Home Blog Page 1342

અમારા રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ આવતો હોય તો અમારી સાથે વાત કરો, ગેહલોતનો ગુજરાત સરકારને સવાલ

0

Talk to us if liquor is coming from

  • ગુજરાતમાં દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉઠાવ્યા સવાલ. કહ્યું, ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, અહીં દારૂની થાય છે હોમ ડિલીવરી.

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) હાલ ગુજરાતમાં છે. ત્યારે તેમણે ગુજરાતની દારૂબંધીને લઈને ગુજરાત સરકાર પર સવાલોના વેધણ બાણ ચલાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, અહીં દારૂની હોમ ડિલીવરી (Home delivery) થાય છે.

સાથે જ ગુજરાત સરકારને સવાલ કર્યો કે, જો દારૂ પડોશના રાજ્યોથી આવતો હોય તો તેને અટકાવવા પ્રયાસ કરો. અમારા ત્યાંથી આવતો હોય તો અમારી સાથે વાત કરો અમે ગુજરાતમાં દારૂ નહી આવવા દઇએ. સાથે જ તેણે લમ્પી વાયરસને રાષ્ટ્ર આપદા જાહેર કરવા પણ માંગ કરી છે.

અશોક ગહેલોતે આજે કોંગ્રેસનું ડિજીટલ કેમ્પેઈન (Digital campaign) લોન્ચ કર્યું. જેમાં ગુજરાતના દરેક વિસ્તારમાં કોગ્રેસની ટીમ જશે અને લોકોની વાત સાંભળશે. આ રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો બનાવાશે. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં અશોક ગેહલોતે કહ્યું કે ગત વખતે અમારી સરકાર બનતાં બનતાં રહી ગઇ. મોદીજીએ જે રીતે પોતાને પ્રોજેક્ટ કર્યા. બોલિવુડમાં જે પ્રકારે અભિનેતા એક્ટીગ કરે છે, મોદીજીએ મણી શંકર ઐયરના નિવેદનને તોડી મરોડીને રજુ કર્યું.

પોતે નીચ હોવાની વાત કરી નદીમાં પ્લેન ઉતાર્યું. એક અભિનેતા તરીકે એક્ટીંગ કરી. અમે એવું નથી કરી શકતા. એ અમારા સંસ્કાર નથી. આજે બંધારણની અવગણના થઇ રહી છે. તેઓ ધર્મના નામે ચુટંણી જીતી રહ્યા છે તેનું તેમને અભિમાન છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી શાસન હોવા છતાં ગવર્નન્સ નથી. આખી સરકાર બદલવી પડી કે બધા નકામા હતા? તો બીજી તરફ લમ્પી વાયરસને રાજ્ય આપદા જાહેર કરવા ગેહલોતે માંગ કરી છે. તેમણે કહ્યું કે, હાલ વેક્સીન ઉપલબ્ધ નથી, તો ગાય માતનું શુ થશે. દેશના સાત રાજ્યોમાં લમ્પી વાયરસ ફેલાયો છે. રાજસ્થાનના ૨૦ જિલ્લામાં લમ્પી પહોંચ્યો છે.

કોરોનામાં અમારા અહેમદ પટેલ સાહેબ ચાલ્યા ગયા. કોઇ વેપારી ઇડીના ડરથી બોલી શક્તો નથી. આજે દેશમાં ઇડીનુ રાજ ચાલે છે. કોગ્રેસે રાષ્ટ્રીય સ્તરે બે રોજગારીનો મુદ્દો ઉપાડ્યો છે. દેશની પ્રજા બેરોજગારીથી તંગ આવી ગઇ છે. ભાજપ સરકાર ફીક્સ વેતન કોન્ટ્રાક્ટ અને આઉટ સોસિંગમાં માને છે.

આ પણ વાંચો :-

 

સાઉદી અરેબિયાની એક મહિલાને ટ્વીટ કરવું ભારે પડ્યું, કોર્ટે ફટકારી 34 વર્ષની જેલની સજા

Saudi Arabian woman

  • સલમા જ્યારે 2021માં બ્રિટનથી રજા પર સાઉદી અરેબીયા આવી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જૂન મહિનામાં 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી

સાઉદી અરેબિયાની (Saudi Arabia) એક મહિલાને ટ્વીટર ચલાવવાનું ભારે પડ્યું છે. હકીકતમાં ત્યાંની કોર્ટ એક મહિલાને ટ્વીટર ચલાવવા બદલ 34 વર્ષની સજા સંભળાવી છે. બ્રિટનની લીડ્સ યુનિવર્સિટીમાં (University of Leeds) અભ્યાસ કરતી આ સાઉદી મહિલાનું (Saudi women) નામ સલમા અલ-શહાબ છે અને તે 2 બાળકોની માતા પણ છે. આ મહિલા પર આરોપો છે કે, તે દેશમાં સાર્વાજનિક અશાંતિ પેદા (Causing unrest) કરવામાં કાર્યકરોની મદદ કરી રહી છે.

હકીકતમાં ટ્વિટર પર સલમાના 2,600 ફોલોઅર્સ છે. તે સુન્ની દેશની મુસ્લિમ મહિલાઓના અધિકારો વિશે લખતી હતી. મુસ્લિમ દેશોની રૂઢિચુસ્ત વિચારસરણી પર સલમા મુહતોડ જવાબ આપતી હતી. સાથે જ તે ઘણા કાર્યકરોને ફોલો કરતી હતી. મહિલાઓના અધિકારો સંબંધિત મુદ્દાઓને રીટ્વીટ કરવા માટે વપરાય છે. તેથી સલમા આ દેશની નજરમાં ગુનેગાર બની ગઈ છે.

વિદેશ યાત્રા પર પ્રતિબંધ :

સલમા જ્યારે 2021માં બ્રિટનથી રજા પર સાઉદી અરેબીયા આવી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને જૂન મહિનામાં 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાંથી 3 વર્ષની સજા સ્થગિત કરવામાં આવી હતી અને વિદેશી યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ હવે આ સજાને વધુ આકરી કરવામાં આવી છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, સલમા અલ-શહાબને વિરૂદ્ધ રાજ્યમાં જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા અને અસંતુષ્ટોને મદદ કરવા બદલ સાઉદી અપીલ કોર્ટે 9 ઓગસ્ટના રોજ સજા સંભળાવી હતી. સજા હેઠળ 34 વર્ષ માટે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સલમાને થયેલી આ સજાની ALQST દ્વારા નિંદા કરવામાં આવી છે. ALQSTએ લંડન સ્થિત અધિકાર જૂથ છે. સાઉદી કોર્ટએ આ નિર્ણય પર કહ્યું હતું કે, શાંતિપ્રિય કાર્યકર્તાને પહેલીવાર આટલી લાંબી સજા આપવામાં આવી છે. ALQST કોમ્યુનિકેશન્સ ચીફ લીના અલ-હથલોલે જણાવ્યું હતું કે, ‘આવી ભયાનક સજા મહિલાઓ અને કાયદાકીય વ્યવસ્થામાં સુધારા માટે સાઉદી અધિકારીઓની મજાક ઉડાવે છે.’

આ પણ વાંચો :-

લકઝરી કાર અને આલીશાન ઘરમાં પ્રાઇવેટ થિએટર ! RTO ઓફિસરની આવક કરતાં 650 ગણી સંપતિ જોઈ અધિકારીઓની આંખો ફાટી ગઈ

0

A luxury car and a private theater

  • RTO સંતોષ પાલ સિંહનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. અધિકારીઓએ જ્યારે અધિકારીની મિલકત જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં એક આરટીઓ અધિકારીના ઘરે આર્થિક અપરાધ સેલ (EOW)ની ટીમે કાર્યવાહી કરતાં મોટી સફળતા મળી છે. કાર્યવાહી બાદ સવાલ થાય છે કે, જબલપુરમાં આરટીઓનું ઘર કે રાજાનો મહેલ ? RTO સંતોષ પાલ સિંહનું (Santosh Pal Singh) ઘર કોઈ મહેલથી ઓછું નથી.

અધિકારીઓએ જ્યારે અધિકારીની મિલકત જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ RTOના ઘરમાંથી આવક કરતાં 650 ગણી વધુ કિંમતની મિલકત મળવાના સંકેતો છે. તપાસમાં જબલપુરના આરટીઓ પાસે 16 લાખ રોકડા મળી આવ્યા હતા.

ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW)ની ટીમે બુધવારે રાત્રે પ્રાદેશિક પરિવહન અધિકારી (RTO) સંતોષ પાલ પર અપ્રમાણસર સંપત્તિના કેસમાં દરોડા પાડ્યા હતા. જબલપુરમાં આરટીઓ અધિકારી સંતોષ પાલ સિંહના ઘરે થયેલી કાર્યવાહીમાં આવક કરતાં 650 ગણી વધુ કિંમતની મિલકત મળ્યા હોવાની સંભાવના છે.

સાહેબે ઘરમાં પોતાનું ખાનગી થિયેટર પણ બનાવ્યું છે. બ્લેક મની સાથે થિયેટરમાં લાલ સીટો લગાવવામાં આવી છે. તપાસ દરમ્યાન આરટીઓ સંતોષ પાલ સિંહના અન્ય ઘણા ઘરો-ઘણા વાહનો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે.

કાર્યવાહી દરમ્યાન શું-શું મળ્યું ? 

આરટીઓ અધિકારીના ઘરમાંથી 16 લાખની રોકડ સાથે કાળા નાણાથી મેળવેલી અપ્રમાણસર સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા પુરાવાઓ દર્શાવે છે કે, તેમની સેવાના સમયગાળા દરમ્યાન કાયદેસર સ્ત્રોતોમાંથી આરટીઓની આવકના 650 ટકા છે.

બુધવારે મોડી રાત્રે શતાબ્દીપુરમ કોલોનીમાં તેના આલીશાન મકાન પર EOW ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમ્યાન ટીમને તેના નામે અડધો ડઝન ઘરો અને ફાર્મહાઉસ સહિત લક્ઝરી કારની સાથે 16 લાખ અને લાખોની કિંમતના ઘરેણા હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો :-

AAP એ ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

0

AAP announced the second list

  • વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવો ચીલો ચાતર્યો છે. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આપ પાર્ટીએ આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી.

આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું છે. વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં નિયમિત આપીને ચૂંટણીનો માહોલ જાળવી રહ્યાં છે.

ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 9 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

  • રાજુ કરપડા – ચોટીલા
  • પિયુષ પરમાર – જૂનાગઢના માંગરોળ
  • કરસનભાઈ કરમૂર – જામનગર
  • નીમીષા ખૂંટ – ગોંડલ
  • પ્રકાશભાઈ કોન્ટ્રાકટર – સુરતની ચોર્યાસી બેઠક
  • વિક્રમ સૌરાણી – વાંકાનેર
  • ભરતભાઈ વાખલા – દેવગઢબારીયા
  • જેજે મેવાડા – અસારવા
  • વિપુલભાઈ સખીયા – ધોરાજી

કેજરીવાલની ગુજરાતમાં સતત મુલાકાત બાદ AAP દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણીને હજી ઘણી વાર છે, ત્યારે આપની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો સમાન છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડી રહી છે. આપ પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે એક પણ મોકો છોડવા માંગતી નથી.

વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ :

ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે.

વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

Gold Rate Today : સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો , જુઓ આજનો ભાવ ?

Gold Rate Today

  • સોના ચાંદીના ભાવમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડા બાદ આજે ફરી ઉછાળો જવા મળી રહ્યો છે. 24 કેરેટ શુધ્ધ સોનાના વાયદાનો ભાવ 60 રુપિયા ચઢીને 51,897 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો. ચાંદીનો વાયદા ભાવ 165 રુપિયા ઉછળીને 57,830 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.

સોના ચાંદીના (Gold silver) ભાવમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડા બાદ આજે ફરી ઉછાળો જવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં (Global Market) આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી છે. સોનું એકવાર ફરી વધીને 52 હજાર આસપાસ પહોંચી ગયું છે. જ્યારે એક દિવસ પહેલા તેમાં 500 રુપિયાનો ઘટાડો નોંધાયો હતો. મલ્ટીકમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ શુધ્ધ સોનાના વાયદાનો ભાવ 60 રુપિયા ચઢીને 51,897 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો.

તેના પહેલા સોનામાં કારોબારની શરુઆત 51,843 રુપિયાના સ્તરેથી થઈ હતી, પરંતુ માંગ વધતા કિંમતોમાં જલ્દી વધારો થયો અને 51,900 રુપિયા નજીક પહોંચી ગઈ હતી. સોનું હાલ પોતાના છેલ્લા બંધ ભાવતી 0.12 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

ચાંદીના ભાવમાં ઉછાળો :

આજે સવારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાલો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર ચાંદીનો વાયદા ભાવ 165 રુપિયા ઉછળીને 57,830 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીના કારોબારની શરુઆત 55,776ના સ્તરે ખુલીને થઈ હતી.

પરંતુ માંગ વધવા સાથે જલ્દી તેના ભાવ 57,800ને પાર કરી ગયા છે. ચાંદી હાલ પોતાના પાછલા બંધ ભાવથી 0.29 ટકાના ઉછળીને કારોબાર કરી રહી છે.

ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા ભાવ :

સોના ચાંદીના ભાવ ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા છે. અમેરિકન બજારમાં સોનાની હાલની કિંમત 1778.78 ડોલર પ્રતિ ઔંસ રહી છે, જે પાછલા બંધ ભાવથી 0.17 ટકા વધારે છે. આ જ રીતે ચાંદીનો હાલનો ભાવ પાછલા બંધથી 0.29 ટકા વધીને 20.19 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો છે.

સોના અને ચાંદીની કિંમતોમાં એક દિવસ પહેલા જ ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે સોનું 573 રુપિયા અને ચાંદી 1300 રુપિયા સસ્તી થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

ધનશ્રીએ નામની પાછળથી હટાવી ચહલ સરનેમ, યુજીએ પણ કહ્યું- હવે નવી જિંદગી શરૂ 

Dhanshree removed Chahal

  • યુઝવેન્દ્ર ચહલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેમની પત્ની ધનશ્રી વર્માને પણ સોશિયલ મીડિયા ક્વીન માનવામાં આવે છે. તેમની જોડી સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ જોડી કંઇક અલગ જ ચર્ચામાં રહે છે.

ટીમ ઈન્ડિયાનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) તેની જાદુઈ બોલિંગ માટે જાણીતો છે. યુઝવેન્દ્ર ચહલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેમની પત્ની ધનશ્રી વર્માને (Dhanashree Verma) પણ સોશિયલ મીડિયા (Social media) ક્વીન માનવામાં આવે છે. આ બંનેની જોડીને સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ જોડી કંઇક અલગ જ ચર્ચામાં રહે છે. ચહલ અને ધનશ્રીના ચાહકોને લાગે છે કે હવે કદાચ આ જોડી વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું.

ધનશ્રીએ ચહલ સરનેમ કાઢી નાખી :

ધનશ્રી અને ચહલની જોડી જેઓ પોતાની પ્રેમથી ભરપૂર પોસ્ટને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે, તે આજકાલ અન્ય કારણોસર ચર્ચામાં છે. ખરેખર, થોડા સમય પહેલા ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ યુઝરનેમમાંથી ચહલની સરનેમ હટાવી દીધી છે. આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રીનું યુઝર નેમ ધનશ્રી વર્મા ચહલના નામ પર હતું.

પરંતુ અચાનક તેણે પોતાના નામ પાછળની ધમાલ દૂર કરીને બધાને ચોંકાવી દીધા છે. આવું કેમ થયું તે અત્યારે અનુમાન લગાવી શકાતું નથી. પરંતુ ચાહકો સતત અનુમાન લગાવી રહ્યા છે કે ધનશ્રી અને ચહલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું.

ચહલની પોસ્ટથી પણ સવાલો ઉભા થયા :

ધનશ્રી બાદ ચહલની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે પણ સવાલો ઉભા કર્યા છે. ચહલે વાસ્તવમાં એક સ્ટોરી મૂકી જેમાં લખ્યું હતું કે નવું જીવન શરૂ થઈ રહ્યું છે. આ પોસ્ટથી આ બંનેના ચાહકોએ પુષ્ટિ કરી છે કે આ કપલ વચ્ચે કોઈ સમસ્યા હોવી જોઈએ. જો કે, અત્યાર સુધી આ કપલ તરફથી શું થયું છે તે અંગે કંઈ સ્પષ્ટ થયું નથી. આગામી દિવસોમાં આ બાબત સ્પષ્ટ થશે પરંતુ આ બંને વચ્ચે શું ચાલે છે.

આવી રીતે થઈ હતી બંનેની મુલાકાત :

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પહેલી મુલાકાત એક ઓનલાઈન ક્લાસ દરમિયાન થઈ હતી. ખરેખર, ચહલ ડાન્સ શીખવા માટે ધનશ્રી વર્માના ક્લાસમાં જોડાયો હતો, ત્યાંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ પણ છે. ધનશ્રી વર્માની ડાન્સ સાથે જોડાયેલી એક યુટ્યુબ ચેનલ છે આ ચેનલના 26 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે.

આ પણ વાંચો :-

Janmashtami 2022 : મથુરાથી મહારાષ્ટ્ર સુધી, ભારતના કયા ભાગમાં કેવી રીતે થાય છે જન્માષ્ટમીની ઉજવણી ?

Janmashtami 2022 : From Mathura

  • જન્માષ્ટમી પર્વની ધૂમ દેશથી લઈને વિદેશમાં પણ જોવા મળે છે. ભારતના વિવિધ રાજ્યોમાં તેને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. જોકે કેટલાંક નિયમો અને રીત-રિવાજોમાં સમાનતાઓ પણ હોય છે. પરંતુ ક્ષેત્ર અને વિસ્તાર અલગ હોવાના કારણે જન્માષ્ટમીના પર્વમાં અંતર જોવા મળે છે.

જન્માષ્ટમીનો (Janmashtami) તહેવાર ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022 એટલે કે શુક્રવારના દિવસે છે. જન્માષ્ટમીના દિવસે લોકો મંદિરમાં પૂજા માટે જાય છે. ઉપવાસ રાખે છે અને દહી હાંડીનો (Pour the curd) વિશેષ ઉત્સવ ઉજવીને જન્માષ્ટમીના પાવન તહેવારનો આનંદ ઉઠાવે છે. ભારતના અલગ-અલગ ભાગમાં જન્માષ્ટમીના પર્વની અત્યંત ધામધૂમથી અને અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે.

જન્માષ્ટમીના પ્રસંગે ક્યાંક કૃષ્ણ લીલાનું આયોજન કરવામાં આવે છે તો ક્યાં દહી હાંડીના આયોજનની ધૂમ જોવા મળે છે. ક્યાંક જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે.

ભારતના વિવિધ ભાગમાં કઈ રીતે કરાય છે જન્માષ્ટમીની ઉજવણી :

1. ઉડુપી :

ઉડુપી કર્ણાટકમાં આવેલું છે. ઉડુપીમાં રહેલ શ્રી કૃષ્ણ મઠ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. અહીંયા ભગવાન કૃષ્ણના બાળરૂપને અત્યંત ખૂબસૂરત રીતે સજાવવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન તહેવારે અહીંયા ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું પ્રદર્શન કરવામાં આવે છે.

2. વૃંદાવન અને મથુરા :

વૃંદાવન અને મથુરા ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીંયા ભગવાન બાળ કૃષ્ણની બાળ લીલાઓની ઝાંખી કાઢવામાં આવે છે. વિવિધ મંદિરોને ફૂલોથી સજાવવામાં આવે છે. તો વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ અને ભક્તો આવે છે.

3. દ્વારકા :

દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. દ્વારકા નગરીને ભગવાન કૃષ્ણે જ વસાવી હતી. આથી તેમને દ્વારિકાધીશ પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમીના પ્રસંગે દ્વારકાના મંદિરોને ફૂલોથી સજાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની પ્રતિમાઓ પર સ્વર્ણ આભૂષિત અર્પણ કરવામાં આવે છે.

જન્માષ્ટમીના પ્રસંગે આખા ગુજરાતની મહિલાઓ ઉપવાસ રાખે છે. સોસાયટીઓ અને મંદિરોમાં ખાસ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવે છે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ કરાવવામાં આવે છે અને દહીં હાંડી ફોડીને તહેવારની ઉજવણી કરે છે.

4. મહારાષ્ટ્ર :

મહારાષ્ટ્રમાં ગોકુલાષ્ટમી સેલિબ્રેટ કરવાની અલગ શૈલી છે. અહીંયા રસ્તા પર ગીતો વગાડીને મટકીમાં દહીં, છાશ, માખણ ભરીને દહીં હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીંયા ઉજવવામાં આવતી ગોકુલાષ્ટમીનો તહેવાર કૃષ્ણને દહીં, છાશ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.

આ પણ વાંચો :-

ઝીમ્બાબ્વે સામેની શ્રેણીમાં ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને રમશે RCBનો ધુરંધર ખેલાડી, BCCI ની જાહેરાત

0

RCB batsman to replace injured

  • ઝીમ્બાબ્વે સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તેના સ્થાને પહેલી વખત શાહબાઝ એહમદને સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમ ઝીમ્બાબ્વે (Zimbabwe) પ્રવાસે પહોંચી છે ત્યારે છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ જાળવવા જોર લગાવશે. છેલ્લા 25 વર્ષથી ઝીમ્બાબ્વેમાં ભારત શ્રેણી હાર્યું નથી.

ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કે એલ રાહુલની (KL Rahul) કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે. ભારતીય ટીમ પોતાની આગામી મેચો ઝિમ્બાબ્વે સામે રમશે. અને તે માટેની તૈયારીઓ થઇ ચુકી છે.

ત્યારે તારીખ 18મી ઓગસ્ટથી ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કે એલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

આ પ્રવાસ માટે અગાઉ રાહુલની પસંદગી કરવામાં આવી ન હતી. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તેને ટીમમાં લેવામાં આવ્યો હતો અને શિખર ધવનની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અગાઉ ધવનને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

1997 બાદ ભારત એક પણ શ્રેણી હાર્યું નથી :

ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ત્યાં 1992માં પહેલી વખત એક મેચની સિરીઝ રમી હતી. તેણે મેચ જીતી લીધી હતી. પાંચ વર્ષ બાદ ભારતે ઝિમ્બાબ્વેમાં પહેલી વખત શ્રેણી ગુમાવી હતી.

યજમાન ટીમે બે મેચની શ્રેણી 1-0 થી જીતી લીધી હતી. 1997ની શ્રેણી બાદ ભારત ઝિમ્બાબ્વેમાં એક પણ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન તેણે યજમાન ટીમને ચાર વખત હરાવી છે.

આ પણ વાંચો :-

હવે UPI વ્યવહારો કરવા માટે તમારે ચૂકવવો પડશે ચાર્જ ! જાણો શું છે નવો નિયમ 

0

Now you have to pay charges

  •  મહિને રૂ 10 લાખ કરોડના UPI વ્યવહારો ઉપર ચાર્જ વસૂલવા અંગે રિઝર્વ બેન્કે વિચાર શરૂ કર્યો.

બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ (Banking and Payment System) માટે દેશમાં નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ ભારતમાં સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા UPI ઉપર ચાર્જ વસૂલવા કે નહિ તેના માટે વિચાર કરવો શરૂ કર્યો છે. આ માટે સંબંધિત લોકોના વિચાર જાણવા માટે RBI એ સૂચનો મંગાવ્યા છે.

યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ કે UPI ભારતમાં સૌથી લોકપ્રિય નાણાકીય વ્યવહાર કે ડિજિટલ પેમેન્ટનું સાધન છે. મહિને 6 અબજ વ્યવહારો થકી રૂ. 10 લાખ કરોડની લેવડ દેવડ થાય છે. દુનિયામાં આ સૌથી મોટી પેમેન્ટ વ્યવસ્થા છે. તા. 1 જાન્યુઆરીથી આ નાણાકીય વ્યવહાર ઉપર કોઈપણ ચાર્જ નહિ લેવા માટે કેન્દ્ર સરકારે આદેશ કર્યો હતો.

સૌથી મહત્વનું છે કે UPI વ્યવહારો વધુને વધુ ગ્રાહક સુધી પહોંચે તે માટે જૂન મહિનામાં જ રિઝર્વ બેન્કે નવી વ્યવસ્થા શરૂ કરી હતી. આ વ્યવસ્થામાં જેની પાસે સ્માર્ટફોન હોય નહિ તે પણ હવે UPIનો લાભ લઇ શકે છે.

રિઝર્વ બેંકના અભ્યાસ અનુસાર જો વ્યક્તિ રૂ.8૦૦નો વ્યવહાર કરે તો તેનાથી બે રૂપિયાનો ખર્ચ થાય છે જે અત્યારે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો નથી.

રિઝર્વ બેન્કે સ્પષ્ટ જણાવ્યું છે કે અત્યારે ચાર્જ લેવો જોઈએ કે નહિ તે અંગે RBIએ કોઈ નિર્ણય લીધો નથી. અત્યારે આ માત્ર વિચાર છે. બીજુ, જો વિવિધ વર્ગ ચાર્જ વસૂલવા માટે સહમત થશે તો તે ગ્રાહકો માટે અલગ અલગ હશે અને તેનો આધારે નાણાકીય વ્યવહાર કેવડો મોટો છે – એક વ્યવહારમાં કેટલી રકમ છે – તેના આધારે લેવામાં આવશે.

ડિજિટલ પેમેન્ટ માટે ભારત સરકારે અને રિઝર્વ બેન્કે નોટબંધી પછી વિવિધ પ્રોત્સાહન આપ્યા છે. આ વ્યવહાર વધુ ઝડપી બને,ગ્રાહકો ઉપર બોજ આવે નહિ તે પ્રકારે હોય એવી વિચારણા સાથે UPI શરૂ કરવામાં આવી હતી.

પેમેન્ટ ચાર્જ નક્કી થશે તો ત્રાહિત રીતે પેમેન્ટ સેવાઓ આપતી ગૂગલ પે, ફોન પે જેવી કંપનીઓ ઉપર તેની વધારે અસર થશે એવી શક્યતા નકારી શકાય નહિ. ગ્રાહકોને બેંક ખાતા સાથે જોડેલા UPI માટે સવલત આપતી બેન્કોને આ પ્રતાવિત ચાર્જથી ફાયદો થઈ શકે છે.

રિઝર્વ બેન્કે આ માટે સૂચનો મંગાવ્યા છે તેમાં સૌથી ચિંતાજનક પ્રશ્ન એવો છે કે કેટલો ચાર્જ લેવો અને તેની મર્યાદા કેવી રીતે નક્કી કરવી એ શું બજાર આધારિત રાખવામાં આવે કે તેના નિયમન માટે RBI પણ દેખરેખ રાખે એ અંગે પણ વિચાર જાણવામાં આવ્યા છે  સમગ્ર મામલે વિવિધ વર્ગોએ રિઝર્વ બેંકને તા. 3 ઓકટોબર સુધીમાં પોતાના બિચારો અને વાંધા અંગે જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ગ્રીષ્મા વેંકરિયા જેવી બીજી હત્યા, ખેડામાં સગીરાનું જાહેરમાં ગળું કપાયું, દુકાન પાસે લોહીના ફુંવારા ઉડ્યા

Another murder like Grishma

  • ખેડાના ત્રાજમાં સગીરાની જાહેરમાં હત્યા કરાઈ, ગામના 46 વર્ષીય શખ્સે જાહેરમાં ગળું કાપી નાંખ્યું.

ખેડા જિલ્લામાં (Kheda District) ગ્રીષ્મા વેંકરિયા જેવો હત્યાકાંડ સર્જાયો છે. ખેડા જિલ્લાના ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે ગઈ કાલે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. સગીરાની પણ ગ્રીષ્મા વેંકરિયાની (GRISHMA VENKARIA) જેમ જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી છે. ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાંજના સાત વાગ્યાના સુમારે ઘટી ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામે ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષીય દીકરી સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. બસ આ જ સમયે ગામમાં જ રહેતો રાજુ નામના 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું.

આટલે ઓછું હોય તેમ કૃપાના હાથ પર પણ બે ઘા મારતા દુકાનની પાસે લોહીના ફુંવારા ઉડ્યા હતા. જોકે અચાનક બનેલી ઘટનાને લઇ કૃપા સાથે આવેલી તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થયા હતા. કૃપાને 108 મારફતે સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું.

બીજી તરફ સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડી માતર પોલીસને હવાલ કર્યો હતો, ઘટનાની જાણ ખેડા એસપીને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોરીના પરિવારજનોની ફરિયાદ લેવાની અને હત્યારા રાજુની પૂછપરછ હાથ ધરી કૃપાની હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન બનાવ્યો તેની તપાસ માતર પોલીસે હાથ ધરી છે.

ગુજરાતમાં ગ્રીષ્મા વેંકરિયા જેવી બીજી હત્યા, ખેડામાં સગીરાનું જાહેરમાં ગળું કપાયું, દુકાન પાસે લોહીના ફુંવારા ઉડ્યા

રાજુએ શા માટે કૃપાની હત્યા કરી તે હજુ જાણી શકાયુ નથી. આજે પોલીસ પ્રેસ કોન્ફન્સ કરી સમગ્ર માહિતી આપાશે. કૃપા પટેલના પરિવાર દ્વારા આરોપીને જાહેરમાં ફાંસીની સજા થાય એવી માંગ કરાઈ છે. આરોપી રાજુએ કૃપાના ગળાના ભાગમાં બે અને હાથના ભાગે બે ધા માર્યા હોવાનું મેડિકલ ઓફિસરનું પ્રાથમિક અનુમાન છે.

આજે કૃપાના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરાશે. સગીરાના પરિવાર દ્વારા આરોપીને ખુબજ ટૂંકા ગાળામાં સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. જાહેરમાં સગીરાની હત્યા થતાં ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.

ગ્રીષ્મા વેંકરિયા જેવી કૃપાની હત્યા  :

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી.

તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. તેના બાદ ગ્રીષ્મા વેકારીયા હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ફેનિલ વેકરિયાને કોર્ટે ફાંસીની સજા ફટકારાઈ હતી.

આ પણ વાંચો :-