Home Blog Page 1347

જગન્નાથ મંદિરના ખજાનામાં શું-શું છે ? ASIએ ‘આંતરિક રત્ન ભંડાર’ ખોલવા કરી અરજી

0

What are the treasures

  • જગન્નાથ મંદિર અધિનિયમ મુજબ રત્ન ભંડારનું દર 3 વર્ષે ઓડિટ થવું જોઈએ. જોકે એક પછી એક સરકારો તેમના રાજકીય પરિણામો વિશે ડરતી હોવાથી ઓડિટથી દૂર રહી રહી છે કારણ કે આસ્થાને હાનિ પહોંચતા સરકાર સામે અસ્થિરતા ઉભી થઈ શકે છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે (ASI) શ્રી જગન્નાથ મંદિર (Jagannath Temple) પ્રશાસન (SJTA)ને પૂરી, ઓડિશા ખાતેના 12મી સદીના મંદિરના ‘આંતરિક રત્ન ભંડાર‘ ખોલવા માટે અપીલ કરી છે. ASIના અધિક્ષક પુરાતત્વવિદે SJTAના મુખ્ય વહીવટકર્તાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રત્ન ભંડાર (તિજોરી)ની આંતરિક ચેમ્બરની સ્થિતિ અને બંધારણ પર જળવાયુ-આબોહવાની (Climate) કોઈપણ સંભવિત અસર જોવા માટે ખોલવી જોઈએ.

ASIએ આ પત્રની નકલ રાજ્યના કાયદા વિભાગ, પુરાતત્વ વિભાગ અને દેશના સાંસ્કૃતિક વારસાના પુરાતત્વીય સંશોધન અને સંરક્ષણ માટે જવાબદાર સંસ્થાના ડિરેક્ટર જનરલને પણ મોકલી છે.

ASIનો આ પત્ર મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબ દ્વારા ‘રત્ન ભંડાર’ ખોલવાની વિનંતી કર્યા બાદ આવ્યો છે. મંદિર સંચાલન સમિતિએ 6 જુલાઈના રોજ મળેલી બેઠકમાં રત્ન ભંડારનો આંતરિક કક્ષ ખોલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં ઓછામાં ઓછા બે મુખ્ય ચેમ્બર (રૂમ) છે.

મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર,બહારના ભંડારમાં દેવી-દેવતાઓના રોજિંદા વસ્ત્રોના આભૂષણો છે, જ્યારે ‘આંતરિક ભંડાર ગૃહ’માં અન્ય જૂના આભૂષણો છે. ઓરિસ્સા હાઈકોર્ટના નિર્દેશો પર એપ્રિલ, 2018માં ‘રત્ન ભંડાર’ની અંદરની ચેમ્બર ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ ચાવીઓ ન મળવાને કારણે તે સફળ થઈ શક્યો ન હતો, તેથી ASI અધિકારીઓ, પૂજારીઓ અને અન્ય લોકોની ટીમે બહારથી જ રત્ન ભંડારનું નિરીક્ષણ કર્યું હતું.” આ અગાઉ ભગવાન જગન્નાથ મંદિરનું ‘રત્ન ભંડાર’ 1978 અને 1982માં ખોલવામાં આવ્યું હતું.

ASI સુપ્રિટેન્ડન્ટ અરુણ મલિકે પત્ર પર કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ જગન્નાથ મંદિર વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિર સંચાલન સમિતિની બેઠક દરમિયાન આ અંગે નિર્ણય લેવામાં આવશે. મંદિરના પ્રબંધક (વિકાસ) અજય કુમાર જેનાએ જણાવ્યું હતું કે પત્ર મંદિર વ્યવસ્થાપન સમિતિ સમક્ષ મૂકવામાં આવશે અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે અને કાયદા વિભાગને જાણ કરવામાં આવશે.

મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે રત્ન ભંડારનું છેલ્લે 1984માં આંશિક રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેની સાત ચેમ્બરમાંથી માત્ર ત્રણ જ ખોલવામાં આવી હતી. રત્ન ભંડારની ચકાસણી માર્ચ, 1962માં મંદિરના સંચાલક એલ મિશ્રા દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે ઓગસ્ટ 1964 સુધી ચાલુ રહી હતી. આ તપાસ દરમિયાન 602 વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી.

ફરીથી મે 1967માં એક નવી ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી માત્ર 433 વસ્તુઓનું પરીક્ષણ કરી શકાયું હતું. 1985માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જગન્નાથ મંદિરની અંદરની ચેમ્બરને અમુક સમારકામ માટે ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્રણ બંધ દરવાજામાંથી માત્ર 2 જ ખોલી શકાયા હતા.

આ પણ વાંચો :-

મમતાને શર્મસાર કરતી ઘટના ! માતાએ તાજું જન્મેલું બાળક રસ્તા પર ફેંકી દેવાયું

0

An incident that shames Mamat

  • દ્વારકાના સલાયા પંથકમાંથી મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાયામાં તાજું જન્મેલું બાળક ત્યજેલી હાતલમાં મળી આવ્યું છે. સલાયાના બંદર રોડ વિસ્તારમાં જસરયા ચોકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે.

રાજ્યમાં મમતાને શર્મસાર (Shame on Mamata) કરતી ઘટના સામે આવી છે. રાજ્યમાં વધુ એક નવજાતને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. દ્વારકા (Dwarka) પંથકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરાતા સ્થળ પર પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડાયું છે. ત્યારે પોલીસ દ્વારા બાળકના માતા પિતાની શોધ ખોળ શરૂ કરાઈ છે.

દ્વારકાના સલાયા પંથકમાંથી મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાયામાં તાજું જન્મેલું બાળક ત્યજેલી હાતલમાં મળી આવ્યું છે. સલાયાના બંદર રોડ વિસ્તારમાં જસરયા ચોકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે. ત્યજેલું બાળક રસ્તા પર પડ્યું હોવાનું પોલીસને જાણવા મળતા તાત્કાલીક સલાયા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ બાળકને એમ્બુલન્સમાં ખંભાળિયા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી બાળકને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સલાયા મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ.પટેલે તેમના માતા અને પરિવારની શોધ ખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

દીકરીઓ જાય તો જાય ક્યાં ? 13 વર્ષની કિશોરી ઘરમાંથી બહાર નીકળતા જ પાડોશી લઇ ગયો અને પછી…

If the daughters go

  • વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે.

અમદાવાદના (Ahmedabad) વટવા જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાંથી બહાર નિકળેલી સગીરાને પાડોશીએ ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું (Abused). જોકે આ ઘટના અંગે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાઈ હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા કિશોરી બાથરૂમ જવા માટે પોતાના ઘરની બહાર નિકળી હતી તે સમયે પાડોશમાં રહેતા યુવકની તેનાં પર નજર પડતા તેને કિશોરીની પોતાનાં ઘરમાં બોલાવી હતી અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

કિશોરી પર આરોપીએ બળજબરી કરી દુષ્કૃત્ય આચરતા તે ડરી ગઈ હતી અને ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.  જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

કિશોરીનાં પરિવારજનોએ આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમા આરોપી છુટક મજૂરી કરતો હોવાનું ખુલ્યું છે. તેવામાં પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

આજે નીતિશ કેબિનેટનો વિસ્તાર, આરજેડીનો હાથ રહેશે ઉપર, જાણો કોણ બની શકે છે મંત્રી

0

Today Nitish cabinet area

  • બિહારની મહાગઠબંધન સરકારમાં કેબિનેટ વિસ્તારની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. મંગળવારે નીતિશ કેબિનેટના નવા મંત્રી શપથ લેવાના છે.

નીતિશ (Nitish) કેબિનેટનો આજે વિસ્તાર થશે. રાજભવનને 11.30 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જેડીયૂ નેતા વિજય ચૌધરીને આરજેડી અને કોંગ્રેસે (Congress) સંભવિત મંત્રીઓની યાદી સોંપી દીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર કેબિનેટમાં આરજેડીની ભાગીદારી વધુ હોઈ શકે છે.

આ વચ્ચે બિહાર વિધાનસભામાં અધ્યક્ષનું પદ આરજેડીને અને વિધાન પરિષદમાં (Legislative Council) સભાપતિનું પદ જેડીયૂને આપવા પર પણ લગભગ સહમતિ બની ગઈ છે.

આરજેડી તરફથી વિધાનસભા અધ્યક્ષ માટે અવધ બિહારી ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આરજેડીએ આ પદ માટે તેમને ચૂંટણી પણ લડાવી હતી. 17મી બિહાર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે તે મહાગઠબંધનના ઉમેદવાર બન્યા હતા. તો વિધાન પરિષદમાં સભાપતિ માટે જેડીયૂના પ્રો. રામવચન રાયનું નામ ચાલી રહ્યું છે. હાલ વિધાન પરિષદમાં કાર્યકારી સભાપતિ અવધેશ નારાયણ સિંહ છે.

તો બીજી તરફ આરજેડીને પાછલી કેબિનેટમાં ભાજપના કોટાના વિભાગો મળશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી સંભવિત નામ પર ચર્ચા કરી લીધી છે. એટલું જ નહીં સરકાર રચનાને લઈને પણ બંને વચ્ચે વિસ્તારથી વાત થઈ હતી.

નીતિશ કેબિનેટના બધા મંત્રીઓના શપથ એક સાથે યોજાશે નહીં. કેટલાક મંત્રીઓ મંગળવારે શપથ લેશે. નક્કી ફોર્મ્યૂલા પ્રમાણે આરજેડીને 17, જેડીયૂને 13, કોંગ્રેસને 3, હમને 1, અપક્ષને 1 મંત્રી પદ મળવાનું નક્કી છે. શિક્ષણ, ગ્રામીણ કાર્ય સહિત કેટલાક વિભાગ આરજેડીના ખાતામાં જ્યારે નાણા વિભાગ જેડીયૂ પાસે રહી શકે છે. જેડીયૂના કેટલાક જૂના મંત્રીને પડતા મુકવામાં આવી શકે છે.

કોણ બની શકે છે મંત્રી :

રાષ્ટ્રીય જનતા દળ : તેજપ્રતાપ યાદવ, આલોક મેહતા. કુમાર સર્વજીત, સમીર મહાસેઠ, અનિતા દેવી, લલિત યાદવ, ઋષિ કુમાર, સુરેન્દ્ર યાદવ, ચન્દ્રશેખર, કાર્તિક કુમાર, સુધાકર સિંહ, શમીમ અહદમ, રણવિજય સાહૂ, અખ્તરૂલ ઇસ્લામ શાહીન.

જેડીયૂ : વિજય કુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ, ઉપેન્દ્ર કુશવાહા, શ્રવણ કુમાર, સંજય ઝા, અશોક કુમાર ચૌધરી, લેશી સિંહ, મદન સહની, જમા ખાન, સુનીલ કુમાર, શીલા મંડલ.

હમ : સંતોષ સુમન

અપક્ષ : સુમિત સિંહ

કોંગ્રેસ : અજીત શર્મા, રાજેશ રામ, શકીલ અહમદ, મદન મોહન ઝા.

આ પણ વાંચો :-

16 ઓગસ્ટ 2022 રાશિફળ : આજે આ 4 રાશિના જાતકોને મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

16 August 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
ધર્મ-નીતિ અનુસાર કામ કરવાની ઈચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ
મોજ-શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારું. નોકરી-ધંધામાં રાહત

મિથુનઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારુ ફળ મળતુ જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વદારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકાં સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ
સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ-બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ
હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
ઘણો લાભ રહે. શુભ તત્ત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત, સોનું, ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળવી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થાની કરી જાહેરાત

0

Gujarat government has announced

  • સ્વતંત્રતા પર્વ પર સરકારી કર્મચારીઓને સરકારની સૌથી મોટી ભેટ… મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો… 7 માં પગારપંચવાળા 9 લાખથી વધુ કર્મચારીઓને જાન્યુઆરી 2022 થી આ ભથ્થું અપાશે.

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને (Employees-Pensioners) મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022 થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) કર્મચારીના હિતમાં નિર્ણય લીધો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ લાભ મળશે.

તારીખ 1 જાન્યુઆરી, 2022 થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ, 2022 બીજો હપ્તો સેપ્ટેમ્બર 2022 ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે.

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

અનુસાર જાન્યુઆરીથી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઓગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલથી જૂન ના તફાવતની રકમ સપ્ટેમ્બર ૨૦૨૨ ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.

આ પણ વાંચો :-

આનંદો ! સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી

0

Enjoy! The water level of Sardar Sarovar

  • સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી (India@75) કરી રહ્યો છે ત્યારે કેવડીયા (Kavadia) ખાતેથી ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન (Lifelike) સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટી 135.29 મીટર પર પહોંચી છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી 23 ગેટ ખોલી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વીજ મથક 24 કલાક કાર્યરત કરાતા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે ડેમમાંથી કુલ 1 લાખ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદી (Narmada River)માં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા નદીના કાંઠાના ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 1,82,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ડેમની કુલ સપાટી 138.68 મીટર છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ :

સોમવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

વરસાદની આગાહી :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :-

આ છે સુરતી !  યુવકે 2 લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી, PM ને મળવા કાર લઈને દિલ્હી પહોંચ્યો

0

This is Surti! The youth painted the

  • હર ઘર તિરંગા અભિયાનથી હાલ આખો દેશ તિરંગાના રંગે રંગાયો છે. ઘર, ઓફિસ, ઈમારતો, વાહનો પર જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ચારે તરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. દેશભક્તિના રંગો ચોતરફ ફેલાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગાનું જશ્ન મનાવાઈ રહ્યું છે.

હર ઘર તિરંગા (Har ghar tiranga) અભિયાનથી હાલ આખો દેશ તિરંગાના રંગે રંગાયો છે. ઘર, ઓફિસ, ઈમારતો, વાહનો પર જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ચારે તરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. દેશભક્તિના રંગો ચોતરફ ફેલાયા છે. કાશ્મીરથી (Kashmir) લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગાનું જશ્ન મનાવાઈ રહ્યું છે.

ત્યારે ગુજરાતના એક યુવકે એવુ કર્યું કે તેની વાહવાહી ચારેતરફ થઈ. સુરતના એક યુવકે પોતાની કારને 2 લાખના ખર્ચે તિરંગાની થીમમાં રંગી નાંખી. એટલુ જ નહિ, આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો.

સુરતના યુવક સિદ્ધાર્થ દોશી પર દેશભક્તિનો રંગ એવો ચઢ્યો કે, જેના વિશે જાણીને તમને ગર્વ થશે. સિદ્ધાર્થ દોશીએ 2 લાખના ખર્ચે પોતાની કારને તિરંગના રંગે રંગી નાંખી. આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો, જ્યાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માંગે છે.

No description available.

સિદ્ધાર્થે દેશભક્તિ બતાવવા કાર પાછળ 2 લાખનો ખર્ચો કર્યો છે. તે જાતે કાર ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો છે. ત્યારે દિલ્હીમાં પહોંચેલી દેશભક્તિની ગાડી દિલ્હીવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. તો અનેક લોકોએ આ કાર સાથે સેલ્ફી લીધી.

દેશભક્તિ વિશે તે કહે છે કે, મારો હેતુ લોકોને હર ઘર તિરંગા અભિયાન હેઠળ જાગૃત કરવાનો છે, તેથી હું બે દિવસમાં ગાડી ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો. મને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને મળવાની ઈચ્છા છે. દિલ્હીના વિજય ચોકમાં કાર લઈને પહોંચેલા સિદ્ધાર્થે લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. ત્યારે હવે સિદ્ધાર્થની આ દેશભક્તિ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો :-

વડોદરામાં યુવા પેઢીને ડ્રગ્સને રવાડે ચઢાવનાર કોણ ? MBA થયેલા કબીરખાનનું કારસ્તાન

Who introduced drugs to the young

  • વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતું.

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે ગતરોજ મહારાજા સયાજીરાવ યુનિ (Maharaja Sayajirao Univ).ના વિદ્યાર્થીને પંકજ જયસ્વાલ અને તેના મિત્રો સયાજીગંજ (Sayajiganj) વિસ્તારમાં ઝંડા વહેંચી રહ્યાં હતા. આ દરમિયાન એક યુવકને તેમની સાથે માથાકુટ કરી ધમકાવવા માટે બંદુક જેવું હથિયાર બતાવતા ચકચારી મચી હતી.

જોકે આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા યુવકની ઓળખ છતી થઇ અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે તેની અંગ ઝડતી કરતા તેના થેલામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતુ. જે અંગે પોલીસ પુછતાછ કરતા વડોદરાના મોટાભાગની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચઢાવનાર ચિંતન ઉર્ફે ચિન્ટુનું નામ સામે આવ્યું હતું.

વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતુ. કબીરખાન પાસેથી પોલીસને બંદુક જેવુ દેખાતુ લાઇટર પણ મળી આવ્યું હતું.

કબીર ખાન પાસેથી મળી આવેલુ MD DRUGS અને ચરસ અંગે એસ.ઓ.જી દ્વારા તેની પુછતાછ હાથ ધરવામાં આવી હતી. જે પુછતાછમાં માંજલપુર ખાતે રહેતા અને અગાઉ અનેક વખત ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા ચિંતન ઉર્ફે ચિન્ટુનુ નામ ખુલ્યું હતુ.

જેથી એસ.ઓ.જીની ટીમે ચિંતન ઉર્ફે ચિન્ટુના માંજલપુર યોગેશ્વર પાર્ક સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. જેમાં તેના નિવાસ સ્થાનેથી 40.87 ગ્રામ MD, પેન્ટઝોશીન ઇન્જેક્શન બોટલ નંગ 20 મળી કૂલ રૂ. 5 લાખથી વધુનુ ડ્રગ્સ મળી આવ્યું હતુ.

જેથી આ મામલે પોલીસે ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચિંતન ઉર્ફે ચિન્ટુ સામે અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરવાના મામલે ગુનાઓ નોંધાયેલા છે, અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. કહેવાય છે કે, ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલ એક સુખી સમ્પન્ન પરિવારમાંથી છે, તે પોતે પણ ડ્રગ્સનો આદી છે અને ત્યારબાદ રૂપિયા કમાવવા માટે તેને પોતાના અંગત મિત્રો અને ત્યારબાદ સંપર્કમાં આવતા શહેરના અનેક યુવાન-યુવતિઓને ડ્રગ્સના આદી બનાવી દીધા હતા.

ચિંતન ઉર્ફે ચિન્ટુ મુંબઇથી બિંદાસ્ત ડ્રગ્સ લાવી વડોદરામાં વેચતો હતો. અનેક વખત ડ્રગ્સના મામલામાં તેનુ નામ પણ ખુલ્યું હતુ. લાંબા સુધી અંડરગ્રાઉન્ડ રહ્યાં બાદ ફરી એક વખત હવે ચિંતન ઉર્ફે ચિન્ટુનુ ડ્રગ્સના મામલામાં નામ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરની દુમાડ ચોકડી પાસે સમા પોલીસે ત્રણ વર્ષ અગાઉ 95 ગ્રામના 5.70 લાખની કિંતમના મેથામ્ફેટામાઇ પાવડરના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યાં હતા. મુંબઇનો ડ્રગ ડિલર જફર અલીખાન દુમાડ ચોકડી સુધી આવીને બન્ને ડ્રગ્સ કેરીયરને નશીલો પાઉડર આપી ગયો હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે બન્નેની ધરપકડ કરી જફર અલીખાન અને ડ્રગ્સ મંગાવનાર માંજલપુરના ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ત્યારે મુંબઈના મકરાણી નામના સખ્સ પાસેથી દ્રગ્સ મંગાવતા હોવાની કબુલાત આરોપી કબીર ખાને કરી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

એશિયા કપ પહેલા જ પાક ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડીઓમાં અસંતોષ, આવું છે ક્યાં કારણ

0

Dissatisfaction among the senior

  • એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

28 ઓગસ્ટે બંને ટીમો એક બીજા સાથે ટકરાશે. જોકે તે પહેલા પાકિસ્તાની ક્રિકેટમાં (Pakistani cricket) ઉથલ પાથલ મચી છે. પાકિસ્તાનના બોર્ડે (Board of Pakistan) ખેલાડીઓ સાથે જે નવો કોન્ટ્રાક્ટ કર્યો છે તેને લઈને સિનિયર ખેલાડીઓએ વિરોધ શરુ કર્યો છે.

પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ (Babar Azam), શાહીન આફ્રિદી અને મહોમ્મદ રિઝવાન (Mohammed Rizwan) જેવા સ્ટાર ખેલાડીઓએ બોર્ડ સામે મોરચો ખોલ્યો છે અને કોન્ટ્રાક્ટમાં બદલાવ કરવાની માંગ કરી છે.

જોકે ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ પર સહી એટલા માટે કરી છે કે, બોર્ડે તેમને એશિયા કપ બાદ આ મુદ્દે વાતચીત કરીને તેમાં ફેરફાર કરવાની ખાતરી આપી છે. ભારતની જેમ પાકિસ્તાન બોર્ડ પણ ખેલાડીઓ પાસે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઈન કરાવે છે અને તેમાં અલગ અલગ ત્રણ કેટેગરી છે.આ વખતે બોર્ડે 33 કોન્ટ્રાક્ટનુ એલાન કર્યુ છે.

કોન્ટ્રાક્ટમાં જે શરતો મુકવામાં આવી છે તેમાં વિદેશી ટી-20 લીગમાં ભાગ નહીં લેવાની, આઈસીસી ઈવેન્ટસની તસવીરોના રાઈટ, આઈસીસીની ટુર્નામેન્ટની ફી, ખેલાડીઓના જાહેરાતના કોન્ટ્રાક્ટ જેવી બાબતો સામેલ છે.

જેના પર ઘણા ખેલાડીઓને વાંધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભલે કહી રહ્યુ હોય કે બધુ બરાબર છે પણ ખેલાડીઓ નાખુશ છે.જે પાક ટીમ માટે ચિંતાજનક છે.

પાક ક્રિકેટ બોર્ડ કોન્ટ્રાક્ટ અનુસાર ખેલાડીઓને એક ટેસ્ટ માટે આઠ લાખ, વન ડે માટે પાંચ લાખ અને ટી 20 માટે પોણા ચાર લાખ રુપિયા ચુકવે છે.

આ પણ વાંચો :-