Home Blog Page 409

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 5 લોકોના મોત

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજ સવારે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. દુર્ઘટના ગૌરિકુંડ વિસ્તારમાં ત્રિજુગીનારાયણ નજીક બની છે. ક્રેશ થયેલું હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું અને તે કેદારનાથ ધામથી ફાટા જઈ રહ્યું હતું.

આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 લોકોના મોત થયા હોવાની ખબર છે. દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન બતાવવામાં આવી રહ્યું છે. NDRF તથા SDRFની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઉત્તરાખંડના ADG લો એન્ડ ઓર્ડર ડૉ. વી. મુરુગેસન પણ પોલીસ ટીમ સાથે સ્થળ પર હાજર થઈ ગયા છે.

૧૫ જૂન, ૨૦૨૫ / રવિવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળ મજબૂત બનતું જણાય. અાનંદ-ઉત્સાહ માં વધારો થતો જણાય. નિર્ણય શકિત મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. અાવક માં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મન માં પ્રસન્નતા અનુભવાય. અાવક નું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનો ની પ્રગતિ થી અાનંદ થાય. જમણી અાંખ ની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસા ની છુટ વર્તાય. કાર્ય માં સફળતા. ભાગીદારી ના ધંધા માં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગે ના વ્યવહારો અાજે ટાળવા. દામપત્ય સુખ માં વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. અાવક માં વધારો થતો જણાય. સ્વાસ્થય ના કાળજી રાખવી. શરદી, કફ થી સાચવવું. વૈવાહિક જીવન માં પ્રેમ જળવાશે. મિત્રો તરફ થી લાભ.

સિંહઃ

નાણાં ની વખતસર હેરફેર થતી જણાય. મિત્રો નો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે અાવક માં વૃધ્ધિ શક્ય બને. પરિવાર માં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહન ની ખરીદી શક્ય બને. નોકરી, ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ અોછો મળતાં અાવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવાર ના તમામ સભ્યો ની પ્રગતિ થી મન અાનંદ માં રહેશે. કાર્ય માં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રો નો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

અાવક માં વધારો થતો જણાય. પરિવાર માં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામપત્ય સુખ માં અાનંદ ના અનુભૂતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલ ના પ્રમાણ માં વિચારો માં હકારાત્મકતા જણાય. અારોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવન માં અાનંદ ની લાગણી પેદા થાય, ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

અાવક જાવક નું પાસું સરભર થતું જણાય. મન ની ઉચ્ચકોટિ ની ભાવના પેદા થાય. નાણાં નો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબત માં સફળતા મળતી જણાય. અારોગ્ય જળવાય.

કુંભઃ
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. અાવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન ની ચિંતા રહે. અારોગ્ય જળવાશે. મિત્ર વર્તુળ માં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરી માં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ-પ્રતિષ્ઠા માં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય અેનું ધ્યાન રાખવું.

પાન કાર્ડ સાથે કરો આ ભૂલ તો ચૂકવવો પડી શકે છે 10,000 રૂપિયા સુધીનો દંડ

0

દેશમાં આવકવેરાના નિયમ મુજબ પાન કાર્ડ અને આધાર કાર્ડ વગર કોઈપણ નાણાકીય કાર્ય પૂર્ણ કરવું શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે પાન અને આધારને લિંક કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઘણા લોકોએ હજુ પણ પોતાના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું. આવા લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. આમ છતાં જે લોકો નાણાકીય વ્યવહારોમાં નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરી રહ્યા છે તેમને હવે આવકવેરા કાયદાની કલમ 272-B હેઠળ કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ કલમ હેઠળ આવા દરેક વ્યવહાર પર રૂપિયા 10,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. સરકારે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે.

પાન-આધાર લિંક ફરજિયાત
આવકવેરા વિભાગ કહે છે કે જો કોઈ વ્યક્તિ ઉચ્ચ મૂલ્યના વ્યવહારોમાં, નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરે છે. તો તેના પર દરેક કિસ્સામાં અલગ દંડ લાદવામાં આવી શકે છે. આમાં બેંક ખાતું ખોલવા અથવા ચલાવવા, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા, મિલકત ખરીદવા, લોન માટે અરજી કરવા અને આવકવેરા રિટર્ન ભરવા જેવા વ્યવહારો પણ શામેલ છે.

પાન કેવી રીતે નિષ્ક્રિય થાય
જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યું હોય તો તેને નિષ્ક્રિય જાહેર કરવામાં આવે છે. આવા પાન કાર્ડ હવે મોટાભાગના કર અને નાણાકીય હેતુઓ માટે અમાન્ય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આ નિષ્ક્રિય પાનનો ઉપયોગ નાણાકીય હેતુઓ માટે કરે છે, તો તેને કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે.

વિમાનમાં સવાર યાત્રીઓ સિવાય માર્યા ગયેલા 33 લોકોને પણ સહાય આપશે ટાટા ગ્રુપ

0

ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે તે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય 33 લોકોને પણ 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. ટાટા ગ્રુપે કહ્યું છે કે તે વિમાનમાં ન હતા પરંતુ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને પણ વળતર આપશે. ઘટના સમયે આ 33 લોકો અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના પરિસરમાં હતા. આ સંકુલ અમદાવાદ એરપોર્ટની બાજુમાં આવેલું છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોમાં એરપોર્ટની નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારના ડોકટરો, વિદ્યાર્થીઓ, હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપે પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા 241 લોકોના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી દીધી હતી. ટાટા ગ્રુપે કહ્યું છે કે તે બીજે મેડિકલ હોસ્ટેલના પુનર્વિકાસમાં પણ મદદ કરશે. આ હોસ્ટેલને પ્લેન ક્રેશમાં ભારે નુકસાન થયું છે.

વીમા કંપનીઓ પાસેથી પણ મળશે વળતર
ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા 1 કરોડ રૂપિયા ઉપરાંત અકસ્માતમાં જીવ ગુમાવનાર યાત્રીઓને વીમા કંપનીઓ તરફથી લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર પણ મળશે.

અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે કેન્દ્રે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરની બહુ-વિભાગીય સમિતિની રચના કરવામાં આવી છે. નાગરિક હવાઈ પરિવહન મંત્રાલયે આ નિવેદનમાં જણાવ્યું છે કે આ સમિતિએ જે રીતે દુર્ઘટનાની તપાસ કરતી અન્ય એજન્સીઓ કાર્યરત છે તેનો વિકલ્પ નહીં બને. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે પ્રમાણભૂત કાર્યપદ્ધતિ તૈયાર કરવાનું રહેશે અને તે ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

અમદાવાદથી લંડન જતી ‘બોઇંગ 787-8’ વિમાન 12 જૂને ઉડાન પછી તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તે એક મેડિકલ કોલેજના કેમ્પસમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોને તથા જમીન પરના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને મળીને અનેક જણના જીવ ગયા હતા.

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) પહેલેથી જ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. મંત્રાલયના 13 જૂનના આદેશ અનુસાર ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં આ સમિતિમાં નાગરિક ઉડ્ડયન સચિવ અને ગૃહ મંત્રાલયના અતિરિક્ત સચિવ સભ્ય તરીકે જોડાયા છે.

આ સમિતિમાં ગુજરાત ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય આપત્તિ નિવારણ પ્રાધિકરણ, અમદાવાદ પોલીસ કમિશનર, વાયુસેના મહાનિદેશક (ઇન્સ્પેક્શન અને સુરક્ષા), નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) ના મહાનિર્દેશક અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.

અમદાવાદ પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો સૌથી પહેલો વીડિયો જે સામે આવ્યો હતો તે વીડિયો ઉતારનાર યુવકની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે તે 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. સૌથી પહેલા રેકોર્ડ કરેલો વીડિયો જ સામે આવ્યો હતો. પ્લેન ક્રેશની દુર્ઘટનાનો વીડિયો ઉતારનાર 17 વર્ષીય સગીરનું નામ આર્યન અંસારી છે જેણે લક્ષ્મીનગર સ્થિત પોતાના મકાનની છત પરથી વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. હાલ પોલીસ આર્યનને પૂછપરછ માટે પોતાની સાથે લઇ ગઇ છે.

આર્યને કહ્યું હતું કે હું ગામડે રહું છું. મારા ગામ પાસેથી વિમાન ઉડતું નથી, એટલે ક્યારેય જોયું નહોતું. હું પહેલીવાર અમદાવાદ આવ્યો હતો અને પાસેથી વિમાન જતું હતું એટલે મને લાગ્યું કે વીડિયો ઉતારી લઉં અને મિત્રોને બતાવીશ. પ્લેન જઈ રહ્યું હતું તો મને લાગ્યું કે ત્યાં એરપોર્ટ છે, તો પ્લેન લેન્ડિંગ કરી રહ્યું છે. તે ત્યાં જઈને બ્લાસ્ટ થઈ ગયું. મેં વિચાર્યું પણ નહોતું. હું ડરી ગયો હતો. પછી મેં મારી બહેનને બતાવ્યું કે આ શું થયું છે.”

મહત્વનું છે કે અમદાવાદમાં બે દિવસ પહેલા બપોર 1 વાગ્યા સુધી બધુ નોર્મલ સ્થિતિમાં હતું રોજબરોજની ક્રિયા ચાલતી હતી. બપોર 1.40 થયોને સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વ હચમચી ગયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 1.38 વાગ્યે લંડન જવા એક ફ્લાઈટે ઉડાન ભરી હતી, જો કે ઉડાન ભર્યાના બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ પ્લેન મેઘાણીનગરમાં IGP કપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ સાથે જ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પૂર્વ મુખ્યામંત્રી વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવાશે, અંતિમ યાત્રાનો રૂટ જાહેર

સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરાઇ છે. ઋષિકેશ પટેલ, પુરૂષત્તમ રૂપાલા સહિતના ભાજપના રાજકીય નેતાઓ અને સગા-સંબંધીઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી ચૂક્યા છે. સોસાયટીમાં તેમના નિવાસ સ્થાનના દરવાજા ખોલવામાં આવ્યા છે. DNA રિપોર્ટ મેચ થયા બાદ પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસ સ્થાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રામનાથ સ્મશાનમાં કરવામાં આવશે.

વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હતા તેથી પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે.

સ્વ. પૂર્વ મુખ્યમત્રી વિજયભાઈની અંતિમ યાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે.
નિવાસ સ્થાન થી નિર્મલા રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજ થી માલવીયા ચોક, કોર્પોરેશન ચોક થી ધર્મેન્દ્ર રોડ સાંગણવા ચોક થઈ ભુપેન્દ્ર રોડ થઈ રામનાથ પરા સ્મશાન

અમદાવાદમાં ‘વિમાન કેવી રીતે ક્રેશ થયું’, ટૂંક સમયમાં ખુલાસો થશે, જાણો મંત્રી રામ મોહને શું કહ્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, “છેલ્લા બે દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ નજીક થયેલા અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના… શું કરવાની જરૂર છે, કઈ મદદ પૂરી પાડવાની જરૂર છે તે જોવા માટે હું વ્યક્તિગત રીતે સ્થળ પર ગયો હતો અને ગુજરાત સરકાર, ભારત સરકાર અને મંત્રાલયના અન્ય લોકોનો આ જ વિચાર હતો.

અકસ્માત પછીનું દ્રશ્ય કેવું હતું – મંત્રીએ જણાવ્યું
“જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે અમે જોયું કે તમામ સંબંધિત વિભાગોની ટીમો જમીન પર કામ કરી રહી હતી, શક્ય તેટલું બચાવ કરવાનો પ્રયાસ કરી રહી હતી, આગ બુઝાવી રહી હતી અને કાટમાળ સાફ કરી રહી હતી જેથી મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં મોકલી શકાય,” મંત્રીએ કહ્યું. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, જે ખાસ કરીને વિમાનને લગતી ઘટનાઓ અને અકસ્માતોની તપાસ કરવા માટે બનાવવામાં આવ્યો હતો, તેને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યો હતો.

બ્લેક બોક્સ મળી આવ્યું છે, હવે અકસ્માતનું કારણ બહાર આવશે
AAIB દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકનિકલ તપાસમાંથી એક મહત્વપૂર્ણ અપડેટ એ છે કે ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું. AAIB ટીમ માને છે કે બ્લેક બોક્સનું આ ડીકોડિંગ અકસ્માત પ્રક્રિયા દરમિયાન અથવા અકસ્માત પહેલાની ક્ષણોમાં બરાબર શું બન્યું હશે તે વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રદાન કરશે. AAIB દ્વારા સંપૂર્ણ તપાસ પછી પરિણામો અથવા અહેવાલો શું આવશે તે જોવા માટે અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ…”

થોડીક સેકન્ડોમાં જ વિનાશ સર્જાયો
તે જ સમયે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, “12 જૂને બપોરે ૨ વાગ્યે અમને માહિતી મળી કે અમદાવાદથી ગેટવિક લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. અમે તાત્કાલિક એટીસી અમદાવાદ દ્વારા આ અંગે વિગતવાર માહિતી મેળવી. તે એઆઈસી 171 હતું અને તેમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 2 પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ વિમાન બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને થોડીક સેકન્ડોમાં, લગભગ 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, તે પડવા લાગ્યું, એટલે કે તેની ઊંચાઈ ઓછી થવા લાગી. બપોરે 1:39 વાગ્યે, પાયલોટે અમદાવાદ એટીસીને જાણ કરી કે આજે મેડે છે, એટલે કે સંપૂર્ણ કટોકટી છે.”

સાંજે ૫ વાગ્યે રનવે ફરીથી ખોલવામાં આવ્યો.
ATC ના જણાવ્યા મુજબ, જ્યારે તેણે વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કોઈ જવાબ મળ્યો નહીં. બરાબર 1 મિનિટ પછી, વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું, જે એરપોર્ટથી લગભગ 2 કિમી દૂર સ્થિત છે. વિમાનના કેપ્ટન સુમિત સભરવાલ હતા અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ સુંદરે જણાવ્યું હતું કે, “જ્યાં સુધી વિમાનના સમગ્ર ઇતિહાસનો સવાલ છે, આ અકસ્માત પહેલા, વિમાને પેરિસ-દિલ્હી-અમદાવાદ સેક્ટર કોઈપણ અકસ્માત વિના પૂર્ણ કર્યું હતું. અકસ્માતને કારણે રનવે બપોરે 2:30 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો અને તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા પછી, અમદાવાદનો રનવે સાંજે 5 વાગ્યાથી મર્યાદિત ફ્લાઇટ્સ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.”

વિમાન દુર્ઘટના બાદ ‘ફ્લાઇટ નં. 171’ માટે અંતિમ વિમાનયાત્રા, હવે નહિ ઉડે, જાણો

0

ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન AI-171 અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. આ વિમાન અકસ્માત બાદ એર ઇન્ડિયા એરલાઇન કંપનીએ મોટી જાહેરાત કરી છે.

આ નિર્ણય આ કારણે લેવામાં આવ્યો હતો
એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા (AI) એક્સપ્રેસ ક્યારેય ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ કરશે નહીં. શનિવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા. ટેકઓફ પછી તરત જ ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ નંબર ‘AI 171’નું સંચાલન કરી રહ્યું હતું.

હવે ફ્લાઇટ નંબર ‘AI 171’ ને બદલે ‘AI 159’ હશે.
શનિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે જીવલેણ ફ્લાઇટ અકસ્માતો પછી એરલાઇન્સ ચોક્કસ ફ્લાઇટ નંબરોનો ઉપયોગ બંધ કરે છે તે એક સામાન્ય પ્રથા છે. હવે, 17 જૂનથી, અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ નંબર ‘AI 171’ ને બદલે ‘AI 159’ હશે. શુક્રવારે બુકિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.

આ ‘IX 171’ બંધ થાય તે પહેલાં
સૂત્રએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ તેનો ફ્લાઇટ નંબર ‘IX 171’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ફ્લાઇટ નંબર ‘171’ બંધ કરવો એ મૃતકોના આત્માઓ પ્રત્યે આદર દર્શાવવા માટે છે. અગાઉ 2020 માં, એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનના ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. આ અકસ્માતમાં 21 લોકો માર્યા ગયા હતા.

કાશ્મીરથી અરુણાચલ સુધી નકશામાં ખામી, ઇઝરાયેલી સેના ઘેરાઈ વિવાદમાં, જાણો મામલો?

0

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે પોતાની ભૂલ બદલ માફી માંગી છે જેમાં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ ખોટી રીતે દર્શાવવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવવામાં આવ્યું હતું. ભારતનો આ ખોટો નકશો ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે તેના x હેન્ડલ પર શેર કર્યો હતો. આ નકશો શેર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે માફી માંગી. જોકે, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે કહ્યું કે તે યોગ્ય નકશો નથી, તે ફક્ત વિસ્તારનું ચિત્રણ હતું.

શું છે સમગ્ર મામલો?
અહેવાલો અનુસાર, 13મી જૂનના રોજ આઈડીએફએ એક ગ્રાફિકલ વર્લ્ડ મેપ ‘X’ પર પોસ્ટ કર્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ઈરાનની મિસાઈલો કયા કયા વિસ્તારોમાં હુમલો કરી શકે છે. પોસ્ટમાં લખ્યું ‘ઈરાન એક વૈશ્વિક ખતરો છે. ઈઝરાયલ તેનું અંતિમ લક્ષ્ય નથી, તે ફક્ત શરૂઆત છે. અમારી પાસે કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.’ જો કે, નકશામાં ભારતની સરહદો સચોટ રીતે દર્શાવવામાં આવી ન હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સે નકશામાં ભૂલો જોઈ. જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે ઉત્તર-પૂર્વીય પ્રદેશ નેપાળ સાથે જોડાયેલો હતો. આ ભૂલથી ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા. કારણ કે તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર પ્રશ્નો ઊભા કરે છે.

IDFએ માફી માંગી
આ મામલે વિવાદ વધતો જોઈને IDFએ 13મી જૂનના રોજ ફરી એક પોસ્ટ કરી, તેમાં લખ્યું ‘આ પોસ્ટમાં ફક્ત વિસ્તારનો નકશો છે. આ નકશો સરહદોનું સચોટ ચિત્રણ કરતો નથી. આ તસવીરના કારણે થયેલા કોઈપણ ગુના માટે અમે માફી માંગીએ છીએ.’ આ ઉપરાંત ભારતમાં ઈઝરાયલી રાજદૂતે પણ આ અંગે સ્પષ્ટતા કરતા લખ્યું, ‘આ એક ખરાબ રીતે અનિચ્છનીય ઇન્ફોગ્રાફિક છે. તેને દૂર કરવા/સુધારવા માટે પહેલાથી જ કહેવામાં આવ્યું છે.’