Do you have a habit of talking
- જો તમે રસ્તે ચાલતા જઈ રહ્યા છો અને તમારા હાથમાં મોબાઈલ છે અથવા તમે મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યા છો તો જરા સાચવવાની જરૂર છે. કારણ કે અમદાવાદ ડીસીપી ઝોન 7 LCB પોલીસે એવી એક ટોળકી ઝડપી છે.
અમદાવાદની (Ahmedabad) વેજલપુર પોલીસે એવી એક ટોળકી ઝડપી છે, જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝૂંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી વેજલપુર (Vejalpur) પોલીસે 5 આરોપી સાથે 58 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.
જો તમે રસ્તે ચાલતા જઈ રહ્યા છો અને તમારા હાથમાં મોબાઈલ છે અથવા તમે મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યા છો તો જરા સાચવવાની જરૂર છે. કારણ કે અમદાવાદ ડીસીપી ઝોન 7 LCB પોલીસે એવી એક ટોળકી ઝડપી છે.
જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝુંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી. આ મોબાઈલ દુકાનદાર સાથે મળી અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતા. આ ટોળકી પાસેથી પોલીસે 58 જેટલા ચોરીના મોબાઈલ કબજે કર્યા છે.
ઝોન 7 એલસીબીની કસ્ટડીમાં રહેલા આ 5 આરોપી મોબાઈલ ચોરી કે સ્નેચિંગ કરી તેને સસ્તા ભાવે વેચી દેતા હતા. ઝડપાયેલા 5 આરોપીમાં એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ બન્ને રિક્ષા લઈને મોબાઈલ ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા.
જે બાદ વટવામાં રહેતા મોહસીન ને આ મોબાઈલ પહોંચાડતા હતા. જે મોહસીન પોતાના મિત્ર અને મોડાસામાં દુકાન ધરાવતા રફીક સુથાર અને મુસ્તકીમ રહેમાનને આ મોબાઈલ આપતો હતો. જે આરોપી સસ્તા ભાવે આ મોબાઈલ અન્ય રાજ્યમાં વેચી દેતા હોવાનું સામે આવ્યું છે.
ત્યારે આરોપીઓએ તો પોલિટિકલ પાર્ટીની રેલીમાં પણ મોબાઈલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક નિવૃત્ત પોલીસ અધિકારીનો જ ફોન હોવાનું પણ સામે આવ્યું છે.જેમણે ફરિયાદ પણ અત્યાર સુધી ન નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝડપાયેલા આરોપી એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ શહેરના માર્ગો પર વહેલી સવારે અને મોડી સાંજે શહેરના રસ્તા પર ફરતા અને લોકોને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને વૃદ્ધ અને વાતોમાં મસ્ત હોય તેવા લોકો ના મોબાઈલની ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા.
જોકે, આ ગુનામાં સંડોવાયેલ 5 આરોપી એક બિજાના મિત્ર હોવાથી ચોરીના મોબાઈલ વટવા અને ત્યાંથી મોડાસા સુધી વેચાણ માટે જતા હતા. જે બાદ મોબાઈલ સસ્તા ભાવે બીજા રાજ્યના ગ્રાહકોને વેચવામાં આવતા હતા. જેથી પોલીસે તેને ઝડપથી પકડી ન શકે.
આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મોબાઈલ ચોરી અને સ્નેચિંગના 9 ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ 58 જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે. જે મોબાઈલ માલિકોને શોધી ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેથી કરી આરોપી વિરુધ્ધ વધુમાં વધુ ગુના નોંધાય. સાથે જ ચોરીના કેટલા મોબાઈલ ક્યાં અને કોને વેચ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :-
- દિલ્હીમાં રાજકીય હલચલ : કેજરીવાલ સરકાર વિધાનસભામાં લાવશે વિશ્વાસ મત પ્રસ્તાવ
- અરે બાપ રે ! ‘મારી નાખવાની ધમકી આપી ગૌમાંસ ખવડાવ્યું’, વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન બાદ સુરતના યુવકે આપઘાત કરતા હડકંપ