Home Blog Page 1351

ભારતમાં રેવડી કલ્ચરની ચર્ચા વચ્ચે બ્રિટનમાં ઋષિ સુનકની મોટી જાહેરાત, PM બનશે તો એનર્જી બિલમાં 200 પાઉન્ડની રાહત

Rishi Sunak’s big announcement in Britain

  • એકતરફ ભારતમાં મફતની લ્હાણી કરવાનાં રેવડી કલ્ચરની નિંદા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ બ્રિટનમાં ભારતીય મૂળનાં વડાપ્રધાન પદના ઉમેદવાર Rishi Sunak એ મોટી જાહેરાત કરી દીધી છે.

બ્રિટનનાં (Britain) આગામી વડા પ્રધાન બનવા માટે જોરશોરથી સ્પર્ધા કરી રહેલા ભૂતપૂર્વ બ્રિટિશ નાણા પ્રધાન ઋષિ સુનાકે (Former British Finance Minister Rishi Sunake) ગુરુવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે બ્રિટનનાં ઘરો માટે વધતા ખર્ચને પહોંચી વળવા ઊર્જા બિલમાં (Energy Bill) ઘટાડા સહિતની યોજના તૈયાર કરી હતી.

એકતરફ ભારતમાં રેવડી કલ્ચર મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં બીજી તરફ બ્રિટનમાં મફત સુવિધાઓને પ્રોત્સાહન આપવાની વાત થઈ રહી છે.

ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે :

ભારતીય મૂળનાં ઋષિ સુનકે ધ ટાઈમ્સમાં લખતાં, કહ્યું હતું કે વેલ્યૂ એડેડ ટેક્સમાં ઘટાડા સાથે દરેક ઘરને તેમના ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે.

અગાઉઠી જ ઊંચા ઉર્જા બિલને ત્રણ ગણા કરતાં વધુ કરવા માટે બ્રિટન આ વર્ષે તૈયારી કરી રહ્યું છે, ચેરિટિ સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર આ ફટકો હળવો કરવા માટે  મલ્ટિ-બિલિયન પાઉન્ડ સપોર્ટ પેકેજ શરૂ નહીં કરે તો લાખો લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે.

લિઝ ટ્રુસની સાથે નેતૃત્વની રેસમાં અંડરડોગ ગણાતા સુનકે જણાવ્યું હતું કે તેમની યોજના તમામ લોકોને આવરી લેશે. પેન્શનર્સ માટે સપોર્ટ, જરૂરિયાતમંદ માટે મદદ અને તમામને મદદ કરવા માટેની આ યોજના હશે.

ભૂતપૂર્વ નાણા પ્રધાને જણાવ્યું હતું કે લોકો અને પેન્શનરોના સૌથી સંવેદનશીલ ગ્રુપને વેલ્ફેર સિસ્ટમ દ્વારા તેમના એનર્જી બિલને પહોંચી વળવા માટે નાણાં મળશે.

સુનકે એમ પણ કહ્યું કે તે સરકાર બચત કરવા માટે એક કાર્યક્રમ ચલાવીને આ યોજના માટે ચૂકવણી કરશે. “તેનો અર્થ એ થઈ શકે છે કે આપણે સરકારમાં કેટલીક બાબતોને અટકાવવી પણ  પડશે.”

તેમણે અગાઉ નાણામંત્રી તરીકે રજૂ કરેલા તેલ અને ગેસ ઉત્પાદકોના નફા પર 25% વિન્ડફોલ ટેક્સનો સંદર્ભ આપતા કહ્યું હતું કે “એનર્જીના ભાવ સતત વધી રહ્યા છે તે જોતાં, એવી પણ શક્યતા છે કે સરકાર મેં રજૂ કરેલ એનર્જી પ્રોફિટ વધુ આવક વધારશે,”

ગરીબો કરતાં વધારે અમીરોને ફાયદો  :

ટ્રુસે બુધવારે એમ પણ કહ્યું હતું કે જો તે પીએમ બનશે તો તે ઉર્જા કંપનીઓ સાથે મળીને કિંમતો ઘટાડવા માટે કામ કરશે. ટીકાકારોનું કહેવું છે કે ટેક્સમાં ઘટાડો એ ગરીબો કરતાં સૌથી ધનિકોની તરફેણમાં વધારે રહેશે.

આ પણ વાંચો :-

 

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં મોટું ષડ્યંત્ર નાકામ : 2 હજાર કારતૂસ સાથે 6 શખ્સો ઝડપાયા

0

Big conspiracy foiled in Delhi

  • 15મી ઓગસ્ટે પહેલા દિલ્હીમાં પોલીસની મોટી કાર્યવાહી, આરોપીઓ 2 હજાર કારતુસ ક્યાં સપ્લાય કરવા જતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ.

દિલ્હીમાં (Delhi) 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ (A live cartridge) મળી આવતા હડકંપ મચી ગયો છે. કાર્યવાહી દરમ્યાન દિલ્હીમાં કારતુસ સપ્લાય કરનારા 6 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ પૂર્વ દિલ્હી પોલીસે આનંદ વિહાર (Anand Vihar) વિસ્તારમાંથી 2 બેગ સાથે સપ્લાયરની ધરપકડ કરી છે. હવે આ લોકો આ 2 હજાર કારતુસ ક્યાં સપ્લાય કરવા જતા હતા તે અંગે પોલીસ દ્વારા આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર દિલ્હી :

દિલ્હી પોલીસ 15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર છે. સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમ્યાન 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ મળી આવતા હડકંપ મચી ગયો છે. જેને લઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે કરાઇ કાર્યવાહી ? 

15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર રહેલી પૂર્વ દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે આનંદ વિહાર વિસ્તારમાં બે શંકાસ્પદ છે જેમની પાસે હથિયાર હોઈ શકે છે. જેને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી શકમંદની તલાશી લેતા તેના કબજામાંથી 2000 જીવતા કારતૂસ ભરેલી બે થેલીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ પછી પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી તો તેમના અને અન્ય સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત :

આ વખતે આખો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આ ખુશનુમા વાતાવરણમાં કોઈ અવરોધ ન આવે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની સુરક્ષામાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 15 ઓગસ્ટ પહેલા જ સમગ્ર દિલ્હીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પોતે વિવિધ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા સંસ્થાઓના વડાઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે તેઓ પૂરા પ્રયાસ કરી રહ્યા છે.

આ તરફ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓની વાત માનીએ તો આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.

10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના બનાવી હોવાની માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને બ્લાસ્ટ કરવા માંગે છે. જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે.

આ પણ વાંચો :-

બોટાદ લઠ્ઠાકાંડ : AMOSના માલિક સમીર પટેલ સહિત અન્ય 5ની આગોતરા જામીન અરજી નામંજૂર

Botad case: Anticipatory bail application

  •  કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો.

બરવાળા-ધંધુકા પંથકમાં (Barwala-Dhandhuka) બનેલી કેમિકલ કાંડની (Chemical stain) ઘટનાએ 50થી વધુ લોકોનો ભોગ લીધો હતો. લઠ્ઠાકાંડ (Lattakand) મામલે કેમિકલ કંપની એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઈ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી.

બોટાદ સેસન્સ કોર્ટમાં આજે આ આગોતરા જામીન અરજી અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે લઠ્ઠાકાંડ કેસના આરોપીઓને મોટો ઝાટકો આપીને તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

બોટાદના બરવાળા તાલુકામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના રાજ્ય ઉપરાંત દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો.

પોલીસે AMOS કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકોને 2 વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે તે પૈકીનું કોઈ પોલીસ સામે હાજર ન રહેતા લુકઆઉટ નોટિસ પાઠવીને પોલીસે તેમના આવાસ ખાતે તપાસ કરી હતી.

ત્યારે સમીર પટેલ સહિતના 5 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી રાખી હતી. જોકે નામદાર કોર્ટે અરજી વિડ્રો કરી સેશન્સ કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું. આમ સમીર પટેલ સહિતના 5 લોકોએ આગોતરા જામીન માટે બોટાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો :-

 

ટ્રાફિક જવાનનો ‘પાવર’ : જામનગરમાં TRB જવાને દિવ્યાંગને જાહેરમાં લાફો માર્યો, વીડિયો થયો વાયરલ

0

Traffic jawan’s ‘power’

  • Jamnagar News : બનાવ સ્થળે હાજર લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. જે બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદમાં આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.

જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને (TRB) દિવ્યાંગ વ્યક્તિને જાહેરમાં ફડાકો માર્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (TRB Jawan viral video) થયો છે. જામનગર (Jamnagar) શહેરના રાજકોટ રોડ (Rajkot road) નજીક આવેલા નાગનાથ ગેટ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતો હતો ત્યારે જ ટીઆરબી જવાને તેને લાફો મારી દીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટીઆરબી જવાને ખેંચીને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ સ્થળે હાજર લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. જે બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદમાં આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક શાખાના પી.આઇ. વાય.જે.વાઘેલાએ જણાવ્યું હતું કે, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ દશરથસિંહ વાઢેર (Dasrathsinh Vadher) નામના ટીઆરબી જવાનને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

અવારનવાર સ્થાનિક રાહદારીઓ સાથે ટ્રાફિક નિયમન માટે રખાયેલા કેટલાક ટીઆરબી જવાનો દ્વારા અણછાજતા વર્તન કરતાં હોવાની પણ ક્યાંકને ક્યાંક લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગરમાં બનેલી આ ઘટનાને લઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

જાહેરમાં માર મારવાની ઘટના બાદ લોકો ભોગ બનનાની યુવકને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ ટીઆરબી જવાનને તો છૂટો કરી દેવાયો છે પરંતુ આ સમગ્ર ઘટના અંગે ટીઆરબીમાં નોકરી કરતા દશરથસિંહ વનરાજસિંહ વાઢેરે સિલ્વર કલરના GJ 10 BL 9843 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલક સામે ટ્રાફિકજામ કેમ થયો છે ? તેમ કહી ગાળો ભાંડવી તેમજ ટ્રાફિકની કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટીઆરબી જવાને ખેંચીને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે. તમાચા બાદ વાહન ચાલકનો ગાલ લાલ થઈ ગયેલો જોઈ શકાય છે. એટલું જ નહીં, લોકો તેને ન્યાય મળે તેવી માંગણી પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

એલર્ટ થઇ જજો ! ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસનો આ સ્ટ્રેન, રિસર્ચમાં થયો ખુલાસો

0

Be alert! This strain of corona

  • તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.

દેશમાં કોરોના વાયરસના (Corona virus) કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો તેને કોરોનાની ચોથી લહેર કહી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી (Delhi) સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં જોઇ સરકારી સંસ્થા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમ (Genomics Consortium) પર રિસર્ચ કરશે. સંસ્થા તરફથી કોવિડ 19 વેરિએન્ટના જીનોમિક દેખરેખના ડેટાની સમીક્ષા કરવામાં આવશે.

મૂળ વેરિએન્ટની તુલનામાં 30 ટકા વધુ ખતરનાક :

મેડિકલ એક્સપર્ટોના અનુસાર દિલ્હી એનસીઆરમાં હાલ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ઘણા સ્ટ્રેનના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટ્રેન મૂળ ઓમિક્રોન વાયરસની તુલનામાં 20-30 ટકા વધુ ખતરનાક છે.

બિમારી ફેલાઇ રહી છે પરંતુ મોત ઓછા :

કોવિડ વર્કિંગ ગ્રુપ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનના ચેરપર્સન ડો.એનકે અરોરાએ કહ્યું કે ‘હાલ સ્ટ્રેન જે ચારેય તરફ ચક્કર લગાવી રહ્યો છે, તે ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામં 20-30 ટકા વદુહ સંક્રમક છે. તેમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઇ તો રહી છે પરંતુ હોસ્પિટલમાં ભરતી થવું અને મોત હજુ થયા છે.

કોરોનાની ચોથી લહેરમાં ઓમિક્રોનનો મોટો હાથ :

ડો.અરોરાએ કહ્યું હતું કે સબ-વેરિએન્ટ BA.4, BA.5, BA.2.75, BA.2.38 છે. જોકે હોસ્પિટલમાં ભરતી થવું અથવા કોઇ પણ બિમારીની ગંભીરતામાં કોઇ ઉછાળો હજુ સુધી જોવા મળ્યો નથી.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

INSACOG તરફથી 11 ઓગ્સ્ટના રોજ જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર દેશમાં કોરોનાની ચોથી લહેરને ફેલાવવામાં ઓમિક્રોન અને તેના વિભિન્ન સ્ટ્રેનનો મોટો હાથ જોવા મળ્યો છે. ડો. અરોરાએ કહ્યું ‘BA.2.75 સબ વેરિએન્ટે SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન અને અન્ય વેરિએન્ટની દેખરેખ રાખવામાં આવી રહી છે.

4 સરકારી સંસ્થાઓએ શરૂ કરી દેખરેખ :

INSACOG ને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને બાયોટેકનોલોજી વિભાગે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ અને ભારતીય તબીબી સંશોધન પરિષદની સાથે સંયુક્ત રૂપથી મળીને શરૂ કર્યું છે. આ સંસ્થા દેશમાં કોરોના મહામારી અને બીજી મોટી સંકર્મિત બિમારીઓની દેખરેખ અને તેમની સારવાર પર નજર રાખવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.

આ પણ વાંચો :-

NDA માં ભંગાણ વચ્ચે 2024 પર ભાજપની નજર, મમતાને ગઢમાં માત આપવાનો પ્લાન

0

BJP eyeing 2024

  • એક તરફ જેડીયૂના એનડીએથી અલગ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર 2024ની ચૂંટણી પર પડશે, તો ભાજપે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાની તૈયારીઓ વધુ મજબૂત કરી દીધી છે.

બિહારમાં (Bihar) રાજકીય ભૂંકપ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી શીખ લેવી જોઈએ. નીતિશ કુમારે (Nitish Kumar) પણ પોતાના નિવેદનથી સંકેત આપી દીધો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ સક્રિય ભૂમિકા ભજવશે.

તેમણે કહ્યું હતું કે 2014મા જે આવ્યા હતા તે શું 2024માં રહી શકશે કે નહીં. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. 2019માં પશ્ચિમ બંગાળમાં ભાજપને સારી સફળતા મળી હતી. તેથી હવે પાર્ટી મમતાના ગઢને છોડવા માંગતી નથી.

પાછલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળની કુલ 42 સીટમાંથી 18 સીટ જીતી હતી. હવે પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પશ્ચિમ બંગાળની જવાબદારી આપી છે. તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સામેલ છે. 2021 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના કારણોને લઈને આ નેતાઓએ કામ શરૂ કરી દીધુ છે. જામવા મળી રહ્યું છે કે હાલ રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાને પણ આ જવાબદારી આપી શકાય છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનખડના રાજભનવ છોડ્યા બાદ હવે કેન્દ્ર સરકાર અન્ય ઘણી રીતે પશ્ચિમ બંગાળની સરકાર પર દબાવ બનાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્ય સંગઠનને નિર્દેશ આપ્યો છે કે ભાજપ અને ટીએમસી વચ્ચે ડીલની અફવાઓ પર વિરામ લગાવે. નોંધનીય છે કે હાલમાં મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

ધર્મેન્દ્ર પ્રધાન પર કેમ વ્યક્ત કર્યો વિશ્વાસ :

ભાજપ નેતૃત્વે ધર્મેન્દ્ર પ્રધાનને પશ્ચિમ બંગાળની જવાબદારી એટલા માટે આપી કારણ કે રાજ્યમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી સાથે તેના સારા સંબંધ છે. તેમને રાજ્યની 42 લોકસભા સીટ પર ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રધાન પહેલા પણ અધિકારીઓ સાથે જોડાયેલા રહ્યાં છે. ત્યારબાદ તેમણે ટીએમસીને અલવિદા કહ્યુ હતું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી નંદીગ્રામથી જીત મેળવી હતી.

મહિલા મતો માટે પણ તૈયારી :

ચૂંટણીમાં મહિલાઓના મતનું ખુબ મહત્વ છે. તેવામાં ભાજપ ઈચ્છતી નથી કે મહિલાઓ પાર્ટીથી દૂર થાય. 2021મા ટીએમસીની મોટી જીત પાછળ મહિલાઓના મત પણ છે. સ્મૃતિ ઇરાનીને પ્રદેશમાં મહિલાઓની સમસ્યાઓ જાણવા અને ચૂંટણીની તૈયારી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. ખાસ વાત છે કે ઈરાની અને પ્રધાન બંને બાંગ્લા જાણે છે.

આ પણ વાંચો :-

 હવે તો મફતમાં તો પાણી પણ નહીં મળે ! ઘરે ઘરે લાગશે મીટર, પાટનગરમાં નંખાઇ રહી છે પાઈપલાઇન

0

Now even water will not be available

  • જૂની પાણીની લાઇન જર્જરિત થઈ જતાં હવે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ, નવી પાણીની પાઇપલાઇન નાખવાની સાથે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) હવે આગામી દિવસોએ પાણી માટે પણ પૈસા આપવા પડે તેવી કવાયત હાથ ધરાઈ છે. વિગતો મુજબ શહેરમાં જૂની પાણીની લાઇન (Old water line) જર્જરિત થઈ જતાં હવે નવી પાઈપલાઇન નાખવામાં આવી રહી છે.  જોકે નવી પાણીની પાઈપલાઇન (Pipeline) નાખવાની સાથે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવાના હોવાથી હવે પાણી માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

વર્ષો જૂની પાઈપલાઇન જર્જરિત :

વિગતો મુજબ ગાંધીનગર શહેરની રચના સમયે નાખવામાં આવેલી પાણીની લાઇન હવે જર્જરિત થઈ ગઈ છે. જેને લઈ હવે તંત્ર દ્વારા હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવી પાણીની પાઈપલાઇન નાખવામાં આવી રહી છે. જોકે આ પાઇપલાઇનના કામ પૂર્ણ થતાંની સાથે જ ઘેર-ઘેર પાણીના મીટર પણ મૂકવામાં આવશે. જેને લઈ આગામી દિવસોએ પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે.

મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ બિઝનેસમેનના ઠેકાણા પર ITની રેડ : 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું સહિત કુલ 390 કરોડની સંપત્તિ જપ્ત

2023 સુધીમાં નવી પાણીની લાઇન નંખાઇ જશે: :

ગાંધીનગરમાં હવે જર્જરિત પાઈપલાઇનની જગ્યાએ નવી પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે સંભવિત જુલાઇ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદમાં હવે શહેરના દરેક ઘરોમાં પાણી માટેના મીટર લાગી જશે. જેને લઈ હવે પાણીના વપરાશ પ્રમાણે રૂપિયા ચૂકવવા પડશે.

ગાંધીનગરના સ્થાપના ટાણે મૂકાયા હતા મીટર :

ગાંધીનગર શહેરની સ્થાપના વખતે પણ પાણીના મીટર મુકાયા હતા. જોકે જર્જરિત પાઇપલાઇનનું કામ પૂર્ણ થાય બાદ ફરી એ જ યોજના લાગુ કરવામાં આવશે. જેથી નવી પાઇપલાઇન સાથે દરેક ઘરોમાં પાણીના મીટર લાગશે. જેને લઈ હવે જેટલો પાણીનો વપરાશ થશે તેટલા રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો :-

 

 

અમદાવાદીઓ સંભાળજો ! સાબરમતી નદી પાસે નિચાણવાળા વિસ્તારોમાં ભૂલથી પણ ના જતા !

0

Take care of Ahmedabad

  • જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર સાબરમતી નદીમાં જોવા મળી છે.

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની (Megharaja’s mischief) બેટીંગ ચાલી રહી છે. જેમાં આ વખતે રાજ્યના મોટાભાગના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી બાજુ ઉપરવાસમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ (Ahmedabadi) માટે એક સુચના જાહેર કરવામાં આવી છે. સાબરમતી નદીમાં 12 ઓગસ્ટે એટલે કે આવતીકાલે પાણી છોડાઇ શકે છે.

નર્મદા નદીની મુખ્ય કેનાલામાંથી સાબરમતી નદીમાં પાણી છોડાઇ શકે છે. પાણી છોડાવાના નિર્ણયને પગલે સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજની નિચાણવાસમાં સંબંધિતોને સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્રએ સુચના જાહેર કરીને એલર્ટ કર્યા છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર સાબરમતી નદીમાં જોવા મળી છે.

મહત્વનું છે કે, ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ઘણી વખત ધરોઇમાંથી પાણી છોડવામાં આવે તે સીધુ સાબરમતી નદીમાં પહોંચે છે. જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર ઉમેરાય છે. આ વખતે સારા વરસાદને કારણે સાબરમતી નદી ભરેલી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. અમદાવાદમાં વાસણા બેરેજની નિચાણવાસમાં સંબંધિતોને પણ અલર્ટ આપવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં નર્મદાના નવા નીર ઠાલવશે ત્યારે અનેક ગામોમાં અલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

 

પૈસા કમાવાની તક, આજે  લોન્ચ થશે આ IPO, જાણો રોકાણ, GMP સહિત 10 મુખ્ય વાતો

0

Opportunity to make money

  • આખરે અઢી મહિના બાદ શેર બજારમાં આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. રોકાણકારો માટે શુક્રવારે નવો આઈપીઓ ખુલી રહ્યો છે. રોકાણ કરતા પહેલાં જાણી લો તમામ મહત્વની વાતો..

Syrma SGS Technology IPO : આખરે અઢી મહિના બાદ શેર બજારમાં આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. મહિનાઓ બાદ ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) માં પૈસા લગાવવાની શાનદાર તક આવી છે. હકીકતમાં 12 ઓગસ્ટ 2022ના સિર્મા એસજીએસ ટેક્નોલોજી લિમિટેડ (Syrma SGS Technology) નો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. તેને 18 ઓગસ્ટ 2022 સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. કંપનીએ પોતાના ઈશ્યૂનો રૂ. 209 થી 220 પ્રતિ ઇક્વિટી શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓ 840 કરોડનો હશે. તો આવો જાણીએ Syrma SGS Technology IPO વિશે..

1. GMP: બજાર એનાલિસ્ટ અનુસાર સિરમા એસજીએસ ટેક્નોલોજી લિમિટેડના શેર ગ્રે માર્કેટમાં 10 રૂપિયા પ્કતિ ઇક્વિટી શેરના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

2. Price Band : કંપનીએ પબ્લિક ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ 209થી 220 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કર્યો છે.

3. Subscription Date : રોકાણ માટે આ ઈશ્યૂ 12 ઓગસ્ટે ખુલશે અને 18 ઓગસ્ટે બંધ થશે.

4. IPO Size : કંપની આઈપીઓ દ્વારા 840 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમાંથી 766 કરોડ ફ્રેશ ઈશ્યૂના માધ્યમથી ભેગા કરવામાં આવશે.

5. Lot Size : પબ્લિક ઈશ્યૂમાં તમે ઓછામાં ઓછા એક લોટ માટે એપ્લાય કરી શકશો. એક લોટમાં કંપનીના 68 શેર સામેલ થશે.

6. Application Limit : ઓછામાં ઓછા એક લોટ અને વધુ 13 લોટ માટે અરજી કરી શકશો.

7. Investment Limit : એક રોકાણકાર ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. તેથી ઈશ્યૂમાં ઓછુ રોકાણ રૂ.14,960 (રૂ.220 x 68) છે, જ્યારે વધુ રોકાણ રૂ.1,94,480 [(રૂ.220 x 68) x 13] છે.

8. Allotment Date : સિરમા એસજીએસ ટેક્નોલોજી આઈપીઓના શેર 23 ઓગસ્ટ 2022ના એલોટ કરવામાં આવશે.

9. Listing Date : કંપનીના શેરને બીએસઈ અને એનએસઈ પર 26 ઓગસ્ટ 2022ના લિસ્ટ કરવામાં આવશે.

10. Registrar : લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને પબ્લિક ઈશ્યૂના સત્તાવાર રજિસ્ટ્રાર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

આણંદ : કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

0

Anand: Accident between car

  • રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો, 6માંથી 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.

આણંદ જિલ્લાના સોજીત્રા (sojitra)માં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આ ત્રિપલ અકસ્માત (Tripal Accident)માં 6 લોકોના કમકમાટીભર્યા મોત (6 people died) થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોજીત્રા પાસે કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સોજીત્રાના જ 4 વ્યક્તિના મોત નિપજ્તાં ભારે ગમગીની છવાઇ છે. ખાસ કરીને 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.

રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના દ્રશ્યો જ કંપાવી દે તેવા છે. અકસ્માતના પગલે આસપાસના ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

જોકે, અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં જ ઘટનાસ્થળે છ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જે બાદ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોજીત્રા ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ લોકોને સારવર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ, તેમજ અન્ય એક વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિના મોત થયા છે.

આ સમગ્ર ઘટના અંગે ખંભાતના ડિવાયએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સાંજે 6.30થી 7 કલાક દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોનાં મોત થયા છે. જેમાં રીક્ષાચાલક, રીક્ષામાં સવાર ત્રણ પેસેન્જર્સ અને બાઇક પર સવાર બે લોકો સહિત કુલ છ લોકોના મોત થયા છે.

અકસ્માત કિયા ગાડી દ્વારા સર્જાયો છે. આરોપીની વધુ પૂછપરછ કરતાં ખ્યાલ આવશે કે શું ઘટના બની હતી. અત્યારે આરોપી આણંદ હોસ્પિટલમાં છે. કાર કેતન નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે કેમ તે રિપોર્ટ પરથી ખ્યાલ આવશે.

આ પણ વાંચો :-