાત્રિના અંધારામાં ઘરની અંદર બોમ્બ બનાવતા હતા.

આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે બોમ્બ શા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા? પોલીસને આ કેસમાં આતંકવાદી જોડાણની પણ શંકા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અમદાવાદમાં 13 ડિગ્રી, જાણો આજે ક્યાં કેટલું તાપમાન

0

ગુજરાતમાં ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઠંડીએ ફૂલ સ્પીડ પકડી છે. રાજ્યમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચવા આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી પડવાથી લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.

અમદાવાદ શહેરમાં તાપમાન 13.2 ડિગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ડીસામાં 12.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાતા શિયાળાની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 4.7 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. શુક્રવારના રોજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું જે આજે ઘટીને 13.2 ડિગ્રી થઈ ગયું છે. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

રાજ્યના તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જેમાં બે દિવસ પહેલા જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જોકે ફરી બે દિવસથી રાજ્યના તમામ શહેરમાં અચાનક અને ખૂબ ઝડપથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે.

ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો ત્યારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં હજી પણ વધારે હાડ થીજવતી ઠંડી પડશે.

આ પણ વાંચો :-

શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત, સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા

0

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81709 સામે 100 પોઇન્ટના ઘટાડે સોમવારે 81602 ખૂલ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા 24677 બંધ સામે આજે 24633 ખુલ્યો છે. બેંક શેરમાં વેચવાલીનું દબાણ રહેતા બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 130 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 70 પોઇન્ટ ડાઉન હતો. આ સપ્તાહે બજારની નજર નવેમ્બર મહિનાના સિયામ ઓટો સેલ્સ ડેટા, IIP અને ફુગાવાના આંકડા પર રહેશે.

Share Market Big Correction : દિવાળી પછીના ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે કારણ - Gujarati News | Share Market Big ...

જેમાં શરૂઆતના કારોબારમાં હિન્દુસ્તાન યુનિલિવર 3.66 ટકા, ટાટા કન્ઝ્યુમર 3.20 ટકા , બ્રિટાનિયા 2.10 ટકા , નેસ્લે 1.98 ટકા અને ટ્રેન્ડ લગભગ એક ટકા ઘટ્યો જે નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં છે. જ્યારે એલ એન્ડ ટી, એસબીઆઇ એચડીએફસી લાઇફ અને કોટક બેંક નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં છે. નિફ્ટી હાલમાં 33 પોઈન્ટ ઘટીને 24644 પર છે અને સેન્સેક્સ 173 પોઈન્ટ ઘટીને 81536 પર ટ્રેડ થઇ રહ્યો છે.

એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેર્સનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.2 ટકા ઘટ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.5 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.4 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.6 ટકા ઘટ્યો હતો. જ્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોસ્ડેકમાં 2.9 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો :-

દિલ્હીની 40 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

0

દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીઓની સંખ્યા ઘટી રહી નથી. આજે ફરી એકવાર 40 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પશ્ચિમ વિહારના ડીપીએસ અને જીડી ગોએન્કા સ્કૂલ મેનેજમેન્ટને બોમ્બની ધમકી મળી છે. વહેલી સવારે મળેલી ધમકીઓથી શાળા પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. કારણ કે બાળકો શાળાએ પહોંચવા લાગ્યા હતા. હાલમાં બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર તૈનાત હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

અહેવાલો અનુસાર, ફાયર વિભાગ તથા પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી ગઈ છે અને પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટકની કોઈ પુષ્ટિ મળી નથી. આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે જે ઈમેલ મોકલનારાએ 30 હજાર ડોલરની માંગ પણ કરી હતી.

દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે. તામિલનાડુની એક CRPF શાળાને 21મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યારબાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી. જો કે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.

આ પણ વાંચો :-

જૂનાગઢ માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત, સાત લોકોના મોત

0

આજે સોમવારના સવારમાં જૂનાગઢમાં ભારે અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અકસ્માતના પગલે આગ લાગતા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે જૂનાગઢમાં માળિયા હાટીનામાં જૂનાગઢ-વેળાવળ હાઈવે ઉપર આવેલા ભુંડરી ગામ પાસે બે કાર સામે સામે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કારની ટક્કરથી કારમાં આગ લાગી હતી જેના પગલે કારમાં રહેલો બોટલ બ્લાસ્ટ થયો હતો. આ ઉપરાંત આગના કારણે બાજુમાં રહેલું ઝુંપડું પણ સળગી ગયું હતું.

જૂનાગઢ અકસ્માત અંગે ડીવાયસેપી દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતી સેલેરીયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોના મોત થયા છે. હાલ સાતેય મૃતદેહો માળીયાની સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :-

હવે અયોધ્યામાં હેલિકોપ્ટરથી કરી શકાશે દર્શન, જાણી લો કેટલું હશે ભાડું

0

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં તમે થોડા પૈસા ચૂકવીને હેલિકોપ્ટરમાં રામ મંદિરના દર્શન કરી શકશો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરી શકે છે.

Ram Mandir - Wikipedia

હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના રામ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન માટે અત્યાર સુધી નક્કી કરાયેલું ભાડું પ્રતિ વ્યક્તિ 4130 રૂપિયા છે. એટલે કે જો કોઈ ભક્ત આ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન કરવા ઈચ્છે છે તો તેણે ઉત્તર પ્રદેશ સરકારને 4130 રૂપિયા ચૂકવવા પડશે. જો કે આ રકમ ચૂકવ્યા બાદ તમને હેલિકોપ્ટર દ્વારા કેટલા સમય સુધી ફેરવવામાં આવશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું રામ મંદિર આગામી સપ્ટેમ્બર 2025 સુધીમાં બની જશે. આ વર્ષની શરૂઆતમાં 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શ્રીરામલલાની પ્રતિમાની નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે, ‘મંદિરની ચાર દીવારોમાં 8.5 લાખ ધન ફૂટ લાલ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરાશે અને આ પથ્થર અયોધ્યા મોકલવામાં આવ્યા છે, પરંતુ 200 શ્રમિકોની અછતના કારણે નિર્માણ કાર્યમાં મોડું થઈ રહ્યું છે.’

તેમણે કહ્યું કે, ‘પહેલા માળે કેટલાક પથ્થરો નબળા અને પાતળા દેખાય છે, તેમની જગ્યાએ મકરાણા પથ્થરો સ્થાપિત કરવામાં આવશે. તમામ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ રહી.’

આ પણ વાંચો :-

મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ જપ્ત કરી 387 કરોડની સંપત્તિ

0

મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. ઇડીની ટીમે 387 કરોડની સંપતિ જપ્ત કરી છે. EDની ટીમે 387 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતો પ્રમોટરો, પેનલ ઓપરેટરો અને અનેક સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સના પ્રમોટરોના સહયોગીઓના નામે છે અને આ મિલકતો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મુંબઈ અને મોરેશિયસમાં આવેલી છે.

મહાદેવ બેટિંગ એપ કેસમાં તપાસ કરી રહેલી EDની ટીમે મોટી કાર્યવાહી કરતાં 387 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાયપુર ઝોનલ ઓફિસે આ કેસમાં 387.99 કરોડની વધારાની સંપતિ જપ્ત કરીને PMLA અંતર્ગત કામચલાઉ જોડાણનો આદેશ જારી કર્યો છે.

આ મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને EDએ ચાર ચાર્જશીટ દાખલ કરાઈ છે. એજન્સીએ પહેલા પણ આરોપ લગાવ્યા છે કે મહાદેવ ઓનલાઈન બેટિંગ ગેમિંગ અને બેટિંગ એપની તપાસમાં છત્તીસગઢના કેટલાક મોટા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી સામે આવી છે. એપના બે મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ આ રાજ્યથી છે.

આ પણ વાંચો :-

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’એ બે દિવસમાં 400 કરોડની કમાણી

0

દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પોતાની એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા 2‘ ની કમાણીથી બોક્સ ઓફિસ પર સફળતાનો ધ્વજ પહેલા દિવસથી જ લગાવી દીધો છે. આશરે 350 કરોડના બજેટમાં બનેલી ‘પુષ્પા 2’એ ઓપનિંગ ડેના કલેક્શનથી જ પોતાનું 90 ટકા મેકિંગ બજેટ કવર કરી લીધું હતું.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. પુષ્પા 2 એ પહેલા દિવસથી જ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 294 કરોડ રુપિચાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ‘પુષ્પા 2’ એ પહેલા દિવસથી ભારતમાં હિન્દી બેલ્ટમાં આશરે 72 કરોડ રુપિયાનો કારોબાર કર્યો હતો. ફિલ્મે બીજા દિવસે કેટલું કલેક્શન કર્યું અને કુલ કલેક્શન શું હતું આવો જાણીએ.

તમને જણાવી જઇએ કે, પુષ્પા 2 ભારતની બધી જ ભાષામાં 174.9 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું છે. બીજા દિવસે ભારતમાં પુષ્પાએ 90.10 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું હતું, સૈકનિલ્ક અનુસાર. ત્યારે ભારતમાં પુષ્પાનું નેટ કલેક્શન 2 દિવસમાં 250 કરોડ રુપિયાને પાર કરી જશે. પુષ્પા 2 નું સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ નેટ કલેક્શન 265 કરોડ થઇ ગયું છે. ત્યારે પુષ્પા 2 એ વર્લ્ડ વાઇડ 2 દિવસમાં જ 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઇએ કે, બીજા દિવસની કમાણીથી પુષ્પા 2 એ શાહરુખ ખાનની ફિલ્મ જવાન સહિત બધી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જવાને બીજા દિવસે ભારતમાં 70 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી હતી.

આ પણ વાંચો :-

નાયબ મુખ્યમંત્રી બનતાં જ અજિત પવારને મળી મોટી રાહત

0

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના સાથે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે 2021માં 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિઓને મુક્ત કરી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર સામે બેનામી સંપત્તિ ધરાવવાના આરોપોને રદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

આ કેસ 7 ઓક્ટોબર, 2021 ના રોજ શરૂ થયો હતો. આવકવેરા વિભાગે ઘણી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં દસ્તાવેજો મળી આવ્યા હતા, જે કથિત રીતે બેનામી હોવાનું જણાયું હતું. આવકવેરા વિભાગે દાવો કર્યો કે, આ મિલકતોની માલિકી કથિત રીતે અજિત પવાર અને તેમના પરિવારની છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) નેતા અજિત પવારને મોટી રાહત આપતા આવકવેરા વિભાગે શુક્રવારે 2021ના બેનામી કેસમાં જપ્ત કરવામાં આવેલી તેમની તમામ મિલકત પરત કરવાનો આદેશ આપ્યો હતો.

અજિત પવાર અને તેમના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત પાટીલે ટ્રિબ્યુનલ સમક્ષ દલીલ કરી કે, તેમણે કોઈ ગુનો કર્યો નથી. પવાર પરિવારની નિર્દોષતાની દલીલ કરવા માટે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટના માળખા પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ મામલે કોઈ કાયદાકીય આધાર નથી. અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ ટ્રિબ્યુનલનો નિર્ણય આવ્યો.

આ પણ વાંચો :-

કેનેડામાં વધું એક ભારતીય વિદ્યાર્થિની હત્યા, જાણો આ છે કારણ ?

કેનેડામાં ભારતીયો પર હુમલા વધતા જાય છે. તાજેતરમાં જ એક ભારતીય વિદ્યાર્થિની છરી મારીને હત્યા કરવામાં આવી. મૃતક પંજાબનો રહેવાસી હતો. હત્યાની આ ઘટના 1 ડિસેમ્બર 2024ના રોજ ક્વીન સ્ટ્રીટ સ્થિત એક ઘરમાં બની હતી, જ્યાં બે લોકો સાથે રહેતા હતા.

હુમલામાં માર્યો ગયેલો છોકરો પંજાબનો ગુરસીસ સિંહ હતો. તે લેમ્બટન કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગંભીર ઘટના વહેલી સવારે રસોડામાં બની હતી, જ્યારે પીડિત અને તેના ફ્લેટમેટ વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈ દરમિયાન, 36 વર્ષીય આરોપી ક્રોસલી હન્ટરે, ગુરાસીસ પર છરી વડે ઘણી વખત હુમલો કર્યો, જેના કારણે તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો.

પોલીસે ઘટનાસ્થળે જ આરોપીની ધરપકડ કરી હતી. મામલાની તપાસ ચાલુ છે. કેનેડિયન પોલીસ આ ગંભીર પ્રશ્નનો જવાબ આપવામાં અસમર્થ છે. લેમ્બટન કોલેજે ગુરાસીસના મૃત્યુ પર શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું હતું. તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લેમ્બટન કોલેજ ગુરસીસ સિંહના નિધનથી ખૂબ જ દુઃખી છે. અમે તેમના પરિવાર, પ્રિયજનો અને મિત્રો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા ઘણા સ્ટાફ તેમને શિક્ષણ દ્વારા અથવા વિદ્યાર્થી સેવાઓ પૂરી પાડવા માટે ઓળખતા હતા. અમે તેના શોકગ્રસ્ત મિત્રો અને સહપાઠીઓને ટેકો આપવા માટે તમામ શક્ય પગલાં લઈ રહ્યા છીએ. કૉલેજ ગુર્સીસના પરિવારના સંપર્કમાં છે અને અગ્નિસંસ્કારની પ્રક્રિયામાં મદદ કરી રહી છે અને તેમના મૃતદેહને ભારત મોકલવાની પ્રક્રિયામાં મદદ કરી રહી છે.

આ પણ વાંચો :-