Sunday, September 24, 2023
Home GUJARAT વડોદરામાં યુવા પેઢીને ડ્રગ્સને રવાડે ચઢાવનાર કોણ ? MBA થયેલા કબીરખાનનું કારસ્તાન

વડોદરામાં યુવા પેઢીને ડ્રગ્સને રવાડે ચઢાવનાર કોણ ? MBA થયેલા કબીરખાનનું કારસ્તાન

Who introduced drugs to the young

  • વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતું.

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે ગતરોજ મહારાજા સયાજીરાવ યુનિ (Maharaja Sayajirao Univ).ના વિદ્યાર્થીને પંકજ જયસ્વાલ અને તેના મિત્રો સયાજીગંજ (Sayajiganj) વિસ્તારમાં ઝંડા વહેંચી રહ્યાં હતા. આ દરમિયાન એક યુવકને તેમની સાથે માથાકુટ કરી ધમકાવવા માટે બંદુક જેવું હથિયાર બતાવતા ચકચારી મચી હતી.

જોકે આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા યુવકની ઓળખ છતી થઇ અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે તેની અંગ ઝડતી કરતા તેના થેલામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતુ. જે અંગે પોલીસ પુછતાછ કરતા વડોદરાના મોટાભાગની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચઢાવનાર ચિંતન ઉર્ફે ચિન્ટુનું નામ સામે આવ્યું હતું.

વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતુ. કબીરખાન પાસેથી પોલીસને બંદુક જેવુ દેખાતુ લાઇટર પણ મળી આવ્યું હતું.

કબીર ખાન પાસેથી મળી આવેલુ MD DRUGS અને ચરસ અંગે એસ.ઓ.જી દ્વારા તેની પુછતાછ હાથ ધરવામાં આવી હતી. જે પુછતાછમાં માંજલપુર ખાતે રહેતા અને અગાઉ અનેક વખત ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા ચિંતન ઉર્ફે ચિન્ટુનુ નામ ખુલ્યું હતુ.

જેથી એસ.ઓ.જીની ટીમે ચિંતન ઉર્ફે ચિન્ટુના માંજલપુર યોગેશ્વર પાર્ક સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. જેમાં તેના નિવાસ સ્થાનેથી 40.87 ગ્રામ MD, પેન્ટઝોશીન ઇન્જેક્શન બોટલ નંગ 20 મળી કૂલ રૂ. 5 લાખથી વધુનુ ડ્રગ્સ મળી આવ્યું હતુ.

જેથી આ મામલે પોલીસે ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચિંતન ઉર્ફે ચિન્ટુ સામે અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરવાના મામલે ગુનાઓ નોંધાયેલા છે, અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. કહેવાય છે કે, ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલ એક સુખી સમ્પન્ન પરિવારમાંથી છે, તે પોતે પણ ડ્રગ્સનો આદી છે અને ત્યારબાદ રૂપિયા કમાવવા માટે તેને પોતાના અંગત મિત્રો અને ત્યારબાદ સંપર્કમાં આવતા શહેરના અનેક યુવાન-યુવતિઓને ડ્રગ્સના આદી બનાવી દીધા હતા.

ચિંતન ઉર્ફે ચિન્ટુ મુંબઇથી બિંદાસ્ત ડ્રગ્સ લાવી વડોદરામાં વેચતો હતો. અનેક વખત ડ્રગ્સના મામલામાં તેનુ નામ પણ ખુલ્યું હતુ. લાંબા સુધી અંડરગ્રાઉન્ડ રહ્યાં બાદ ફરી એક વખત હવે ચિંતન ઉર્ફે ચિન્ટુનુ ડ્રગ્સના મામલામાં નામ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરની દુમાડ ચોકડી પાસે સમા પોલીસે ત્રણ વર્ષ અગાઉ 95 ગ્રામના 5.70 લાખની કિંતમના મેથામ્ફેટામાઇ પાવડરના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યાં હતા. મુંબઇનો ડ્રગ ડિલર જફર અલીખાન દુમાડ ચોકડી સુધી આવીને બન્ને ડ્રગ્સ કેરીયરને નશીલો પાઉડર આપી ગયો હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે બન્નેની ધરપકડ કરી જફર અલીખાન અને ડ્રગ્સ મંગાવનાર માંજલપુરના ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ત્યારે મુંબઈના મકરાણી નામના સખ્સ પાસેથી દ્રગ્સ મંગાવતા હોવાની કબુલાત આરોપી કબીર ખાને કરી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

RELATED ARTICLES

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

Latest Post

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

ભારતીય રેલ્વે : ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઈ જશો, જાણો શું છે તેની સજા

તમામ ભારતીય ટ્રેનોના એસી કોચમાં બેડશીટ, ધાબળો અને તકિયાની સુવિધા આપવામાં આવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું તેઓ...

Cold Drinks શરીરમાં શોષી લે છે આ પોષકતત્વો, શરીર પડે છે નબળું, જાણો તેના આડઅસરો વિશે

કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંત અને હાડકાને પણ નુકસાન કરે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે. જેના કારણે આપણા હાડકા નબળા પડી...

ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, પીએમ મોદી આ રાજ્યમાં કરશે શિલાન્યાસ 

પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને...

આજથી મહામેળો શરૂ, અંબાજી જતા ગુંજ્યો જય અંબેનો નાદ, આ રસ્તાઓ બંધ કરાયા

અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના મેળાનું...

અમદાવાદમાં રોડ પર દોડતી રિક્ષા પહેલાં ઉછળી અને પલટી ખાઈ ગઈ. વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ 

શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ...

નવસારી : પરિવારે બાથરૂમનો દરવાજો નહીં ખૂલતાં દરવાજો તોડ્યો અને અંદર જોયું તો…

નવસારીમાં એક ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને...

ફરી ચાર દિવસ વરસાદની આગાહી : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આટલા જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Alert : રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આગામી ૪ દિવસ ગુજરાતના ૧૭થી વધુ તાલુકામાં ખાબકી શકે છે...