Home Blog Page 41

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

ગુજરાતમાં ચોમાસાએ હવે સંપૂર્ણ જોર પકડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો ક્યાંક ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે.

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ડાંગર અને શેરડીની વાવણીને વેગ મળ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં 10 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

નવસારી શહેરના ધાનેરા પોઇન્ટ, સ્ટેશન રોડ, તીઘરા, લુંસીકુલ ટાવર, ફુવારા અને કાળિયાવાડી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં સવારે માત્ર બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બીલીમોરામાં ભારે વરસાદને કારણે દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, જ્યારે વાંસદા તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

ગીર સોમનાથમાં ખેતરો બન્યા બેટ
ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સુત્રાપાડા, પ્રશ્ર્નાવડા અને ધામલેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામોના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12થી 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

જામનગરમાં વરસાદી પાણીના પ્રવાહમાં બે બાળકો તણાયા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારે વરસાદને કારણે ખરાવાડ વિસ્તારમાં શેરીઓ નદીમાં ફેરવાઈ ગઈ હતી. વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં બે બાળકો તણાઈ ગયા હતા, જોકે સ્થાનિક લોકોની સતર્કતાના કારણે બંનેનો સમયસર બચાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

વલસાડમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ
વલસાડ જિલ્લામાં માત્ર બે કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. તિથલ રોડ, ભાગડાવાડા, એમજી રોડ અને રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે.

ડાંગમાં વરસાદી માહોલ, નદીઓમાં નવા નીર
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાપુતારા સહિતના વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાના ઉપરવાસમાં વરસાદને કારણે શામળાજીની ગોદરી નદી અને અન્ય નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ભરૂચમાં પણ ધોધમાર વરસાદ
ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લાના નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં હાંસોટ તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જંબુસર, વાગરા, આમોદ, ઝઘડિયા અને નેત્રંગ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્રે લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત વિના બહાર ન નીકળવાની અપીલ કરી છે.

રાજ્યભરમાં વરસી રહેલા આ વરસાદથી એક તરફ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ડાંગર, શેરડી સહિતના પાકોની વાવણીને વેગ મળતાં ગુજરાતમાં ચોમાસું હવે પુરજોશમાં આગળ વધી રહ્યું છે.

વલસાડમાં વરસાદનો પ્રલય, માત્ર બે કલાકમાં 6 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે વસાડમાં આભ ફાટ્યું છે. સવારના બે કલાકમાં છ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે, જેમાં વલસાડ જિલ્લો ફરી એકવાર વરસાદનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ બાદ, આજે વહેલી સવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને વલસાડ તાલુકામાં ટૂંકા ગાળામાં ખાબકેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

આજના સવાર 6 થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ
આજે સવારે 06:00 થી 08:00 વાગ્યાના માત્ર 2 કલાકના સમયગાળામાં જ વલસાડ તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જિલ્લાઇંચ
ઉમરગાવ0.67 ઇંચ
પારડી2.13 ઇંચ
કપરાડા1.81 ઇંચ
ધરમપુર0.87 ઇંચ
વાપી2.40 ઇંચ
નાનાપોંઢા2.05 ઇંચ
વલસાડ6.10 ઇંચ

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં પડેલો વરસાદ
વલસાડ જિલ્લામાં ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેમાં વલસાડ તાલુકા અને ઉમરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

જિલ્લા ઇંચ
ઉમરગાવ 3.50 ઇંચ
પારડી 3.39 ઇંચ
કપરાડા 3.23 ઇંચ
ધરમપુર 2.60 ઇંચ
વાપી 2.40 ઇંચ
નાનાપોંઢા1.42 ઇંચ
વલસાડ 3.98 ઇંચ

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી- તંત્ર એલર્ટ
ભારતીય ડવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનના રાકબરી હેઠળ પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને ડેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી સાવચેતીના પગલા લેવા, તેમજ વરસાદને કારણે કોઈ પણ નુકસાન થયેલું જણાય તો તેની અમે તાત્કાલિક ફોનથી તેમજ વોટસએપ મેસેજથી જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

સાથે જિલ્લામાં રસ્તાઓ પર ઓવર ટેપિંગને કારણે માનવ મૃત્યુની દુર્ઘટના ન બને તે ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારોને આવા સ્થળોએ તકેદારીના પગલા સુનિશ્ચિત કરી જરૂરી પગલાંઓ લેવા જણાવાયું છે.

બેંગલુરુમાં ISRO મુખ્યાલયને બોમ્બથી ઉડાવાની ધમકી

0

બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બોમ્બની ધમકી મળતાની સાથે આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ધમકી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી છે. બોમ્બની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓને જાણ કરી દેવામાં આવી અને આખું પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે ઈસરોના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ આ ધમકી ઈસરોના મુખ્ય કાર્યાલયને મળી હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. દેશની મહત્વપૂર્ણ કડી કહી શકાય તેવા વૈજ્ઞાનિક સંસ્થાનને બોમ્બની ધમકી મળી હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી તેના કારણે રાહતનો શ્વાસ લેવાયો છે.

ઇસરો મુખ્યાલયને બોમ્બની ધમકી મળતી ત્યારે અધિકારીઓ દ્વારા તરત જ ઇમર્જન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યો અને આખા પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ઇસરો મુખ્યાલય સાથે સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બેંગલુરુ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓને ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. કલાકો સુધી ચાલેતી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સુરક્ષાના ભાગરૂપે હજી પણ તપાસ ચાલી રહી છે.

મહત્વની વાત એ છે કે, ઈસરો જેવી સંસ્થાને બોમ્બની ધમકી મળી હોવાથી મામલો વધારે સંવેદનશીલ છે. આ મેઈલ કોણે મોકલ્યો હતો? તેની તપાસ કરવામાં માટે ઈસરોના અધિકારીઓ દ્વારા મેઈલને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે બેંગલુરુ પોલીસે જણાવ્યું કે, દેશભરની સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાયબર સેલ ઈમેલના આઈપી એડ્રેસને ટ્રેસ કરવા અને મોકલનાર અને તેમના હેતુને ઓળખવા માટે કામ કરી રહ્યું છે. આ સાથે ઈસરોમાં સામાન્ય કામગીરી તો અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આ ધમકી ખોટી હોઈ શકે છે, પરંતુ છતાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

અમેરિકામાં હોટેલમાં આગ લાગતા નડિયાદના પરિવારના ત્રણનાં મોત

અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણના કારણે કરુણ મોત નીપજ્યા હતા. છેલ્લા 2 વર્ષથી ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકામાં સ્થાયી થયેલા હિતેશ સુથાર, તેમના પત્ની હિનાબેન અને 20 વર્ષની પુત્રી ઈશાનીનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આગથી બચવા માટે પરિવારે બાથરૂમનો આશરો લીધો હતો, પરંતુ ઝેરી ધુમાડો ફેલાઈ જતાં સમયસર બહાર ન નીકળી શકવાના કારણે સમગ્ર હસતો-ખેલતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો.

આ દુર્ઘટનાને પગલે નડિયાદમાં વસતા તેમના સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.મૂળ નડિયાદના વતની હિતેશ સુથાર પોતાના પરિવાર સાથે પ્રગતિના પંથે આગળ વધવા માટે માત્ર 2 વર્ષ પહેલાં જ અમેરિકા આવ્યા હતા. તેઓ ઓહાયોના વુસ્ટર ખાતે આવેલી ઈકોનો લોજમાં રહીને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા હતા. 20 વર્ષની દીકરી ઈશાનીના ભવિષ્ય અને પરિવારની આર્થિક સધ્ધરતા માટે લીધેલો આ નિર્ણય આટલો ઘાતક સાબિત થશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. સુથાર પરિવાર જે હોટલમાં રોકાયો હતો, ત્યાં અચાનક જ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. ચારેય તરફ કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં રૂમની બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને લોજમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતાં હિતેશભાઈ, હિનાબેન અને દીકરી ઈશાનીએ જીવ બચાવવા માટે પોતાના રૂમના બાથરૂમમાં ભરાઈ જવાનું નક્કી કર્યું હતું. તેમણે સુરક્ષાના ભાગરૂપે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જો કે, આ નિર્ણય તેમના માટે કાળ સાબિત થયો, કારણ કે આગની તીવ્રતા વધતાં ઝેરી ધુમાડો વેન્ટિલેશન અને તિરાડો વાટે બાથરૂમની અંદર પણ પહોંચી ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ એટલી ભયાનક હતી કે બચાવ ટૂકડીને સુથાર પરિવારના રૂમ સુધી પહોંચવામાં ઘણો સમય લાગી ગયો હતો. જ્યારે ફાયર વિભાગના જવાનો બાથરૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા, ત્યારે ત્રણેય સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. લાંબા સમય સુધી ઝેરી ધુમાડા શ્વાસમાં જવાથી ત્રણેયનું ગૂંગળામણના કારણે કરુણ મોત નીપજ્યું હતું.મોટેલના કર્મચારી એપ્રિલ ગ્રેસરે તે ભયાનક રાત વિશે જણાવ્યું હતું કે, મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અચાનક ફાયર એલાર્મ વાગવા લાગ્યા હતા. રૂમ નંબર 121માં રોકાયેલા એક ગેસ્ટે આવીને જણાવ્યું હતું કે મોટેલમાં આગ લાગી છે અને તુરંત 911 પર કોલ કરવા કહ્યું હતું. એપ્રિલે જ્યારે સિક્યોરિટી કેમેરામાં જોયું તો બિલ્ડિંગના સાઉથ-વેસ્ટ ખૂણામાંથી આગની ભયાનક જ્વાળાઓ નીકળી રહી હતી. એ જ ક્ષણે ફ્રન્ટ ડેસ્ક પર ફોનની ઘંટડી વાગી. આ ફોન આગમાં ફસાયેલા એ જ કમનસીબ ગુજરાતી પરિવારનો હતો, જેઓ અંદર બાથરૂમમાં જ ફસાઈ ગયા હતા અને મદદ માટે આજીજી કરી રહ્યા હતા. પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેમને બચાવી શકાયા નહીં. વુસ્ટર ટાઉનશિપના ફાયર ચીફ ડાલાસ ટેરેલે જણાવ્યું કે, જ્યારે ફાયર ફાઈટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આગની જ્વાળાઓ મોટેલની છત સુધી પહોંચી ગઈ હતી. ભારે ધુમાડા અને અસહ્ય ગરમી વચ્ચે પણ મોટેલના અન્ય રૂમો ખાલી કરાવવાનું શરૂ કરવામાં હતું. આ ભીષણ આગ પર કાબૂ મેળવતી વખતે એક ફાયર ફાઈટર પણ સામાન્ય દાઝી જતાં ઘાયલ થયો હતો, જેને સારવાર આપવામાં આવી છે. હાલ આ મોટેલને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને ત્યાં રોકાયેલા લોકો ગભરાયેલા છે. રેડ ક્રોસ સંસ્થા દ્વારા તેમને રહેવા અને જમવાની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ આગ કયા કારણોસર લાગી તેની સઘન તપાસ કરી રહી છે. આ કરુણ સમાચાર નડિયાદ અને ખેડા જિલ્લામાં પહોંચતાં જ મૃતકોના સગાં-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે, આ તરફ મૃતકોના સંબંધીઓ મૃતકોના પાર્થિવ દેહ ભારતમાં લાવવા માટે અધિકારીઓના સંપર્કમાં છે.

અમેરિકાના કેન્સાસમાં પૂરનો કહેર, ભારતીય IT પ્રોફેશનલનું દુઃખદ મોત

અમેરિકાના કેન્સાસ રાજ્યમાં આવેલા અચાનક પૂરના કારણે ભારતીય મૂળના 33 વર્ષીય આઈટી પ્રોફેશનલ વેંકટેશ ડોપ્પલાપુડીનું દુઃખદ અવસાન થયું છે. ભારે વરસાદ બાદ સર્જાયેલા પૂરના પાણીમાં તેમનું વાહન તણાઈ જતાં આ કરુણ ઘટના બની હતી. આ બનાવને પગલે હ્યુસ્ટનમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે શોક વ્યક્ત કર્યો છે અને પરિવારને જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

વેંકટેશ ડોપ્પલાપુડી નેબ્રાસ્કાના ઓમાહા શહેરમાં રહેતા હતા અને H-1B વિઝા પર અમેરિકામાં કાર્યરત હતા. શનિવારે તેઓ હ્યુસ્ટનથી ઉત્તર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે દક્ષિણ-મધ્ય કેન્સાસ વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં તેમનું વાહન ફસાઈને પૂરના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું હતું.

રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહ મળી આવ્યો
સમનર કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ પુલ નજીક એક વાહન પૂરમાં ડૂબી ગયું હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ, કેન્સાસ હાઇવે પેટ્રોલ એર યુનિટ અને ડ્રોન ટીમો દ્વારા તાત્કાલિક બચાવ અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી શરૂઆતમાં બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. સતત પ્રયાસો બાદ રવિવારે વેંકટેશ ડોપ્પલાપુડીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ભારતીય કોન્સ્યુલેટ પરિવારના સંપર્કમાં
હ્યુસ્ટનમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. કોન્સ્યુલેટે જણાવ્યું છે કે તેઓ મૃતકના પરિવાર અને નજીકના સ્વજનોના સતત સંપર્કમાં છે અને કેન્સાસ રાજ્યના સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને તમામ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યા છે.

મૃતદેહને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ
હાલ ભારતીય કોન્સ્યુલેટ, સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ અને પરિવારના પ્રતિનિધિઓ સાથે મળીને મૃતદેહને ભારત મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. આ દુઃખદ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ શોકની લાગણી ફેલાવી છે.

યુપીમાં ફોરેસ્ટ ગાર્ડની 700થી વધુ જગ્યાઓ પર ભરતી, 12 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

0

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ઉત્તર પ્રદેશમાંથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અધીનસ્થ સેવા પસંદગી આયોગ (UPSSSC) દ્વારા વનરક્ષક (Forest Guard) અને વન્યજીવ રક્ષક (Wildlife Guard) ની 700થી વધુ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો upsssc.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

આ ભરતી પ્રકૃતિ, ફીલ્ડ વર્ક અને સરકારી સેવામાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે સારો અવસર માનવામાં આવી રહ્યો છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને શારીરિક ધોરણો સંબંધિત તમામ વિગતો ચકાસવી જરૂરી છે.

UP Forest Guard Vacancy 2026: વિભાગ અને ખાલી જગ્યાઓ

વિભાગહોદ્દોકુલ ખાલી જગ્યાઓ
ઉત્તર પ્રદેશના મુખ્ય વન સંરક્ષક અને વિભાગના વડાનું કાર્યાલયવન રક્ષક318
ઉત્તર પ્રદેશના મુખ્ય વન સંરક્ષક અને વિભાગના વડાનું કાર્યાલયવન્યજીવ રક્ષક10
ઉત્તર પ્રદેશના મુખ્ય વન સંરક્ષક અને વિભાગના વડાનું કાર્યાલયવન રક્ષક (ખાસ પસંદગી)329
ઉત્તર પ્રદેશના મુખ્ય વન સંરક્ષક અને વિભાગના વડાનું કાર્યાલયવન્યજીવન રક્ષક (ખાસ પસંદગી)51
કુલ પોસ્ટ્સ708

UPSSSC દ્વારા જાહેર કરાયેલી ભરતી હેઠળ વનરક્ષક અને વન્યજીવ રક્ષકની કુલ 700થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી સંબંધિત સંપૂર્ણ વિગતો સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવી છે.

વનરક્ષક બનવા માટે જરૂરી લાયકાત
આ ભરતી માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 (ઇન્ટરમિડિયેટ) પાસ હોવો જરૂરી છે. ઉપરાંત ઉમેદવારે UPSSSC PET-2025 (પ્રારંભિક અર્હતા પરીક્ષા) આપી હોવી જોઈએ અને તેનો નોર્મલાઈઝ્ડ સ્કોરકાર્ડ ઉપલબ્ધ હોવો જરૂરી છે.

વયમર્યાદા અને ઊંચાઈ

વયમર્યાદા:
ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ, 2026ના આધારે કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

ઊંચાઈ:
સામાન્ય/OBC/SC પુરુષ ઉમેદવારો માટે – 168 સે.મી.
ST પુરુષ ઉમેદવારો માટે – 160 સે.મી.
મહિલા ઉમેદવારો માટે – 152 સે.મી.
ST મહિલા ઉમેદવારોને ઊંચાઈમાં 5 સે.મી.ની છૂટ આપવામાં આવશે.

યુપી ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યા 2026: મહત્વપૂર્ણ માહિતી

કમિશનઉત્તર પ્રદેશ ગૌણ સેવાઓ પસંદગી આયોગ (UPSSSC)
પોસ્ટવન રક્ષક અને વન્યજીવન રક્ષક (સામાન્ય/વિશેષ પસંદગી)
કુલ ખાલી જગ્યાઓ708
અરજી ક્યારે શરૂ થાય છે?૩૦ જૂન, ૨૦૨૬
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 જુલાઈ, 2026
ક્ષમતા૧૨મું પાસ + UPSSSC PET ૨૦૨૫ લાયકાત
પગારલેવલ-૦૨, માસિક પગાર (રૂ. ૧૯૯૦૦-૬૩,૨૦૦/-)
સત્તાવાર વેબસાઇટupsssc.gov.in
ભરતીની સત્તાવાર સૂચનાUPSSSC ફોરેસ્ટ ગાર્ડ નોટિફિકેશન 2026 PDF
એપ્લિકેશન લિંકUPSSSC ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યા 2026 અરજી લિંક

ફોરેસ્ટ ગાર્ડ ભરતી પસંદગી પ્રક્રિયા

  • અરજી કર્યા પછી, PET-2025 ના આધારે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં બેસવું જરૂરી રહેશે. પરીક્ષાની તારીખ કમિશન દ્વારા જાહેર કરવામાં આવશે.
  • લેખિત પરીક્ષાના આધારે, ઉમેદવારોની પસંદગી શારીરિક ધોરણ કસોટી અને શારીરિક કાર્યક્ષમતા કસોટી માટે કરવામાં આવશે.
    ઉમેદવારોની ઊંચાઈ, છાતી અને વજન માપવામાં આવશે. ત્યારબાદ લાયક ઉમેદવારોએ ચૂંટણી લડવાની રહેશે.
  • પુરુષ ઉમેદવારોએ 10 કિલો વજન વહન કરીને 4 કલાકમાં 25 કિમી દોડવાનું રહેશે અને મહિલા ઉમેદવારોએ ૧૪ કિલો વજન વહન કરીને 4 કલાકમાં 14 કિમી દોડવાનું રહેશે.
  • આગળના તબક્કામાં, સફળ ઉમેદવારો માટે તબીબી પરીક્ષણ કરવામાં આવશે.
  • નિમણૂક માટેની અંતિમ યાદી બહાર પાડવામાં આવશે.

યુપી ફોરેસ્ટ ગાર્ડ ભરતી ફોર્મ ફી
આ યુપી ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે અરજી કરવા માંગતા પુરુષ અને મહિલા ઉમેદવારોએ જો તેઓ જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ શ્રેણીના હોય તો ₹25 ની અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી ફી SC/ST/PH ઉમેદવારો માટે સમાન છે. ફોર્મ ભરવા માટે, તમારે UPSSSC ની સત્તાવાર વેબસાઇટ પર તમારા UP-PET 2025 રોલ નંબરની જરૂર પડશે. વધુમાં, તમારે તમારા મોબાઇલ નંબર, સક્રિય ઇમેઇલ સરનામું, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે.

20 રાજ્યોમાં મેઘરાજાનો કહેર! ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ, જાણો તમારા રાજ્યનું હવામાન

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ આજે સવારે 08:30 વાગ્યે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. આગામી 2-3 દિવસમાં તે વધુ મજબૂત થવાની શક્યતા છે. મુખ્ય ચોમાસાનો ખતરો હાલમાં ઉત્તરપશ્ચિમ રાજસ્થાનથી બંગાળની ખાડીમાં આ નીચા દબાણવાળા વિસ્તારના કેન્દ્ર સુધી વિસ્તર્યો છે. દક્ષિણ ગુજરાતથી કર્ણાટકના દરિયાકાંઠા સુધી એક ઓફશોર ખતરો પણ સક્રિય છે. આ મજબૂત સિસ્ટમોને કારણે દેશભરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

  • દક્ષિણ ગુજરાત અને કોંકણ: 2 થી 5 જુલાઈ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
  • સૌરાષ્ટ્ર અને કચ્છ: 2 થી 4 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
  • પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશા: 3 અને 4 જુલાઈના રોજ મુશળધારથી અત્યંત ભારે વરસાદની આગાહી.
  • મધ્ય મહારાષ્ટ્ર: 3 થી 5 જુલાઈ દરમિયાન અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી.

ઉત્તરપશ્ચિમ ભારત વરસાદની આગાહી
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ: 2 જુલાઈના રોજ ભારે વરસાદ પછી, 3-4 જુલાઈના રોજ હળવાથી છૂટાછવાયા વરસાદ પડશે, પરંતુ 5 થી 8 જુલાઈની વચ્ચે ભારે વરસાદનો નવો રાઉન્ડ ફરી શરૂ થશે. 2 જુલાઈના રોજ પંજાબ અને દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ નોંધાયો હતો.

ઉત્તર પ્રદેશ: ભારે વરસાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 2 થી 7 જુલાઈ દરમિયાન અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 2 થી 8 જુલાઈ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડાની આગાહી છે. 3-4 જુલાઈના રોજ બંને પ્રદેશોમાં વાવાઝોડા આવશે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ: ઉત્તરાખંડમાં 2 થી 8 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. 2-3 જુલાઈના રોજ ખૂબ જ ભારે વરસાદ અને 4-8 જુલાઈના રોજ ભારે વરસાદની ચેતવણી છે. હિમાચલમાં 2-3 જુલાઈ અને 5-6 જુલાઈના રોજ ખૂબ જ ભારે વરસાદ થવાની આગાહી છે.

જમ્મુ અને કાશ્મીર-લદ્દાખ: 2-3 જુલાઈ અને 7-8 જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતા છે.
રાજસ્થાન: પૂર્વ રાજસ્થાનમાં 2-6 જુલાઈ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ અને 7-8 જુલાઈના રોજ ભારે વરસાદની ચેતવણી છે. 2 જુલાઈના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં 50-60 કિમી/કલાકની ઝડપે વાવાઝોડા અને ધૂળના તોફાનની ચેતવણી છે, જ્યારે 5-7 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

વાવાઝોડાની ચેતવણી: દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 2-8 જુલાઈ દરમિયાન 40-50 કિમી/કલાક (60 કિમી/કલાક સુધીના પવન) ની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાત, કોંકણ અને ગોવા: આ પ્રદેશોમાં 2 થી 8 જુલાઈ સુધી સતત વ્યાપક વરસાદ ચાલુ રહેશે. 2 થી 5 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રદેશ અને કોંકણમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે, જ્યારે ગુજરાતમાં 6 થી 8 જુલાઈ દરમિયાન ખૂબ જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 2 થી 4 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ 5-6 જુલાઈએ અતિ ભારે વરસાદ અને 7-8 જુલાઈએ ફરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી
2 થી 8 જુલાઈ સુધી સતત ભારે વરસાદ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 3 જુલાઈએ ભારે વરસાદ પડશે, 4 થી 8 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. 5 થી 8 જુલાઈ દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે.

તેલંગાણામાં 2 જુલાઈએ ભારે વરસાદ અને 2-4 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં 2 થી 5 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક, તેલંગાણા અને રાયલસીમા પ્રદેશમાં 2 થી 8 જુલાઈ દરમિયાન ભારે સપાટી પર પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હીમાં આતંકવાદી કાવતરાનો પર્દાફાશ, ISI ના 4 આતંકીઓ ઝડપાયા

0

દિલ્હીને લોહીલુહાણ કરવાનું પાકિસ્તાની ગુપ્તચર એજન્સી Iડાનું વધુ એક મોટું ષડયંત્ર નિષ્ફળ રહ્યું છે. એક મોટા આંતરરાજ્ય ઓપરેશનમાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે Iડા દ્વારા સંચાલિત આતંકવાદી અને હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે દિલ્હી અને પંજાબમાંથી ચાર ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકીઓ પાસેથી તુર્કી બનાવટની અત્યાધુનિક ‘ઝિગાના પિસ્તોલ’ સહિત બે વિદેશી પિસ્તોલ, નવ કારતૂસ અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની ડેન્ડલરે સ્થાનિક યુવાનોને જાળામાં ફસાવ્યા
સ્પેશિયલ સેલના DCP પ્રવીણ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એસીપી વિવેક કુમાર ત્યાગી, ઇન્સ્પેક્ટર સતીશ રાણા અને ઇન્સ્પેક્ટર અશોકની આગેવાની હેઠળની ટીમને ચોક્કસ ટેકનિકલ અને ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતી અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલો Iડા હેન્ડલર શહજાદ ભટ્ટી તેના સહયોગીઓ સાથે મળીને દિલ્હી-NCR ક્ષેત્રમાં કોઈ મોટા આતંકવાદી હુમલાની ફિરાકમાં હતો. આ કાવતરાને અંજામ આપવા માટે તેણે પંજાબના સ્થાનિક યુવાનોને પૈસા અને અન્ય લાલચ આપીને પોતાના જાળામાં ફસાવ્યા હતા.

ગુપ્ત માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પંજાબ અને દિલ્હીમાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. આ ઓપરેશન દરમિયાન પંજાબના અમૃતસર ખાતેથી શુભદીપ સિંહ ઉર્ફે વિશાલ નામના પ્રથમ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક સેમી-ઓટોમેટિક પિસ્તોલ, પાંચ કારતૂસ અને બે મોબાઈલ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે પાકિસ્તાની હેન્ડલર શહજાદ ભટ્ટીના સીધા સંપર્કમાં હતો અને સરહદ પારથી ડ્રોન દ્વારા શસ્ત્રો તેમજ ડ્રગ્સનો જથ્થો મેળવતો હતો.

ધાર્મિક સ્થળો અને પોલીસ સ્ટેશનોની રેકી કરી વિડીયો પાકિસ્તાન મોકલ્યા
શુભદીપની ધરપકડ બાદ પોલીસે તેના બે સાથીઓ ગુરજંત સિંહ ઉર્ફે ઋષિ અને સાજન સિંહ ઉર્ફે હનીને પણ પંજાબમાંથી દબોચી લીધા હતા, જેમના પાસેથી તુર્કીની ઝીગાના પિસ્તોલ અને ચાર કારતૂસ મળ્યા હતા. આ જ કડીમાં આગળની કાર્યવાહી કરીને પોલીસે દિલ્હીમાંથી ગગનપ્રીત નામના ચોથા આતંકવાદીની ધરપકડ કરી હતી. ગગનપ્રીતના મોબાઈલ ફોનમાંથી દેશવિરોધી પ્રવૃત્તિઓના અસંખ્ય પુરાવા મળી આવ્યા છે.

તપાસમાં ખુલાસો થયો છે કે ગગનપ્રીતને પાકિસ્તાન તરફથી ખૂબ જ સંવેદનશીલ અને ખતરનાક કામ સોંપાયું હતું. તેણે દિલ્હીના અનેક પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને મુખ્ય ધાર્મિક સ્થળોની રેકી કરી હતી. આ તમામ સ્થળોના વીડિયો રેકોર્ડ કરીને તેણે પાકિસ્તાન મોકલ્યા હતા. તેને દિલ્હીના કોઈ ગીચ વિસ્તારમાં રેપિડ-ફાયર ગોળીબાર કરીને સામાન્ય જનતામાં ગભરાટ ફેલાવવાનું ટાસ્ક પણ આપવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ ચારેય આતંકીઓની આકરી પૂછપરછ કરી રહી છે જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ સુધી પહોંચી શકાય.

ગુજરાત પોલીસના 6 અધિકારીઓને IPSમાં પ્રમોશન, કેન્દ્ર સરકારે જાહેર કર્યા મોટા આદેશ

ગુજરાત પોલીસ બેડામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા પ્રમોશનના મહત્વપૂર્ણ આદેશો આખરે જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ગુજરાત પોલીસ સેવા (GPS)ના છ વરિષ્ઠ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. ભારતીય પોલીસ સેવા (ભરતી) નિયમો, 1954 અને ભારતીય પોલીસ સેવા (પદોન્નતિ દ્વારા નિયુક્તિ) નિયમો, 1955 હેઠળ આ નિયુક્તિઓ કરવામાં આવી છે. પ્રમોશન મેળવનારા તમામ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવવામાં આવ્યું છે.

પ્રમોશન મેળવનારા 6 અધિકારીઓની યાદી
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી Select List-2025 મુજબ નીચેના અધિકારીઓને IPS કેડરમાં સ્થાન આપવામાં આવ્યું છે:

  • રાજદીપસિંહ એન. નકુમ – ડીસીપી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સુરત શહેર
  • ભરતકુમાર બી. રાઠોડ – ડીસીપી, ઝોન-2, અમદાવાદ શહેર
  • રાકેશ ડી. દેસાઈ – ડીસીપી, ઝોન-2, રાજકોટ શહેર
  • કલ્પેશકુમાર ટી. ચાવડા – કમાન્ડન્ટ, એસઆરપી ગ્રુપ, ગોંડલ
  • પ્રફુલ વી. વાનિયા
  • રાજેશકુમાર ટી. પરમાર

એક વર્ષનું પ્રોબેશન અને ઇન્ડક્શન ટ્રેનિંગ ફરજિયાત
સત્તાવાર આદેશ મુજબ તમામ અધિકારીઓને શરૂઆતમાં એક વર્ષ માટે પ્રોબેશન પર રાખવામાં આવશે. ત્યારબાદ ભારતીય પોલીસ સેવા (પરિવીક્ષા) નિયમો મુજબ નિર્ધારિત ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેઓને નિયમિત રીતે IPS અધિકારી તરીકે સેવા આપવાનો દરજ્જો મળશે.

પોલીસ બેડામાં ખુશીનો માહોલ
આ પ્રમોશન બાદ રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં તેમને નવા IPS હોદ્દા અનુસાર પોસ્ટિંગ આપવામાં આવશે, જેને લઈને પોલીસ વિભાગમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

વરસાદે મચાવી તબાહી! સુરતમાં રસ્તો ધસી પડ્યો, ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 107 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જોકે ભારે વરસાદ સાથે અનેક જગ્યાએ રસ્તા ધસી પડવા, ભૂવા પડવા અને પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો દાવો કરતી સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રથમ જ વરસાદે સવાલો ઊભા કર્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તાઓ બેસી ગયા અને હવે ખાડી સફાઈ માટે ઉતારવામાં આવેલી ભારે ક્રેન જ ખાડીમાં ફસાઈ જતાં પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટના બાદ લાંબા સમય સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યો ન હતો.

ડિંડોલીમાં 40 મીટર રસ્તો ધસી પડ્યો, ટ્રક ફસાયો
સુરતના ડિંડોલી જી-9 સર્કલ નજીક અચાનક આશરે 40 મીટર જેટલો રસ્તો ધસી પડતાં મોટો ભૂવો સર્જાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો ભારે ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. ટ્રકનું ટાયર અને આગળનો ભાગ રસ્તામાં ધસી જતાં ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં આગામી કલાકો માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વ્યારામાં ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત
તાપી જિલ્લાના વ્યારામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે રેલવે ગરનાળામાં આશરે એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક સમય માટે અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની પણ શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.