Home Blog Page 1333

30 ઓગસ્ટ મંગળવારનું રાશિફળ – જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કોને નુકશાન

August 30 Tuesday Horoscope Gujarat Guardian

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારું છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુર, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્ય સારું રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારું જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઈગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃદ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઈ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુરસંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દૃવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારું રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

લલિત મોદી સાથે ડેટની ચર્ચા વચ્ચે એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી સુષ્મિતા સેન

Sushmita Sen spotted

  • સુષ્મિતા સેન આ દિવસોમાં લલિત મોદીને ડેટ કરી રહી છે. આ વાત બધા લોકો જાણે છે. તેનો ખુલાસો ખુદ લલિત મોદીએ સોશિયલ મીડિયા પર કર્યો હતો.

નવા સંબંધ વચ્ચે સુષ્મિતા (Sushmita) જૂના પ્રેમીને પણ ભૂલી નથી, જેનો પૂરાવો આ તસવીરો છે. આ તસવીરોમાં સુષ્મિતા સેન એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ (Rohman Scholl) અને પોતાની પુત્રી સાથે સ્પોટ થઈ. તસવીરમાં સુષ્મિતાની રોહમનની સાથે જે બોન્ડિંગ જોવા મળ્યું તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. જુઓ સુષ્મિતા સેનની (Sushmita Sen) તસવીરો એક્સ બોયફ્રેન્ડ સાથે.

સામે આવેલી તસવીરોમાં સુષ્મિતા સેન લાઇટ પર્પલ કલરના કપડામાં જોવા મળી હતી. પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ ગોગલ્સ લગાવ્યા હતા. ખાસ વાત છે કે આ તસવીરોમાં સુષ્મિતાની સાથે તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ પણ કેદ થયો. તસવીરોમાં રોહમન અભિનેત્રીનું ધ્યાન રાખતો જોવા મળ્યો. જેના કારણે આ તસવીરો ચર્ચામાં આવી ગઈ છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

સુષ્મિતા અને રોહમનની સાથે અભિનેત્રીની પુત્રી રેને પણ સ્પોટ થઈ. ખાસ વાત છે કે આ તકે રેને અને રોહમન મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા. રેનેએ મરૂન કલરના ટોપની સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું તો રોહમને પણ મરૂન કલરના ટી-શર્ટની સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું.

આ ત્રણેય એક સાથે મુંબઈના સાંતાક્રૂઝમાં સ્પોટ થયા. પૈપરાજીને જોતા ત્રણેયે પોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે લલિત મોદીને ડેટ કરતા પહેલા સુષ્મિતા સેન રોહમન શોલને ડેટ કરી રહી હતી. પરંતુ થોડા સમય બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત કરી હતી. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે રોહમન હંમેશા તેનો સારો મિત્ર રહેશે. ખાસ વાત છે કે સુષ્મિતા સેનની પુત્રીઓ સાથે પણ રોહમનની બોન્ડિંગ સારી છે.

આ પણ વાંચો :-

નીતિન ગડકરીએ કહ્યું – મને કોંગ્રેસમાં જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ મેં કહ્યું કે કૂવામાં….

0

નીતિન ગડકરીએ કહ્યું – મને કોંગ્રેસમાં જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ મેં કહ્યું કે કૂવામાં….

  • નીતિન ગડકરીએ કહ્યું કે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકરે મને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી. આના પર મેં કહ્યું કે હું કૂવામાં કૂદીશ, પણ કોંગ્રેસમાં નહીં જાઉં.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું કે તેમને એક મિત્રએ કોંગ્રેસમાં જોડાવાનું સૂચન કર્યું હતું જેને તેમણે ફગાવી દીધું હતું. નિતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં (Nagpur) આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકરે (Srikanth Jichkare) મને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી.

આના પર મેં કહ્યું કે મારી વિચારધારા તેમની સાથે મેળ ખાતી નથી. હું કૂવામાં કૂદીશ, પણ કોંગ્રેસમાં નહીં જોડાઈ શકું. નીતિન ગડકરીએ કહ્યું કે એ સમય હતો જ્યારે હું વિદ્યાર્થી નેતા હતો અને ભાજપને ઘણીવાર હારનો સામનો કરવો પડતો હતો.

નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે તમને સફળતા મળે છે અને તમારી ખુશી તમારી જ હોય ​​છે તો તેનો કોઈ અર્થ નથી. જો તમારી સફળતાની ખુશી તમારી સાથે કામ કરતા લોકોને જાય તો સારું. તેમણે કહ્યું કે વેપાર હોય કે રાજકારણ બંને માનવીય સંબંધોમાં મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ગમે તેટલી હોય, કોઈએ તેનો ઉપયોગ કરીને ફેંકવું જોઈએ નહીં.

રિચર્ડ નિકસનની એક વાતનો ઉલ્લેખ કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે વ્યક્તિ હારીને ખતમ નથી થતો, પરંતુ મેદાન છોડવાથી થાય છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘમંડ અને આત્મવિશ્વાસ વચ્ચે શું તફાવત છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

તેમણે કહ્યું કે કોઈ પણ માણસ સંપૂર્ણ નથી હોતો. જો આપણે આપણા પોતાના મિત્રોની સારી બાબતોને આપણા વ્યક્તિત્વનો ભાગ બનાવી શકીએ તો આપણે આપણી જાતને સુધારી શકીએ છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘કોઈએ પણ ‘યુઝ એન્ડ થ્રો‘ની રેસમાં સામેલ થવું જોઈએ નહીં. સારા દિવસો હોય કે ખરાબ દિવસો, એકવાર તમે કોઈનો હાથ પકડો તો તેને પકડી રાખો. ઉગતા સૂર્યની પૂજા કરશો નહીં.’

નીતિન ગડકરી અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ભાજપે સંસદીય બોર્ડનું પુનર્ગઠન કર્યું હતું, જેમાં નીતિન ગડકરીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ ઘટનાને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. નીતિન ગડકરીની ગણના મોદી સરકારના સર્વશ્રેષ્ઠ પ્રધાન મંત્રીઓમાં થાય છે.

આ પણ વાંચો :-

WhatsApp એ પોતાના ખાસ યુઝર્સ માટે લોન્ચ કરી નવી App, જાણો શું થશે ફાયદો

WhatsApp has launched a new App

  • WhatsApp વારંવાર WhatsApp Web અથવા ડેસ્કટોપ યુઝર્સ માટે પણ ઘણા નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. આ વખતે કંપનીએ એક નવી એપ લોન્ચ કરી છે.

WhatsApp લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેનો ઘણો વપરાશ કરે છે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ. તેની લોકપ્રિયતાને કારણે તેનો ઉપયોગ મલ્ટિપલ એટલે કે ઘણા અલગ અલગ ડિવાઇસ પર થાય છે. WhatsApp વારંવાર WhatsApp Web અથવા ડેસ્કટોપ યુઝર્સ (Desktop users) માટે પણ ઘણા નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. આ વખતે કંપનીએ એક નવી એપ લોન્ચ કરી છે.

WhatsAppની આ એપ વિન્ડોઝના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. અગાઉ વિન્ડોઝ યુઝર્સને વેબ આધારિત WhatsAppનું એક વર્ઝન ડાઉનલોડ કરવું પડતું હતું અથવા તો તેને ક્રોમ જેવા બ્રાઉઝર પર WhatsAppના ડેસ્કટોપ વર્ઝનનો ઉપયોગ કરતાં હતા.

મેટા (ફેસબુક) એ વિન્ડોઝ યુઝર્સ માટે એક નવી નેટિવ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા યુઝર્સને ઝડપી અને ખૂબ સારો અનુભવ મળશે. એક પોસ્ટ દ્વારા કંપનીએ જણાવ્યું હતું કે આ એપને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઓપ્ટિમાઇઝ અને ડિઝાઇન કરવામાં આવી છે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

આ નેટિવ એપ સાથે યુઝર્સને પહેલા કરતા વધુ સ્પીડ મળશે. આ સાથે જ તેમાં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે જેનો ફાયદો યુઝર્સને મળશે. જ્યારે કોઈ પણ યુઝર નો ફોન ઑફલાઇન મોડમાં હશે ત્યારે પણ તેમને મેસેજ અથવા નોટિફિકેશન મળતા રહેશે.

ક્યાં ઉપલબ્ધ છે WhatsAppની આ નવી એપ :

તમે માઇક્રોસોફ્ટ એપ સ્ટોર પરથી Windows PC માટે આ નવી નેટિવ WhatsApp એપ ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કરવા માટે યુઝર્સે એપ સ્ટોર પર જઈને તેને સર્ચ કરીને ડાઉનલોડ કરી શકે છે.

કેવી રીતે કરવો ઉપયોગ :

ડેસ્કટોપ પર WhatsAppનો ઉપયોગ કરવાની રીત બદલાઈ નથી. જો પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેનો ઉપયોગ એ જ રીતે કરી શકાય છે. પહેલા વિન્ડોઝ ડિવાઇસ પર લોગિન કરો. એ પછી તમારા ફોનમાં WhatsApp ઓપન કરો. ત્યાં ખૂણામાં આવેલ થ્રી-ડોટ આઇકોન પર ક્લિક કરો અથવા લિંક્ડ ડિવાઇસ પર ટેપ કરો. આ પછી દેખાતા QR કોડને સ્કેન કરી WhatsApp વાપરો.

આ પણ વાંચો :-

મિશન 2022 માટે AAP એ જાહેર કરી સંગઠનની યાદી : સફીન હસન બન્યા સોશિયલ મીડિયાના સ્ટેટ ઇન્ચાર્જ

0

AAP announces organization

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) લઇને તમામ પક્ષોએ કમર કસી લીધી છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સતત પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની બે યાદી પણ જાહેર કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ હવે મિશન 2022 માટે આજે આમ આદમી પાર્ટીએ સંગઠનની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ સંગઠનનું મહાજંબો માળખું જાહેર કર્યું છે.

આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે આપ ગુજરાતનું સંગઠન પુર્ણ સ્વરૂપ પૂર્ણ થયું છે. બાકી રહેલા હોદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ સંગઠનોમાં નિમણૂક કરી હતી. ચોથી યાદીમાં 2100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

આજે જાહેર કરવામાં આવેલી સંગઠનની યાદીમાં સોશિયલ મીડિયા વોરિયર્સ પર ભાર મુકાયો હતો. અરવિંદ ગામીતને કો.ઓપરેટિવ વિંગના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે ધારશી બારાડીયાને સહમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે સફીન હસનને સોશિયલ મીડિયાના સ્ટેટ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે ભાવેશ પટેલને સ્ટેટ ઇવેન્ટના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય સંગઠનમાં 25 હોદ્દેદારોની નિમણૂક કરી હતી. જેમાં યુથ વિંગ, વૂમેન વિંગ, ઓબીસી વિંંગ, માઇનોરિટી વિંગ, એસસી વિંગ, કિસાન વિંગ, લિગલ વિંગ, ટ્રેડ વિંગ, ડોક્ટર વિંગ, એજ્યુકેશન વિંગ, સ્પોર્ટસ વિંગ, માલધારી વિંગ ઉપરાંત લોકસભા સીટ, વિધાનસભા સીટના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

હવે ગુજરાતમાં શાંત પડી જશે આંદોલનો ! સરકાર બનાવશે આ 5 મંત્રીઓની કમિટી 

0

Now the agitations have calme

  • હાલમાં રાજ્યમાં કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે આ કમિટી દ્રારા તેમને શાંત પાડી અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

રાજ્યમાં અવાર નવાર આંદોલનો (agitations) જોવા મળે છે. ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીને લઇને અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને (Movement of ex-serviceme) લઈને સરકાર ચિંતામાં જોવા મળી છે.

ત્યારે સરકાર દ્વારા આ આંદોલનોના નિકાલ માતે પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીમાં રાજ્ય સરકારના પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકેશ  પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા, હર્ષ સંધવીનો સમાવેશ કરવામાં આવશે.

Ahmedabad : પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની ઉજવણી | Gujarat Guardian

આજે બપોરે આંદોલન માટે બનાવવામાં આવેલી કમિટીના મંત્રીઓની એક બેઠક મળશે. કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા મંત્રીઓ દ્વારા આંદોલનના માર્ગે ગયેલા કર્મચારીઓનો ઉકેલ નિકાળી આંદોલનોને શાંત પાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે હાલમાં રાજ્યમાં કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે આ કમિટી દ્રારા તેમને શાંત પાડી અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

હાર્દિક પંડ્યાએ કહી છેલ્લી ઓવરની પૂરી કહાની, કહ્યું- પાંચ અથવા 10 ફિલ્ડર પણ બહાર હોત તો પણ મારે તો…  

0

Hardik Pandya

  • ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું અને બોલ પછી બેટથી તબાહી મચાવી. મેચ બાદ રવિન્દ્ર જાડેજા અને જીતના હીરો હાર્દિક પંડ્યાએ વાત કરી હતી.

BCCI ટીવીએ પાકિસ્તાન (Pakistan) સામેની પાંચ વિકેટની જીત બાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) વાતચીતનો વીડિયો શેર કર્યો છે. હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) કહ્યું કે સૌ પ્રથમ તો અમે ખૂબ જ ખુશ છીએ કે અમે ટીમને જીત અપાવવામાં સફળ રહ્યા કારણ કે તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિજય છે. દબાણમાં અમે જે રીતે પ્રદર્શન કર્યું અને રવિન્દ્ર જાડેજાએ જે રીતે મેચ બદલી નાખી તે જોવું અદ્ભુત હતું.

રવીન્દ્ર જાડેજાને હાર્દિકનો સવાલ : મને કહો કે જડ્ડુ, તમારો બેટિંગ ઓર્ડર થોડો અલગ હતો પરિસ્થિતિઓ અલગ હતી અને તમે લેફ્ટ આર્મ સ્પિનર ​​પર ચાન્સ લીધો તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે અમારી પાસે અન્ય જમણા હાથના બેટ્સમેન હતા, તમે તેના વિશે વિચારી શકો છો. તમારી માનસિકતા મને કહો.

જવાબ : તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે જેણે મને બેટિંગ ક્રમમાં પ્રમોટ કર્યો, હું વિચારી રહ્યો હતો કે મારે સ્પિનરો પર ગમે તેટલા ચાન્સ લેવા જોઈએ, હું જેટલા શોટ્સ રમીશ તેટલા શોટ્સ હું મોટા શોટ મારવા જોઈશ, અમારી ભાગીદારી પણ ઘણી છે. મહત્વપૂર્ણ હતું. અમે અમારી તાકાતનું સમર્થન કરીશું જેના વિશે અમે મધ્યમાં વાત કરી હતી.

હાર્દિકે કહ્યું, ‘હું અને જડ્ડુ ઘણા વર્ષોથી સાથે ક્રિકેટ રમીએ છીએ. ટીમ ઈન્ડિયા હંમેશા ટોપ ઓર્ડર બેટિંગ માટે જાણીતી છે, પરંતુ અમે નસીબદાર છીએ કે હવે અમને તક મળી રહી છે અને અમે ટીમ માટે કંઈક કરી શક્યા છીએ.

ખરેખર હદ થઈ, ભાજપે ગુજરાતમાં હારતોરા કર્યા તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જેલમાંથી છૂટેલાને ઢોલનગારા વગાડી દૂધથી સ્નાન કરાવ્યું | Gujarat Guardian

કારણ કે અમારી પ્રક્રિયા માત્ર આ માટે નથી, વર્લ્ડ કપ આવી રહ્યો છે અને ગમે તેટલી વાર તક મળી શકે. જો ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ફરી આવશે તો અમે આ મેચને યાદ રાખીશું.

રવીન્દ્ર જાડેજાનો હાર્દિક પંડ્યાને સવાલ : સારું મને કહો કે છેલ્લી વખત 2018માં એશિયા કપ હતો, પાકિસ્તાન સામેની મેચમાં તમને કમરમાં દુખાવો થયો હતો, હવે તમે બધા ઠીક છો અને ભગવાનની કૃપાથી સારા છો. એશિયા કપ 2018 એ જ પાકિસ્તાનની ટીમ સામેથી આ મેચ સુધીની સફર કેવી રહી ?

જવાબ : સાચું કહું તો હું બધું જ મિસ કરી રહ્યો હતો. હું અહીંથી સ્ટ્રેચર પર ગયો હતો અને તે ડ્રેસિંગ રૂમ હતો. તેથી એવું લાગે છે કે તમે કંઈક પ્રાપ્ત કર્યું છે. કારણ કે જે રીતે વસ્તુઓ થઈ, આ રીતે તક મેળવીને ટીમને જીતાડવી. તેથી આ પ્રવાસ સુંદર છે. આમ તો અમને આ પ્રવાસનું ફળ મળે છે પણ હું મારા પુનરાગમનનો શ્રેય પડદા પાછળના સોહમ દેસાઈ અને નીતિન પટેલને આપવા માંગુ છું.

હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બેટિંગ દરમિયાન તેણે 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. જેમાં વિજયી સિક્સ સામેલ હતી. આ સાથે જ જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા.

ભારતે 89 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ જોડીને ટીમને સરસ જીત અપાવી હતી. હાર્દિકને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

શું તમને અમદાવાદના રસ્તાઓ પર ચાલતા ચાલતા મોબાઈલ પર વાત કરવાની ટેવ છે ? તો જરા ચેતજો !

0

Do you have a habit of talking

  • જો તમે રસ્તે ચાલતા જઈ રહ્યા છો અને તમારા હાથમાં મોબાઈલ છે અથવા તમે મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યા છો તો જરા સાચવવાની જરૂર છે. કારણ કે અમદાવાદ ડીસીપી ઝોન 7 LCB પોલીસે એવી એક ટોળકી ઝડપી છે.

અમદાવાદની (Ahmedabad) વેજલપુર પોલીસે એવી એક ટોળકી ઝડપી છે, જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝૂંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી વેજલપુર (Vejalpur) પોલીસે 5 આરોપી સાથે 58 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

જો તમે રસ્તે ચાલતા જઈ રહ્યા છો અને તમારા હાથમાં મોબાઈલ છે અથવા તમે મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યા છો તો જરા સાચવવાની જરૂર છે. કારણ કે અમદાવાદ ડીસીપી ઝોન 7 LCB પોલીસે એવી એક ટોળકી ઝડપી છે.

જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝુંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી. આ મોબાઈલ દુકાનદાર સાથે મળી અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતા. આ ટોળકી પાસેથી પોલીસે 58 જેટલા ચોરીના મોબાઈલ કબજે કર્યા છે.

ઝોન 7 એલસીબીની કસ્ટડીમાં રહેલા આ 5 આરોપી મોબાઈલ ચોરી કે સ્નેચિંગ કરી તેને સસ્તા ભાવે વેચી દેતા હતા. ઝડપાયેલા 5 આરોપીમાં એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ બન્ને રિક્ષા લઈને મોબાઈલ ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા.

જે બાદ વટવામાં રહેતા મોહસીન ને આ મોબાઈલ પહોંચાડતા હતા. જે મોહસીન પોતાના મિત્ર અને મોડાસામાં દુકાન ધરાવતા રફીક સુથાર અને મુસ્તકીમ રહેમાનને આ મોબાઈલ આપતો હતો. જે આરોપી સસ્તા ભાવે આ મોબાઈલ અન્ય રાજ્યમાં વેચી દેતા હોવાનું સામે આવ્યું છે.

ત્યારે આરોપીઓએ તો પોલિટિકલ પાર્ટીની રેલીમાં પણ મોબાઈલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક નિવૃત્ત પોલીસ અધિકારીનો જ ફોન હોવાનું પણ સામે આવ્યું છે.જેમણે ફરિયાદ પણ અત્યાર સુધી ન નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઝડપાયેલા આરોપી એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ શહેરના માર્ગો પર વહેલી સવારે અને મોડી સાંજે શહેરના રસ્તા પર ફરતા અને લોકોને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને વૃદ્ધ અને વાતોમાં મસ્ત હોય તેવા લોકો ના મોબાઈલની ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા.

જોકે, આ ગુનામાં સંડોવાયેલ 5 આરોપી એક બિજાના મિત્ર હોવાથી ચોરીના મોબાઈલ વટવા અને ત્યાંથી મોડાસા સુધી વેચાણ માટે જતા હતા. જે બાદ મોબાઈલ સસ્તા ભાવે બીજા રાજ્યના ગ્રાહકોને વેચવામાં આવતા હતા. જેથી પોલીસે તેને ઝડપથી પકડી ન શકે.

આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મોબાઈલ ચોરી અને સ્નેચિંગના 9 ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ 58 જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે. જે મોબાઈલ માલિકોને શોધી ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેથી કરી આરોપી વિરુધ્ધ વધુમાં વધુ ગુના નોંધાય. સાથે જ ચોરીના કેટલા મોબાઈલ ક્યાં અને કોને વેચ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

દિલ્હીમાં રાજકીય હલચલ : કેજરીવાલ સરકાર વિધાનસભામાં લાવશે વિશ્વાસ મત પ્રસ્તાવ

0

Political uproar in Delhi

  • કેજરીવાલે કહ્યું હતું કે, મે સાંભળ્યું છે કે, ભાજપ અમારા 40 ધારાસભ્યોને લાંચ આપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે મને ખુશી થાય છે કે, એક પણ ધારાસભ્યએ હાર માની નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે સદનમાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારને તોડી પાડવાના પ્રયાસોના દાવાઓ વચ્ચે આ કામ કરવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ સદન શરૂ થતાંની સાથે જ પ્રસ્તાવ રજૂ કરશે.

CM અરવિંદ કેજરીવાલ આ સદનમાં કોન્ફિડેંસ મોશન લાવવા માંગે છે. સાથે જ તેમના એક પણ ધારાસભ્યો ન તૂટે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીની જનતાને વિશ્વાસ અપાવા માટે કોન્ફિડેંસ મોશન લાવવા માગુ છું.

મામલા સાથે જોડાયેલી માહિતી :

તમને જણાવી દઈએ કે વિશ્વાસ મત યોજવાનો પ્રસ્તાવ AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ તરફથી રજૂ કર્યો હતો. કારણ કે તેઓ સાબિત કરવા માંગતા હતા કે, તેમની પાર્ટીમાં કોઈ ભંગાણ નથી. હકીકતમાં તેમણે ભૂતકાળમાં ભાજપ પર ગંભીર આરોપ મૂક્યો હતો કે ભાજપે તેમની પાર્ટીના ધારાસભ્યોને પક્ષ પલટો કરવા બદલ 20 કરોડ રૂપિયાની ઓફર કરી છે.

– તેમના મનીષ સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે, તેમને ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપમાં આવી જશે તો CBI-EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે.

– અરવિંદ કેજરીવાલે 25 ઓગષ્ટના રોજ પોતાના ઘરે AAP ધારાસભ્યોની બેઠકનું આયોજન કર્યું હતું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે જેમાંથી 53 ધારાસભ્યોએ પોતાની હાજરી આપી હતી જ્યારે અન્ય વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સામેલ થયા હતા.

– કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ પોતાના ધારાસભ્યો સાથે BJPના ઓપરેશન લોટસની નિષ્ફળતા માટે પ્રાર્થના કરવા રાજઘાટ ગયા હતા. AAPએ ભાજપ પર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની તર્જ પર તેમની સરકારને તોડી પાડવા માટે ‘ઓપરેશન લોટસ‘નું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

– કેજરીવાલે કહ્યું હતું કે, મે સાંભળ્યું છે કે, ભાજપ અમારા 40 ધારાસભ્યોને લાંચ આપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે. મને ખુશી થાય છે કે, એક પણ ધારાસભ્યએ હાર માની નથી.

– CBIએ હાલમાં દિલ્હીના લિકર પોલિસી મામલે કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં સિસોદિયાના પરિસરમાં દરોડા પાડ્યા હતા જે આ વર્ષની શરૂઆતમાં સબમિટ કરવામાં આવી હતી અને બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.

– AAPએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અરવિંદ કેજરીવાલને ‘ડરાવવા’ માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂક્યો છે જેઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમના પ્રશંસનીય કાર્ય માટે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

– જોકે, ભાજપે AAPના આરોપોને નકારી કાઢ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તે તેમની સરકારમાં પ્રચંડ ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

– લેફ્ટનન્ટ ગવર્નરે ગયા મહિને CBI તપાસની ભલામણ કરી હતી AAP પર ખાનગી લિકર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે એક્સાઈઝ પોલિસી લાવવાનો આરોપ લગાવ્યો હતો.

– 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં AAPના 62 ધારાસભ્યો છે જેમાંથી ભાજપ પાસે 8 છે અને બહુમત માટે વધુ 28ની જરૂર છે.

આ પણ વાંચો :-

 

અરે બાપ રે ! ‘મારી નાખવાની ધમકી આપી ગૌમાંસ ખવડાવ્યું’, વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન બાદ સુરતના યુવકે આપઘાત કરતા હડકંપ

Oh my God ! ‘Threatened to kill and fed beef

  • સુરતના રોહિત સિંગે વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગૌમાંસ ખવડાવ્યું હતું. જેને લઇને યુવકે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ મિલમાં (A textile mill) ડાઇંગ માસ્ટર તરીકે કામ કરતાં રોહિત સિંગે વિધર્મી યુવતી (A heathen girl) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાંર બાદ ફેસબુક (Facebook) પર સુસાઇડ નોટ અપલોડ કરી આપઘાત કરી લેતા પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે. દીકરાના મોતને પગલે વિધવા માં પર દુ:ખનું આભ ફાટી પડ્યું છે. દીકરાનો અંતિમ ચહેરો પણ ન જોવા મળ્યાનો માં વસવાસો વ્યક્ત કરી રહી છે.

મારી નાખવાની ધમકી આપી માંસ ખવડાવ્યું  :

રોહિત સિંગ સોનમ (રહે,પટેલનગર,ઉધના,મૂળ રહે,યુપી)  નામની મુસ્લિમ યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. જે બંને વચ્ચે ટેલિફોનિક વાત બાદ પ્રેમ પાંગળ્યો હતો  અને રોહિત સિંગે પરિવારજનોની મરજી વિરુદ્ધ યુવતી સાથે પ્રેમ લગ્ન  પણ કરી લીધા હતા. જેને લઇને તેના પરિવારજનો યુવાનથી નારાજ હતા.

રોહિત સિંગ સાથે અણગમો બનાવી સંપર્ક ઓછો કર્યો હતો. તેઓને એવી આશા હતી કે આમ કરવાથી પોતાનો દીકરો યુવતીને છોડી પરિવારજનો સાથે આવી જાય. પરંતુ એનાથી વિપરીત જ થયું. અને યુવાને આપઘાત કરી લેતા યુવાનનું મોત નીપજ્યું હતું.

યુવાને સુસાઇડ નોટ લખી હતી જેમાં જણાવ્યું કે, પોતાની પત્ની અને સાળાએ નાછૂટકે ગાયનું માંસ ખવડાવ્યું હતું. તેઓએ મારી નાખવાની ધમકી આપી માંસ ખવડાવ્યું હતું. પોતે હિન્દુ હોવાથી ગાય માતાને પૂજનીય માનતો હતો અને છતાં માસ ખાતા યુવાને મોત વ્હાલું કરી લીધું હતું.

પત્ની અને સાળા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો :

આ બનાવ બે મહિના બન્યા હતા. જે અંગે એક મિત્ર મારફતે મૃતકના ભાઈને આપઘાતની જાણ થઇ હતી. આ અંગે માતાએ ઉધના પોલીસ મથકમાં મૃતકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી બન્ને સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-