Be ready for another round of rain
- હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા.
રાજ્યના થોડાક દિવસના આરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ (torrential rain) પડી શકે છે. હવામાન વિભાગના (Meteorological Department) નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર (Maharashtra) બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. આ સાથે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધશે.
ફરી એકવાર વરસાદની આગાહી :
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે આગાહી કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં 2 થી 4 તારીખ સુધી ભારે વરસાદ શરૂ થશે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈ મધ્ય, ઉત્તર ગુજરાતના વરસાદથી સાબરમતીનું જળસ્તર વધશે. તો વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાના જળસ્તર વધશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ વખતે મેઘરાજા મહેરબાન થતા ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થવા પામી છે. પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે.
એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. મહત્વનું છે કે આ પહેલા 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો હતો જ્યારે ગત વર્ષે ડેમની સપાટી 135 મીટરે પહોંચી હતી.
આ પણ વાંચો :-
- ગાંધી પરિવારના નિશાન પર ગુજરાત : મુન્દ્રા પોર્ટ પર જ કેમ વારંવાર પકડાય છે ડ્રગ્સ ?
- ગુજરાતમાં નહી રહે પીવાના પાણીની સમસ્યા ! જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં