શિવસેના નેતા સંજય રાઉતને ચાર દિવસની જેલ, કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યાં

Share this story

Shiv Sena leader Sanjay Raut

  • શિવસેના નેતા સંજય રાઉતને એક મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.

મુંબઈના (Mumbai) પાત્ર ચોલ જમીન કૌભાંડમાં (Chola land scam) શિવસેના નેતાને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે ઈડીની વિનંતીને આધારે શિવસેના નેતા સંજય રાઉતને (Leader Sanjay Raut) 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો છે.

8 દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી કોર્ટે :

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં આજે સંજય રાઉતને મુંબઇની પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યાં હતા અને તેમની 8 દિવસની કસ્ટડી માગી હતી. જોકે કોર્ટે તેમની આઠ દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી દઈને ફક્ત ચાર દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.

સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડમાં સંડોવણીનો આરોપ  :

શિવસેના સાંસદ સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાનો આરોપ લાગ્યો છે. સંજય રાઉતના રિમાન્ડ પર કોર્ટમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રાઉત અને ઇડીના વકીલોએ કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. જેના પગલે કોર્ટે રાઉતને 4 ઓગસ્ટ સુધી ઇડીના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

સંજય રાઉતના પરિવારને 1.6 કરોડનો ફાયદો :

કોર્ટમાં સુનાવણી દરમિયાન  તપાસ એજન્સી ઈડીએ સંજય રાઉત પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.ઈડીએ કોર્ટમાં કહ્યું કે સંજય રાઉતના પરિવારને 1 કરોડ 6 લાખનો ફાયદો થયો. ઇડીએ કહ્યું કે સંજય રાઉતને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ જાણી જોઇને હાજર થયા ન હતા.

કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે ફ્લેટના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હેમંત પાટીલે બે અલગ અલગ નિવેદન આપ્યા હતા. ઇડીએ કહ્યું કે સંજય રાઉત અને તેના પરિવારને સીધો ફાયદો થયો છે. રાઉત પરિવારે મની લોન્ડરિંગ કર્યું છે.

આ પણ વાંચો :