AAP announces organization
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) લઇને તમામ પક્ષોએ કમર કસી લીધી છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સતત પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની બે યાદી પણ જાહેર કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ હવે મિશન 2022 માટે આજે આમ આદમી પાર્ટીએ સંગઠનની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ સંગઠનનું મહાજંબો માળખું જાહેર કર્યું છે.
આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે આપ ગુજરાતનું સંગઠન પુર્ણ સ્વરૂપ પૂર્ણ થયું છે. બાકી રહેલા હોદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ સંગઠનોમાં નિમણૂક કરી હતી. ચોથી યાદીમાં 2100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian
આજે જાહેર કરવામાં આવેલી સંગઠનની યાદીમાં સોશિયલ મીડિયા વોરિયર્સ પર ભાર મુકાયો હતો. અરવિંદ ગામીતને કો.ઓપરેટિવ વિંગના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે ધારશી બારાડીયાને સહમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે સફીન હસનને સોશિયલ મીડિયાના સ્ટેટ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે ભાવેશ પટેલને સ્ટેટ ઇવેન્ટના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય સંગઠનમાં 25 હોદ્દેદારોની નિમણૂક કરી હતી. જેમાં યુથ વિંગ, વૂમેન વિંગ, ઓબીસી વિંંગ, માઇનોરિટી વિંગ, એસસી વિંગ, કિસાન વિંગ, લિગલ વિંગ, ટ્રેડ વિંગ, ડોક્ટર વિંગ, એજ્યુકેશન વિંગ, સ્પોર્ટસ વિંગ, માલધારી વિંગ ઉપરાંત લોકસભા સીટ, વિધાનસભા સીટના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-