WhatsApp એ પોતાના ખાસ યુઝર્સ માટે લોન્ચ કરી નવી App, જાણો શું થશે ફાયદો

Share this story

WhatsApp has launched a new App

  • WhatsApp વારંવાર WhatsApp Web અથવા ડેસ્કટોપ યુઝર્સ માટે પણ ઘણા નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. આ વખતે કંપનીએ એક નવી એપ લોન્ચ કરી છે.

WhatsApp લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેનો ઘણો વપરાશ કરે છે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ. તેની લોકપ્રિયતાને કારણે તેનો ઉપયોગ મલ્ટિપલ એટલે કે ઘણા અલગ અલગ ડિવાઇસ પર થાય છે. WhatsApp વારંવાર WhatsApp Web અથવા ડેસ્કટોપ યુઝર્સ (Desktop users) માટે પણ ઘણા નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. આ વખતે કંપનીએ એક નવી એપ લોન્ચ કરી છે.

WhatsAppની આ એપ વિન્ડોઝના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. અગાઉ વિન્ડોઝ યુઝર્સને વેબ આધારિત WhatsAppનું એક વર્ઝન ડાઉનલોડ કરવું પડતું હતું અથવા તો તેને ક્રોમ જેવા બ્રાઉઝર પર WhatsAppના ડેસ્કટોપ વર્ઝનનો ઉપયોગ કરતાં હતા.

મેટા (ફેસબુક) એ વિન્ડોઝ યુઝર્સ માટે એક નવી નેટિવ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા યુઝર્સને ઝડપી અને ખૂબ સારો અનુભવ મળશે. એક પોસ્ટ દ્વારા કંપનીએ જણાવ્યું હતું કે આ એપને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઓપ્ટિમાઇઝ અને ડિઝાઇન કરવામાં આવી છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

આ નેટિવ એપ સાથે યુઝર્સને પહેલા કરતા વધુ સ્પીડ મળશે. આ સાથે જ તેમાં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે જેનો ફાયદો યુઝર્સને મળશે. જ્યારે કોઈ પણ યુઝર નો ફોન ઑફલાઇન મોડમાં હશે ત્યારે પણ તેમને મેસેજ અથવા નોટિફિકેશન મળતા રહેશે.

ક્યાં ઉપલબ્ધ છે WhatsAppની આ નવી એપ :

તમે માઇક્રોસોફ્ટ એપ સ્ટોર પરથી Windows PC માટે આ નવી નેટિવ WhatsApp એપ ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કરવા માટે યુઝર્સે એપ સ્ટોર પર જઈને તેને સર્ચ કરીને ડાઉનલોડ કરી શકે છે.

કેવી રીતે કરવો ઉપયોગ :

ડેસ્કટોપ પર WhatsAppનો ઉપયોગ કરવાની રીત બદલાઈ નથી. જો પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેનો ઉપયોગ એ જ રીતે કરી શકાય છે. પહેલા વિન્ડોઝ ડિવાઇસ પર લોગિન કરો. એ પછી તમારા ફોનમાં WhatsApp ઓપન કરો. ત્યાં ખૂણામાં આવેલ થ્રી-ડોટ આઇકોન પર ક્લિક કરો અથવા લિંક્ડ ડિવાઇસ પર ટેપ કરો. આ પછી દેખાતા QR કોડને સ્કેન કરી WhatsApp વાપરો.

આ પણ વાંચો :-