Home Blog Page 580

દિલ્હીના શાહદરામાં વહેલી સવારે વેપારીની ગોળી મારીને હત્યા

0

રાજધાની દિલ્હીમાં અપરાધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હીના શાહદરામાં દિવસના અજવાળામાં એક વેપારી પર ગોળીબારની ઘટના સામે આવી છે. ડીસીપી શાહદરા પ્રશાંત ગૌતમના જણાવ્યા અનુસાર, ફરશ બજાર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટના અંગે પીસીઆર કોલ આવ્યો હતો. મૃતકની ઓળખ સુનિલ જૈન તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા બે વ્યક્તિએ ગોળી મારી દીધી હતી. શાહદરાના ડીસીપી પ્રશાંત ગૌતમના જણાવ્યા અનુસાર ક્રાઈમ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઘટના બાદ દિલ્હી સરકારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

શાહદરા ડીસીપી પ્રશાંત ગૌતમે કહ્યું છે કે, “સવારે 8:36 વાગ્યે અમને પીસીઆર કોલ મળ્યો કે બાઇક પર બે લોકોએ એક વ્યક્તિને ગોળી મારી અને ભાગી ગયા. ઘટનાસ્થળે પોલીસે જોયું કે સુનીલ જૈન નામના વ્યક્તિને 3-4 ગોળી વાગી હતી. સ્થળ પરથી 5-6 રાઉન્ડ પણ મળી આવ્યા છે. સુનીલ જૈન ક્રોકરીની દુકાન ધરાવતા હતા અને તેમની ઉંમર 52 વર્ષ હતી. પરિવાર કોઈપણ પ્રકારની ધમકીનો ઈન્કાર કરી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૌરભ ભારદ્વાજની એક્સ-પોસ્ટ ફરી પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘અમિત શાહ જીએ દિલ્હીને બરબાદ કરી દીધું છે. દિલ્હીને જંગલરાજ બનાવ્યું. આસપાસના લોકો આતંકનું જીવન જીવી રહ્યા છે. ભાજપ હવે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહી નથી. દિલ્હીની જનતાએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે.

આ પણ વાંચો :-

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા

0

આજે સવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકાથી ગભરાટ ફેલાયો હતો. મંડી શહેરમાં ભૂકંપ આવ્યો અને એક બાદ એક 3 જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી, પરંતુ સવારે લગભગ 2:30 વાગ્યે આવેલા આ ભૂકંપથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ઘરની બહાર બેસી રહ્યા. સવાર સુધી લોકો રસ્તાઓ પર રહ્યા હતા.

કચ્છની ધરા ફરી ધણધણી ઉઠી, 4 રિક્ટર સ્કેલનો ભૂકંપ અનુભવાયો | chitralekha

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ ભૂકંપની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 5 કિલોમીટરની ઊંડાઈએ મળ્યું હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હિમાચલનો મંડી જિલ્લો ભૂકંપની વૃષ્ટિએ અતિ સંવેદનશીલ શહેરો ઝોન-5માં આવે છે, એટલે અહીંના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. નાના ભૂકંપ એ મોટા ભૂકંપ આવવાની નિશાની હોઈ શકે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

ડેપ્યુટી મેયર રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર થયા, કારણ જાણીને ચોંકી જશો

0

બિહારના ગયાના ડેપ્યુટી મેયર બજારોમાં શાકભાજી વેચતાં જોવા મળ્યા છે. ડેપ્યુટી મેયર ચિંતા દેવી 35 વર્ષ સુધી સફાઈ કર્મી તરીકે કામ કરતાં હતાં. બાદમાં તેમને ડિસેમ્બર, 2022માં ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. પરંતુ અચાનક માર્ગ પર શાકભાજી વેચતાં જોવા મળતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. શહેરના કેદારનાથ માર્કેટમાં આ વિચિત્ર નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

ચિંતા દેવીએ પોતાના નિર્ણય વિશે જણાવતા કહ્યું કે તેઓ નગર નિગમથી નિરાશ છે. સાથે જ એવો દાવો પણ કર્યોં કે તેમણે ઓફિશિયલ મીટિંગ અને શહેરના પ્રોજેક્ટ વિશે લેવામાં આવતા નિર્ણયથી દૂર રાખવામાં આવ્યા છે. પદ તો આપી દીધું પ તેમને નિગમના પ્રોજેક્ટ અને સ્કીમ વિશે કોઈ જાણકારી નથી. આ સિવાય દેવીએ ખુલાસો કર્યો છે કે તેમને કેટલાય મહિનાઓથી પગાર નથી મળ્યો. તેમણે જણાવ્યું કે તે પ્રશાસનમાં પોતાની ભૂમિકા વિશે નિરાશ છે.

ચિંતા દેવીએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, ‘જો મને નિગમ વિશે જાણકારી નથી મળતી તો મારો ડેપ્યુટી મેયર હોવાનો શું અર્થ છે? તેમણે આગળ જણાવ્યું કે કોઈ માન્યતા કે સમર્થન વિના કાર્યાલયમાં બેસવા કરતા શાકભાજી વેચવી સારો વિકલ્પ છે. જો કે તેમણે એક રિટાયર્ડ કર્મચારીના રૂપે પેન્શન મળે છે. તેમણે વર્તમાન પદ પર સુવિધા કે સન્માન મળતા નથી. જો કે અધિકારીઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો :-

ગાંધીધામ રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારીના દરોડા, એક નાની ભૂલથી ફૂટ્યો ભાંડો

0

ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ચકચાર મચી છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ નામની પેઢી પર નકલી ઇડી અધિકારીની રેડ પાડવાનું ષડયંત્ર ગાંધીધામમાં રચાયું હતું. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આદિપુરમાં રહેતા આરોપી ભરત શાંતિલાલ મોરવાડીયા (સોની)એ તેના મિત્ર દેવાયત વિસુભાઈ ખાચર (રહેઠાંણ મેઘપર બોરિચી)ને માહિતી આપી હતી કે ગાંધીધામની રાધિકા જવેલર્સ નામની પેઢીમાં 5 – 6 વર્ષ પહેલા ઇન્કમ ટેક્સની રેડ પડી હતી, જેમાં મોટા જથ્થામાં સોના ચાંદી અને રકમ રકમ મળી હતી. હજી પણ જવેલર્સના માલિક પાસે 100 કરોડથી વધારે મુદ્દામાલ હોવાની વાત કરી હતી.

ભુજના આરોપીઓ દ્વારા પહેલા ખોટી રેડ કરી ચીજ વસ્તુઓ જોઈ સાચા ઈ.ડી.ના અધિકારીઓને બોલાવી દરોડા પડાવવાનો પ્લાન હતો. જેથી વિનોદ ચુડાસમા દ્વારા આશિષને ફોન કરી સમગ્ર વાત જણાવતાં અમદાવાદના સારાંશ એમ્બિયન્સમાં રહેતા આશિષ રાજેશ મિશ્રાએ ચાંદખેડામાં રહેતા તેના સાથીદાર ચંદ્રરાજ મોહનભાઈ નાયરને વાત કરતાં ચંદ્રરાજ સાથે કામ કરતાં અને સાબરમતીમાં રહેતા અમિત મહેતા, નિશા અમિત મહેલા તથા વિપીન શર્મ સાથે ઈ.ડી,ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવિઝવ રેલ મેનેજરની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા અમદાવાદના રામદેવનગરમાં રહેતા શૈલેન્દ્ર દેસાઈને સાથે રાખી રેડ કરવાની જગ્યા તેમજ તેના મકાને રેડ દરમ્યાન મહિલાઓ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ, શંભૂ બોર્ડર પર ખેડૂતોને રોકવામાં આવ્યા

0

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોને કારણે અંબાલા-દિલ્હી સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 101 ખેડૂતોના જૂથની આગેવાની હેઠળ શંભુ બોર્ડરથી બપોરે 1 વાગ્યે કૂચ શરૂ થવા જઈ રહી છે. અંબાલા જિલ્લા પ્રશાસને BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આ અંતર્ગત પાંચ કે તેથી વધુ લોકોના ગેરકાયદેસર ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને પગપાળા, વાહન કે અન્ય માધ્યમથી સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધો આગામી આદેશો સુધી અમલમાં રહેશે.

ગૃહ સચિવ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ડાંગદેહરી, લોહગઢ, માનકપુર, દાડિયાના, બારી ઘેલ, લારસા, કાલુ માજરા, દેવી નગર, સદ્દોપુર ગામોમાં મોબાઈલ ઈન્ટરનેટ, SMS સેવા અને તમામ ડોંગલ સેવાઓ બંધ કરવામાં આવશે. અંબાલા જિલ્લાના સુલતાનપુર અને કાકરૂ વગેરેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન લોકો ફોન પર વાત કરી શકે છે. વૉઇસ કૉલ પર પ્રતિબંધ નથી.

અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ નોઇડા સીમા પર નજર રાખી રહી છે, જ્યાં ઉત્તર પ્રદેશના ખેડૂતોનું અન્ય એક સમૂહ ધરણા પર બેઠું છે. અંબાલામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 હેઠળ (IPC ની કલમ 144) હેઠળ પ્રતિબંધિત આદેશ હોવા છતાં, 100થી વધારે ખેડૂતો શુક્રવારે શંભુ સરહદથી દિલ્હી પગપાળા કૂચ શરૂ કરવા માટે તૈયાર છે. જેમાં પાંચથી વધારે વ્યક્તિઓની કોઈપણ ગેરકાયદેસર સભાને પ્રતિબંધિત કરવામાં આવી છે.

તે જ સમયે, પોલીસ પ્રશાસન ખનોરી બોર્ડર પર સુરક્ષાને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. ખાનોરી સરહદને અડીને આવેલા વિસ્તારમાં દારૂના ઠેકાણા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાનોરી બોર્ડર પર કલમ ​​163 લાગુ કરવામાં આવી છે. સરહદ પર સુરક્ષા દળોની 13 કંપનીઓની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. RAF સૈનિકોની 4 ટુકડી, IRB ની 4 ટુકડી, BSF ની 4 ટુકડી અને જિલ્લા પોલીસની એક ટુકડી છે. જો ખેડૂતો સરહદ પાર કરવાનો પ્રયાસ કરશે તો તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાંબોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે અથડાતા 6 લોકોના મોત

0

ઉત્તર પ્રદેશમાં ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકો મૃત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બોલેરોમાં 11 મુસાફરો સવાર હતા જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.

કન્નૌજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ 141 પર ઔરૈયા બોર્ડર પાસે આ Accident થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુપીના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ ઘાયલોની મદદ માટે રોકાયા હતા. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ અકસ્માત બાદ ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ અને તિરવા મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂલ સ્પીડે જતી બસ કાબુ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ અને પલટી ગઈ. અકસ્માતને પગલે બસના મુસાફરોમાં બુમરાણ મચી ગઈ હતી. નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળ્યા બાદ યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેને બચાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા.

આ પણ વાંચો :-

RBI ધિરાણનીતિથી લોનધારકો નિરાશ, સતત 11મી વખત રેપો રેટ સ્થિર

0

RBI દ્વારા મુખ્ય વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા 6 ડિસેમ્બર 2024ના રોજ દ્વીમાસિક ધિરાણનીતિની ઘોષણા કરતા જણાવ્યું કે, RBI મોનેટરી પોલિસી મિટિંગમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ સહિત મુખ્ય વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા છે. માત્ર કેશ રિઝર્વ રેશિયો 0.50 ટકા ઘટાડ્યો છે. આથી કદાચ ઇતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે આરબીઆઈ એ સત 11મી ધિરાણનીતિમાં મુખ્ય વ્યાજદરો સ્થિર રાખ્યા છે.

અમુક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતા કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મોનિટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બરે ખતમ થઇ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે.

RBIએ બેંકોમાં તરલતા વધારવા માટે CRRમાં 0.50%નો ઘટાડો કર્યો છે. આરબીઆઈએ કેશ રિઝર્વ રેશિયો 4.5% થી ઘટાડીને 4% કર્યો છે. RBIના આ નિર્ણયથી બેંકિંગ સિસ્ટમમાં 1.16 લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી વધશે. ABIના આ નિર્ણયથી બેંક પાસે લોન આપવા માટે વધુ પૈસા હશે. તેઓ તેનો ઉપયોગ સરળતાથી લોન આપવા માટે કરશે.

બીજી તરફ મોંઘવારીના આ યુદ્ધમાં દેશના વિકાસને ફટકો પડી શકે છે. આરબીઆઈના અંદાજ દ્વારા આ સંકેત આપવામાં આવ્યો છે. આરબીઆઈ એમપીસીએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ અંદાજ ઘટાડીને 6.6 ટકા કર્યો છે. જે અગાઉ 7 ટકા હતો. આ સતત બીજી વખત છે જ્યારે આરબીઆઈએ તેના જીડીપી અંદાજમાં ઘટાડો કર્યો છે. ઓક્ટોબરની બેઠકમાં આરબીઆઈ એમપીસીએ જીડીપી અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો હતો.

રેપો એ વ્યાજ દર છે કે જેના પર વ્યાપારી બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બેંક પાસેથી નાણાં ઉધાર લે છે. આરબીઆઈ આ દરનો ઉપયોગ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કરે છે. રેપો રેટ સ્થિર રાખવાનો અર્થ એ છે કે હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ લોનના માસિક ઇએમઆઈમાં ફેરફાર થવાની સંભાવના ઓછી છે.

આ પણ વાંચો :-

કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા

અમેરિકાના કેલિફોર્નિયાના ફર્ન્ડેલ શહેરમાં ગઈકાલે રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ઓરેગોન, યુરેકા અને સાન ફ્રાન્સિસ્કો સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ માપવામાં આવી હતી. ભૂકંપનો એવો આંચકો અનુભવાયો કે ઈમારતો ધ્રૂજી ઊઠી. લોકોના ઘરના દરવાજા અને બારી ખડકવા લાગ્યા. મકાનો અને રસ્તાઓની દિવાલોમાં તિરાડો પડી હતી.

 

અમેરિકન સિસ્મોલોજિસ્ટ્સ અનુસાર, કેલિફોર્નિયાના દરિયાકાંઠે ગુરુવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે સમુદ્રમાં સુનામીનો ખતરો છે. હોનોલુલુમાં નેશનલ વેધર સર્વિસના સુનામી વોર્નિંગ સેન્ટર દ્વારા ચેતવણી જારી કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ખતરનાક સુનામી એપીસેન્ટરથી 300 કિલોમીટરની અંદરના દરિયાકિનારા પર આવી શકે છે. જો કે અત્યારે કોઈપણ વિસ્તારમાં લહેરો નથી, પરંતુ બીચ નજીક રહેતા લોકોએ સતર્ક રહેવું જોઈએ.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

૦૬ ડિસેમ્બર, ૨૦૨૪/આજનું રાશિફળ: ધન રાશિના જાતકો આળસ અને બેદરકારીને તમારા પર હાવી ન થવા દો, અન્ય વ્યક્તિને તમારા કામમાં દખલ ન થવા દો

મેષઃ

માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા. નવી નોકરી અથવા બયતી, બદલી શકય બને. નવા ધંધાની શરબઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃશુખ-પિતૃસુખ જળવાય. માન સન્માન વધે.

વૃષભઃ

કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શકયતા છે. ભાવનાત્મક રબપ થી આપ ખુબ અશકત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિ ઓમાં પ્રગતિથતી જણાય.

મિથુનઃ

આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇ કોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્ગવ રહેવા પામે.

કર્કઃ

દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહાના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે રૂરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. આરોગ્ય જ‍ળવાય. મિત્રોની મુલાકાત શકય બને.

સિંહઃ

માનસિક તણાવ ને કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી ને સમય આપી શકાશે નહીં. યશ- પ્રતિષ્ઠા વધે. શરદી-ખાંસી કફનો ઉપદ્ગવ રહે.

કન્યાઃ

જીવનસાથી સાથે તણાવભયું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. એમના પ્રસ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ

ભાવનાત્મક રૂપથી આપ-ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને રૂરા કરવા માટે દીલથી મહેનત કરો. ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિ ઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ

આજે દિવસ દરમ્યાન ધન રોકાણો તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપતિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ

માન સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થ અને વિશ્વાસ જાગૃતિ થાય. આવક નું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યો ઉકેલાતી જણાય. જીવનસાથી સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ

માનસિક સ્થિરૂતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભ‌ૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા, ખેતી તેમજ ઇલેકટ્રોનિકસના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માથાના દુઃખાવાની સમસ્યા રહે.

કુંભઃ

સંબંધમાં તણાઇને ખોટા લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આથિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થય બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ

પરિવારમાં કોઇ પણ મુદ્દાને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ પ્રતિષ્ઠા વધે.

ફ્રાન્સના છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર પ્રધાનમંત્રી સત્તાથી બેદખલ

ફ્રાન્સમાં બુધવારે એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકાર પાડી દીધી. આ પગલા બાદ યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ વધુ ઘેરી બન્યું છે. અવિશ્વાસનો મત હારી જતાં ફ્રાંસની સરકાર પડી ગઈ છે. ફ્રાન્સના છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારને આ રીતે હટાવવામાં આવી હોય. જણાવી દઈએ કે ડાબેરી NFP ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં કુલ 331 સાંસદોએ મતદાન કર્યું, જ્યારે સરકારને પાડવામાં માટે માત્ર 288 વોટની જરૂર હતી.

બુધવારે ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ 331 વોટથી પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ માટે ઓછામાં ઓછા 288 વોટની જરૂર હતી. જૂન-જુલાઈમાં યોજાયેલી સંસદીય ચૂંટણી બાદ ફ્રાન્સની સંસદ ત્રણ મોટા ભાગમાં વહેંચાઈ ગઈ હતી. કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. વિભાજન બાદ ઈમેન્યુઅલ મેક્રોને બીજી વખત નવા વડાપ્રધાનની નિમણૂક કરવી પડશે. મેક્રોન આજે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી અપેક્ષા છે કે બાર્નિયર ત્યાં સુધીમાં ઔપચારિક રીતે રાજીનામું આપશે.

પ્રસ્તાવિત બજેટ સામે બાર્નિયરના વિરોધથી સમગ્ર વિવાદ શરૂ થયો હતો. ફ્રાન્સની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં કોઈ એક પક્ષ પાસે બહુમતી નથી. તેમાં ત્રણ મુખ્ય જૂથોનો સમાવેશ થાય છે – મેક્રોનના કેન્દ્રવાદી સહયોગી,વામપંથી ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ અને દક્ષિણપંથી નેશનલ રેલી. બંને વિપક્ષી જૂથો, જે સામાન્ય રીતે અસંમત હોય છે, પરંતુ બાર્નિયર સામેના વિરોધમાં એક થઇ રહ્યા છે. વિપક્ષે બાર્નિયર પર નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો.

તાજેતરમાં, બાર્નિયર દ્વારા લાવવામાં આવેલા સામાજિક સુરક્ષા બજેટને લઈને ફ્રાન્સમાં તણાવ વધ્યો હતો. તેમણે આ બજેટમાં ટેક્સ વધારવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયનો દેશના ડાબેરી અને જમણેરી પક્ષોએ વિરોધ કર્યો હતો અને આ કાપ ઘટાડવાની માંગ કરી હતી. પરંતુ બાર્નિયરની સરકારે બજેટ પર આ પગલાંને વોટિંગ વિના જ પાસ કરવાનો નિર્ણય લીધો. વિરોધ પક્ષોએ આનો પણ વિરોધ કર્યો હતો. આ પછી, વિરોધ પક્ષોએ બુધવારે બાર્નિયરની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી.

આ પણ વાંચો :-