Home Blog Page 1337

પોર્નોગ્રાફી સાથે મારે કંઇ લેવાદેવા નથી, હું તમામ ટ્રાયલ માટે તૈયાર છું પણ મારા વિરુદ્ધનો કેસ દૂર કરો : રાજ કુન્દ્રા

I have nothing to do with

  • બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ ખુદને આ કેસમાં નિર્દોષ જણાવતા કોર્ટ તરફ વળ્યા છે .

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં (Actress Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રાને વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, લગભગ 2 મહિના જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. હવે આ કેસમાં તેમણે ફરી એકવાર અદાલતનો દરવાજો ખખડાવ્યો છે.

રાજ કુન્દ્રા આ કેસથી છુટકારો મેળવવા માંગે છે. જેણે કારણે તેમણે કોર્ટનો રસ્તો પકડ્યો છે. હાલમાં જ રાજે કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમણે ખુદને નિર્દોષ જણાવ્યા હતા.

ગયા વર્ષે થઈ હતી ધરપકડ :

ગયા વર્ષે જુલાઇમાં રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ બાદ તેમને અરેસ્ટ કરીને જેલ મોકલાયા હતાઆ. જણાવી ડીએ કે અદાલતમાં અત્યાર સુધી એ સાબિત નથી થઈ શક્યું કે તેઓ આ આખા મામલામાં દોશી છે કે નહીં. આ જ આધાર પર તેમણે સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

આ ફરિયાદમાં રાજ કુન્દ્રા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે પોર્નોગ્રાફી કેસ સાથે તેમનો કોઈપણ સંબંધ નથી. દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની સામે અત્યાર સુધી કેસમાં કોઈ પ્રૂફ મળ્યા નથી. રાજે શરૂઆતથી જ આ મામલામાં ખુદને નિર્દોષ જણાવ્યા છે.

ફરી કોર્ટનાં રસ્તે વળ્યા રાજ કુન્દ્રા :

સપ્ટેમ્બર 2021માં જેલથી બહાર આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે વગર કારણે તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ આ પ્રકારે કોઈપણ વસ્તુમાં સામેલ નથી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ન તો પોર્ન ફિલ્મો બનાવે છે કે ન તેઓ તેનું વિતરણ કરે છે.

આ પણ વાંચો :-

25 ઓગસ્ટ સોના-ચાંદીના ભાવમાં થયો ફેરફાર… – જાણો એક ક્લિકમાં

25 August Gold-Silver price change

  • સોનાના ભાવ દરરોજ ઉતાર ચડાવ જોવા મળતા હોય છે. ત્યારે આજે 25 ઓગસ્ટે દેશમાં સોનાની કિંમતમાં વધારો નોંધાયો છે. દેશમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 47,250 છે.

ગઈકાલે તેની કિંમત 47,000 રૂપિયા હતી. એટલે કે 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો. તે જ સમયે, લખનૌમાં તેની કિંમત 47,400 રૂપિયા છે, જે આવતીકાલે 47,150 રૂપિયા કહેવાઈ રહી છે.

24 કેરેટ સોનાની કિંમત :

દેશમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આજે 51,550 રૂપિયા છે. આગલા દિવસે તેની કિંમત રૂ. 51,230 હતી. એટલે કે 320 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો નોંધાયો છે. લખનૌમાં આજનો દર 51,710 છે, જે ગઈકાલે 51,440 રૂપિયા હતો. માહિતી માટે, અમે તમને જણાવીએ કે ઉપરોક્ત સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય શુલ્ક શામેલ નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક ઝવેરીનો સંપર્ક કરો.

ચાંદીના ભાવમાં વધારો :

ચાંદીના દરની વાત કરીએ તો લખનૌમાં પણ ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 55,000 છે. આ કિંમત ગઈકાલે 54,900 હતી. એટલે કે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 100 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે જાણી શકાય:

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

જાણો 22 અને 24 કેરેટ વચ્ચેનો તફાવત :

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ કોલ દ્વારા કિંમત જાણો :

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રિટેલ રેટ જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. ટુંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સિવાય, તમે સતત અપડેટ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

હોલમાર્કને ધ્યાનમાં રાખો :

સોનું ખરીદતી વખતે લોકોએ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવી જોઈએ. ગ્રાહકોએ હોલમાર્ક માર્ક જોયા પછી જ ખરીદી કરવી જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

આ પણ વાંચો :-

 

દાંતના દુખાવાથી પરેશાન છો ? ભૂલથી પણ આ વસ્તુનું સેવન કરશો નહી

Are you bothered by toothache

  • આજકાલ મોટાભાગના લોકો દાંતના દુખાવાથી પરેશાન રહે છે. પરંતુ જો તમારા દાંતમાં સડો કે પોલાણ હોય તો પણ દાંતમાં દુખાવો થાય છે. તો આ વસ્તુઓનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ.

આજકાલ મોટાભાગના લોકો દાંતના દુખાવાથી (Toothache) પરેશાન રહે છે. પરંતુ જો તમારા દાંતમાં સડો કે પોલાણ હોય તો પણ દાંતમાં દુખાવો થાય છે. સાથે જ અચાનક દાઢના કારણે તમારા દાંતમાં દુખાવો થઈ શકે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ. તમને દાંતનો દુખાવો થાય ત્યારે તમારે કઈ વસ્તુઓનું સેવન (Consuming things) ન કરવું જોઈએ? આવો જાણીએ.

દાંતના દુખાવામાં પણ આ વસ્તુઓનું સેવન ન કરો –

મીઠી વસ્તુઓ :

દાંતના દુખાવા દરમિયાન મીઠી વસ્તુઓથી બચવું જોઈએ. આવામાં તમારે મીઠાઈ, ટોફી, ચોકલેટ વગેરેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે રિફાઇન્ડ શુગર તમારા દાંતની પીડા વધારી શકે છે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

સ્ટાર્ચવાળા ફૂડ્સ :

જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો તમારે સ્ટાર્ચી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી દાંતનો દુખાવો વધી શકે છે. આ સાથે તમારે મરચાં અને વધારે પડતા મીઠાની વસ્તુઓ ન ખાવી જોઈએ.

સોફ્ટ ડ્રિંક :

જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો તમારે સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે તેમાં હાજર સોડા અને સાઇટ્રિક એસિડ તમારા દાંતનો દુખાવો વધારી શકે છે.

આલ્કોહોલ :

આલ્કોહોલનું સેવન કરવાથી મોં સુકાઇ જાય છે. સુકા મોંનો અર્થ એ છે કે મોંમાં લાળ ઓછી હોય છે. આવી સ્થિતિમાં, ખોરાક દાંતમાં ચોંટી જશે, જે તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો :-

પંજાબમાં PM મોદીની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક મુદ્દે ખૂલ્યું સસ્પેન્સ, કમિટીએ જુઓ કોણે ઠેરવ્યા જવાબદાર

0

Suspense opened

  • જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, સુપ્રીમ કોર્ટે કમિટિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો અને કહ્યું સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.

PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ (Justice Indu Malhotra Committee) પંજાબના કેટલાક અધિકારી અને પોલીસ અધિકારીઓને પીએમની સુરક્ષામાં ક્ષતિઓ માટે જવાબદાર ઠેરવ્યા છે.

આ દરમ્યાન સુપ્રીમ કોર્ટની (Supreme Court) પાંચ સભ્યોની સમિતિએ અહેવાલ વાંચ્યો કે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝપુર એસએસપી (Ferozepur Ssp) કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે.

તેઓ પૂરતા ફોર્સ ઉપલબ્ધ હોવા છતાં સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા. તેમને 2 કલાક પહેલા જાણ કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે રસ્તે પ્રવેશ કરશે. CJIએ કહ્યું કે અમે રિપોર્ટ સરકારને મોકલી રહ્યા છીએ. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.

જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીની સુરક્ષાને લઈને બેદરકારીના આ સમગ્ર મામલામાં પંજાબ પોલીસના અધિકારીઓની બેદરકારી જોવા મળી છે.

નોંધનીય છે કે, PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે 13 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી. સુપ્રીમ કોર્ટે (SC) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિઓની કાર્યવાહી પર રોક લગાવીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત તમામ દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જોકે હવે આ વિશેષ સમિતિએ ફિરોઝપુરના એસએસપીને પણ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટની માહિતીને પોતાના સંજ્ઞાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ ? આપના અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ !

0

Operation Lotus in Delhi too

  • આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

દિલ્હીમાં (Delhi) પણ રાજકીય ઉથલ-પાથલના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં ઓપરેશન લોટસની (Operation Lotus) સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના (AAM AADMI PARTY) અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

આ બેઠક સવારે 11 વાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (CM Arvind Kejriwal) નિવાસ સ્થાન પર થઈ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

આપના ધારાસભ્યોએ શું લગાવ્યા આરોપ :

આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ તેમને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેમનું કહેવું હતું કે તેમને કહેવામાં આવ્યું છે કે જો બીજેપીમાં ના આવ્યા તો મનીષ સિસોદીયાની જેમ સીબીઆઈ અને ઇડીના નકલી કેસ કરવામાં આવશે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનું કહેવું છે કે આપના ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને કુલદીપ કુમારનો બીજેપી નેતાઓએ સંપર્ક સાધ્યો હતો.

આ દરમિયાન પાર્ટી સૂત્રોએ કહ્યું કે પાર્ટી નેતૃત્વનો પોતાના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક થઇ શક્યો નથી. તેમને ડર સતાવી રહ્યો છે કે બીજેપી તેમના કેટલાક ધારાસભ્યોને તોડી ના દે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે. જેમાં અત્યાર સુધી 27 ધારાસભ્યો પહોંચ્યા હોવાના સમાચાર છે.

આ પણ વાંચો :-

હાઈકોર્ટે AMC ના કાન આમળીને કહ્યું, 72 કલાકમાં અમદાવાદમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો નહિતર

0

HC asks AMC to remove

  • અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ… AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું- હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

સ્માર્ટ સિટી અમદાવાદ (Smart City Ahmedabad) રખડતા ઢોરનો અડ્ડો બનતા હવે હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતાં ઢોરનો (Stray cattle) આતંક દૂર કરવા AMC ને આદેશ કર્યો છે. હાઈકોર્ટે AMC પૂછ્યું કે, શું અત્યારે રસ્તા પર એક પણ રખડતું ઢોર નથી. કેમ તંત્ર ઢોરને નથી પકડતું. આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ (Patrolling) કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે.

સાથે જ રખડતાં ઢોર અંગે 2 અધિકારીઓની નિમણૂંક કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, રસ્તે રખડતાં ઢોર પર વિશેષ ધ્યાન આપવામાં આવે. પેટ્રોલિંગ શિફ્ટ વધારવા અને જરૂરી પગલાં લેવામાં આવે. સાથે રખડતાં ઢોર અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને સૂચના પણ આપી છે.

અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. રખડતાં ઢોરને કારણે થતાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. AMC ના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

સુનાવણીમાં ખંડપીઠે સરકારને ટકોર કરી હતી. જેમાં એએમસીને કહેવાયું હતું કે, સોમવાર સુધીમાં આ સમસ્યા પર અંકુશ માટે પ્રસ્તાવ નહિ લાવો તો અમે કડકમાં કડક આદેશો જારી કરીશું. આ પરિસ્થિતિ ચેતવણીરૂપ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી રસ્તા પર ઢોરને લીધે કોઈને અકસ્માત કે મોત નીપજવું ન જોઈએ.

સરકારના આદેશથી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે ?

ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે.

પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.

આ પણ વાંચો :-

 

બોમ્બથી ઉડાવાની ધમકી આપતા મુંબઈ પોલીસના વલસાડમાં ધામા, 2 આરોપીની ધરપકડ

0

Mumbai police shelter

  • વલસાડ જિલ્લા SOG પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી હતી.

મુંબઈના (Mumbai) અંધેરીમાં ખાનગી સેવન સ્ટાર હોટલના (Seven star hotel) રીસેપ્શન અને મેનેજરને ફોન કરી ખંડણી માગવામાં આવી હતી અને બોમ્બથી ઉડાવાની ધમકી પણ આપવામાં આવી છે. જેને લઈ મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) વલસાડ એસ.ઓ.જી પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીના છીરી ખાતેથી બે ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.

વલસાડ જિલ્લા SOG પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

તો બીજી તરફ મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ઘાતક હથિયારો સાથેની બીનવારસી બોટ મળ્યા બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા જ વલસાડ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડ પર છે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. આથી જિલ્લાના દરિયા કિનારે મરીન પોલીસ સહિત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમો દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં અને વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ પોલીસ દ્વારા માછીમારોને મલી અને જરૂરી સૂચન કરવામાં આવી રહ્યા છે અને દરિયામાં થતી કોઈપણ શંકાસ્પદ હીલચાલ પોલીસ સુધી પહોંચવા પહોંચાડવા માટે માછીમારોને જણાવવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસ બાજ નજર રાખી રહી છે.

જિલ્લાના દરિયા કિનારામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જો કે અગાઉ પણ વલસાડનો દરિયા કિનારો આરડીએક્સ લેન્ડિંગ પ્રકરણે બદનામ થઈ ચૂક્યો છે. ત્યારે હવે કોઈ આવી ગતિવિધિઓ ન થાય તે માટે પોલીસ એલર્ટ છે.

આ પણ વાંચો :-

વકીલોની રેલી બાદ દબાણમાં આવી ગયેલી પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો, લાજપોર જેલ ભેગો થયો…

0

Pressured after the lawyers

  • વકીલ મેહુલ બોધરા ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

વકીલ મેહુલ બોધરા (Mehul Bodhra) ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police deployment) સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં સાજનની ઉપર ટપલીદાવ રમાઈ ગયો હતો. કોર્ટમાં પોલીસે સાજન ભરવાડના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ (Public Prosecutor) અને સાજન ભરવાડના વકીલની દલીલો બાદ કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

આજે ગુરુવારે સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજુ કરવાનો હતો. રિમાન્ડના સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યાંની આસપાસ સાજનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો. જો કે બુધવારની વકીલો ની રેલી બાદ માહોલ ગરમાયો હતો.

સ્થિતિ વણસે એવી ભિતીને જોતા અગમચેતીના પગલાં રૂપે પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો હતો. પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જ્યૂડિશ્યિલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. સાજન ભરવાડને લાજપોર જેલ ભેગો કરી દેવાયો હતો.

આ અગાઉ વકીલ ઉપર થયેલા હુમલાને લઇને બુધવારે સુરત જિલ્લા વકીલ મંડળે વિશાળ રેલી કાઢી હતી. કોર્ટથી રેલી સ્વરૂપે વકીલો કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. કલેક્ટર કચેરીમાં સાજન ભરવાડ હાય હાય, વકીલ એકતા જીંદાબાદના નારા લાગ્યા હતા. ત્યારબાદ વકીલોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને તટસ્થ તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

ફેમસ ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન, અઢી મહિના પહેલા જ માતા બન્યા હતા

0

Famous Gujarati actress

  • ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી અને અભિનેતા મૌલિક નાયકના પત્નિ હેપી ભાવસારનું યુવા વયે અવસાન.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને (Gujarati Film Industry) મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. ‘પ્રેમજી અને મહોતુ’ની અભિનેત્રી હેપી ભાવસારનું (Happy Bhavsar) નાની ઉંમરે નિધન થયુ છે. ફેફસાના કેન્સરની (Lung cancer) બીમારીના કારણે હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિક નાયકના પત્ની હતા. હેપી ભાવસારે અઢી મહિના પહેલાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમણે ‘21મું ટિફિન’ અને પ્રેમજી અને મહોતુ જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

સાથે જ શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવી જાણીતા બન્યા હતા. ‘પ્રીત પીયુને પાનેતર’ના 500થી વધુ શો કર્યા હતા. સાથે જ મોન્ટુની બીટ્ટુ અને મૃતતૃષ્ણા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

ગુજરાતી સિનેમામાં હેપી ભાવસાર વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય રહ્યા હતા. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને તેઓ ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. હેપી ભાવસાર અનેક ગુજરાતી સિરીયલ્સ, નાટકો અને ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પ્રેમજી, મૉન્ટુ ની બીટ્ટુ, મૃગતૃષણા જેવી જાણીતી ફિલ્મોમાં તેમના અભિનયને ભારે વખાણવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

5 મહિનાની ગર્ભવતી સાથે દુષ્કર્મ કરનારાઓનું હાર-તોરાથી સ્વાગત યોગ્ય નથી : ફડણવીસ

Rapists with

  •  ‘આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય’

મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) બિલ્કિસ બાનો કેસ (The case of Bilkis Bano) સાથે સંકળાયેલા દોષિતો મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ફડણવીસે જણાવ્યું કે, જો દોષિતોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તે યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોઈ શકે.

ફડણવીસે જણાવ્યું કે, 2002માં બનેલા બિલ્કિસ બાનો રેપ કેસના 11 દોષિતોને તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ ગુજરાત સરકારે માફી નીતિના આધાર પર મુક્ત કર્યા હતા. પરંતુ ક્રાઈમ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવા યોગ્ય નથી.

ભંડારા ખાતે 35 વર્ષીય મહિલાનું યૌન ઉત્પીડન :

વિધાન પરિષદમાં ભંડારા જિલ્લા ખાતે 3 લોકોએ એક 35 વર્ષીય મહિલાનું કથિત યૌન ઉત્પીડન કર્યું તે મામલે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ફડણવીસે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને સદનમાં બિલ્કિસ બાનો મુદ્દો ઉઠાવવાનું કોઈ કારણ નથી તેમ પણ કહ્યું હતું.

આરોપીઓએ જેલમાં 14 વર્ષ વિતાવ્યા :

ફડણવીસે જણાવ્યું કે, આરોપીઓને આશરે 20 વર્ષ બાદ, 14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ મુક્તિ મળી છે. પરંતુ જો કોઈ આરોપીને સન્માનિત કરવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે તો તે ખોટું છે. આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બિલ્કિસ બાનો ગેંગરેપ અને તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષિતોને ગત 15મી ઓગષ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે માફી નીતિ અંતર્ગત તેમને સજા પૂર્ણ થયા પહેલા જ છોડી મુક્યા હતા. ગોધરા જેલમાંથી બહાર આવ્યા બાદ દોષિતોનું ફૂલોની માળા પહેરાવીને અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આરોપીઓની મુક્તિનો વિરોધ :

બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રિટાયર્ડ જસ્ટિસ યૂડી સાલ્વી અને અભય થિપ્સીએ પણ બિલ્કિસ બાનોના સમર્થનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જસ્ટિસ અભય થિપ્સી થોડાં વર્ષો પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે જ્યારે જસ્ટિસ યૂડૂ સાલ્વીએ જ બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો :-