Home Blog Page 1336

અલગ થયા સારા તેંડુલકર અને ક્રિકેટર શુભમન ગિલ ? સોશિયલ મીડિયા યૂઝર્સ પૂછે છે – શું…………

0

Sara Tendulkar and cricketer Shubman Gill

  • સારા તેંડુલકર અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ અલગ થઈ ગયા છે. બન્નેના વચ્ચે બ્રેકઅપ થઈ ગયાની ખબર આવી રહી છે.

શુભમન ગિલ (Shubman Gill) અને સારા તેંડુલકરે (Sara Tendulkar) એકબીજાને ઇંસ્ટાગ્રામ ઉપર અનફોલો કરી દીધુ છે. આ ઉપરથી લોકો અંદાજો લગાવી રહ્યા છે કે બન્ને વચ્ચે બ્રેકઅપ (Break up) થઈ ગયુ છે. જોકે સારા શુભમનની બહેનને હજુ પણ ફોલો કરી રહી છે.

ઘણા વર્ષોથી અફેરની ચર્ચા ચાલી રહી હતી :

શુભમન ગિલ અને સારા તેંડુલકરના ડેટિંગના સમાચાર ઘણા વર્ષોથી આવી રહ્યા હતા. બન્નેએ કોઈ દિવસ ડેટિંગની ખબરને કન્ફર્મ કર્યુ નથી. પરંતુ બન્ને એકબીજાના ફોટોઝ ઉપર કમેન્ટ કરતા નજરે આવતા હતા. આટલું જ નહિ, શુભમને જ્યારે પણ ક્રિકેટ ફીલ્ડ ઉપર અથવા તો લાઈફમાં કંઈક કર્યુ હોય, તો સારા તેને એપ્રિશિએટ કરતી હતી. આના કારણે બન્ને લોકો હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતા હતા.

IPLમાં પહેલી વખત કર્યુ હતું નોટિસ :

બન્નેને પહેલી વખત વર્ષ 2019માં IPL દરમિયાન નોટિસ કરવામાં આવ્યા હતા. ત્યારે શુભમન કોલકતા નાઈટ રાઈડર્સ તરફથી રમતો હતો. IPL પછી શુભમને રેંજ રોવર ખરીદી હતી, જે તેણે સોશિયલ મીડિયો ઉપર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. ત્યારે તે પોસ્ટ ઉપર સારાએ હાર્ટ ઇમોજી સાથે કમેન્ટ કરીને તેને વધાવ્યો હતો. આ પછી જ બન્ને વચ્ચે અફેરની ખબરો સામે આવી હતી.

ઝિમ્બાબ્વે ટૂર પછી સોશિયલ મીડિયામાં થયા હતા ટ્રેન્ડ :

હાલમાં જ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર પર ગઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ 3-0થી મેચ જીતી લીધી હતી. આ ટૂરમાં શુભમને શાનદાર પરફોર્મંસ આપ્યુ હતું. આ સિરીઝમાં તેણે પોતાના વન-ડે કરિયરની પ્રથમ સદી પટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બનાવવામાં આવ્યો હતો.

આ પછી બન્નેના અફેરની ખબરો આવી હતી અને બન્ને ટ્રેંડ થવા લાગ્યા હતા. જોકે આ વચ્ચે હવે જાણવા મળી રહ્યુ છે કે બન્નેએ એકબીજાને ઇંસ્ટાગ્રામ ઉપર અનફોલો કરી દીધું છે.

આ પણ વાંચો :-

સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના નિર્માણ માટે સી. આર પાટીલે માત્ર 10 મિનિટની અંદર જ કર્યું કરોડોનું ફંડ ભેગું 

0

C. for construction of central office

  • ભાજપના મધ્યસ્થ કાર્યાલયના નિર્માણ માટે 6 ભાજપી આગેવાનોએ જ 6 કરોડનું ફંડ આપી દીધું.

સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના (Central office of BJP) નવીનીકરણ માટે સુરત જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ગઈ કાલે ખાતમુહૂર્તનો (Khatmuhurta) કાર્યક્રમ યોજ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સુરત જિલ્લાનું કમલમના નિર્માણ માટે જિલ્લા ભાજપના નેતાઓ પાસે પ્રદેશ પ્રમુખે ગણતરીની મિનિટોમાં ભાજપના પદાધિકારીઓ (office bearer) પાસે કરોડો રૂપિયાના દાનની રકમ લખાવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.

ચોરોએ નાળામાંથી સુરંગ બનાવીને જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. ચોરો લાખો રૂપિયાના દાગીના લઈને નાસી ગયા ! જુઓ વીડિયો…

વિવિધ નેતાઓએ કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું :

બારડોલી મીંઢોળા નદી કિનારે 24,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં નિર્માણ થનાર તમામ સુવિધાઓથી સજ્જ સુરત જિલ્લા કમલમમાં જિલ્લાના વિવિધ સેલના પ્રમુખોની ચેમ્બર જિલ્લાના ધારાસભ્યોની અલગ ઓફિસો, સાથેજ મહિલા મોરચાની ઓફિસ તેમજ કોન્ફરન્સ હોલ સાથેની તમામ સુવિધાઓથી સજ્જ બે માળના કાર્યાલયના નિર્માણ ખર્ચ પણ કરોડો રૂપિયાનો થનાર હોય. જેથી સી.આર.એ નિર્માણ ખર્ચના સહયોગ પેટે સહાયની અપીલ કરતા વિવિધ નેતાઓએ કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

કોણે કેટલો ફાળો આપ્યો ?

સુમુલ ડેરીના પ્રમુખ માનસિંગભાઈ પટેલ 1.01 કરોડ, સુમુલ ડેરી માજી પ્રમુખ રાજુભાઇ પાઠકે 1 કરોડ, રાજ્યના મંત્રી મુકેશભાઇ પટેલ 1 કરોડ, માજી કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ 1 કરોડ, ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર 1 કરોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ 1 કરોડ, સુરત ડિસ્ટ્રીક બેન્ક ચેરમેન નરેશભાઇ પટેલ 1 કરોડ, APMC સુરત 50 લાખ તેમજ અન્ય ધારાસભ્યો અને આગેવાનોએ ફાળાની નોંધણી કરાવી હતી.

આ પણ વાંચો :-

ગુલામ નબી હવે કોંગ્રેસમાંથી ‘આઝાદ’ : રાજીનામામાં સોનિયાને લખ્યું- રાહુલને ઉપાધ્યક્ષ બનાવવાથી કોંગ્રેસ બરબાદ થઈ ગઈ

0

Ghulam Nabi now ‘free’ from Congress

સીનિયર નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azade) કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ (Primary membership) પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે ગુલામ નબી આઝાદ ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઝાદે સોનિયા ગાંધીને (Sonia Gandhi) 5 પેજનું રાજીનામું મોકલ્યું છે.

સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદે લખ્યું છે, ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

કોંગ્રેસે દસ દિવસ પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપ્યું છે. જોકે ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુલામ નબી આઝાદની નારાજગી એ બાબતે છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે, એને પગલે તેમણે નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો છે.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની પ્રશંસા PM મોદી પણ કરી ચૂક્યા છે. આ પ્રસંગ હતો ફેબ્રુઆરી 2021માં ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાયનો. ત્યારે PM મોદીએ ગુલામ નબી સાથે પોતાની દોસ્તીનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાની કહાની સંભળાવી હતી.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! પાક.માં 70 વર્ષની મહિલા 37 વર્ષના યુવાનની બીજી પત્ની બની !

Oh my God ! In Pakistan

  • મહિલા અત્યાર સુધી અપરણિત રહી હતી . ઈખ્તિયાર નામના યુવાનને કિશોરાવસ્થામાં એ વખતે 48 વર્ષની કિશ્વર સાથે પ્રેમ થયો હતો.

પાકિસ્તાનમાં (Pakistan) એક ૭૦ વર્ષની મહિલાએ ૩૭ વર્ષના યુવાન સાથે લગ્ન કર્યા હતા. મહિલા અત્યાર સુધી અપરણિત (unmarried) હતી. યુવાને અગાઉ લગ્ન કરી ચૂક્યો છે અને તેને છ સંતાનો પણ છે. બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો હતો.

ઈખ્તિયાર નામના ૩૭ વર્ષના યુવાને ૭૦ વર્ષની કિશ્વર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ઈખ્તિયાર જ્યારે કિશોરાવસ્થામાં હતો ત્યારે તેને એ વખતે ૪૫-૪૮ વર્ષની કિશ્વર સાથે પ્રેમ થયો હતો. પરંતુ ઉંમરનો મોટો તફાવત હોવાથી એ વખતે લગ્ન થઈ શક્યા ન હતા. ઘરમાંથી ભારે વિરોધ ઉઠતા ઈખ્તિયારે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. કિશ્વર અપરણિત રહી હતી.

વર્ષો પછી હવે બંનેએ લગ્ન કર્યા હતા. કિશ્વર ૩૭ વર્ષના ઈખ્તિયાર સાથે લગ્ન કરીને બીજી પત્ની બની હતી. ઈખ્તિયારને પહેલી પત્નીથી છ સંતાનો છે. આ બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. પ્રથમ પત્નીએ જ પતિને તેના પ્રેમ સાથે બીજા લગ્ન કરવાની મંજૂરી આપી હતી. ઈખ્તિયારના સંતાનોએ પણ આ લગ્નને સમર્થન કર્યું હતું.

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. કેટલાક લોકોએ વર્ષો પછી મળેલા પ્રેમીજનોની તરફેણ કરી હતી, તો કેટલાકે આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો :-

 

રાજ્યના આ વિસ્તારમાં નથી એકપણ કેસ, જાણો આજે ક્યાં કેટલા નોંધાયા કોરોના કેસ

There is not a single case

  • રાજ્યમાં હાલ 1,894 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,879 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,937 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં (Corona case) વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 200 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 282 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી (Corona infection) 352 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,894 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,879 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,937 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત થયું છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,001 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 78 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 21, સુરત કોર્પોરેશનમાં 17, સુરતમાં 15, રાજકોટ કોર્પોરેશનમાં 13, વલસાડમાં 13, પંચમહાલમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 10, ભરૂચમાં 9, બનાસકાંઠામાં 8, વડોદરામાં 8, આણંદમાં 6, અરવલ્લીમાં 6, જામનગર કોર્પોરેશનમાં 6, કચ્છમાં 6, નવસારીમાં 6, જામનગરમાં 5, ખેડામાં 5, અમરેલીમાં 4, છોટાઉદેપુરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, તાપીમાં 3, અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 2, ગીર સોમનાથમાં 2, મહીસાગરમાં 2, મોરબીમાં 2, સાબરકાંઠામાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયો છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 138 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 37, સુરત કોર્પોરેશનમાં 12, સુરતમાં 12, વલસાડમાં 18, પંચમહાલમાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 17, ભરૂચમાં 7, બનાસકાંઠામાં 2, વડોદરામાં 7, આણંદમાં 3, જામનગર કોર્પોરેશનમાં 8, કચ્છમાં 5, નવસારીમાં 7, ખેડામાં 3, અમરેલીમાં 4, છોટાઉદેપુરમાં 1, તાપીમાં 1, અમદાવાદમાં 3, ગાંધીનગરમાં 7, મહીસાગરમાં 3, મોરબીમાં 1, સાબરકાંઠામાં 10, પાટણમાં 2, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 5 અને મહેસાણામાં 20 દર્દીઓ સાજા થયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,44,944 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1343 ને રસીનો પ્રથમ અને 4474 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 638 ને રસીનો પ્રથમ અને 862 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જ્યારે 32,905 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 527 ને રસીનો પ્રથમ અને 3358 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 3,00,837 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,22,79,432 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ટેક્સાસમાં ‘મને ભારતીયો પ્રત્યે નફરત છે’ કહી 4 મહિલાઓ સાથે મારપીટ, બંદૂક પણ દેખાડી

4 women beaten up

  • અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાની હિચકારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકામાં (America) ભારતીય મૂળની મહિલાઓ (A woman of Indian origin) પર વંશીય હુમલાની હિચકારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ટેક્સાસના રસ્તાઓ પર ઘૂમી રહેલી ભારતીય મૂળની મહિલાઓ સાથે અમેરિકન-મેક્સિન (American-Maxine) મહિલાએ ખુબ ગેરવર્તણૂક કરી અને મારપીટ કરી ત્યારબાદ ગન દેખાડીને શૂટ કરવાની કોશિશ પણ કરી.

પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હુમલાખોર મહિલા ભારતીય-અમેરિકન મહિલાઓ સાથે ગેરવર્તણૂંક કરી રહી છે અને તેમને ભારત પાછા જતા રહેવાની વાત કરી રહી છે. તે કહે છે કે મને ભારતીયોથી નફરત છે.

ડેલ્લાસની ઘટના :

આ ઘટના બુધવાર રાતના ટેક્સાસના ડલ્લાસના પાર્કિંગની છે. જ્યાં 4 ભારતીય મૂળની મહિલાઓ હોટલમાં ભોજન કર્યા બાદ પાર્કિંગ તરફ જઈ રહી હતી. અચાનક ત્યારે અમેરિકન મેક્સિકન મૂળની મહિલા આવી અને ભારતીય મહિલાઓ પર ભદ્દી ટિપ્પણી કરવાની શરૂ કરી દીધી.

તે મહિલાએ ભારતીય મહિલાઓને કહ્યું કે ‘હું તમને ભારતીયોને નફરત કરુ છું. આ બધા લોકો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે.’ સમગ્ર અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. જેઓ આ ઘટનાથી સ્તબ્ધ છે. મેક્સિન-અમેરિકન મહિલાની ઓળખ પ્લાનોની એસ્મેરાલ્ડા અપ્ટન તરીકે થઈ છે.

ભદ્દી ટિપ્પણીઓ કરી રહી હતી મહિલા :

આ વીડિયોને જે વ્યક્તિએ પોસ્ટ કર્યો છે તે એક ભારતીય અમેરિકન મહિલાનો પુત્ર છે. તેણે કહ્યું કે મારી માતાએ શાંત રહીને તે મેક્સિન અમેરિકન મહિલાની ગેરવર્તણૂંકનો જવાબ આપ્યો. તે સતત હુમલાખોર મહિલાને ભદ્દી ટિપ્પણીઓ ન કરવાનું કહેતી હતી.

બૂમો પાડતા મેક્સિકન-અમેરિકીન મહિલાએ કહ્યું કે, ‘જ્યાં હું જઉ છું, ત્યાં તમે ભારતીયો હોવ છો. જો ભારતમાં જીવન એટલું સારું છે તો તમે અહીં કેમ છો.’ જ્યારે મહિલાની ગેરવર્તણૂંક વધી ગઈ તો મારી માતાએ તેમનો વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો. આ જોઈને તે વધુ ભડકી ગઈ અને મારી માતા અને મિત્રો પર હુમલો કર્યો.

10 હજાર ડોલરનો દંડ :

એસ્મેરાલ્ડા અપ્ટન પર પોલીસે અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. જેમાં વંશીય હુમલો, અને આતંકી હુમલાની ધમકી સામેલ છે. આ ઉપરાંત તેના પર 10 હજાર અમેરિકી ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

રાત્રે સૂઈ ગયા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહી ! હરિયાણામાં એક જ પરિવારના 6 લોકોના મોત થતાં ખળભળાટ

No one woke up in the morning after

  • અંબાલા જિલ્લાના એક ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા.

હરિયાણાના (Haryana) અંબાલા શહેરના એક ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગયો હતો, જે સવારે પણ જાગ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જે સૌથી નાની દીકરીનો જન્મદિવસ (birthday) હતો.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

હરિયાણાના અંબાલા જિલ્લાના બલાના ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગય બ સવાર ઉઠ્યો જ ન હતો.

મધ્યપ્રદેશમાં પણ બની હતી આવી ઘટના :

આવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સામે આવી હતી. અહીં લોન આપતી એપની જાળમાં ફસાઈને એક આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. નોંધનીય છે કે ઓનલાઈન એપ દ્વારા લોનના નાકે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા અમિત યાદવના હસતા પરિવારને બરબાદ કરી નાખ્યો હતો.

આ પણ વાંચો :-

સોશિયલ મીડિયા યુઝ કરતી છોકરીઓ આ કિસ્સો જરૂરથી વાંચો, તમારી એક ભૂલ અને…

Girls using social media

  • મોબાઈલ અને આજના કહેવાતા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો કામ વગર માત્ર આંધળી રીતે મોજશોખ માટે ઉપયોગ કરવો ખરાબ પરિણામોને આમંત્રણ દેવા બરાબર છે.

સોશિયલ મીડિયામાં (Social media) અજાણ્યા વ્યકિતઓ સાથે વાતચીત અને મિત્રતા કેળવવાના કેવા ગંભીર પરિણામ આવી શકે તેનો પોરબંદરમાં (Porbandar) એક સગીરાને ખરાબ અનુભવ થતા મામલો હાલમાં પોલીસ સ્ટેશને (Police Station) પહોંચ્યા છે. ત્યારે ચાલો જોઈએ શું થયું છે સગીરી સાથે અને શું છે સમગ્ર મામલો…

મોબાઈલ અને ઈન્ટરનેટનો સદઉપયોગ કરવાના અનેક ફાયદાઓ છે. પરંતુ આજ મોબાઈલ અને આજના કહેવાતા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો કામ વગર માત્ર આંધળી રીતે મોજશોખ માટે ઉપયોગ કરવો ખરાબ પરિણામોને આમંત્રણ દેવા બરાબર છે.

આજના ઈન્ટરનેટના યુગમાં વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક લેભાગુ તત્વો તેમના ખરાબ મનસુબાઓને પાર પાડવા માટે પણ ઉપયોગ કરતા હોય છે.

પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામના ખીમા લખુ ગોઢાણીયા કે જે પોતે પરણીત છે. તેણે પોરબંદરમાં એક સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં એક મહિના સુધી વાતચીત કર્યા બાદ તેને પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલ માનસરોવર હોટલમાં સગીરાને બોલાવ્યા બાદ સગીરા સાથે આરોપીએ બળજબરીથી બળાત્કાર કરતા સગીરાને આંતરીક ઈજાઓ પહોંચી હોવાથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બળાત્કારની તેમજ પોસ્કોની કલમ લગાવી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે પોરબંદર સિટી ડીવાયએસપીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, હકીકતને ધ્યાને લઈ કમલાબાગ પોલીસે આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ કેસમાં હોટલ વિરુદ્ધ પણ કોઈપણ પ્રકારના પુરવા મળશે તો હોટલ વિરુદ્ધ પણ જરુરી કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેઓએ જણાવ્યુ હતું.

મોબાઈલની દુનિયામાં અને તેમા પણ સોશિયલ મીડિયામાં રચીપચી રહેતી યુવાપેઢી અને તેમના માતા-પિતા માટે પોરબંદરનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોતાની હવસ સંતોષવાની લાયમાં નરાધમ આરોપીએ આચરેલ બળાત્કારને કારણે હાલ તો આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીએ કરેલ અપરાધને કારણે જેલ પણ તેની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો :-

તુટી ચુક્યા છે 150 હાડકા, રેર બીમારી ધરાવતા સ્પર્શ શાહે 120 મિનિટ પગ ઉંચો રાખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

150 bones have been broken

  • સ્પર્શ શાહ જન્મ એસ્ટિયોજેનેસિસ ઇમ્પરાફેક્ટા રોગની સાથે થયું. આ બિમારી હાડકા ખૂબ જ નબળા હોય છે. સરળતાથી તુટી જાય છે.

મૂળ સુરતના હાલ અમેરિકા (America) રહેતા સ્પર્શ શાહને જન્મજાત હોસ્ટિયો જેનેસિસ ઈન પરફેક્ટા (Hostio genesis in perfecta) બિમારી છે. 25 ફ્રેક્ચર સાથે જન્મ થયા બાદ અત્યાર સુધીમાં 150 થી વધુ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. તેના શરીરમાં 8 સળિયા, 24 સ્ક્રૂ મૂકાયા છે. સ્પર્શે હાર માનવાની જગ્યાએ મોટિવેશનલ સ્પિચ (Motivational speech) આપવાની શરૂઆત કરી.

હાલ તેણે 120 મિનીટ સુધી પગ ઊંચો રાખીને ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. હવે 29 મીએ ચેમ્બરના કન્વેન્શન હોલ ખાતે વિનામુલ્યે યોજાનારા કાર્યક્રમમાં સ્પર્શ પરર્ફોમ કરશે. સ્પર્શ 9 દેશમાં 300 થી વધારે કાર્યક્રમોમાં પરફોર્મ કરી ચૂક્યો છે. ગુગલ, ટેડેક્સ, હાઉડી મોદી કાર્યક્રમમાં પણ પરફોર્મ કરી ચૂક્યો છે. આ ઉપરાંત 9 થી વધારે કોમ્પિટીશન જીતી છે.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા સ્પર્શ શાહ એક રેપર, ગાયક, ગીતકાર અને મોટિવેશનલ સ્પીકર છે. તેમનો જન્મ એસ્ટિયોજેનેસિસ ઇમ્પરાફેક્ટા રોગની સાથે થયું. આ બિમારી હાડકા ખૂબ જ નબળા હોય છે. સરળતાથી તુટી જાય છે. રિપોર્ટ અનુસાર શાહની ગત થોડા વર્ષોમાં 150 થી વદારે હાડકા તુટી ચૂક્યા છે. શાહ એમિનેમ (અમેરિકા રેપર) બનાવવાની ઇચ્છા ધરાવે છે અને એક અરબ લોકોની સામે પર્ફોમ કરવા માંગે છે.

દુર્લભ બીમારી સામે લડી રહેલા ભારતીય મુળનો આ કિશોર આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેનું કારણ તેની બિમારી નહી, પરંતુ પ્રતિભા છે. હંમેશા વ્હીલચેર પર રહેનાર સ્પર્શ શાહ ખાસ શક્તિઓ સાથે જન્મ્યો છે. માતાના ગર્ભમાં રહેવા દરમિયાન જ સ્પર્શ દુર્ળબ બીમારીઓનો શિકાર થઈ ગયો હતો અને તેના હાડકાઓ તુટી ગયા હતા. હંમેશા વ્હીલચેર પર રહેતો સ્પર્શ શાહ પોતાની સ્થિતિને પોતાની રચનાત્મકને આડે નથી આવવા દેતો.

સ્પર્શ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાઉડી મોદી ઈવેન્ટમાં તેણે વ્હીલચેર પર બેસીને રાષ્ટ્રગીત લલકાર્યુ હતું. સ્પર્શ શાહ કોણ બનેગા કરોડપતિની ગ્રાન્ડ ફિનાલેમાં પણ પોતાનું પર્ફોમન્સ આપી ચુક્યા છે.

સ્પર્શ શાહે માત્ર સાડા છ વર્ષના આયુષમાંપોતાની પહેલી સ્પીચ આપી હતી. સ્પર્શ શાહનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી બ્રિટલ બોન રેપર પણ બની ચુકી છે, જે માર્ચ 2018માં રિલીઝ થઇ હતી.  3

આ પણ વાંચો :-  

આજનું રાશિફળ :- 26 ઓગસ્ટ 2022, જાણો તમારા માટે કેવો રહેશે આજનો આ દિવસ…

Today’s Horoscope:- 26 August 2022 Gujarat Guardian

મેષઃ માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીયક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભઃ દિવસ દરમ્યાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ આથિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઇ બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્કઃ માનસિક ચંચળતા વધે. દિવસ દરમ્યાન પ્રફુલ્લીત રહી શકાય. જીવનસાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.

સિંહઃ માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ. પરિવારના સ્ત્રી વર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી તાવથી સાચવવું.

કન્યાઃ દિવસ દરમ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય.

તુલાઃ ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઇ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ આદ્યાત્મિકતામાં વૃધ્ધિ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારૂં રહેશે. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધનઃ થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઇજાથી સાવધ રહેવું દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકરઃ તર્ક શક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.

કુંભઃ નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે.

મીનઃ સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણ ઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઉભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-