બિહારના ગયાના ડેપ્યુટી મેયર બજારોમાં શાકભાજી વેચતાં જોવા મળ્યા છે. ડેપ્યુટી મેયર ચિંતા દેવી 35 વર્ષ સુધી સફાઈ કર્મી તરીકે કામ કરતાં હતાં. બાદમાં તેમને ડિસેમ્બર, 2022માં ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. પરંતુ અચાનક માર્ગ પર શાકભાજી વેચતાં જોવા મળતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. શહેરના કેદારનાથ માર્કેટમાં આ વિચિત્ર નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ચિંતા દેવીએ પોતાના નિર્ણય વિશે જણાવતા કહ્યું કે તેઓ નગર નિગમથી નિરાશ છે. સાથે જ એવો દાવો પણ કર્યોં કે તેમણે ઓફિશિયલ મીટિંગ અને શહેરના પ્રોજેક્ટ વિશે લેવામાં આવતા નિર્ણયથી દૂર રાખવામાં આવ્યા છે. પદ તો આપી દીધું પ તેમને નિગમના પ્રોજેક્ટ અને સ્કીમ વિશે કોઈ જાણકારી નથી. આ સિવાય દેવીએ ખુલાસો કર્યો છે કે તેમને કેટલાય મહિનાઓથી પગાર નથી મળ્યો. તેમણે જણાવ્યું કે તે પ્રશાસનમાં પોતાની ભૂમિકા વિશે નિરાશ છે.
ચિંતા દેવીએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, ‘જો મને નિગમ વિશે જાણકારી નથી મળતી તો મારો ડેપ્યુટી મેયર હોવાનો શું અર્થ છે? તેમણે આગળ જણાવ્યું કે કોઈ માન્યતા કે સમર્થન વિના કાર્યાલયમાં બેસવા કરતા શાકભાજી વેચવી સારો વિકલ્પ છે. જો કે તેમણે એક રિટાયર્ડ કર્મચારીના રૂપે પેન્શન મળે છે. તેમણે વર્તમાન પદ પર સુવિધા કે સન્માન મળતા નથી. જો કે અધિકારીઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો :-