Oh my God ! ‘Threatened to kill and fed beef
-
સુરતના રોહિત સિંગે વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગૌમાંસ ખવડાવ્યું હતું. જેને લઇને યુવકે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ મિલમાં (A textile mill) ડાઇંગ માસ્ટર તરીકે કામ કરતાં રોહિત સિંગે વિધર્મી યુવતી (A heathen girl) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાંર બાદ ફેસબુક (Facebook) પર સુસાઇડ નોટ અપલોડ કરી આપઘાત કરી લેતા પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે. દીકરાના મોતને પગલે વિધવા માં પર દુ:ખનું આભ ફાટી પડ્યું છે. દીકરાનો અંતિમ ચહેરો પણ ન જોવા મળ્યાનો માં વસવાસો વ્યક્ત કરી રહી છે.
મારી નાખવાની ધમકી આપી માંસ ખવડાવ્યું :
રોહિત સિંગ સોનમ (રહે,પટેલનગર,ઉધના,મૂળ રહે,યુપી) નામની મુસ્લિમ યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. જે બંને વચ્ચે ટેલિફોનિક વાત બાદ પ્રેમ પાંગળ્યો હતો અને રોહિત સિંગે પરિવારજનોની મરજી વિરુદ્ધ યુવતી સાથે પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા. જેને લઇને તેના પરિવારજનો યુવાનથી નારાજ હતા.
રોહિત સિંગ સાથે અણગમો બનાવી સંપર્ક ઓછો કર્યો હતો. તેઓને એવી આશા હતી કે આમ કરવાથી પોતાનો દીકરો યુવતીને છોડી પરિવારજનો સાથે આવી જાય. પરંતુ એનાથી વિપરીત જ થયું. અને યુવાને આપઘાત કરી લેતા યુવાનનું મોત નીપજ્યું હતું.
યુવાને સુસાઇડ નોટ લખી હતી જેમાં જણાવ્યું કે, પોતાની પત્ની અને સાળાએ નાછૂટકે ગાયનું માંસ ખવડાવ્યું હતું. તેઓએ મારી નાખવાની ધમકી આપી માંસ ખવડાવ્યું હતું. પોતે હિન્દુ હોવાથી ગાય માતાને પૂજનીય માનતો હતો અને છતાં માસ ખાતા યુવાને મોત વ્હાલું કરી લીધું હતું.
પત્ની અને સાળા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો :
આ બનાવ બે મહિના બન્યા હતા. જે અંગે એક મિત્ર મારફતે મૃતકના ભાઈને આપઘાતની જાણ થઇ હતી. આ અંગે માતાએ ઉધના પોલીસ મથકમાં મૃતકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી બન્ને સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-