Home Blog Page 1361

અદાણીએ PNG ના ભાવ તોતિંગ વધારી દીધા, હવે 89.60 રૂપિયા વધુ ચૂકવવા પડશે

0

Adani has hiked PNG price

  • લોકોના બજેટ પર વધુ એક માર. અદાણી ગેસે અદાણી PNGના ભાવમાં 89.60 રૂપિયાનો કર્યો વધારો.

કમરતોડ મોંઘવારી (inflation) લોકોને રડાવી રહી છે. ત્યાં દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ગઈકાલે Adani એ CNG ના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે અદાણીએ PNGના ભાવમાં પણ વધારો કર્યો છે. અદાણી ગેસે PNG માં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે. આજથી નવો ભાવ લાગુ પડશે.

અદાણી CNG બાદ હવે PNG પણ મોંઘું થયું છે. હવે તમને અદાણી ગેસના 89.60 રૂપિયા વધારે ચૂકવવા પડશે. અદાણી PNG નો નવો ભાવ 1.50 MMBTU સુધી 1514.80 રૂપિયા થયો છે. હવેથી 1.60 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા ચૂકવવા પડશે.

અગાઉ જુલાઈમાં PNG માં અદાણીએ વધારો કર્યો હતો, ત્યારે ફરી ઓગસ્ટમાં ભાવવધારો લાગુ કર્યો છે. અગાઉ જુલાઈમાં અદાણીએ PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંક્યો હતો. જુલાઈમાં અદાણી ગેસ દ્વારા 1.60 MMBTU સ્લેબમાં પણ 10 પોઇન્ટનો ઘટાડો કરી 1.50 MMBTU કરી નાંખ્યું હતું.

અદાણી CNG નો ભાવ 85.89 રૂપિયા થતા ધીરે ધીરે પેટ્રોલ – ડીઝલના ભાવ તરફ વધી રહ્યો છે આગળ તો હવે PNG માં ભાવવધારો થતા લોકોની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :

ગુજ્જુ બોયનું કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન, હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ

Gujju boy’s brilliant performance

  • કોમનવેલ્થ ગેમ્સ 2022 ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેને લઇને સમગ્ર ગુજરાત સહિત સુરત ખાતે હરમીતના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..

કોમનવેલ્થ ગેમ્સ 2022નું (Commonwealth Games 2022) આયોજન બર્મિંગહામ કરવામાં આવ્યું છે. કોમનવેલ્થના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં (Table tennis) ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1 થી હરાવ્યું છે. ભારત માટે ડબલ્સમાં હરમીત દેસાઈ (Harmeet Desai) અને સાથિયાન જ્ઞાનશેખરને (Sathiyan Gnanasekhar) દમદાર પ્રદર્શન કરી યોંગ ઇઝાક ક્વેક અને યુએન કોએન પેંગને હરાવ્યા.

મેન્સ સિંગલ્સની સરખામણીએ હરમીત દેસાઈએ સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તમને જણાવી દઈએ કે, હરમિત દેસાઈ ગુજરાતના સુરતનો રહેવાસી છે. હરમિત દેસાઈએ ગુજરાતની સાથે દેશનું નામ રોશન કર્યું છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ 11 મેડલ મળ્યા છે. જેમાં પાંચ ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ 2022 ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેને લઇને સમગ્ર ગુજરાત સહિત સુરત ખાતે હરમીતના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ટેબલ ટેનિસમાં હરમીતની જીતને માતાપિતાએ વધાવી હતી.

જોકે, હરમીત દેસાઈનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ નથી. પરંતુ અગાઉ કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ અને કોમનવેલ્થ ગેમ્સમાં એક ગોલ્ડ જીતી ચુક્યો છે. ત્યારે ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈના ભાઇને આ રમતનો શોખ છે.

હરમિતના મોટા ભાઈએ શરુઆતમાં તેને ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ તેની રમત વિકસી અને તેને અન્ય સુવિધાઓ પણ મળવા લાગી. વર્ષ 2019 માં તેને અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. હરમીત આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન રમતમાં મેડલ જીત્યા છે.

આ પણ વાંચો :

દરરોજ ખાલી પેટ ગળી જાઓ લસણની બે કળીઓ, આ જીવલેણ બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે

Swallow two cloves of garlic

  • લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. લસણમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને તમામ રોગોથી બચાવવામાં મદદરૂપ હોય છે. અહીં જાણો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા.

આયુર્વેદમાં લસણને ઔષધી (Garlic is medicinal) ગણવામાં આવે છે. વિટામીન B1, B6 અને C ઉપરાંત મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો લસણમાં મળી આવે છે. આ ઉપરાંત, તેમાં એલિસિન (Allicin) નામનું એક વિશેષ ઔષધીય તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ રીતે લસણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક (Beneficial) છે.

એવું કહેવાય છે કે જો રોજ ખાલી પેટે લસણની બે કળીઓ ગળી લેવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ મળે છે અને શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે. આવો જાણીએ લસણના તમામ ફાયદાઓ વિશે.

પેટની સમસ્યાઓ થાય છે દૂર :

આયુર્વેદમાં પેટને અડધાથી વધુ રોગોનું મૂળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો લસણની બે કળીઓને સવારે ખાલી પેટ પાણી સાથે ગળવામાં આવે તો પાચન સંબંધી તમામ સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે દૂર થાય છે.

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે :

લસણ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેને નિયમિત ખાવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમારું શરીર તમામ રોગો સામે લડવામાં સક્ષમ બને છે. શરીરને ડિટોક્સિફાય કરવાથી તમારા શરીર અને તમારી ત્વચા બંનેને ઘણા ફાયદા થાય છે.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે  :

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લસણ ખૂબ સારું માનવામાં આવે છે. તેમાં જોવા મળતું એલિસિન નામનું તત્વ લોહીમાં શુગરના લેવલને નિયંત્રિત કરે છે. જેમને ડાયાબિટીસ નથી તેઓ રોજ સવારે લસણનું સેવન કરે તો ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.

આ પણ વાંચો :-

3 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ : બુધવારના રોજ આ 7 રાશિના જાતકો પર ગણેશજીની અસીમ કૃપા રહેશે, થશે ધનલાભ

3 August 2022 Today’s Horoscope Gujarat Guardian

મેષ :
શારિરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ :
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર કોસ્મેટીકસના ધંધામાં લાભ.

‌મિથુન :
વાહન સુખમાં વૃધ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા, આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક :
પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાયએનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહ :
આર્થિક પાસુ મજબુત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી, ધંધામાં પ્રગતિ. નવી નોકરી, ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યા :
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલા :
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિક :
મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધન :
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ, મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકર :
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભ :
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો માતૃસુખ વધે.

મીન :
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

હવે ગરબા રમવું મોંઘુ પડશે, સરકારે પાસ પર લગાવ્યો 18 ટકા GST

0

Now playing garba will be expensiv

  • રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે.

ગુજરાતીઓ (Gujarati) ગરબા પાછળ ઘેલા છે. ગુજરાતીઓના શ્વાસમાં ગરબા ધબકે છે. એવો કોઈ પ્રસંગ નહિ હોય જ્યાં ગુજરાતીઓ ગરબે ઝૂમતા ન હોય. કોરોનાના બે વર્ષ બાદ આખરે લોકોને નવરાત્રિ (Navratri) ઉજવવાનો મોકો મળી રહ્યો છે, પરંતુ અત્યારથી ઉત્સાહનો રંગ ફિક્કો દેખાઈ રહ્યો છે. કારણ કે, 2022 માં નવરાત્રિ તો ઉજવાશે, પરંતુ ગરબાના પાસ (Garbana Pass) પર GST લાગુ કરાયો. જેથી હવે ગરબા કરવુ મોંઘુ પડશે.

પાસ પરથી GST હટાવવા માંગણી કરી :

રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે. અને ડેઈલી પાસ 499 થી ઓછો હશે તો GST લાગુ નહિ થાય. ત્યારે ગરબા ખેલૈયાઓમાં ટિકિટ વધવાના સમાચારથી નિરાશા જોવા મળી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મોટા મોટા પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન કરાય છે.

ત્યારે પાસના ભાવ વધવાથી આયોજકો મૂંઝવણમાં મૂકાયા છે. એક તો બે વર્ષ બાદ તેઓને ગરબા આયોજનની તક મળી છે, તેમાં પણ જો ટિકિટના ભાવ વધુ હશે તો ખેલૈયાઓ પાસ ખરીદશે નહિ, જેથી તેમની આવક પર અસર પડશે. ત્યારે આયોજકો અને ખેલૈયાઓએ ગરબાના પાસ પરથી GST હટાવવા માંગણી કરી છે.

વડોદરામાં 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે. રાજકોટમાં 50,000થી વધારે ખૈલેયાઓ ગરબે ઘૂમે છે. અમદાવાદમાં 4થી 5 લાખ ખેલૈયોઓ ગરબે રમે છે. તો સુરતમાં પણ 1 લાખથી વધારે લોકો ગરબે ઝૂમે છે. આ તમામ લોકોને આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાના વધુ રૂપિયા ચૂકવવા પડશે.

યુનાઈટેડ વેની ટિકિટ પર જીએસટી :

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બાદ હવે ગરબા રમવા પર 18 ટકા GST લાગ્યો છે. વડોદરામાં ગરબાના પાસ પર 18 ટકા GST લગાવાયો છે. યુનાઈટેડ વેના ગરબા આયોજકોએ પાસનું રજિસ્ટ્રેશન શરૂ કરતાં પાસની કિંમત પર GST લગાવ્યું છે. અંદાજિત 4100 રૂપિયાના પાસ પર 738 રૂપિયા GST વસૂલાય છે.

AAPનો જીએસટી પર વિરોધ :

ગરબાના પાસ પર જીએસટી લગાવવા મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ દર્શાવ્યો છે. AAP ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યુ કે, ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે. ભાજપ દ્વારા ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની પરંપરાનું અપમાન છે. ગરબા એ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી. ભાજપે ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો જોઈએ.

કોંગ્રેસનો વિરોધ  :

ગરબાના પાસ પર GST લાગતાં વડોદરામાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. વડોદરા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 18 ટકા GST પાછો લેવા માંગ કરી છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ચૂંદડી ઓઢી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આ વિશે કહ્યુ કે, વડોદરા સંસ્કારી નગરી છે એ નગરીમા જ્યારે માતાનો તહેવાર, માતાજીની ભક્તિ કરવાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગુજરાતની ભાજપની સરકાર દ્વારા તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીની ભક્તિ અને આરાધના કરવા પર પણ જો તમે જીએસટી લગાવતા હોવ તો શું કહેવું.

આ પણ વાંચો :-

દિલ્હીમાં દેશી દારૂ વેચનારા તમામ દુકાનદારોને વધુ 2 મહિનાનું એક્સટેન્શન અપાયું

0

All shopkeepers selling country liquor in Delhi have been given an extension of 2 more months

  • શરાબ વેચનારાઓ અને શરાબના શોખીનો માટે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હી સરકારે રાજધાનીમાં દેશી દારૂ વેચતી બધી દુકાનોને વધુ બે મહિનાનું એક્સટેન્સન આપવાનો આદેશ જાહેર કર્યો છે.

કેજરીવાલ સરકારે (Kejriwal Govt) નવી આબકારી નીતિનો એક મહિનો વધારતા L-3/33 લાયસન્સ હેઠળ દેશી શરાબના (country liquor) વેચાણ માટે લાયસન્સ સમયગાળાને 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે.

આબકારી વિભાગના મહાપ્રબંધક અજય કુમાર ગંભીરે તેની જાણકારી આપી છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં દેશી દારૂના સપ્લાય માટે L-3/33 લાયસન્સ વધુ બે મહિના માટે એટલે કે 1 ઓગસ્ટ 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી રહ્યું છે.

L-3 લાયસન્સધારી જે પોતાની નોંધાયેલી બ્રાન્ડોની હાલની કિંમત પર વેચાણ કરવા માટે 01 ઓગષ્ટ 2022થી 30 સપ્ટેમ્બર 2022 સુધી બે મહિનાના આ વિસ્તારિત સમયનો લાભ ઉઠાવવા માટે ઈચ્છુક છે. તેઓએ બે મહિનાની ફી એટલે કે લાયસન્સ ફી, BWH ફી જમા કરાવવાની રહેશે. જોકે, આવા બિન-નવીનીકરણીય લાઈસન્સ ધરાવનાર કોઈપણ વ્યક્તિ તેના લાયસન્સના વિસ્તરણ માટે આવી ઓફર સ્વીકારવા માટે બંધાયેલો રહેશે નહીં.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ચાલી રહેલી ખાનગી દુકાનોનું લાયસન્સ 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગયુ છે. તેને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે ખાનગી દારૂની દુકાનોને સપ્ટેમ્બર સુધી ખોલવાની અનુમતિ આપી દીધી છે. કારણ કે, સરકારી દારૂની દુકાનોને શરૂ થવામાં હજુ વધુ સમય લાગશે.

આ અગાઉ  શનિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વર્તમાન વિવાદ વચ્ચે દિલ્હી નવેમ્બર 2021થી પહેલા વાળી પોલિસી જ લાગુ કરશે. એટલે કે, દિલ્હીમાં ફરી સરકારી દારૂના કોન્ટ્રાક્ટ ચાલશે અને ખાનગી કોન્ટ્રાક્ટ બંધ થઈ જશે. પરંતુ આમ કરવા માટે કેબિનેટના આદેશની જરૂર પડશે અને તે માટે થોડો સમય લાગશે.

આ પણ વાંચો :-

ભારતમાં મંકિપોક્સનો ખતરો વધ્યો, દિલ્હીમાં ત્રીજો કેસ નોંધાયો, દેશમાં ટોટલ 7 કેસ

Monkeypox threat rises in India

  • રાજધાની દિલ્હીમાં નાઈજેરિયાનો વધુ એક શખ્સ મંકિપોક્સ પોઝિટીવ નીકળ્યો છે આ સાથે દિલ્હીમાં મંકિપોક્સના ટોટલ ત્રણ કેસ થયા છે.

ભારતમાં દિનપ્રતિદિન મંકિપોક્સના કેસ (Cases of monkeypox) વધી રહ્યાં છે. દિલ્હીમાં નાઈજેરિયાનો (Nigeria) બીજો યુવાન મંકિપોક્સ પોઝિટીવ નીકળ્યો છે. આ પહેલા સોમવારે પણ નાઈજેરિયાનો યુવાન મંકિપોક્સ સંક્રમિત નીકળ્યો હતો. આ સાથે દિલ્હીમાં મંકિપોક્સના 3 કેસ થયા છે.

દિલ્હીમાં બે દિવસમાં નાઈજેરિયાના બે યુવાન મંકિપોક્સ પોઝિટીવ :

રાજધાની દિલ્હીમાં સોમવારે અને મંગળવાર એમ બે દિવસે નાઈજેરિયાના બે યુવાન મંકિપોક્સથી સંક્રમિત થયા હતા.

ભારતમાં મંકિપોક્સના કુલ કેસનો આંકડો 7 પર પહોંચ્યો :

ભારતમાં મંકિપોક્સના કુલ કેસનો આંકડો 7 પર પહોંચ્યો છે અને દેશમાં હાલમાં મંકિપોક્સથી કેરળના એક યુવાનનું મોત થઈ ચૂક્યું છે. વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે પણ કેટલીક વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી છે.

લોકો મંકિપોક્સથી પેનિક ન કરે- મનસુખ માંડવિયા :

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં એવું જણાવ્યું હતું કે લોકોએ મંકિપોક્સથી ડર રાખવાની જરુર નથી.

કેરળમાં મંકિપોક્સથી દેશનું પહેલું મોત :

ઉલ્લેખનીય છે કે મંકિપોક્સથી દેશનું પહેલું મોત કેરળમાં થયું છે. યુએઈથી આવેલા કેરળના 22 વર્ષના યુવાનનું મંકિપોક્સથી ગત 30 જુલાઈ 2022ના રોજ મોત થયું હતું.

ખતરો વધતા હવે સાવધાની જરુરી :

દેશમાં હવે મંકિપોક્સના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો હોવાથી હવે સાવધાની રાખવી ખૂબ જરુરી છે.

આ પણ વાંચો :-

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, વિમાનની નીચે આવી ગઈ કાર, જુઓ હચમચાવી નાખે તેવો Video

0

A major disaster was avoided

  • એરલાઇન કંપની ગો ફર્સ્ટની એક કાર દિલ્હી એરપોર્ટ (Terminal T-2 IGI airport)  પર આજે ઈન્ડિગોના VT-ITJ એરક્રાફ્ટની નીચે આવી ગઈ. જો કે તે કાર વિમાનના નોઝ વ્હીલ (આગળના પૈડા) સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે DGCA એ કહ્યું કે આ મામલે તપાસ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈન્ડિગો કંપનીના વિમાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

એરલાઇન કંપની ગો ફર્સ્ટની એક કાર દિલ્હી એરપોર્ટ (Terminal T-2 IGI airport)  પર આજે ઈન્ડિગોના VT-ITJ એરક્રાફ્ટની નીચે આવી ગઈ. જો કે તે કાર વિમાનના નોઝ વ્હીલ (આગળના પૈડા) સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે DGCA એ કહ્યું કે આ મામલે તપાસ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈન્ડિગો કંપનીના (Indigo Company) વિમાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

એવું કહેવાય છે આ કાર ગો ફર્સ્ટ એરલાઈનની હતી. આ ઘટના એરપોર્ટના ટી2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર ઘટી. અહીં ગો ફર્સ્ટ એરલાઈનની કાર ઈન્ડિગોના વિમાન નીચે આવી ગઈ. કાર ડ્રાઈવરનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો જેથી કરીને ખબર પડી શકે કે તેણે ડ્રાઈવિંગ સમયે નશો તો નહતો કર્યો. જો કે ટેસ્ટ નેગેટિવ આવ્યો.

મળતી માહિતી મુજબ આ ઘટનામં કોઈ ઘાયલ થયું નથી કે પ્લેનને પણ નુકસાન પહોંચ્યું નથી. ફ્લાઈટ પટણા માટે ઉડાણ ભરવાની તૈયારીમાં હતી એમ કહેવાય છે. ત્યારે અચાનક કાર નીચે આવી ગઈ. જો કે કાર વિમાનના પૈડા સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. થોડા સમય બાદ વિમાને પટણા માટે ઉડાણ ભરી. આ સમગ્ર મામલે હજુ સુધી ગોફર્સ્ટ કે ઈન્ડિગો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો :-

રાજસ્થાનની 12 સગીરાઓને કેરળમાં માનવ તસ્કરોના કબજામાંથી છોડાવાઈ, 2ની ધરપકડ

0

12 minors from Rajasthan freed

  •  કેરળની જે શાળામાં પ્રવેશ અપાવવા લઈ જવાઈ રહી હતી તે શાળા કેટલાય વર્ષોથી બંધ પડી હોવાથી શંકા જાગી હતી.

રાજસ્થાનમાંથી (Rajasthan) મોટા પાયે બાળકોની માનવ તસ્કરી થઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજસ્થાન પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને (Anti Human Trafficking Unit) તેનો બિલકુલ અણસાર પણ નહોતો. જ્યારે કેરળ પોલીસે (Kerala Police) રાજસ્થાનમાંથી બાળકોની માનવ તસ્કરી થઈ હોવાની પુષ્ટિ કરવાની સાથે 2 તસ્કરોની ધરપકડ થઈ હોવાનું જણાવ્યું છે.

12 સગીરાઓને મુક્ત કરાવાઈ :

કેરળ કોઝીકોડ જીઆરપી પોલીસે 7 દિવસ પહેલા ટ્રેનમાંથી રાજસ્થાનના બાંસવાડાની 12 સગીરાઓને મુક્ત કરાવી હતી. તે તમામ બાળકીઓને કેરળના એર્નાકુલમ સ્થિત એક શાળામાં ભરતી કરવાના નામે લઈ જવાઈ રહી હતી. પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કરીને તથ્યો પ્રાપ્ત કરવા પ્રયત્ન હાથ ધર્યા છે.

માત્ર 5 વર્ષ માટે ખુલી હતી શાળા :

કેરળ પોલીસના એક અધિકારીના કહેવા પ્રમાણે બાળકીઓને જે શાળામાં દાખલો અપાવવાના બહાને લઈ જવાઈ રહી હતી તે શાળા 2017ના વર્ષમાં જ બંધ થઈ ગઈ હતી. તે શાળા 2013માં ખુલી હતી પરંતુ શંકાસ્પદ ગતિવિધિઓના કારણે તેને માન્યતા નહોતી અપાઈ.

બાંસવાડાની 12 બાળકીઓને બાસંવાડા અને કેરળના 2 તસ્કરો સાથે મોકલવામાં આવી હતી. તે બંને તસ્કરો પાસેથી સગીરાઓના પરિવાર દ્વારા લખવામાં આવેલા એફિડેવિટ મળી આવ્યા હતા. તેમાં બાળકીઓને તેમની મરજીથી કેરળની શાળામાં ભણવા મોકલવામાં આવી હોવાનું લખેલું હતું. જ્યારે વાસ્તવમાં તે શાળા ઘણાં વર્ષોથી બંધ જ પડી હોવાથી માનવ તસ્કરીની શંકા જાગી હતી અને બંને આરોપીઓની આઈપીસીની કલમ 370 અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

કેરળ પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોની તપાસ હાથ ધરી છે અને તે સગીરાઓને તેમના પરિવારને સોંપવામાં આવશે. આ પ્રકારની માનવ તસ્કરીમાં પીડિતોનું મજૂરી કામ, લગ્ન, ધર્માંતરણ, ભીખ માંગવા, વેશ્યાવૃત્તિ માટે અને ચોરી કરવા માટે શોષણ કરવામાં આવે છે.

આ પણ વાંચો  :-

 

 

 

વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો ! આગામી 48 કલાક આ વિસ્તારો માટે ‘ભારે’ : અંબાલાલ પટેલની આગાહી

0

Be ready for another round of rain

  • હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા.

રાજ્યના થોડાક દિવસના આરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ (torrential rain) પડી શકે છે. હવામાન વિભાગના (Meteorological Department) નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર (Maharashtra) બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. આ સાથે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધશે.

ફરી એકવાર વરસાદની આગાહી :

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે આગાહી કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં 2 થી 4 તારીખ સુધી ભારે વરસાદ શરૂ થશે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈ મધ્ય, ઉત્તર ગુજરાતના વરસાદથી સાબરમતીનું જળસ્તર વધશે. તો વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાના જળસ્તર વધશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ વખતે મેઘરાજા મહેરબાન થતા ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થવા પામી છે.  પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે.

એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. મહત્વનું છે કે  આ પહેલા 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ  ભરાયો હતો જ્યારે ગત વર્ષે ડેમની સપાટી 135 મીટરે પહોંચી હતી.

આ પણ વાંચો :-