Home Blog Page 1334

ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું – હવે સુનાવણી…..

0

All cases related to Gujarat

  • સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે.

સુપ્રીમ કોર્ટે મોટો (Supreme Court) નિર્ણય લેતાં બાબરી મસ્જિદ વિધ્વંસ (Babri Masjid demolition) અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને (Gujarat riots) લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓનો હવે કોઇ અર્થ નથી.

એવામાં તેમના પર કાર્યવાહીને બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9 માંથી 8 કેસમાં ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ઉપરાંત કોર્ટે બાબરી વિધ્વંસ સાથે જોડાયેલા તિરસ્કારના કેસોને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

જોકે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે. જોકે પ્રશાંત ભૂષણે 2009 માં એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ અને હાલના જજો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા.

આ કેસની પેરવી કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલે માફી માંગી લીધી છે. એટલા માટે બંને વિરૂદ્ધ કેસને બંધ કરવામાં આવે છે. તેમની આ માંગને જસ્ટિસ ઇન્દીરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેંચએ સ્વિકાર કરી લીધો છે.

પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલને નવેમ્બર 2009 માં નોટીસ જાહેર કરવામં આવી હતી. પ્રશાંત ભૂષણે તેના પર સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ‘મે તહેલકાને 2009 માં જે ઇન્ટરવ્યું આપ્યો હતો, તેમાં કરપ્શન શબ્દ કોઇ વિશેષ વસ્તુ માટે કરવામાં આવ્યો ન હતો.

આ વાત મે વ્યાપક સંદર્ભમાં કહી હતી. તેનો સંબંધ નાણાકીય ભ્રષ્ટાચાર સાથે નથી. જો કોઇ જજ અથવા પછી તેમના પરિવારને તેનાથી દુખ પહોંચ્યું હોય તો માફી માંગુ છું. ‘પ્રશાંત ભૂષણે ઓગસ્ટ 2020 માં પોતાના નિવેદન પર માફી માંગી હતી.

આ પણ વાંચો :-

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશિ થરૂર દાવેદારી કરશે ? ટૂંક સમયમાં થશે નિર્ણય

0

Will Shashi Tharoor contest

  •  થરૂરે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક લેખ પણ લખ્યો છે જેમાં તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી હતી.

કોંગ્રેસ પાર્ટીના (Congress Party) આગામી અધ્યક્ષ કોણ હશે? તે અંગે હજુ સવાલ ઉભો છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે, નવા અધ્યક્ષ માટે 17 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે અને 19 ઓક્ટોબરે મતગણતરી થશે.

આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર (Shashi Tharoor) કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે. જોકે તેમણે અત્યાર સુધી આ અંગે નિર્ણય લીધો નથી પરંતુ શશિ થરૂરે ચૂંટણીમાં ભાગ લેશે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું આહવાન :

થરૂરે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક લેખ પણ લખ્યો છે જેમાં તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી હતી. આ લેખમાં તેમણે કહ્યું કે, પાર્ટીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક ડઝન સીટો માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ.

આ લેખમાં થરૂરે લખ્યું છે કે, તેમણે કહ્યું છે કે પાર્ટીએ આદર્શ રીતે CWC સભ્ય પદ માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈતી હતી. થરૂરે કહ્યું કે AICC અને PCCના સભ્યોને પાર્ટીમાં આ મુખ્ય હોદ્દાઓનું નેતૃત્વ કોણ કરશે તે પસંદ કરવાની મંજૂરી આપવી જોઈએ. થરૂર કોંગ્રેસના G-23 નેતાઓમાંના એક છે જે સતત પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, શશિ થરૂરને વર્ષ 2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનાત્મક સુધારાની માગણી કરનારા 23 નેતાઓના સમૂહમાં સામેલ કરવામાં આવ્યા છે.

શશિ થરૂર રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી ?

થરૂરે કહ્યું હતું કે, પાર્ટીને સંપૂર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર છે પરંતુ નેતૃત્વની સ્થિતિ પદને તાત્કાલિક ભરવાની જરૂર છે તે સ્વાભાવિક રીતે કોંગ્રેસ અધ્યક્ષનું પદ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

રક્ષામંત્રી રાજનાથ સિંહે PM મોદીની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી : કહ્યું- આજના સમયમાં મોદી જેવા…

0

Defense Minister Rajnath Singh

  • લગભગ દરેક ભાજપના નેતાઓ ખાસ કરીને દિગ્ગજ નેતાઓ કોઈ પણ રેલી હોય કે સમારંભ પીએમ મોદીના વખાણ કરવાનું ચુકતા નથી, ત્યારે હવે ફરી એક વાર રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમના ખૂબ વખાણ કર્યા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે, મહાત્મા ગાંધી બાદ પ્રધાનમંત્રી મોદી (Prime Minister Modi) એકમાત્ર એવા નેતા છે, જેમણે ભારતની ભાવનાઓને સમજી છે. તેઓ એવા નેતા છે, જે લોકો સાથે જોડાય છે અને લોકો તેમના પર વિશ્વાસ કરે છે.  આ વાત રક્ષામંત્રીએ સોમવારે અજય સિંહની બુક ‘દ આર્કિટેક્ટ ઓફ ન્યૂ બીજેપી’ ના વિમોચન અવસરે કહી હતી.

પુસ્તક ‘દ આર્કિટેક્ટ ઓફ ન્યૂ બીજેપી’ ના વિમોચન અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના નેતૃત્વના ખોબલેને ધોબલે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અજય સિંહ દ્વારા લખવામાં આવેલી આ બુક પીએમ મોદીના જીવનને નહીં પણ લોકો સાથે જોડવાની ઉત્તમ ક્ષમતા પર લખેલી છે.

તેમણે કહ્યું કે, પીએમ મોદીની વિચારધારાથી સમાધાન કર્યા વગર પોતાના નવાચારથી ભાજપને ચૂંટણી જીતવાનું મશીન બનાવી દીધું.

ભાજપની વિચારધારા અને રાજકીય ઘટનાઓની પાછલા આઠ વર્ષમાં પાર્ટીની અજેય યાત્રામાં યોગદાન આપ્યું છે. પણ આ કોન્સેપ્ટને લોકો સુધી લઈ જવામાં અને તેમા વિશ્વાસ અપાવવામાં મોદીની રણનીતિનો કોઈ તોડ નથી.

રક્ષામંત્રીએ કહ્યું કે, આરએસએસ અને ભાજપ દ્વારા તેમને જે પણ કામ સોંપવામાં આવ્યા, તેમણે શાનદાર રીતે પુરા કર્યા. તેઓ દરેક જવાબદારી પર ખરા ઉતર્યા છે. પીએમ મોદીના વખાણ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, હાલમાં સ્વતંત્ર ભારતમાં તેમના જેવો કોઈ બીજો નેતા નથી. તેમણે કહ્યું કે, આવું દુર્લભ વ્યક્તિત્વ અને સંગઠનાત્મક કૌશલ દૈવીય ક્ષમતા વિના સંભવ નથી.

આ પણ વાંચો :-

આજથી જગવિખ્યાત ભાતીગળ તરણેતરના મેળાનો થશે પ્રારંભ, આવો એક સફર કરીએ 

0

The world famous Bhatigaal

  • તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

સુરેન્દ્રનગરના (Surendranagar) થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની (Bhadrava month) ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. કેબિનેટ મંત્રી કિરીટ સિંહ રાણા (Kirit Singh Rana) અને દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આજે મેળો ખુલ્લો મુકવામાં આવશે. જોકે આ વખતે લંમ્પી વાઇરસના લીધે પશુ મેળા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કોરોનાકાળ બાદ 2 વર્ષ પછી આ ભાતીગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરના 10 ડી.વાય.એસ.પી, 30 પીઆઇ, 80 પી.એસ.આઈ, 2000 પોલીસ કર્મચારી અને હોમગાડ-જવાનોનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. 4 દિવસના આ મેળા દરમિયાન 1 લી સપ્ટેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ મેળામાં હાજરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટેટુંકી દોડ, લાંબીદોડ (4X100 મીટર રીલે દોડ), લાંબી દોડ 3000 મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી, ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે.

જ્યારે બહેનો માટે ટુંકીદોડ, લાંબી દોડ, (4X100 મીટર રીલે દોડ), 3000 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલીબોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

મેહુલ બોઘરાને હાઇકોર્ટથી મળી રાહત : સુરતમાં થયેલા હુમલાના કેસમાં પોલીસને આપ્યા મોટા આદેશ

0

Mehul Boghra got relief from the High Court :

  • સુરતના સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા મામલે મેહુલ બોઘરા પર કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટે સ્ટે મૂક્યો છે.

હાઇકોર્ટે સરથાણા પોલીસ (Sarthana Police) પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગ્યો છે. મહત્વનું છે કે, મેહુલ બોઘરા સામે ખંડણી અને એટ્રોસિટીનો (Extortion and Atrocity) ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આથી આ મામલે હાઇકોર્ટે (High Court) નોંધ્યું છે કે, ‘મેહુલ પર થયેલી ફરિયાદ ખોટી છે. આ મામલે 13 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.’

પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો :

અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે, સુરતમાં તારીખ 18 ઓગસ્ટના રોજ સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર TRBનો હપ્તાખોરીનો લાઇવ વીડિયો બનાવતી વખતે TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો.

તાજેતરમાં જ આ કેસમાં 37 TRB જવાનોને ડિસમીસ કરી દેવાયા હતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણાના PI એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી છે. તેમજ સુરત પોલીસ દ્વારા એક ઝાટકે 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટના?

તમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

આણંદમાં જયરાજ પરમારના ફાર્મ હાઉસ પર પોલીસના દરોડા, દારૂની મહેફિલ માણતા 15 ઝડપાયા

Police raids Jayaraj Parmar

  • આણંદના અડાસ દેણાપુરામાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે આણંદની એલસીબી પોલીસે જયરાજ પરમારના ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા.

ગુજરાતમાં દારૂ બંધી (Alcohol restriction) હોવા છતાં ઠેરઠેર દારૂની મહેફિલો યોજાતી રહે છે. પોલીસના નાક નીચે કાયદાનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આણંદના અડાસ દેણાપુરામાં દારૂની મહેફિલ (Alcohol feast) ઝડપાઈ છે. LCB પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડતા 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે દારૂની બોટલ, બિયર અને કાર સાથે કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના અડાસ દેણાપુરામાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે આણંદની એલસીબી પોલીસે જયરાજ પરમારના ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે આણંદ અને વડોદરાના કુલ 15 લોકોની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન કબ્જે કર્યા છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

આણંદ એલસીબી પોલીસે દારૂની બોટલ, બિયરના ટીન અને કાર સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે આ મામલે વાસદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ દારૂની બોટલ અને બીયરના ટીન ક્યાંથી લાવ્યા અને કોણે તેમને આપ્યા આ સહિતની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

30 ઓગસ્ટ મંગળવારનું રાશિફળ – જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કોને નુકશાન

August 30 Tuesday Horoscope Gujarat Guardian

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારું છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુર, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્ય સારું રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારું જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઈગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃદ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઈ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુરસંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દૃવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારું રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

લલિત મોદી સાથે ડેટની ચર્ચા વચ્ચે એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી સુષ્મિતા સેન

Sushmita Sen spotted

  • સુષ્મિતા સેન આ દિવસોમાં લલિત મોદીને ડેટ કરી રહી છે. આ વાત બધા લોકો જાણે છે. તેનો ખુલાસો ખુદ લલિત મોદીએ સોશિયલ મીડિયા પર કર્યો હતો.

નવા સંબંધ વચ્ચે સુષ્મિતા (Sushmita) જૂના પ્રેમીને પણ ભૂલી નથી, જેનો પૂરાવો આ તસવીરો છે. આ તસવીરોમાં સુષ્મિતા સેન એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ (Rohman Scholl) અને પોતાની પુત્રી સાથે સ્પોટ થઈ. તસવીરમાં સુષ્મિતાની રોહમનની સાથે જે બોન્ડિંગ જોવા મળ્યું તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. જુઓ સુષ્મિતા સેનની (Sushmita Sen) તસવીરો એક્સ બોયફ્રેન્ડ સાથે.

સામે આવેલી તસવીરોમાં સુષ્મિતા સેન લાઇટ પર્પલ કલરના કપડામાં જોવા મળી હતી. પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ ગોગલ્સ લગાવ્યા હતા. ખાસ વાત છે કે આ તસવીરોમાં સુષ્મિતાની સાથે તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ પણ કેદ થયો. તસવીરોમાં રોહમન અભિનેત્રીનું ધ્યાન રાખતો જોવા મળ્યો. જેના કારણે આ તસવીરો ચર્ચામાં આવી ગઈ છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

સુષ્મિતા અને રોહમનની સાથે અભિનેત્રીની પુત્રી રેને પણ સ્પોટ થઈ. ખાસ વાત છે કે આ તકે રેને અને રોહમન મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા. રેનેએ મરૂન કલરના ટોપની સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું તો રોહમને પણ મરૂન કલરના ટી-શર્ટની સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું.

આ ત્રણેય એક સાથે મુંબઈના સાંતાક્રૂઝમાં સ્પોટ થયા. પૈપરાજીને જોતા ત્રણેયે પોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે લલિત મોદીને ડેટ કરતા પહેલા સુષ્મિતા સેન રોહમન શોલને ડેટ કરી રહી હતી. પરંતુ થોડા સમય બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત કરી હતી. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે રોહમન હંમેશા તેનો સારો મિત્ર રહેશે. ખાસ વાત છે કે સુષ્મિતા સેનની પુત્રીઓ સાથે પણ રોહમનની બોન્ડિંગ સારી છે.

આ પણ વાંચો :-

નીતિન ગડકરીએ કહ્યું – મને કોંગ્રેસમાં જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ મેં કહ્યું કે કૂવામાં….

0

નીતિન ગડકરીએ કહ્યું – મને કોંગ્રેસમાં જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ મેં કહ્યું કે કૂવામાં….

  • નીતિન ગડકરીએ કહ્યું કે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકરે મને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી. આના પર મેં કહ્યું કે હું કૂવામાં કૂદીશ, પણ કોંગ્રેસમાં નહીં જાઉં.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું કે તેમને એક મિત્રએ કોંગ્રેસમાં જોડાવાનું સૂચન કર્યું હતું જેને તેમણે ફગાવી દીધું હતું. નિતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં (Nagpur) આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકરે (Srikanth Jichkare) મને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી.

આના પર મેં કહ્યું કે મારી વિચારધારા તેમની સાથે મેળ ખાતી નથી. હું કૂવામાં કૂદીશ, પણ કોંગ્રેસમાં નહીં જોડાઈ શકું. નીતિન ગડકરીએ કહ્યું કે એ સમય હતો જ્યારે હું વિદ્યાર્થી નેતા હતો અને ભાજપને ઘણીવાર હારનો સામનો કરવો પડતો હતો.

નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે તમને સફળતા મળે છે અને તમારી ખુશી તમારી જ હોય ​​છે તો તેનો કોઈ અર્થ નથી. જો તમારી સફળતાની ખુશી તમારી સાથે કામ કરતા લોકોને જાય તો સારું. તેમણે કહ્યું કે વેપાર હોય કે રાજકારણ બંને માનવીય સંબંધોમાં મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ગમે તેટલી હોય, કોઈએ તેનો ઉપયોગ કરીને ફેંકવું જોઈએ નહીં.

રિચર્ડ નિકસનની એક વાતનો ઉલ્લેખ કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે વ્યક્તિ હારીને ખતમ નથી થતો, પરંતુ મેદાન છોડવાથી થાય છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘમંડ અને આત્મવિશ્વાસ વચ્ચે શું તફાવત છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

તેમણે કહ્યું કે કોઈ પણ માણસ સંપૂર્ણ નથી હોતો. જો આપણે આપણા પોતાના મિત્રોની સારી બાબતોને આપણા વ્યક્તિત્વનો ભાગ બનાવી શકીએ તો આપણે આપણી જાતને સુધારી શકીએ છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘કોઈએ પણ ‘યુઝ એન્ડ થ્રો‘ની રેસમાં સામેલ થવું જોઈએ નહીં. સારા દિવસો હોય કે ખરાબ દિવસો, એકવાર તમે કોઈનો હાથ પકડો તો તેને પકડી રાખો. ઉગતા સૂર્યની પૂજા કરશો નહીં.’

નીતિન ગડકરી અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ભાજપે સંસદીય બોર્ડનું પુનર્ગઠન કર્યું હતું, જેમાં નીતિન ગડકરીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ ઘટનાને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. નીતિન ગડકરીની ગણના મોદી સરકારના સર્વશ્રેષ્ઠ પ્રધાન મંત્રીઓમાં થાય છે.

આ પણ વાંચો :-

WhatsApp એ પોતાના ખાસ યુઝર્સ માટે લોન્ચ કરી નવી App, જાણો શું થશે ફાયદો

WhatsApp has launched a new App

  • WhatsApp વારંવાર WhatsApp Web અથવા ડેસ્કટોપ યુઝર્સ માટે પણ ઘણા નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. આ વખતે કંપનીએ એક નવી એપ લોન્ચ કરી છે.

WhatsApp લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેનો ઘણો વપરાશ કરે છે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ. તેની લોકપ્રિયતાને કારણે તેનો ઉપયોગ મલ્ટિપલ એટલે કે ઘણા અલગ અલગ ડિવાઇસ પર થાય છે. WhatsApp વારંવાર WhatsApp Web અથવા ડેસ્કટોપ યુઝર્સ (Desktop users) માટે પણ ઘણા નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. આ વખતે કંપનીએ એક નવી એપ લોન્ચ કરી છે.

WhatsAppની આ એપ વિન્ડોઝના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. અગાઉ વિન્ડોઝ યુઝર્સને વેબ આધારિત WhatsAppનું એક વર્ઝન ડાઉનલોડ કરવું પડતું હતું અથવા તો તેને ક્રોમ જેવા બ્રાઉઝર પર WhatsAppના ડેસ્કટોપ વર્ઝનનો ઉપયોગ કરતાં હતા.

મેટા (ફેસબુક) એ વિન્ડોઝ યુઝર્સ માટે એક નવી નેટિવ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા યુઝર્સને ઝડપી અને ખૂબ સારો અનુભવ મળશે. એક પોસ્ટ દ્વારા કંપનીએ જણાવ્યું હતું કે આ એપને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઓપ્ટિમાઇઝ અને ડિઝાઇન કરવામાં આવી છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

આ નેટિવ એપ સાથે યુઝર્સને પહેલા કરતા વધુ સ્પીડ મળશે. આ સાથે જ તેમાં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે જેનો ફાયદો યુઝર્સને મળશે. જ્યારે કોઈ પણ યુઝર નો ફોન ઑફલાઇન મોડમાં હશે ત્યારે પણ તેમને મેસેજ અથવા નોટિફિકેશન મળતા રહેશે.

ક્યાં ઉપલબ્ધ છે WhatsAppની આ નવી એપ :

તમે માઇક્રોસોફ્ટ એપ સ્ટોર પરથી Windows PC માટે આ નવી નેટિવ WhatsApp એપ ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કરવા માટે યુઝર્સે એપ સ્ટોર પર જઈને તેને સર્ચ કરીને ડાઉનલોડ કરી શકે છે.

કેવી રીતે કરવો ઉપયોગ :

ડેસ્કટોપ પર WhatsAppનો ઉપયોગ કરવાની રીત બદલાઈ નથી. જો પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેનો ઉપયોગ એ જ રીતે કરી શકાય છે. પહેલા વિન્ડોઝ ડિવાઇસ પર લોગિન કરો. એ પછી તમારા ફોનમાં WhatsApp ઓપન કરો. ત્યાં ખૂણામાં આવેલ થ્રી-ડોટ આઇકોન પર ક્લિક કરો અથવા લિંક્ડ ડિવાઇસ પર ટેપ કરો. આ પછી દેખાતા QR કોડને સ્કેન કરી WhatsApp વાપરો.

આ પણ વાંચો :-