Home Blog Page 1369

વસતી ગણતરી બંધ રાખવાનો કેન્દ્રનો નિર્ણય, જાતિ આધારિત ડેટા પણ બહાર નહીં પડે, જાણો કારણ

0

Center’s decision to stop census

  • કેન્દ્ર સરકારે 2021ની વસતી ગણતરીને હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં લોકસભાને જાણ કરાઈ છે.

2021ની વસતી ગણતરી (Census) અને તે સંબંધિત તમામ કામ સરકારે મોકૂફ કરી દીધા છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Minister of State for Home Nithyananda Raye) લોકસભામાં જવાબ આપ્યો હતો. નિત્યાનંદ રાવે જણાવ્યું કે કોરોના મહામારીને કારણે 2021ની વસતી ગણતરી અને તે સંબંધિત તમામ કામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે વસતી ગણતરી માટે ફરી વાર નિર્ણય લેવામાં આવશે.

વસતી ગણતરી બંધ કરવાનો નિર્ણય લેવાયો :

સરકારે કોરોના મહામારીને કારણે વસતી ગણતરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જાતિ આધારિત ડેટા રિલિઝ નહીં થાય :

કેન્દ્રીય મંત્રી રાયે લોકસભામાં જણાવ્યું કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની સરકારની કોઈ ઈચ્છા નથી. મંત્રીએ કહ્યું કે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે હાલના તબક્કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની કોઈ દરખાસ્ત નથી.

અગાઉ પણ વસ્તી ગણતરી અભિયાન મોકૂફ રખાયું હતું :

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અગાઉ પણ વસતી ગણતરી બંધ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગયા વર્ષે 7 ડિસેમ્બરે સંસદમાં માહિતી આપી હતી કે કોવિડ -19 રોગચાળાને કારણે વસ્તી ગણતરી 2021 અને વસ્તી ગણતરી સંબંધિત પ્રવૃત્તિઓ મુલતવી રાખવામાં આવી છે. ત્યારે સરકારે કહ્યું હતું કે આગામી વસ્તી ગણતરી, જેમાં વસ્તીવિષયક અને વિવિધ સામાજિક-આર્થિક માપદંડો જેવા કે શિક્ષણ, એસસી/એસટી, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર પર ડેટા એકત્રિત કરવામાં આવે છે, તે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.

આ પણ વાંચો :-

એક ચોર હો તો ઐસા ભી ! આખા સુરતને માથે લેનાર શખ્સ પાસેથી કેવી રીતે 18 ગુનાનો ભેદ ખૂલ્યો ?

If you are a thief, so is Aisa

  • સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો.

દેશ -વિદેશમાં ફરવા જવાની ઈચ્છાઓ અને મોજશોખ (fun) પુરા કરવા માટે અનેક લોકો શોર્ટકટ તરકીબો આપનાવી  ગુનાખોરીના રવાડે ચઢતાં હોય છે. ત્યારે સુરત પોલીસે એક એવા વાહનચોરને (Car thief) પકડી પાડ્યો છે. જેની પાસેથી 19 બાઇક કબજે કરી 18 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

મદદનીશ પોલીસ કમિશ્નર ઝેડ આર દેસાઇએ જણાવ્યું હતું કે વાહનચોરી, મોબાઇલ ચોરી, ધરફોડ ચોરી, જુગાર પ્રોહીબિશન તથા શરીર સંબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર દ્વારા સુચના અપાઈ હતી. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી એક આરોપી જે વાહન ચોરીના કેસમાં ફરી રહ્યો છે તે સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ પસાર થવાનો છે. તેની પાસે આધાર પુરાવા વગરની સફેદ કલરની મોપેડ છે. જેને તે વેચાણ કરવા માટે સુરત રાંદેર ઉગત બોટનિકલ ગાર્ડનની સામેથી નીકળશે.

બાતમીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેને 18 અનડીટેકટ ગુનાઓની કબૂલાત કરી હતી. સાથે જ અલગ અલગ કુલ્લે 19 મોટરસાયકલ અને મોપેડ મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ સુરતના મોમનાવાડ ખાડી, ગોપીપુરાનો અને મૂળ નિઝામપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે.

સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો. વાહન ચોરી કરી તેને વેચી મોટા પ્રમાણમાં રૂપિયા મેળવી દેશ-વિદેશમાં ફરવાની ઈચ્છા રાખતો હતો.

આ પણ વાંચો –

ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો : સૂત્રો

0

Champion javelin thrower Neeraj Chopra

  • ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

ચેમ્પિયન જેવલિન થ્રોઅર (Champion javelin thrower) નીરજ ચોપરા મંગળવારે હેમસ્ટ્રિંગના તાણને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો હતો. હકીકતમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની (Neeraj World Athletics Championship) ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ જ ઈજાના કારણે નીરજને આ મોટી ટુર્નામેન્ટમાંથી (tournament) બહાર થવું પડ્યું છે.  સૂત્રના જણાવ્યા અનુસાર, નીરજને જંઘામૂળમાં ઈજા થઈ હતી. જોકે નીરજને આશા હતી કે તે કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભાગ લેશે, પરંતુ ઈજાના કારણે તેને કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવું પડ્યું હતું.

વાસ્તવમાં, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર ફેંકતી વખતે નીરજને જાંઘમાં ઈજા થઈ હતી. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે ચોપરાનું સોમવારે યુએસમાં એમઆરઆઈ કરવામાં આવ્યું હતું અને તેમને એક મહિનાના આરામની સલાહ આપવામાં આવી છે. “ભારતીય બરછી ફેંકનાર નીરજ ચોપરાએ આજે ​​સવારે યુએસથી ફોન પર મારી સાથે વાત કરી અને ફિટનેસની ચિંતાઓને કારણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે અસમર્થતા વ્યક્ત કરી.

મહેતાએ જણાવ્યું હતું કે, “યુજેનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધા પછી, ચોપરાએ સોમવારે એમઆરઆઈ કરાવ્યું હતું અને તેની તબીબી ટીમે તેને એક મહિનાનો આરામ કરવાની સલાહ આપી છે.”
બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં 5 ઓગસ્ટે ભાલા ફેંકની શરૂઆત થવાની હતી. તેની ફાઈનલ 7 ઓગસ્ટે યોજાશે.

ક્વોલિફાઈંગ રાઉન્ડ મેન્સ જેવલિન થ્રોમાં 5મી ઓગસ્ટે રમાશે જ્યારે ફાઈનલ 7મી ઓગસ્ટે રમાશે. પરંતુ નીરજના એક્ઝિટ થતાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવવાની આશા ધૂંધળી જણાઈ રહી છે.

તાજેતરમાં રમાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ લખ્યો હતો. તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ બન્યો હતો.

આ પણ વાંચો :-

બરવાળા લઠ્ઠાકાંડમાં જે મહિલા ASI ની સંડોવણી ખૂલી તેની બદલીના આદેશ છૂટ્યા  

The transfer orders of the woman

  • મહિલા ASI આસમીબાનુ ઝડકીલાની હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે. મહિલા ASI ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેની લઠ્ઠાકાંડના હપ્તામાં સંડોવણી ખૂલી.

બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં (Lattakand) 31 લોકોના મોત બાદ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ પહેલુ એક્શન લીધુ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં (Viral audio clip) જે મહિલા એએસઆઈનો રોલ સામે આવ્યો છે તેની બદલી કરવાના આદેશ છૂટ્યા છે. મહિલા ASI આસમીબાનુ ઝડકીલાની હેડ ક્વાર્ટરમાં (Head Quarters) બદલી કરાઈ છે. મહિલા ASI ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેની લઠ્ઠાકાંડના હપ્તામાં સંડોવણી ખૂલી છે.

શું હતો આસમીબાનુ ઝડકીલાનો રોલ  :

લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI આસમીબાનુ ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે.

જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. તો બીજી ક્લીપમાં હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી અને બુટલેગરની ચર્ચા છે. જેમાં મેડમ એટલે કે આસમીબાનુ ઝડકીલાને આપવાનો થતો હપ્તો ક્યાં લેવા આવશો, તે અંગે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હાલ કથિત લઠ્ઠાંકાંડ વચ્ચે બુટલેગર સાથે સેટિંગની ઓડિયો ક્લીપ ટોક ઓપ ધ ટાઉન બની છે.

ઉલ્લેખનીય છે કે, એમોઝ નામની કંપનીમાંથી મિથેનોલ કેમિકલ મોકલાયું હતું. અમદાવાદના પીપળજ ખાતે એમોઝ કંપની આવેલી છે. એમોઝ કંપનીમાંથી જ મિથેનોલ કેમિકલ મોકલાયું હતું. જેમાં રાજુ નામના શખ્સે મિથેનોલ કેમિકલ મોકલ્યું હોવાનો ખુલાસો થયો છે. રાજુએ ત્રણ બેરલ મિથેનોલ કેમિકલ મોકલ્યું હતું. ડભોઇ ગામમાં પિન્ટુ અને સંજયે મિથેનોલના ત્રણ બેરલ ઉતાર્યા હતા.

દારૂ વેચવામાં મહિલા પણ સામેલ :

બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. આ ઝોરી દારૂ વેચવામાં પુરુષો સાથે મહિલાઓ પર સામેલ છે. ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે બોટાદ એસપી પત્રકાર પરિષદ કરશે. બાવળા પોલીસે લઠ્ઠાકાંડમાં પોલીસ ફરિયાદ નોંધી છે. 13 લોકો સામે બાવળા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઈ છે. જેમાં વધુ લોકોના પણ નામ સામેલ થઈ શકે છે.

આ પણ વાંચો :-

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ‘કોમનવેલ્થ ગેમ્સ 2022’ માટે બર્મિંગહામ જવા રવાના, BCCIએ વીડિયો શેર કર્યો

0

Indian women’s cricket team

  •   સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે.

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માટે રવિવારે (24 જુલાઈ) બર્મિંગહામ જવા રવાના થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીમ બેંગ્લોરથી રવાના થઈ છે. કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ઉત્સાહમાં જોવા મળી રહ્યી છે અને ટીમ ગોલ્ડ (Team Gold) કબજે કરવાનો વિશ્વાસ ધરાવે છે.

ભારતીય બોર્ડે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, આજે સવારે બેંગ્લોરથી બર્મિંગહામ જવા રવાના થયેલી ‘ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન’. સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઈના રોજ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય પાકિસ્તાન અને બાર્બાડોસની ટીમો છે.

ફાઈનલ મેચ 7 ઓગસ્ટે રમાશે :

ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો છે. ટૂર્નામેન્ટની તમામ 16 મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મલ્ટી-સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ 29 જુલાઈથી શરૂ થશે જ્યારે ફાઈનલ અને ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચ 7 ઓગસ્ટે રમાશે. એક દિવસમાં બે મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે રમાશે જ્યારે બીજી મેચ રાત્રે 10:30 કલાકે રમાશે.

CWG 2022 માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમ :

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા ભાટિયા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાધા.

આ પણ વાંચો –

દારૂ નહિ મોતનો સામાન હતો, લઠ્ઠાકાંડમાં મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું

Alcohol was not the substance

  • ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ હતું.

બરવાળાના લઠ્ઠાકાંડ (Lathtakand of Barwala) મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જે મિથેનોલ કેમિકલ (Methanol Chemical) 24 લોકોના મોતનો સામાન બન્યો તે ખરીદવામાં નહિ, પણ ચોરવામાં આવ્યુ હતું. ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) કસ્ટડીમાં આવેલા આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જયેશ 200 લીટર કેમિકલના 60,000 આપ્યા હતા.

તો બીજી તરફ, લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. તાત્કાલિક ધોરણે તપાસ તથા રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અસર ગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને સૂચના અપાઈ છે.

મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું :

ગુજરાત પોલીસનો દાવો કે માર્યા ગયેલા લોકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું. સંજય પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓના બદલામાં સીધું જ કેમિકલ લોકોને વેચી દીધુ હોવાનું સામે આવ્યુ છે. જે તેમના મોતનું કારણ બન્યુ હતું. આમ, મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું. દારૂની કોથળીના બદલામાં આરોપીઓ કેમિકલ વેચતા હતા. સંજય, પિન્ટુ અને તેના સાગરીતોએ લોકોને દારૂના બદલામાં કેમિકલ વેંચ્યુ હતું. આ સાથે જ મુખ્ય આરોપી જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો છે.

જયેશે મિથનોલ કન્ટેનરમાંથી ચોર્યું હતું :

અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા કુલ 600 લીટર સપ્લાય કરવામાં આવ્યું છે, જેમાંથી SIT ની ટીમે 450 લીટર મિથેનોલ કેમિકલ કબ્જે કરી લીધું છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ છે. જયેશે 200 લીટર કેમિકલના રૂપિયા 60,000 આપ્યા હતા.

દારૂ વેચવામાં મહિલા પણ સામેલ :

બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. આ ઝોરી દારૂ વેચવામાં પુરુષો સાથે મહિલાઓ પર સામેલ છે. ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે બોટાદ એસપી પત્રકાર પરિષદ કરશે.

ઝેરી દારૂ પીનારી એક મહિલા પણ સારવારમાં :

અમદાવાદ-બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 24 લોકોનાં મોત થયા છે. ઝેરી દારૂ પીવાને લીધે કુલ 24 મૃત્યુ અને 37 હોસ્પિટલમાં હજી સારવાર હેઠળ છે. આ તમામ અલગ અલગ ગામના છે. રોજીદના 6 લોકોનાં અને અણિયાળીના 3 લોકોનાં મૃત્યુ થયા. આકરુના 3 અને ચંદરવા ગામના 2 લોકોનાં ઝેરી દારૂથી મૃત્યુ થયા. ઉંચડી ગામના 2 લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયાં. તો ભાવનગરની હોસ્પિટલમાં 1 મહિલા પણ ગંભીર હાલતમાં દાખલ છે. આમ, કુલ 37 દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ લાવવામાં આવ્યા દર્દી :

બરવાળા લઠ્ઠાકાંડના કેટલાક દર્દીઓને હવે સારવાર માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ 12 જેટલા દર્દીઓને દાખલ કરાયા છે. હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગઈકાલ રાતથી દર્દીઓ એક બાદ એક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

સરદાર સરોવર ડેમની જળ સપાટી 126 મીટરે પહોંચી, નર્મદામાં પાણી છોડાતા નદી બે કાંઠે

0

The water level of Sardar Sarova

  • સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી.

નર્મદા (Narmada) જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળ સપાટી આજે તા. 25 જુલાઇ, ૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે 02:00 કલાકે 126.66 મીટરે નોંધાયેલ છે અને દર કલાકે 10 થી 12 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે. જ્યારે ડેમમાં 1.30 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે.

આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 6101.32 મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. છેલ્લા એક સપ્તાહથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરફથી પ્રાપ્ત થઇ છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.

જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂાપિયા 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળું એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં 0.5 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ દરરોજ સરેરાશ રૂા. 10 લાખની કિંમતનુ 0.5 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ 3,500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

આ પણ વાંચો :-

પાર્ટી દરમિયાન સ્વિમિંગ પૂલમાં સમાઈ ગયો માણસ, 40 ફૂટ ઊંડાઈમાંથી મળ્યો મૃતદેહ !

Man drowned in swimming

  • ખતરનાક વીડિયો (Dangerous video)માં એક પૂલ પાર્ટી (Pool Party) દરમિયાન, સિંકહોલ (Sinkhole) ખુલી ગયો અને વસ્તુઓ ઝડપથી તેમાં સમાવવા લાગવાની શરૂઆત થઈ. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ સીધો પૂલના આ ખાડામાં ઉતરી ગયો.

જીવનમાં કેટલીકવાર કેટલાક અકસ્માતો (Weird Accident) થાય છે કે આપણે બધાના હૃદયમાં આ વિચાર આવે છે કે જીવનનો કોઈ ભરોસો નથી. આવી જ ઘટના ઈઝરાયેલના એક શહેરમાં (Israel Pool Party Sinkhole) બની હતી. અહીં કેટલાક લોકો પૂલ પાર્ટીની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ સ્વિમિંગ પૂલમાં જ સમાઈ ગયો. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે.

અમુક અકસ્માતો આપણી નજર સામે થાય છે, પરંતુ આપણે તેને રોકી શકતા નથી. આ એક આવી જ ઘટના હતી, જેમાં તે ભયાનક વીડિયોમાં જોઈ શકાય છે કે પૂલ પાર્ટી દરમિયાન જ સિંકહોલ પડ્યો અને વસ્તુઓ ઝડપથી તેમાં સમાવવા લાગી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ સીધો પૂલના આ ખાડામાં ઉતરી ગયો. જ્યાં લોકો પાર્ટીની મજા માણી રહ્યા હતા, ત્યાં થોડી જ સેકન્ડોમાં જ હોબાળો મચી ગયો હતો.

સિંકહોલ પડતાની સાથે જ ખાડામાં દટાયો વ્યક્તિ :

આ ઘટના તેલ અવીવથી 40 કિમી દૂર કર્મી યોસેફ શહેરની છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પૂલ પાર્ટી ઘણી મોટી હતી, જેમાં ઘણા મહેમાનો સામેલ થયા હતા. લોકો પૂલમાં મજા માણી રહ્યા હતા. આ દરમિયાન એક સિંકહોલ ખુલી ગયો અને તેની અંદર પાણી સહિત લોકો વહી જવા લાગ્યા.

જો કે ઘણા લોકો બચી ગયા હતા, પરંતુ એક વ્યક્તિ સીધો સિંકહોલમાં પડી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ત્યાં હાજર 6માંથી 3 લોકો ઘાયલ પણ થયા હતા. વીડિયોમાં સિંકહોલ ખુલતાની સાથે જ લોકો દોડતા જોવા મળે છે અને થોડીવાર પછી પૂલ ખાલી દેખાય છે.

43 ફૂટ ઊંડાઈમાંથી મૃતદેહ મળી આવ્યો :

જેરુસલેમ પોસ્ટ અનુસાર, એક બચાવ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બાદમાં 43 ફૂટ ઊંડા સિંકહોલમાંથી મૃતકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. એટલું જ નહીં જેના ઘરે આ પાર્ટી ચાલી રહી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પાર્ટી ઓર્ગેનાઈઝરની બેદરકારી ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

મહિલા મિત્રના જન્મ દિવસ પર ખુલ્લી તલવાર સાથે રોલો પાડવો યુવકને ભારે પડ્યો, જાણો શું છે ઘટના

0

A young man was hit with an open

  • કેટલાક યુવકો દિવ્યા નામની મહિલા મિત્રનો જન્મ દિવસ મનાવી રહ્યાં હતાં. આ દરમિયાન યુવક તલવાર સાથે જોવા મળ્યો હતો.

પોતાની મહિલા મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં (birthday party) રોલો પાડવો એક યુવકને મોંઘો પડ્યો છે. ગાંધી પાર્કમાં બર્થ-ડેના સેલિબ્રેશન (Birthday celebration) દરમિયાન ખુલ્લી તલવાર લહેરાવીને (Sword waved) કેક કાપીને મિત્રો સાથે મોજ મસ્તી કરનાર યુવક હવે જેલની હવા ખાઇ રહ્યો છે. મોહિત નામના યુવકનો તલવાર લહેરાવતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયા પછી પોલીસે આરોપી યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.

આરોપી યુવક પાસેથી તલવાર જપ્ત કરીને પોલીસે તેની સામે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત કેસ નોંધીને જેલ મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે શનિવારે ગાંધી પાર્કમાં કેટલાક યુવકો દિવ્યા નામની મહિલા મિત્રનો જન્મ દિવસ મનાવી રહ્યા હતા. આ દરમિયાન યુવક તલવાર સાથે જોવા મળ્યો હતો. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જોત જોતામાં આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પહેલા પોલીસે આનાકાની કરી હતી પણ મામલો વધારે તૂલ પકડ્યો તો આ મામલે એસપી આકાશ તોમરે શહેર પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પોલીસે યુવકને મોકલ્યો જેલ :

આ ઘટના ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની છે. કોતવાલી પોલીસે તલવાર સાથે પ્રદર્શન કરનાર મોહિતની ઓળખ કરીને તેની સામે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત કેસ નોંધ્યો અને જેલ મોકલી દીધો છે. આ સંબંધમાં અપર પોલીસ અધિક્ષક શિવરાજે જણાવ્યું કે કોતવાલી પોલીસે આ મામલામાં ગાંધી પાર્કમાં જન્મ દિવસ મનાવતા સમયે ખુલ્લી તલવાર લહેરાવતા યુવક મોહિતને ઝડપી લીધો છે. તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી છે.

આ પણ વાંચો :-

તારા ફોટા વાયરલ કરી દઈશ…કહીને સુરતની પરિણીતા પર દુષ્કર્મ, યુવકે ધમકી આપી પડાવ્યા 30 હજાર

I will make your photos viral

  • સુરતમાં 25 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હોવાની નોંધાઇ ફરિયાદ, ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હાથ ધરી તપાસ.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં (Gujarat) દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની. સુરતના પુણે વિસ્તારમાં 25 વર્ષીય પરિણીતા પર સોસાયટીમાં રહેતા અમીન મુલ્લા (Amin Mulla) નામના યુવકે દુષ્કર્મ આચર્યુ (committed a misdemeanor). આપણી વચ્ચે સંબંધ છે તેવી ખોટી વાત ફેલાવવાની ધમકી આપીને યુવકે દુષ્કર્મ આચર્યું. વળી હવસ સંતોષાયા બાદ ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવી લીધા.

કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચર્યુ :

મળતી માહિતી મુજબ આરોપી પરિણીતાનો કૌટુંબિક દિયર છે. આરોપી યુવાને પરિણીતાની નણંદ એવી પિતરાઇ બહેનને પણ શારિરીક સંબંધ બાંધવા દબાણ કર્યુ હતું. વારંવાર ધમકીથી કંટાળેલી પરિણીતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા… અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત.

મળતી માહિતી મુજબ આરોપી અને પરિણીતા કૌટુંબિક સગા થતા હોવાથી એક લગ્ન પ્રસંગે મળ્યા હતા. વળી આરોપી જ્યારે રાજસ્થાનથી સુરત આવતો ત્યારે અહીં જ રોકાતો હતો. 10-12 દિવસ અગાઉ જ્યારે પરિણીતાનો પતિ નોકરી ગયો ત્યારે આ આરોપીએ ઘરમાં આવીને પરિણીતા સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો.

ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા :

પરિણીતાએ વિરોધ કરતા તેણે સમાજમાં કહી દઇશ કે આપણી વચ્ચે સંબંધ છે તેવુ કહેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરી લીધું અને ફોટા પણ પાડી લીધા. બાદમાં ફરી ધમકી આપી હતી કે જો કોઈને વાત કરીશ તો ફોટા વાયરલ કરીશ.  જો કે પરિણીતાએ હિંમત દાખવીને પોતાની નણંદને આ વાત કરી.આરોપીએ મેસેજ અને કોલ રેકોર્ડિંગ પતિને મોકલવાની ધમકી આપી હોવાનું પણ જણાવ્યું હતું. હાલ આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો –